ધરતીનું ઋણ - 2 - 1

ધરતીનું ઋણ

વ્રજલાલ હિરજી જોષી

ડોશીનો આત્મા....કે...!

ભાગ - 1

‘હું તમારો દોસ્ત છું અને તમારા પ્લાનનો ભાગીદાર પણ...’ હસતાં-હસતાં ઝાડ પરથી કૂદી સૌની સામે આવે કાળાં કપડાં પહેરેલ તે છાંયો બોલ્યો.

‘સાલ્લા.... હરામખોર, જલદી અહીંથી રફુચક્કર ઈ જા, નહિતર મારી આ રિવોલ્વર રી સગી નહીં થાય, અને સાંભળ અમારો કોઈ જ પ્લાન નથી.,..’ અનવર હુસેન બોલ્યો.

‘તારી રિવોલ્વરમાં ક્યાં ગોળીઓ હતી... જરા ચેક તો કર, તારી ગોળીઓ તો મારા ખિસ્સામાં છે...’ ખિસ્સામાં હાથ નાખી કારતુસ બહાર કાઢી હાથમાં રમાડતાં તે બોલ્યો.

અનવર હુસેને રિવોલ્વરને ઝડપથી ચેક કરી. તે બતાઈ ગયો, ખરેખર રિવોલ્વરમાં ગોળીઓ ન હતી.

‘નથી ને....? ન જ હોય, હું જાદુગર છું. સાંભળો હવે જરાય ચુચુપાત કરી તો આ ગોળીઓની જેમ તમને ત્રણેને કબૂતર બનાવી આકાશમાં ઊડતા કરી દઈશ... ’ હસતાં તે બોલ્યો.

‘ત...ત...ત.. તું કોણ છો...?’ મીરાદ હેબતાઈને બોલ્યો.

‘હું તમારો દોસ્ત છુ. અને તમે જે ડોશીના ઘરમાંથી ઘરેણાં લૂંટવાના છો તેમાં ભાગીદાર પણ... સમજ્યો અને સાંભળો મને જો સામેલ ન કર્યો તો તમે ત્રણે જણને જેલના રોટલા ખવડાવવા હું હમણાં જ પોલીસમાં ફરિયાદ કરી તમારી લૂંટની હકીકતથી પોલીસને વાકેફ કરી દઈશ....’ ક્રૂરતાપૂર્વક તે બોલ્યો.

‘પણ...પણ... તું આ બધું ક્યાંથી જાણે છે...’ પોતાની માંજરી આંખને ઝીણી કરતાં રઘુ બોલ્યો.

‘અરે... બિલ્લીના બચ્ચા.... હું કેટલાય દિવસથી તારો અને મીરાદનો પીછો કરતો કરું છું. મીરાદે હાથ, પગ, ગળાં કાપી દાગીના ભેગા કર્યા છે, તેની પણ મને ખબર છે.’

અને આમ રઘુએ બનાવેલ લૂંટના પ્લાનમાં ચાર ભાગીદાર થયા.

.........

ચારે તરફ ધમાલ-ધમાલ મચેલી હતી. અંજારના આકાશમાં પક્ષીઓની જેમ હેલીકોપ્ટરોથી ઊડતાં દેખાતાં હતાં. હેલીકોપ્ટરોથી સામાન, ડોક્ટરોની ટીમ આવતી હતી અને ઈમરજન્સી પેશન્ટોને હેલીકોપ્ટરથી પૂના, મુંબઈ, અમદાવાદ સિફટ કરાતા હતા. મેજર સોમદત્ત પોતાના સાથી આનંદને કચ્છમાં મૂકી કદમને લઈને દિલ્હી રવાના થઈ ગયા હતા.

ભારતના વડાપ્રધાન અટલબિહારી બાજપાઈએ કચ્છને ફરીથી ઊભું કરવા પૂરતી સહાય આપવા માટે આદેશ આપ્યો હતો અને કચ્છના લોકોને ધંધા રોજગાર મળી રહે તે માટે માટે માટે ઉદ્યોગપતિઓને કચ્છમાં ઉદ્યોગ સ્થાપવા આહ્વાન આપ્યું હતું.

ગુજરાત સરારે ઘાયલોને ફ્રી મેડિકલ સારવાર અને મૃતકોના સંબધીઓને રૂ. એક લાખની જાહેરાત કરી હતી.

