Murder mistri books and stories free download online pdf in Gujarati

મર્ડર મિસ્ટ્રી

સાગર માતા ભાવનાબહેન અને બે બહેનો સુમન અને જનકી સાથે ગામડે રહેતો હતો.. પિતા પ્રકાશભાઈ બે વર્ષ પહેલાં જ તેમને છોડી ને ચાલ્યાં ગયાં હતાં.સુમન ની ઉંમર 20 વર્ષ ની હતી અને જાનકી 18 વર્ષની હતી.સાગર ના બાળપણ ના મિત્ર ધવલ ના સુરત લગ્ન હોવાથી સાગર નો પરિવાર અને તેના બે મિત્રો કિશન અને જીગર તેમજ જીગર ની પત્ની રાધિકા બધા સાથે સુરત જઈ રહ્યા હતા..સુરત જેવા શહેર માં જવાનો આનંદ સુમન,જાનકી અને રાધિકા ના ચહેરા પર અને તેમની વાતોમાં છલકાઈ રહ્યો હતો.પરંતુ આજ ની રાત્રે એક ભયાનક ખેલ ખેલાવાનો હતો જેની કોઈ ને જાણ નહોતી..

સાગર ની ગાડી નીકળી તેના થોડીવાર પછી બીજી એક ગાડી ગામ ની બહાર નીકળી.તેમાં ત્રણ 21-22 વર્ષ ની ઉમર ના ત્રણ છોકરાઓ હતા..તે ત્રણેય બેચેન હતા, ત્રણેય ના ચહેરા પર થોડોક ડર નો ભાવ હતો.ગાડી માં નીરવ શાંતી હતી.કોઈ જ કંઈ બોલી રહ્યું નહોતું..

સાગર ને એ લોકો સુરત લગ્ન સ્થળ એ પોહચ્યાં તેની થોડીવાર પછી આ ત્રણ મિત્રો પણ સુરત પોહચી ગયાં.. એ ત્રણ માંથી એકે બીજા મિત્રને કહ્યું,અજય, એકવાર ફરીથી વિચારી લેજે.."તું જે કરવા કરવા જઈ રહ્યો છે તેમાં ઘણી મુશ્કેલી આવી શકે એમ છે.."

અજય: "મે જે વિચાર્યું છે એ હું કરીશ જ...તમારે બંને એ મારો સાથ આપવો હોય તો આવો,બાકી અહીંથી જ ચાલ્યાં જાવ.. મને હવે સુમન સિવાય બીજું કાંઈ જ દેખાતું નથી.બસ હવે બહુ થયું..
(અજય ની વાતોમાં દિલ માં રહેલી પીડા નો દાવાનળ નીકળી રહ્યો હતો..)

વિશાલ: અમે તારી સાથે જ છીએ દોસ્ત,બસ તું બધું જોઈ વિચારી ને કરજે..

શ્યામ: અજય તારે બધી વાત તો થઈ ગઈ છે ને સુમન સાથે તે ક્યારે અને ક્યાં આવશે??

અજય: હા, વાત થઈ ગઈ છે.તે રાત્રે 1 વાગ્યે દાંડિયારાસ ચાલું હશે ત્યારે બહાર આવશે.

સાડા બાર આસપાસ ત્રણેય લગ્ન સ્થળ પાસે પહોંચી ગયા. લગ્ન સ્થળની બાજુમાં ગલીમાં ગાડી ઉભી રાખી..અજાણ્યું શહેર,અજાણ્યા નંબર પ્લેટવાળી ગાડી અને ખોટું કામ કરવા જઈ રહ્યા હતા એટલે ત્રણેય ના ચહેરા પર પરસેવો વડી રહ્યો હતો અને મન માં ડર પણ હતો.પોણા વાગ્યા આસપાસ અજય એ બંને મિત્રો ને કહ્યું, ટાઈમ થવા આવ્યો છે તમે બને તૈયાર છો ને?લગ્ન માં ઘણા માણસો છે સહેજ પણ ગરબડ થઈ તો ગયા સમજી લેજો..એક પણ ભૂલ આપણને ભારે પડી શકે છે તો ધ્યાન રાખવું પડશે...

