Sindabad ni safar - 5 books and stories free download online pdf in Gujarati

સીંદબાદની પાંચમી સફર

"સીંદબાદની પાંચમી સફર"

થોડા દીવસ સીંદબાદ ઘરે રહ્યો. પ્રવાસનો સીંદબાદને હવે એક નશો લાગી લાગ્યો હતો. તેને શાંત બેસવું ગમતું નહતું. ફરીથી એક પ્રવાસ ખેડવાનું તેણે વિચાર્યું. તેણે આ વખતે પોતાના ધનથી જ નવું વહાણ ખરીદ્યું અને નીકળી પડ્યો માલ ભરીને બીજા દેશોમાં વેપાર કરવા.

પવન અનુકૂળ હતો. સીંદબાદ અને તેના મિત્રો જમીને આરામ કરવા લાગ્યા વહાણમાં. થોડાક દિવસોની સમુદ્રી યાત્રા પછી સીંદબાદ અને તેના મિત્રો એક ટાપુ પર પહોચ્યા. આ ટાપુ પર માનવ વસ્તી નહતી. બધા મિત્રો આમ તેમ ટાપુ પર ફરવા લાગ્યા. એવામાં અચાનક આ ટાપુ પર તેમણે રોક પક્ષીનું એક મોટું ઈંડું જોયું. ઇંડાના એક ભાગમાંથી બચ્ચાએ પોતાની ડોક બહાર કાઢી હતી અને અડધું શરીર ઇંડામાંજ હતું.

સીંદબાદના વેપારી મિત્રોએ કુહાડી લઈને તે ઈંડું ફોડી નાખ્યું. બચ્ચને મારી નાખ્યું અને તેનું માંસ શેકીને ખાઈ ગયા. સીંદબાદે તેના મિત્રોને રોક્યા કે બચ્ચા ને મારશો નહીં પણ ભૂખના માર્યા કોઈ પણ વેપારી મિત્રો માન્યા જ નહીં. એટલમાંજ સીંદબાદે દૂરથી રોક પક્ષીને આવતા જોયા. તે નર અને માદા બંને આ દિશા તરફ આવી રહ્યા હતા. બીકના માર્યા બધા વહાણમાં ચડી ગયા અને જડપથી વહાણને સમુંદરમાં આગળ ધપાવ્યું રોક પક્ષી ખૂબ જ ગુસ્સામાં હતા. કારણ તમે જાણો જ છો. મોટા મોટા પત્થર તે પોતાની ચાંચમાં ભરવીને આવ્યા અને વહાણ પર ફેંકવા લાગ્યા. વાહન ચકનાચૂર થઈ ગયું અને બધોજ માલસામાન સમુંદરમાં ડૂબી ગયો. કેટલાક વેપારીઓએ ત્યાંજ સમુંદરમાં જળસમાધિ લીધી તો કેટલાંક વેપારી સમુંદરમાં તરતા રહ્યા.લાકડાના પાટિયાના સહારે સીંદબાદ તરતો રહયો અને આગળની દિશા તરફ વહેવા લાગ્યો.

સામે બીજો એક ટાપુ જેવો જમીનનો ભાગ દેખાયો. સીંદબાદ આ જમીન પર ઉતર્યો. આમ તેમ ફરવા લાગ્યો સીંદબાદ. આ ટાપુ ખૂબ જ સુંદર અને રમણીય હતો. વૃક્ષો પર પાકેલાં ફળો શોભા વધારતા હતા. મીઠા પાણીના ઝરણાઓ ખળખળ વહેતા હતા. અહી કોઈ પણ પ્રકારના અન્નપાણીનો અભાવ નહતો. સીંદબાદે પાકા મીઠા ફળો ચાખ્યા. મનમાં ડર એ વાતનો હતો કે આવા સુંદર ટાપુ પર કોઈ માણસ કેમ દેખાતું નથી. કંઈક ગડબડ તો નથી ને!

