swayam education for self and Life books and stories free download online pdf in Gujarati

સ્વયં એજ્યુકેશન ફોર સેલ્ફ લાઈફ - સ્વ જાગૃતિ

સૌથી પેહલા હું આ application વિશે માહિતગાર કરવા બદલ મિત્ર રાજીવ મણિયાર નો આભાર માનું છું. એ સાથે જ આ application બનાવનાર અને એનું સંચાલન કરનાર દરેક વ્યક્તિ નો આભાર માનું છું.
આપણા દેશ માં માનવ જીવન વિશે તાર્કિક જાણકારી ને બદલે આધ્યાત્મિક જીવન વિશે વધુ માહિતી મળે છે એવું મેં હંમેશાં નોધ્યું છે. આપણે આપણી જાત ને શોધવા મથતા હોઈએ છીએ. પરંતુ શોધવાને બદલે ઓળખી જઈએ તો આપણે આપણી જાણકારી નો વિષયક ઉપયોગ કરી સરળ અને પ્રગતિકારક જીવન જીવી શકીએ એવું મને લાગે છે.
હું બહું દ્રડપણે એવું માનતો રહ્યો છું કે આપણું નામ, આપણી જાતિ, અભ્યાસ કે સામાજિક હોદ્દા સિવાય આપણી એક ઓળખ છે જે આપણે પોતે જાણતા હોઈએ છીએ અને એને આપણે કોઈ સમક્ષ રજૂ કરવા સાહજીક તૈયાર હોતા નથી. હું તમને તમારા વખાણ કરવા માટે પ્રોત્સાહિત કરું પણ છતાંય તમે બીજાઓ સામે પોતાના વખાણ કરવા તૈયાર હોતા નથી. આનો અર્થ એવો થાય છે કે તમે તમારી જાતને શ્રેષ્ઠ સાબિત કરવા ઇચ્છતા હોવછતાં લોકો શું કહેશે કે વિચારશે એ વિચાર્યા કરો છો. બીજા ઓ વિશે વિચારવાની આપણી આદત નું કારણ આપણે આપણા પોતાના માં આપણા પોતાના વિશે જાગૃત નથી એવું નીકળે છે. તમ હમેશા વિષયક જ વર્તો છો એવું જાણતા હોવા છતાં સામાન્ય સંજોગો માં તમારું મૂલ્યાંકન કોઈ બીજી વ્યક્તિ કરશે તો એ શું કરશે એવી ચીંતા તમને સતાવતી હોય છે. જ્યારે મઝા ની વાત તો એ છે કે બીજા ઓ પણ તમારી જેમ વિષયક જ થવાનો પ્રયત્ન કરતા હોય છે.
ભદ્ર સમાજ માં જીવતા આપણે કેટલા દંભી થઈ ગયા છે એ આપણે જાણીએ જ છીએ.આ પરિસ્થિતી બદલી શકાય છે. Transperant જીવન જીવવાની મઝા જૂદી જ હોય છે. તમારી આસપાસ ના લોકો તમને તમારી સત્યતા થી ઓળખી ને સ્વીકારે તો જીવન જલ્સો થઈ જાય. ક્યારેય ક્યાંય કશું જ છુપાવવાનું નઈ, એકદમ નિખાલસ ભાવે વર્તવું, માનવતા ના નિયમો ને અનુસરવું, હંમેશા તમારી જાણકારી ને પ્રાથમિકતા આપવી, તમારી સમજણ પર વિશ્વાસ કેળવવો, કુદરત ના ક્રમ ને સમજી સ્વીકારી વસ્ત્રો પહેરવા. ભૌતિકતા સાથે જરૂરિયાત ને જોડી એમાં રાચવું, શુદ્ધતા પવિત્રતા અને યોગ્યતા ના માપદંડ નક્કી કરી એને અનુસરવું, લાગણી ના સંબંધ, વ્યક્તિગત સંબધ, વ્યાવસાયિક કે સામાજિક સંબંધો યોગ્ય રીતે મુલવી તે મુજબ વર્તવું, શિસ્ત અને જવાબદારી જેવા કૌશલ્ય કેળવવા, નિર્ણય શક્તિ માં પ્રાધાન્ય નક્કી કરી નિર્ણય લેવા.. આવી અસંખ્ય નાની નાની બાબતો જે આપણે શીખવા ઉત્સુક હોઈએ છીએ એ જ છે "સ્વ જાગૃતિ" (self Awareness).
તમે જાણો જ છો કે જે લોકો પ્રતિભા સ્વરૂપ ઊપસી આવ્યા છે તેઓ તેમના માં રહેલી વિષયક સમજણ ને જ અનુસર્યા છે. તેઓ એ તેમની આંતરીક શક્તિ ઓળખી લીધાં બાદ પોતાની નબળાઈ ને પોતાના વિષય ની જરૂરિયાત મુજબ ક્રમાનુસાર એને બદલવાનો આગ્રહ રાખ્યો છે. અભ્યાસ અને કેળવણી થી આગળ વધી ને પોતાને ગમતા વિષય સાથે જીવવું એ જાગૃતિ છે. ગાંધીજી, મધર ટેરેસા, નરેન્દ્ર મોદી અને મોરારીબાપુ એના શ્રેષ્ઠ ઉદાહણ ગણી શકાય. માણસ ક્યારેય જન્મ થી મહાન હોતો જ નથી, કર્મ જ માણસ ને મહાન બનાવે છે. અને કર્મિશ્ઠ જીવન જીવવા સૌથી અગત્ય ની બાબત છે તમારી તમને "ઓળખાણ". જાત ને ઓળખી ગમતું કામ કરી શકાય આ વાક્ય માં પણ શંકા વ્યક્ત કરતા અઢળક લોકો ને હું મળ્યો છું. જેઓ નસીબ અજમાવવા મથે છે પણ જાત અજમાવતા અટકે છે.

મારો વિષય તમને વાંચવાનો ગમે અને એ મુજબ જીવી આનંદ અને સફળતા માણી શકો એ હેતુ થી આ લખાણ લખતો રહીશ. આપના પ્રતિભાવ આવકાર્ય રહેશે હંમેશા.