ગરબા ની રમઝટ ચાલું હતી. બધાં પોતપોતાની મસ્તી માં હતા. થોડાં સમય પહેલા એક ભયાનક ઘટના બની જે બધાં ને હચમચાવી મૂકવાની હતી.એક એવી ઘટના જે બધાં ની વચ્ચે બની પરંતુ કોઈ એની જાણ સુધ્ધાં નહોતી..

બરાબર દોઢ વાગ્યા આસપાસ ભાવનાબહેન નું ધ્યાન પડ્યું કે તેની બંને દીકરીઓ ક્યાંય દેખાતી નહોતી.. તેણે બધે જ જોયું પણ ક્યાંય દેખાઈ નહીં..બીજા સગાં સંબંધીઓને પુછ્યું પરંતુ કોઈ ને ખબર નહોતી..માં ની ચિંતા વધી ગઈ હતી.. તેણે દીકરા ને બોલાવી ને કહ્યું.થોડીવાર માં બધાં ને ખબર પડી ગઈ.બધાં બંને બહેનો નો ગોતવા લાગ્યા.પરંતુ બંને બહેનો ક્યાંય દેખાતી નહોતી..સાગર તેના મિત્રો અને બીજા ચાર-પાંચ લોકો બહાર જોવા ગયાં.બે-ત્રણ જણાં આજુબાજુ ની નાની ગલી માં જોવા ગયા. અચાનક એક ભાઈએ રાડ પાડી અને કહ્યું,"અરે,આ શું જોવો બધાં, આતો ગજબ થઈ ગયું." આ સાંભળી બધાં દોડીને ત્યાં ગયા,ત્યાં જોયું તો સુમન ની લાશ પડી હતી..તેના મોઢા પર કાપડ નો ડૂચો મરેલો હતો અને પેટમાં ચાકુ મારેલું હતું..પોતાની બહેન ને આવી રીતે જોઈ ને સાગર તો ત્યાં જ બેસી ગયો.ભાવનાબહેન ને ખબર પડી તો તે તો પોક મૂકી ને રોવા લાગ્યા,અને ત્યાં જ ઢળી પડ્યાં.. ત્યાં નું વાતાવરણ ગંભીર બની ગયું..સુમન ની લાશ અહી હતી પણ હજી જાનકી ની કંઈ જ ભાળ મળી નહોતી..સાગર અને ભાવનાબહેન ને હવે સુમન ની મોતના દુઃખ સાથે જાનકી ક્યાં હશે એની ચિંતા વધી ગઈ હતી..

કોઈ એ પોલીસ ને જાણ કરી, થોડીવાર પછી પોલીસ ની જીપ આવી. ઈન્સ્પેક્ટર ચાવડા અને સાથે એમની ટીમ આવી.તમને લાશ ને જોઇને તેને પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી અને પોલીસ ની ટીમ એ ઇન્વેસ્ટીગેશન ચાલુ કરી દીધું હતું.. ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ પોતાનું કામ કરી રહ્યા હતા...
ઇ.ચાવડા એ જાનકી ની પણ શોધ ચાલું કરી દીધી હતી.. સવારે સુમન ની લાશ પોસ્ટમોર્ટમ થઈ ને આવી ગઈ હતી.

ભાવનાબહેન: "ઈ.સાહેબ મારે જાનકી ક્યાં છે?? મારી દીકરી ગોતી આપો..અને મારી સુમન ના હત્યારા ને ગોતી ને એવી સજા આપજો કે ઇ સાત જનમ સુધી નો ભૂલે..."

ઈ.ચાવડા: "હા, બહેન તમે ચિંતા ન કરો તમારી જાનકી મળી જશે અને તમારી સુમન નો હત્યારો પણ..." તમને કોઈ પર શક છે? કોઈ ની તમારી સાથે દુશ્મનાવટ હોય અને તેણે આવું કર્યું હોય??