સીંદબાદ જંગલમાં આગળ ચાલ્યો. એક ઝરણાના કિનારે એક કદરૂપો અને કાળો તથા જાડી ચામડી વાળો ડોસો બેઠેલો જોયો સીંદબાદે. ડોસામાં ચાલવાની પણ શક્તિ નહતી તે ખુબજ કમજોર લાગતો હતો. સીંદબાદને થયું કે કદાચ સમુંદરમાં વહાણ તૂટી જવાથી આ ડોસો અહી આવી ગયો હશે લાવ તેની મદદ કરી જોઉ. સીંદબાદે ડોસાને બોલાવ્યો પણ ડોસો એક શબ્દ પણ બોલ્યો નહીં. ડોસાએ સીંદબાદ ને ઇશારાથી જણાવ્યુ કે તેને પોતાની પીઠ પર બેસાડ અને પાકા ફળો ખાવા આપ તેને ખૂબ જ ભૂખ લાગી છે. સીંદબાદ તેનો ઈશારો સમજી ગયો અને ડોસાને પોતાની પીઠ પર બેસાડયો તથા થોડાક પાકા ફળો તેને ખાવા માટે આપ્યા. થોડી વાર પીઠ પર બેસાડી ને આગળ ચાલ્યા પછી સીંદબાદ નીચે નમ્યો અને ડોસાને પોતાની પીઠ પરથી ઉતારવા જણાવ્યુ પરંતુ ડોસો માને એમ નહતો તે પીઠ પરથી ઉતર્યો જ નહીં. એટલે સીંદબાદે બળ વાપરીને ડોસાને ઉતારવાની કોશિશ કરી પણ આ ડોસો એવો કસીને સીંદબાદની પીઠ પર ચોંટી ગયેલો કે તે ઊતરતો જ નહતો. હવે ડોસો સીંદબાદનું ગળું દબાવા લાગ્યો. સીંદબાદનો શ્વાસ રૂંધાતો હતો. સીંદબાદને લાગ્યું કે આજે આપણું મોત પાક્કુ છે આ કમજોર લગતા ડોસામાં આટલું દમ હશે તે વાતની તો ખબર જ નહતી સીંદબાદને. પછી સીંદબાદે માફી માંગી એટલે ડોસાએ તેનું ગળું છોડયું. ડોસો સતત મુક્કા મારે જતો હતો અને સીંદબાદ ને આગળ ચાલવા ઇશારા કરે જતો હતો. સતત ત્રણ દિવસ સીંદબાદની એજ હાલત રહી સીંદબાદ હવે પૂરે પૂરો કંટાળી ગયો આ ડોસાથી. હવે બસ અહીથી છટકવાનો માર્ગ શોધવો હતો સીંદબાદને.

જંગલમાં તેને દ્રાક્ષ મળી તેણે દ્રાક્ષનો રસ બનાવ્યો અને નારિયેળના ટુકડામાં તેને ભેગો કર્યો. ડોસાએ રસ પીવાનો ઈશારો કર્યો. સીંદબાદે રાતે જ એક નશીલા ફળનો ટુકડો સાથે લઈ રાખ્યો હતો તે ટુકડાનો રસ પણ તેણે દ્રાક્ષના રસમાં મિલાવી દીધો. નશીલા ફળ વાળા દ્રાક્ષના રસ પીવાને કારણે ડોસો થોડો નશામાં આવી ગયો અને તેની પકડ ઢીલી થઈ. બસ આ જ તકનો લાભ ઉઠાવીને સીંદબાદે ડોસાને સીધો નીચે પછાડ્યો. ગુસ્સામાં સીંદબાદે ડોસાને બે ત્રણ લાત પણ મારી અને કહ્યું, “લે આ તારા મરેલા મુક્કાઓનો જવાબ.” પછી એક મોટો પત્થર ઉપાડી ડોસાના માથામાં માર્યો અને ડોસાના રામ રમી ગયા.

સીંદબાદ ત્યાંથી આગળ ચાલ્યો. હવે મુક્તિનો પૂરે પૂરો આનંદ માણી રહ્યો હતો સીંદબાદ. તે સમુદ્રના કિનારે આવ્યો અને તેને દૂર એક વહાણ દેખાયું. તેણે હાથ ઉપર કરીને ઈશારો કર્યો તો તે વહાણ નજીક આવ્યું ને વહાણના કપ્તાને સીંદબાદ ને પોતાના વહાણ પર બેસાડી દીધો. વહાણના કપ્તાનને સીંદબાદે ડોસા વળી વાત કહી તો કપ્તાએ કહ્યું સારું થયું તે ડોસાને મારી નાખ્યો એ ડોસો આ ટાપુ પરનો રાક્ષસ હતો. તેણે ઘણા લોકોને પોતાના શિકાર બનાવ્યા છે અને ગળું દબાવીને મારી નાખ્યા છે. સીંદબાદે મનોમન અલ્લાહનો આભાર માન્યો.

આગળ જતાં એક મોટું શહેર આવ્યું અને કપ્તાને વહાણ થોભ્યું. સીંદબાદ નીચે ઉતર્યો. બીજા વેપારીઓ સાથે સીંદબાદે મળીને નારીયેળના વૃક્ષો પરથી લીલાછમ નારિયેલો ઉતાર્યા. આ વહાનના વેપારીઓ નારિયેલો નો વેપાર કરતાં હતા. બસ આ જ નારીયેળો એકઠા કરીને બીજા રાજયમાં જઈને સીંદબાદે વેચ્યા અને અઢકળ ધન કમાયો. બધુ જ ધન લઈને સીંદબાદ પોતાના ઘરે પાછો આવ્યો. અને હવે ફરીથી સફર પર ના જવું તેવો નિર્ણય કર્યો.