પણ... હે ઈશ્વર શું માણસ જાત બનાવી તેં....! અંજારમાં દરરોજ નવી નવી બાઈકો આવવા લાગી અને લોકો પોતાનું મા-બાપ, ભાઈ-બહેન પર બેસીને દોડવા લાગ્યા. આટલી દુઃખ અને વેદના વચ્ચે મૃતકોની સહાયના પૈસાથી લોકો નવી નવી બાઈકો ખરીદી ફરવા લાગ્યા.

ધરતીકંપમાં ઘણી જ સહાયો આવતી હતી, તો લોકો ઘર ભરવા લાગ્યા. સાચા ઈન્સાનો આંખે આડીને ના પાડતા, ભાઈ અમને આની જરૂર નથી... પણ ઘણા લોકો તો અમને આપો... અમને આપો... હીને જે મળે તે લઈ લે... અરે ઝૂંટવી લઈ ઘર ભરતા હતા. આપો.... કહીને જે મળે તે લઈ લે... અરે ઝૂંટવી લઈ ઘર ભરતા હતા. ધરતીકંપના લગભગ પાંચ-છ દિવસ બાદ ગામની બહાર હાઈવે પર એક ટ્રક ઊભી રહી. તેમાં અનાજ, કપડાં અરે.... સાબુ સુદ્ધાં પૂરી ટ્રક ભરેલી હતી. રોડની બાજુમાં કાચાં મકાનોના આવાસ હતા. ટ્રક ઊભી રાખી એક વ્યક્તિ નીચે ઊતરી, તેને જોઈ આજુ-બાજુથી લોકો એકઠા થયા. તેણે લોકોને કહ્યું કે ‘અનાજ, કપડાં વગેરે લઈને સહાય માટે આવ્યો છં. આપ લોકોને કાંઈ જોઈએ તો હું કાઢી આપું....!’

‘અરે... તમે સહાય લઈને આવ્યા છો...! અમને જરૂર છે.’ પછી લોકો રાડો નાખીને બધાને સહાય લેવા માટે બોલાવવા લાગ્યા. અને ટ્રક પર ચડી જઈને ફટાફટ બધો સામાન ઉતારવા લાગ્યા. થોડીવારમાં જ ઝપાઝપી કરી પૂરી ટ્રકનો સામાન સૌ લઈ ગયા. સહાય લઈને આવેલ તે રાડો નાખતો રહ્યો કે ભાઈ... તમને જોઈએ એટલું હું કાઢી આપું... ‘અરે... બધા ઉપર ન ચડો હજી ઘણા લોકોને મદદ કરવાની છે’, તે ચિલ્લાતો રહ્યો પણ સાંભળે કોણ...? અને બધા પૂરી ટ્રકનો સામાન લઈ ભાગી ગયા. ટ્રક લઈને ધરતીકંપ ગ્રસ્તની મદદ કરવા આવેલ તે ભાઈ સમસમી ગયા અને બંને હાથ માથા પર રાખી રોડ પર બેસી ગયો. હું વાવાઝોડા ટાઈમે આવ્યો.... ધરતીકંપ ટાણે પણ મદદ કરવા આવ્યો, પણ આ લોકો...!

હું જેને જરૂર છે તેને આપી ન શક્યો અને જરૂર વગરના આવીને લઈ ગયા.... અરે રે... તમે સદાય આવા જ રહેજો... બબડતાં તે ઊભો થયો અને ટ્રકમાં બેસતા ડ્રાઈવર સામે જોઈ બોલ્યો, ‘ચાલ ભી, હવે ફરીથી કુદરતી આફત અહીં આવશે ત્યારે આવશું.’

મીઠુભાઈ નામના એક ભાઈની રેશનિંગની દુકાન ધરતીકંપ થતાં તેમણે વિચર્યું, આજુબાજુના ગરીબ લોકો કાયમ મારા ગ્રાહક છે, આજ તેઓ ઘરમાં કદાચ ખાવા અનાજ નહીં હોય લાવ સૌને થોડું થોડું રેશનિંગ આપું જેથી તેઓનાં બાલ-બચ્ચાં ભૂખ્યાં સૂઈ ન જાય..... અને તેણે આજુ-બાજુના સૌ ગરીબોને બોલાવી બે ત્રણ દિવસનું રેશનિંગ સૌને મફતમાં આપ્યું અને તે રાત્રે આજુબાજુ રહેતા લોકો એકઠા થયા અને વિચાર્યું, ‘મીઠુભાઈએ તો બે ત્રણ દિવસનું રેશનિંગ આપ્યું છે, પછી શું ખાશું...’ અરે એની પૂરી દુકાન જ ખાલી કરી નાખીએ તો....? પછી આપણને ચિંતા નહીં....!’ એક વ્યક્તિ બોલી.