સાગર અને ભાવનાબહેન બંને એ ના પાડી કે એવું કોઈ નથી.ઈ.ચાવડા ની બધાં પર નજર હતી, કોણ શું કરે છે?ક્યાં જાય છે?બધું તેઓ અને તમેની ટીમ ધ્યાન આપતી હતી..લગ્ન સ્થળ ની આજબાજુ ક્યાંય સીસીટીવી કેમેરા નહતાં અને રાત નો અંધકાર હતો એટલે ત્યાંથી કંઈ જાણકારી મળે તેમ નહતી. તેમણે દાંડિયારાસ માં ચાલી રહેલું વિડિયો શૂટિંગ જોયું જેમાં સુમન સાડાબાર આસપાસ બહાર જતી દેખાઈ. કેમેરો તો ખેલૈયા અને પરિવાર ના સભ્યો પર વધુ હતો એટલે વધુ માહિતી મળી શકે તેમ નહોતી. ઈ.ચાવડા એ ત્યાં દાંડિયારાસ માં આવેલા બધાં ની પુછતાછ કરી પણ ખાસ કાંઈ જાણવા ન મળ્યું..ઈ.ચાવડા એ બધાની ઉલટ તપાસ કરી, બધાં ના મોબાઈલ નંબર લીધા અને વારાફરતી બધાં ને જાવા દીધાં.તે તેમનું મન માપવાની કોશિશ કરી રહ્યા હતાં.આ બાજુ જાનકીને શોધવાં માટે બીજી પોલીસ ની ટીમ કામે લાગી ગઈ હતી.

ઈ.ચાવડા ને પૂછતાછ દરમિયાન કોઈ એ કહ્યું કે તેણે રાત્રે સાડાબાર આસપાસ એક ગાડી અને ત્રણ છોકરાઓ અહી ગલીમાં જોયા હતાં..પરંતુ મને એમ થયું કે લગ્ન છે હશે કોઈક મહેમાન.. ઈ.ચાવડા ને થોડોક શક તો ગયો પણ હવે પ્રશ્ન એ હતો કે એ છોકરાંઓ કોણ હતાં?? ક્યાંથી આવ્યા તા?? શું ખરેખર એમણે જ સુમન ની હત્યા કરી છે અને જાનકી કિડનેપ કરી છે??

ઈ.ચાવડા એ પોતાના ખબરીઓ ને કામે લગાડ્યા.સુમન ના ગામડામાં પણ ખબરી મોકલ્યાં હતાં.લગ્નમાં શંકાસ્પદ લાગતા લોકો અને પરિવાર ના લોકો પર ખાસ નજર રાખવામાં આવતી હતી. ઈ.ચાવડા ને ગામડે તપાસ કરતાં જાણવા મળ્યું કે સુમન ને ગામનાં જ અજય નામનાં એક છોકરા સાથે દોસ્તી હતી.. ઈ.ચાવડા ને પૂરેપૂરો શક અજય પર ગયો..તેઓ તરત જ અજય ને શોધવા ગામડે ગયાં.ત્યાં રહેલા ઈ.દવે ને સાથે લઈ અજય ના ઘરે ગયા પરંતુ અજય ત્યાં ન હતો.. ત્યાંથી તેઓ અજય ના મિત્ર વિશાલ ના ઘરે ગયાં ત્યાંથી વિશાલ ને અને શ્યામ ના ઘરેથી શ્યામ ને પકડી લીધાં.. બસ હવે ખાલી બંને પાસેથી અજય ની માહિતી મેળવી ને અજય ને જ પકડવાની વાર હતી..

ઈ.ચાવડા: "તમે બંને જ હતાં ને સુરત માં અજય ની સાથે??બોલો ક્યાં છે અજય???"અને ક્યાં છે જાનકી?સુમન ની હત્યા પણ તમે ત્રણેય જ કરી છે ને?

