Asha ke afsos in Gujarati Love Stories by Ishan Chavda books and stories PDF | આશા કે અફસોસ

Featured Books
Categories
Share

આશા કે અફસોસ

અવિનાસ એ હમણાં જ કોલેજ પૂરી કરી. તે અઠવાડિયામાં પાંચ દિવસ ટ્રેનમાં અપડાઉન કરે અને જોબ પર જાય. અવિનાસ એક એકાઉન્ટ કંપની માં જોબ કરે. અવિનાસ એકદમ શાંત, શરમાળ અને કામથી કામ રાખવાવાળો છોકરો.
એક દિવસ તેણે દશમાં ધોરણમાં તેણાં સાથે ભણતી છોકરી, તેણે પ્લેટફોમૅ પર દેખાઇ. તેણે દેખતા જ અવિનાસને એ યાદ આવ્યું કે, "આ એ જ છોકરી છે કે, જે દશમાં ધોરણમાં તેણાં સાથે ભણતી હતી". તે છોકરી દેખાવ માં ખુબ જ સુંદર, શરમાળ અને બહું ઓછુ બોલવાવાળી. તેણે સામે આવતાં જોઈ તે ખુશ થયો અને જુની યાદો તાજી થઈ. તે મનમાં વિચારતો હતો કે, "આ છોકરી મને ઓળખશે કે નહીં ? અને જો એ છોકરી મને ઓળખશે તો તેણાં હાલચાલ પૂછીશ અને થોડી જૂની વાતો કરીશ". પણ અફસોસ તે અવિનાસની બાજુમાંથી પસાર થઈ ગઈ અને કઈ વાત પણ ના કરી શક્યો. ત્યાં અવિનાસની નજીક ઉભેલી એક છોકરી ને પૂછ્યું કે, "આ ટ્રેન ક્યાં પ્લેટફોમૅ પર આવશે અને ક્યારે આવશે ??" એ છોકરી જવાબ આપતા કહ્યું કે, "આ ટ્રેન પ્લેટફોમૅ 4 પર અને 9:30 એ આવશે" અને છોકરીએ પાછો પ્રશ્ન પૂછ્યો, "તે ટ્રેનમાં પાસ ચાલે છે? કારણકે મારી જોડે પાસ છે અને મારે પણ અપડાઉન કરવાનું છે." અને બીજી છોકરીએ હા પાડીને કહ્યું કે, "હા, તે ટ્રેનમાં પાસ ચાલે છે અને હું પણ આ ટ્રેનમાં અપડાઉન કરુ છું". છોકરીએ પાછો પ્રશ્ન પૂછ્યો કે, "લેડીઝ ડબ્બો ક્યાં આવશે ?". તે છોકરી એ ઈશારો કરતાં કહ્યું કે , "શરુઆતના બે ડબ્બા પછી લેડીઝ ડબ્બો આવશે". બંન્ને છોકરી વાતો કરતાં કરતાં લેડીઝ ડબ્બો જ્યાં આવે છે, ત્યાં જઈને ઉભા રહ્યાં. ત્યાં થોડીવાર પછી ટ્રેન આવી અને એ જ ટ્રેનમાં એ છોકરી ચઢી જે ટ્રેનમાં અવિનાસ અપડાઉન કરતો હતો. અવિનાસ ખૂબજ ખુશ હતો અને તે પણ આ જ ટ્રેનમાં ચઢ્યો હતો. તેણે ટ્રેનમાં વિચાયૅુ કે એ છોકરીએ પણ પાસ કરાવ્યો છે અને તે કાલે પણ કદાચ આવશે. તેણે નક્કી કરયુ કે કાલે તે જરુર વાત કરશેે. થોડીવાર પછી સ્ટેશન આવ્યું અને ટ્રેન ઉભી રહી. તે ટ્રેનમાંથી ઉતરી તેણે શોધવાની કોશિશ કરી પણ તે છોકરી ના દેખાઇ, પછી તે ઑફિસે ગયો. "પછી તો શું ?" તે ઑફિસમાં બસ દિવસ પૂરો થાય તેણી જ રાહ જોતો હતો. જેમ તેમ કરી ને તે દિવસ પૂરો કરયો.
બીજા દિવસે તે દરરોજની જેમ પ્લેટફોમૅ પર ઉભો હતો ને મનમાં આશા હતી કે, એ છોકરી આજે પાછી આવશે? થોડીવાર પછી એ છોકરી અવિનાસને દેખાઈ અને તેણાં નજીક આવવા લાગી. અવિનાસ મનમાં ખુશ થયો ને તે તૈયારી જ કરતો હતો ને ત્યાં તે છોકરી અવિનાસની વધુ નજીક આવી ને અવિનાસની બાજુમાંથી પસાર થઈ ગઈ. બીજા લોકોની જેમ અવિનાસ પણ કઈં ના બોલી શક્યો. તે તેણે જોતો જ રહી ગયો. અવિનાસને મનમાં થોડુ દુઃખ થયુ કે તે કઈંપણ ના બોલી શક્યો અને મનને સાંત્વના આપતા વિચાયુૅ કે યોગ્ય સમયે તેણી સાથે વાત કરીશ. તે ઑફિસ ગયો અને ઑફિસનાં મિત્રો સાથે આ બધી વાત કહી.
એ પછીનાં દિવસે દરરોજ ની જેમ પ્લેટફોમૅ પર ઉભો હતો ટ્રેન આવી પણ એ છોકરી ના આવી. તે ઑફિસ ગયો અને ઑફિસનાં મિત્રો એ પૂછ્યું કે, "આજે ટ્રેનમાં એ છોકરી આવી હતી?". અવિનાસે ના પાડતા વિશ્વાસ સાથે કહ્યું કે, "ના આજે નથી આવી પણ એક દિવસ જરુર આવશે". એ પછીનાં દિવસથી દરરોજની જેમ મનમાં આશા સાથે પ્લેટફોમૅ પર ઉભો રહે અને તે છોકરીની રાહ જોવે. પછી કોઇક વાર અવિનાસને અફસોસ થયો કે કાશ તે જ દિવસે થોડી હિંમત કરીને વાત કરી હોત આજે એણી રાહ ના જોવી પડત. અવિનાસ હજુ પણ તેણી રાહ જોવે છે. તેણે વિશ્વાસ છે કે કોઈક દિવસતો તે છોકરી આવશે!!!!