Love compliceted (7) books and stories free download online pdf in Gujarati

લવ કોમ્પ્લીકેટેડ (7)

ભાગ- 7


મમ્મી નું વર્તન જોઈ હું ડઘાઈ જ ગયો.

પણ મમ્મી નું દિલ ના દુખે તે માટે કસું જ બોલ્યા વગર જમીને મારા રુમમાં જતો રહ્યો.

મમ્મીને આ સું થઈ ગયું!
હવે સું કરવું, માધુરીને સું જવાબ આપીશ બહુ મોટી મોટી વાતો કરેલી.
આવા વિચારો વચ્ચે ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ન પડી.

રોજ ની જેમ પાંચ વાગ્યે એલાર્મ વાગી.
હું બારી પાસે જઈ ઉભો રહ્યો.
તે ડેલીએ આવી ઉભી હતી, મારી તરફ જોયું.
ખબર નહિ કેમ પણ હું પાછળ ખસી ગયો.
મનોમન નક્કી કર્યું હવે પછી આ રીતે ક્યારેય બારી પર નહી આવું.

બેડ પર જઈ ફરી ઊંઘવાનો પ્રયત્ન કર્યો,
પરંતુ નકામો નીવડ્યો.!

ચારે બાજુથી પડઘા સંભળાઈ રહ્યા,

'બસ, આવો જ પ્રેમ હતો તારો કે મારી નજરથી બચવા છુપાવું પડે,
તું તો કહેતો હતો કે તને મારા પાસ્ટ થી કોઈ ફરક નથી પડતો.
તેં તો કહેલું કે તું રસ્તો કાઢશે,
આ રસ્તો કાઢ્યો તેં!
મારાથી દૂર રહી શકાશે તારાથી? '

મારા માટે અસહ્ય થઈ રહ્યું હતું.
હું તેના વગર જીવન ની કલ્પના પણ નહોતો કરી શકતો.
બીજી કોઈ સાથે લગ્ન.....એવો તો વિચાર પણ ના કરી શકું.
મારા જીવન કે મારા હૃદય માં તેના સિવાય બીજાં કોઈ માટે જગ્યા જ નથી.
પણ, સું કરવું એ જ નહોતું સમજાતું.
બસ, હવે બીજો કોઈ વિકલ્પ જ નથી મારી પાસે. મારી જાત ને ખતમ કરવા સિવાય.
છેલ્લી વાર મમ્મી ના દર્શન કરવા હું મમ્મીના રૂમ માં ગયો.
મમ્મી શાંતિથી સૂતાં હતાં, થોડી વાર એમને જોઈ રહ્યો.

મમ્મી મને માફ કરજો, મને ખબર છે કે મારા સિવાય તમારું કોઈ નથી, પણ હું તેના વગર નહીં જીવી સકું,  મમ્મી ના ચરણ સ્પર્શ કરતાં મન માં બોલ્યો અને હળવે હળવે ઘર ની બહાર નીકળી ગયો.

મેં છેલ્લી વખત તેના બંધ દરવાજા સામે જોયું!

વહેલી સવાર હોવાથી એકલ દોકલ વ્યક્તિઓ સિવાય અહીં કોઈ નહોતું. હજુ ખાસ અંજવાળું પણ નહોતું થયુ.
તળાવ ની પાળ પાસે ઉભા રહી થોડી વાર માટે આંખો બંધ કરી,

જાણે બધું રિવાઇન્ડ થતું હોય એવું લાગ્યું.

એ મમ્મી નો વ્હાલથી મારાં માથા પર હાથ ફેરવવો,
સવારે તૈયાર કરી સ્કૂલે મોકલતા પહેલાં આગ્રહ પૂર્વક ખવડાવવું,
નાસ્તો ખતમ નહીં કરેતો બાથરૂમમાં પુરવાની ધમકીઓ આપવી,
સ્કૂલ-કોલેજ ના દિવસો માં મિત્રો સાથે કરેલી મોજ મસ્તી,
રિઝલ્ટ સારું આવતાં મમ્મી નું ખુશ થવું.

અને........માધુરી......
એ યાદ આવતાં મારુ હૃદય એક ધબકારો ચૂક્યું.

તેને પહેલી વખત બારીમાંથી જોવી,
પછીથી તેને બારીમાંથી જોવાનો જાણે નિત્યક્રમ બનાવવો,
ભણવાના બહાને તેને જોયા કરવું,
તેની સાથે રેસ્ટોરન્ટમાં જમવા જવું,
તેની સામે પ્રેમ નો એકરાર કરવો.

મારી આંખો માંથી આંસુઓ ની ધારા વહી નીકળી, મને લાગ્યું જાણે તળાવ નું પાણી ખારું થઈ જશે.
હું તૈયારી કરતો જ હતો ત્યાં અવાજ પાછળથી સંભળાયો

સું વિચારે છે! કુદી પડો!
બસ એક છલાંગ, બે મિનિટ ની તકલીફ અને પછી શાંતિ !

મેં આંખો ખોલી અવાજ ની દિશામાં જોયું, તે માધુરી હતી.
આમ અહીં કુદી જવાથી જો સોલ્યુશન આવતું હોય તો, અહીં પાણી નહીં લાશો નો ખડકલો હોત,
આ રીતે હકીકત થી ભાગવું એજ સોલ્યુશન હોઈ તો મેં ત્રણ વર્ષ પહેલાં જ એ કરી નાખ્યું હોત.

હું માથે હાથ દઈ રેલિંગ ના ટેકે બેસી ગયો અને રડવા લાગ્યો.

તો સું કરું માધુરી, મને બીજું કાંઈ સૂઝતું નથી. મેં રડતાં રડતાં કહ્યું.

એમ! બીજું કંઈ ન સૂઝે તો આ કરવાનું!
તને એકે વખત વિચાર ન આવ્યો તારી પાછળ તારા મમ્મીનું સું,
છે બીજું કોઈ એમના માટે?
આ દિવસ જોવા માટે તને મોટો કર્યો એમને!
તને મારો પણ વિચાર ન આવ્યો?
હું કેમ જીવી સકું એ વિચારી ને કે તેં મારા કારણે આ પગલું ભર્યું. આ તો સારું થયું કે મેં તને જતાં જોયો ને તારો પીછો કર્યો નહીતો તું સું કરી બેઠો હોત. તે મારી પાસે બેસતા બોલી.

હું તેના ખભે માથું નાખી ખૂબ રડ્યો, તે મારા માથે હાથ ફેરવતી રહી.