વિશાલ: "સાહેબ, અમને કાંઈ ખબર નથી અજય ક્યાં છે, અને અમે કાંઈ કર્યું નથી"

શ્યામ: ઈ.સાહેબ અમે કોઈ સુમન કે જાનકીને નથી ઓળખતાં..અમે સુરત પણ નથી ગયાં..

ઈ.ચાવડા: આ એક ડંડા ની પ્રાસદી આપીશ ને તો બધું યાદ આવી જાશે..એના કરતાં સાચું બોલવાનું ચાલું કરી દયો..
બોલો ક્યાં છે અજય??

ઈ.ચાવડા થી ડરી ને બંને સાચું બોલવા તૈયાર થઈ ગયાં.તેમને અજય ક્યાં છે તેની માહિતી આપી. ઈ.ચાવડા એ તરત પોલીસ ની ટીમ મોકલી તેને પકડવા માટે.થોડીવાર માં તો અજય ને પકડી ને હાજર કરી દીધો...

ઈ.ચાવડા: બોલ કેમ સુમન ની હત્યા કરી?અને જાનકી ને ક્યાં સંતાડી રાખી છે? સાચું જ બોલજે બાકી મને સાચું બોલાવતા પણ આવડે છે..

અજય: સાહેબ,મે સુમન ને નથી મારી.હું એને ક્યાંથી મારું, હું તો એને પ્રેમ કરતો હતો અને એની સાથે લગ્ન કરવાનો હતો. ખબર નહીં કોણે મારી સુમન સાથે આવું કર્યું પણ મે તો નથી જ કર્યું..અને જાનકી ની પણ મને કાંઈ જ ખબર નથી..અને સાહેબ મારા આ મિત્રો ને છોડી દો એમનો કાંઈ જ વાંક નથી..

ઈ.ચાવડા: તો તમે સુરત જ્યાં સુમન નો પરિવાર લગ્ન માં ગયો હતો ત્યાં શું મંજીરા વગાડવા આવ્યા હતાં? જો અજય હવે ખોટું બોલીને કાંઈ જ ફાયદો નથી.

અજય: સાહેબ, ખોટું બોલીને મને શું મળવાનું હતું?મારી સુમન તો મને મૂકી ને ચાલી ગઈ છે..હું સાચું જ કહું છું.તમારે મારી સાથે જે કરવું હોય એ કરો. મારવું હોય તો મારો,કાંઈ સજા ફટકારી હોય તો સજા ફટકારો પણ મે કાંઈ જ કર્યું નથી..સુમન અને હું લગ્ન કરવાં માગતાં હતાં પરંતુ સુમન ના પરીવાર ને એ મંજૂર નહોતુ,એટલે અમે ભાગી ને લગ્ન કરવાનું નક્કી કર્યું.લગ્ન માં જવાનું હતું એ એણે મને જણાવ્યું હતું. દાંડિયારાસ માંથી રાત્રે એક વાગ્યે સુમન બધાં થી છૂપાઈને મારી સાથે આવી જવાની હતી.અમે ઘણી રાહ જોઈ પરંતુ સુમન આવી નહીં.. અચાનક સાગર તેના મિત્રો અને બધાં બહાર આવ્યાં અમે દૂર હતાં એટલે દેખાણા નહીં પરંતુ મને ડર લાગ્યો એટલે હું છૂપાઈ ને જોવા ગયો કે શું થયું.ત્યાં જઈને મારું તો દિલ ટૂટી ગયું. મારા શરીર માંથી જાણે જીવ નીકળી ગયો હોય એવું લાગ્યું. ત્યાં મારી સુમન ની લાશ પડી હતી.તે હંમેશા માટે મને છોડી ને ચાલી ગઈ હતી..બસ પછી અમે ત્યાંથી ભાગી ગયાં અને સીધા ગામડે આવી ગયાં.અમને લાગ્યું જ તું કે અમારા પર જ શક જાશે.બસ સાહેબ મારે j કેહવું હતું એ બધું મે કહી દીધું હવે તમારે મને ફાંસી એ લટકાવવો હોય તો પણ તમારી ઇચ્છા.હું કાંઈ જ નહિ બોલું..