‘અરે હા... એ વાત સાચી.... ચાલો સૌ એની દુકાને....’ અને તે રાત્રે મીઠુભાઈની દુકાન તોડી સૌ પૂરું અનાજ લઈ ગયા.

ધરતીકંપ માટે સહાયરૂપ બનવાના બહાને પાકિસ્તાનથી આઈ.એસ.આઈ. અને કેટલાય ત્રાસવાદી સંગઠનોના લોકો કચ્છમાં ઘૂસી આવ્યા હતા. આનંદ શર્મા નામનો મેજર સોમદત્તનો આસિસ્ટન્ટ અંજાર ખાતે રોકાયેલ હતો. આનંદ દેખાવમાં ખૂબ જ સુંદર લાગતો હતો. પણ અત્યારે તે મજૂરી કરતા માણસ જેવાં સાદાં કપડાં પહેરી અંજારમાં ફરતો. તેને સિગારેટ પીવાનો ઘણો શોખ હતો. પણ હાલ તે ગરીબના અમૃત જેવી બીડી જ પીને કામ ચલાવી લેતો હતો. આખો દિવસ અંજારમાં ફરતો રહેતો અને કોઈને મદદરૂપ થવાય તેવું કામ કરતો અને તે કાન અને આંખોને સચેત રાખી, બહાર આવેલ લોકોને ચેક કરતો રહેતો. તેની નજરમાં એવા ઘણા લોકો પણ આવ્યા હતા, જે ભારતની બહારના હોય અને તેનો ઈરાદો સારો ન હોય.’

મીરાદ-રઘુ બંને ગંગાનાકે એક હોટલમાં બેઠા-બેઠા ચા પી રહ્યા હતા.

‘રઘુ...તારું કામ કેટલે પહોંચ્યું....?’ મીરાદે પૂછ્યું.

‘મીરાદ... ગામમાં મલબો ઉપાડવાનું કામ ચાલુ છે. મેં આજ જી.સી.બી. ચલાવતા એક ભાઈને વાત કરી છે કે અમારા સગાના ઘરનો સામાન બહાર કાઢવાનો છે. પહેલાં તો એને આના-કાની કરતાં કહ્યું કે ભાઈ ટર્ન બાય ટર્ન સૌનો મલબો હટાવાશે, પણ મેં તેને હજાર રૂપિયા આપવાની લાલચ આપી ત્યારે તે તૈયાર થયો. પણ કહે કે જેનું ઘર ચે તેને હાજર રહેવું પડે. પરમિશન લેવી પડશે. પછી હું કામ કરીશ.’

‘પરમિશન.... શેની પરમિશન વળી?’ મીરાદ ચોંકતાં બોલ્યો.

‘ભાઈ મીરાદ... આ કાટમાળ હટાવવાનું કામ સરકારને હસ્તે થાય છે અને આ જી.સી.બી. ઓ ચાલે છે તે બધા સરકારી કોન્ટ્રાક્ટ પ્રમાણે ચાલે છે. હવે જો કોઈના ઘરનો કાટમાળ હટાવવો હોય તો તે ઘરના સભ્યોએ હાજર રહેવું પડે અને કામ પર દેખરેખ રાખતા કર્મચારીની પરમિશન લેવી પડે, સમજ્યો તું....?’

‘હં.... સમજ્યો’ કાંઈક વિચારતાં મીરાદ બાલ્યો. પછી રઘુ સામે જોઈને કહ્યું, ‘રઘુ... તને અને મને તો આખું ગામ ઓળખે છે, આપણે ઘરના માલિક કે તેના સંબંધી બનીને જશું તો પકડાઈ જશું...!’

‘હા,... એ વાત સાચી પણ...! અરે દોસ્ત એક આઈડિયા છે...’ વિચારતાં-વિચારતાં રઘુ બોલ્યો.

‘બોલ....ભાઈ... બોલ... તારા શૈતાની દિમાગનો આઈડિયા બતાવ.’ બીડી સળગાવતાં આતુરતાપૂર્વક રઘુ સામે જોતો મીરાદ બોલ્યો.

