Government Jobs - 2 books and stories free download online pdf in Gujarati

સરકારી નોકરી - 2

પ્રારંભ


આ વાત છે એક સામાન્ય પરિવારની, જે બોટાદ જીલ્લાનુ રાણપુર તાલુકાનુ સુંદરીયાણા ગામમાં રહે છે. જેવુ ગામનુ નામ તેવા તેના ગુણ. ગામનો ઈતિહાસ પણ ઘણો જુનો છે.સુંદરિયાણા ગામ નું નામ સુંદર નામની કન્યાનાં બલિદાનને લીધે પડ્યું હોય તેવી એક લોકવાયકા પ્રવર્તે છે. અંદાજે 5000 ની વસ્તી. ગામમા રામજી મંદિર, સ્વામીનારાયણ મંદિર, ખોડીયાર મંદિર, શિવાલય, પ્રાથમિક અને માધ્યમિક શાળા,તળાવ, નદી આવેલા છે. ગામમા કારડીયા રાજપુત, ગરાસિયા દરબાર, કોળી, ભરવાડ, કાઠી, દેવી પુજક વગેરે કોમ રહે છે.ગામનો મુખ્ય ધંધો ખેતી છે. હાલની નવી પેઢી મહેનત કરી સરકારી નોકરી માટે મથામણ કરે છે. અમુક યુવાનો સરકારી નોકરીએ ચડી ગયા છે જે બીજા યુવાનોને માર્ગદર્શન આપે છે.
અહીં આપણે એક કારડીયા રાજપુત કુટુંબના ખેડુત પુત્રની વાત કરીશું. જેનુ નામ છે રાજવીરસિહ જે એક ખુબ જ હોશીયાર છોકરો છે. તે અત્યારે ધોરણ 10 માં અભ્યાસ કરે છે. તેના પિતા એક સામાન્ય ખેડુત છે. તેને એક કિંજલ નામે બહેન છે, તે પણ હોશીયાર છે. કિંજલ કોલેજના પ્રથમ ર્વષમાં છે. રાજવીરના દાદાનો દીકરો વનરાજસિહ કારકુનની નોકરી કરે છે. જે 6 માસ અગાવ આ નોકરી પર ચડ્યો. યશપાલને 3 બહેનો ભુમિબા, આરતીબા અને રાધિકાબા. આ 6 ભાઈ બહેન હળીમળીને રહે છે, જાણે સગા ભાઈ બહેન હોઈ. યશપાલના પિતા પણ એક ખેડુત છે. રાજવીર અને યશપાલની માતા ગૂહકાર્ય કરે છે.
રાજવીરને નવું નવું જાણવાનો અને નવા મિત્રો બનાવવાનો ખૂબ શોખ છે.રાજવીર ને ઘણા મિત્રો છે, જેવા કે વિજય જે તેના ફુઈનો છોકરો છે, મેઘરાજ જે તેના માસીનો છોકરો છે, તથા બીજા દોસ્તોમા હરપાલ, તેજસ, બાદલ, પ્રદીપ, અશ્વિન વગેરે આ બધા તેના સહઅધ્યાયી છે. ઉપરાંત રાજવીરના મામાનો દીકરો રાજેન્દ્ર પણ તેમના ઘરે ભણવા માટે આવ્યો છે. તે પણ રાજવીરની જોડે જ ભણે છે. રાજવીર દેખાવે મીડીયમ બાંધાનો દેખાવડો છોકરો છે. આંખો બદામ જેવી મોટી,નમણું નાક, ગુલાબની પંખુડી જેવા હોઠ. ટુંકમાં દેખાવે સુંદર છોકરો છે.
રાજવીર અત્યારે ધોરણ ૧૦ માં અભ્યાસ કરે છે. તે ગામની શાળા શ્રી ડી.એ વિદ્યામંદિર સુંદરીયાણામાં અભ્યાસ કરે છે. તે શાળાના દિવસોમા શાળા વર્કના કાર્યોમાં મશગુલ રહેતો હોય છે. ક્યારેક ક્યારેક સમય કાઢીને પોતાના પિતાને ખેતરમાં મદદ કરે છે, તથા રજાઓના દિવસોમાં રાજેન્દ્ર મેઘરાજ રાજવીર અને વિજય મેઘરાજ ના ખેતરમાં ગેડી દડે પણ રમે છે. શિયાળાના દિવસોમાં પોતાના દાદાના ઘરે બધા ભાઈ બહેન સવારના તડકાની મજા પણ માણે છે, ત્યારબાદ શાળા સમય શાળાએ જાય છે. ચોમાસાના દિવસોમાં રાજવીર તેના મિત્રો સાથે વરસાદના માં નાહવાનું પસંદ કરે છે, તથા ઉનાળામાં વેકેશન માં તે ક્રિકેટ પણ રમે છે. બધા ઉત્સવોથી ધામધૂમથી મનાવે છે. દિવાળી, ઉત્તરાયણ, નવરાત્રી, હોળી જેવા તહેવારો તેને પ્રિય તહેવાર છે. રાજવીરને શાળાકીય પ્રવૃત્તિ માં પણ ખૂબ રસ છે તે બધી જ પ્રવૃત્તિઓમાં ભાગ લે છે.
શૈક્ષણિક વર્ષ પૂરું થતાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આવે છે. રાજવીર ખૂબ જ મહેનત કરી ધોરણ 10માં ૮૮ ટકા સાથે ઉત્તીર્ણ થાય છે, તથા તેના બીજા મિત્રોને પણ સારા માર્ક આવે છે. રાજવીર ઉનાળુ વેકેશનમાં તેના ભાઈ વનરાજ ના કહેવાથી ભરતીની તૈયારી શરૂ કરી દે છે. સૌપ્રથમ તે ગુજરાત વિશેની જાણકારી મેળવી તેને લગતા પુસ્તકો ઉનાળુ વેકેશન દરમિયાન વાંચે છે. રાજવીર તેના ભાઇના કહેવાથી ધોરણ 11-12 કોમર્સ કરે છે. તે બોટાદની એક પ્રખ્યાત શાળામાં ધોરણ 11-12 કરે છે. ત્યાં તે મન લગાડીને ધોરણ-12માં ૭૬ ટકા લાવે છે.
ધોરણ 12ના ઉનાળુ વેકેશનમાં પણ તે ભરતીની તૈયારી કરે જ છે તે આ વેકેશનમાં ગુજરાત ને લગતા લાગતા-વળગતા પુસ્તકો વાંચી ધોરણ 5 થી 12 ના ઇતિહાસ ભૂગોળ ગણિત વિજ્ઞાન ગુજરાત ને લગતા બધા પુસ્તકો વાંચે છે