ઈ. ચાવડા ને હજી અજય પર શક તો હતો પરંતુ તેની વાત સાંભળીને એવું લાગી રહ્યું હતું કે એ સાચું બોલી રહ્યો છે. તેને જરાક પણ ડર નહોતો સજાનો.તેમને થયું કે જો અજય ખૂની નથી તો ખૂની છે કોણ અને જાનકી ક્યાં છે? ક્યાંક જાનકી નું પણ ખૂન નથી થઈ ગયું ને?

ઘણાં દિવસ તપાસ ચાલી પણ કાંઈ જ હાથ નો લાગ્યું. બધાં શક ના દાયરામાં હતાં. ઈ.ચાવડા એ ફરીથી ખૂન થયું ત્યાં તપાસ કરી.ફરીથી દાંડિયા રાસ નું વિડિયો શૂટિંગ જોયું.સુમન બહાર ગઈ ત્યાં સુધી તો જોયું હતું પરંતુ પછી નું નહોતુ જોયું..જોતા જોતા અચાનક તેમની નજર માં કંઇક એવું આવ્યું કે એમને હવાલદાર ને કીધું કે મળી ગયું કોણ છે ખૂની..

ઈ.ચાવડા તરત જ ગામડે ગયાં ત્યાં ઈ.દવે ને બધી વાત કરી. તરત જ બંને ટીમ સાથે ખૂની ના ઘરે પોહચી ગયાં..ખૂની ને તો એવું જ હતું કે હવે તો સુમન નો ખૂની (અજય)મળી ગયો છે એટલે હવે કાંઈ જ ચિંતા નથી.પરંતુ અચાનક ઈ.ચાવડા અને બાકી બધાં ને જોઈ તેના મોતિયા મરી ગયાં.તેને તરત પોલીસ સ્ટેશન લઈ ગયાં..

સાગર,ભાવનાબહેન,જીગર, રાધિકા બધાં ને પોલીસ સ્ટેશનમાં બોલાવી લેવામાં આવ્યા હતા.કિશન ને જોઈને બધાં ને આશ્ચર્ય થયું..સાગર તો ગુસ્સામાં હતો જાણે હમણાં પોતાના મિત્ર કિશન ને મારી નાખશે એવું લાગી રહ્યું હતું..

ઈ.ચાવડા: "બોલ કિશન શું કારણ હતું સુમન ને મારવાનું??ક્યાં છૂપાવી છે જાનકી ને??"

કિશન: "સુમન ને તો અજય અને તેના મિત્રો એ મારી છે ને તો તમે મને શું કામ પૂછો છો? સુમન તો મારી બહેન જેવી હતી.."

ઈ.ચાવડા: "મને સમજાવવાની કોશિશ કર માં.. સીધી રીતે સાચું બોલી જા.."
(ઈ.ચાવડા એ ચાર-પાંચ ડંડા માર્યા અને એ પટપટ બોલવા લાગ્યો..)

ડરી ને કિશન બોલવા માંડ્યો સાહેબ હું ગુનો કબૂલ કરું છું. મે જ મારી છે સુમન ને.મને ખબર હતી એ અજય સાથે દાંડિયારાસ માંથી રાત્રે એક વાગ્યે ભાગી જાશે..એ બહાર આવી ત્યાં જ મે તેને ચાકુ મારી હત્યા કરી નાખી..અને તેની લાશ ત્યાં જ રાખી દીધી.મારા કપડા લોહી વાળા થઈ ગયા હતાં.ગાડી ની ચાવી મે પેલાથી બહાનું કરી સાગર પાસેથી લઇ લીધી તી એટલે કપડાં બદલાવી હું ફટાફટ અંદર આવી ગયો.. અને કોઈ ને મારા પર શક પણ નો ગયો..

ઈ.ચાવડા: બસ તે કપડાં બદલાવ્યા ઈ જ તારી ભૂલ...એના લીધે જ તું પકડાયો..મે તારા કપડાં જોયા એટલે જ મને ખબર પડી કે તું જ ખૂની છો.. પણ આ બધું તે એકલા એ નથી કર્યુ. તારો સાથીદાર હમણાં અહી જ આવે છે..

ઈ.ચાવડા હજી બોલી રહ્યા ત્યાં જ બે લેડીસ પોલીસ જાનકી ને લઈ ને આવ્યાં.જાનકી ને જોઈ ને જાણે બધાં ના પગ નીચેથી જમીન ખસી ગઈ.એક બહેન બીજી બહેન ને કઈ રીતે મારી શકે? સાગર અને ભાવનાબહેન તો કાંઈ વિચારી શકે એવી હાલત માં જ નહોતા..બધાં ના મોઢામાં એક જ વાક્ય હતું જાનકી તું??

ઈ.ચાવડા: "આવ જાનકી આવ, ઘણી કોશિશ કરી તમે બંને એ પરંતુ અફસોસ તમે સફળ નો થયાં..દરેક ખૂની કંઇક તો ભૂલ કરે જ તારાથી પણ થઈ તે એવું વિચાર્યું કે હવે તો સુમન નો કાતિલ પકડાઈ ગયો છે હવે કોઈ પર નજર નહિ રખાતી હોય એટલે તે કિશન ને ફોન કર્યો.તને એ નહોતી ખબર કે બધાં ના ફોન ની માહિતી અમારી પાસે હતી..અમે ફોન ટ્રેસ કર્યો અને બસ ક્યાંથી તે ફોન કર્યો એ ખબર પડી ગઈ..પણ આ બધું કર્યું શું કામ તે???"

જાનકી: હવે બધાં ને ખબર પડી જ ગઈ છે તો છૂપાવી ને કાંઈ જ ફાયદો નથી..બસ મને સુમન થી નફરત હતી..અને અજય ને હું પ્રેમ કરતી હતી પણ એના મનમાં તો સુમન હતી બસ તો મરાવી નાખી સુમન ને.મને જરાય અફસોસ નથી મે કર્યું એનો..

સાગર: "જાનકી તે આવું કર્યું? ખાલી આવા કારણ ના લીધે તે તારી બહેન ને મારી? અને કિશન તને તો હું મારો સારો મિત્ર માનતો હતો પણ તે જ કર્યું એના કારણે મને મિત્રતા પરથી વિશ્વાસ જ ઉઠી ગયો..

ઈ.ચાવડા: સાગર હજી એક વ્યકિત આમાં સામેલ છે..અને તેનું નામ સાંભળી ને તારા પગ નીચેથી જમીન સરકી જાશે.. "કેમ ભાવનાબહેન સાચું કીધું ને મે??"

સાગર: શું કહો છો તમે? કાંઇક વિચારીને તો બોલો..

ઈ.ચાવડા: સાચું છે એ જ કહું છું..સુમન ની હત્યામાં તારી માતા ભાવનાબહેન પણ સામેલ હતાં.કેમ ભાવનાબહેન સાચું કહ્યું ને??? હવે ખોટું બોલીને કાંઈ જ ફાયદો નથી..

ભાવનાબહેન: હા હા આ બધાં પાછળ હું જ હતી.. મેં જ આ કાવતરું ઘડ્યું હતું સુમન ને મારવાનું.સુમન અને સાગર બંને મારા સંતાન નથી.જાનકી અમારા બંને નું સંતાન હતી.પરંતુ જાનકી ના પિતા મર્યા પહેલાં અમારું ઘર અને જમીન સાગર ના નામે કરી દીધી હતી,મને કે જાનકી ને કાંઈ જ નો મળ્યું.હું સાગર ને ફોસલાવીને બધું મારા નામ પર કરવા ઇચ્છતી હતી, પરંતુ આ વાત ની સુમન ને ખબર પડી ગઈ અને તે ધવલ ના લગ્ન પછી બધું સાગર ને કહેવાની હતી..જો સાગર ને ખબર પડી જાત તો અમે બંને રસ્તા પર આવી જાત..જ્યારે મને ખબર પડી કે જાનકી અજય ને પ્રેમ કરે છે પરંતુ સુમન વચ્ચે આવી રહી છે. ત્યારે મને સુમન પર ગુસ્સો આવ્યો અને થયું કે સુમન ના કારણે મારી દીકરી ને એનો પ્રેમ નહિ મળે અને મને સંપતિ.હવે મારા માટે સુમન કાંટો બની ગઈ હતી અને તેને મારવી જરૂરી હતી.બસ પછી મે અને જાનકીએ પ્લાન બનાવ્યો અને તેમાં કિશન ને પૈસા આપી સામેલ કરી લીધો.સુમન અજય સાથે જવાની હતી એ જાનકી ને ખબર હતી એટલે તેણે સુમન ને ટાઈમ કરતાં વેહલું કહ્યું કે અજય આવી ગયો છે અને એ તારી બહાર રાહ જોવે છે.સુમન જાનકી ની વાત માની અને બહાર આવી ત્યાં જ કિશન એ તેનું કામ તમામ કરી નાખ્યું... અને જાનકીને મે મારા મામા નું એક ખાલી ઘર સુરત માં છે જેની ચાવી મારી પાસે હતી ત્યાં જ છુપાવી હતી,કારણકે સુમન ની હત્યાં કરતા જાનકી ગુમ થઈ છે એ તરફ પોલીસ નું ધ્યાન વધું જાય અને અને કોઈ ને અમારા બંને પર શક ન જાય..

ઈ.ચાવડા: વાહ બહેન વાહ!! પ્લાન તો તમે સરસ બનાવ્યો પરંતુ એમાં થોડીક કચાસ રહી ગઈ.. જાનકી સુમન સાથે વાત કરી રહી હતી ત્યારે બંને ના ચહેરા પરના ભાવ જોઈ ને મને લાગ્યું કે કાંઇક તો ગરબડ છે અને જ્યારે જાનકી સુમન સાથે વાત કરી રહી હતી ત્યારે એની ધ્યાન પાછળ તરફ વધુ જતું જ્યાં તમે બેઠા હતાં..અને અત્યારે પણ જ્યારે જાનકી આવી ત્યારે એની નજર તમારાં પર જ હતી અને તમને જરાક પણ આશ્ચર્ય નો થયું તેને જોઈને,મારો શક વધી ગયો તમારા પર અને મે સાગર સામે તમારા નામ નો તુક્કો માર્યો અને હું સફળ થયો...

ભાવનાબહેન: મને મારું ઘર કે જમીન ન મળી અને મારી જાનકી એનો પ્રેમ નો મળ્યો એનો અફસોસ છે.. બાકી સુમન ની હત્યાં કર્યા નો મને કાંઈ જ અફસોસ નથી.. અને ક્યારેય થશે પણ નહીં...

પોલીસ સ્ટેશનમાં બધાં સ્તબ્ધ થઈ ગયા. સાગર તો ત્યાં જ ઢળી પડ્યો અને રોવા લાગ્યો.. ઈ.ચાવડા કેસ સ્લોવ થઈ ગયો તેની ખુશી હતી પરંતુ સાગર ની હાલત જોઈ ને દુઃખ થતું હતું. તેમણે સાગર ને આશ્વાસન આપ્યું અને ઈ.દવે સાથે વાત કરી તેમની ટીમ સાથે ત્યાંથી નીકળી ગયા...પોલીસ સ્ટેશન ની બહાર ક્યાંક રેડિયો માં ભજન વાગી રહ્યું હતું કોઈ કોઈનું નથી રે,કોઈ કોઈનું નથી રે...