‘મીરાદ... તારા ઘરે કલકત્તાથી તારો કાકાઈ ભાઈ આવ્યો છે. તેને ગામમાં કોઈ ઓળખતુ નથી અને આપણને બબુચક સમજનાર પેલો કાળા વેશધારી સાલ્લો બબુચક જે આપણે ચોથો પાર્ટનર બન્યો છે તે પણ બહારનો છે. તેને પણ કોઈ જ ઓળખતું નથી.’ આટલું કહી રઘુ અટક્યો અને એક બીડી સળગાવી દમ લેવા લાગ્યો.

‘અરે યાર.... પહેલાં વાત પૂરી કરીને, બીડી વગર જાણે રહી ગયો હોય....’

‘કરું છું, ભાઈ સાંભળ’, બીડીનો કશ ખેંચી રઘુ આગળ બોલ્યો. ‘જે ડોશીના ઘરમાંથી માલ કાઢવાનો છે તેના બે દીકરા આફ્રિકાના મીતસાસી ગામમાં રહે છે તેં નામ સાંભળ્યું હશે....?’

‘નથી નામ સાંભળ્યું.... તું મોણ નાખ્યા વગર વાત પૂરી કરને મારા ભાઈ,’ મીરાદ મોં મચકોડી બોલ્યો.

‘હા, તો તેમના બંને દીકરા વર્ષોથી આફ્રિકા છે, એટલે ગામમાં ખૂબ જ ઓછા માણસો તેને ઓળખતા હશે... હવે જો આપણા તારા કલકત્તાવાળા ભાઈ અને પેલા બબુચકને ડોશીના દીકરા બનાવી રજૂ કરીએ તો કેમ રહે....તે’ કોઈ ઓળખી નહીં શકે કે આ ડોશીના દીકરા નથી.’

‘વા... રઘુ વા.... તારું દિમાગ તો સાતીર છે. દોસ્ત માની ગયો તને.’ ખુશ થતાં મીરાદ બોલ્યો, અને બંને ઊભા થયા. મીરાદે ચાના પૈસા ચૂકવ્યા અને બંને વાતો કરતા આગળ ચાલવા લાગ્યા. ‘રઘુ બે તેટલું મોડું થાય રાત પડે તેવું જ કરજે.’ મીરાદે કહ્યું.

...........

કાળઝાળ ભયાનક અંદકાર ભરી તે રાત હતી. ગાત્રોને ધ્રુજાવી નાખે તેવી કડકડતી ઠંડી રાત હતી. હજી પણ ગામની અંદરથી ‘બચાવો....બચાવો...’ની ચીસો સંભળાતી હતી અને ચોર.... ચોર... ના શોર ગુંજતા હતા. સેવાકાર્યોથી અંજાર ગામ ધમધમતું હતુ. ચારે તરફ મેડિકલ કેમ્પ અને બચાવ કાર્યનું કામ ખૂબ ઝડપથી ચાલતું હતું. પણ બધું ગામથી બહાર હતું. જૂના અંજારમાં તો ભેંકાર સન્નાટો વ્યાપેલો હતો અને બચાવ... બચાવ...ની સન્નાટાને તોડતી તે ચીસોના અવાજ સાથે કૂતરાઓના ભસવાના અવાજ સામેલ થતા અને ભલભલાના પેશાબ છૂટી જતા. આર્મી અને પોલીસે પૂરું ગામતળ કોર્ડન કરી રાખ્યું હતું. પણ અંધકાર અને ઠંડી તેને પણ હેરાન કરતી હતી. ખાધા-પીધા વગર સતત પરજ બજાવતા આર્મી અને પોલીસના જુવાનો પણ માણસ જ હતા ને....

કાળા કપડાં પહેરેલ ચાર ઓળા દેવળીયા નાકાથી ગામની અંદરની તરફ જઈ રહ્યા હતા. જાણે કાંઈ જ બન્યું ન હોય તેમ બેફિકરાઈથી વાતો કરતા કરતા આગળ જતા હતા.

‘એય.... આમ ક્યાં જાવ છો...?’ દેવળીયા નાકાની બહાર તાપણું સળગાવીને બેઠેલ બે પોલીસકર્મીમાંથી એકે કડક શબ્દમાં પૂછ્યું.

‘કાંઈ નહીં સાહેબ.... અમારા આ મિત્રના મધરને શોધવા નીકળ્યા છીએ... તેનું દિમાગ ઓછું કામ કરે છે, સાહેબ સાંજથી તે ગુમ થઈ ગઈ છે, ક્યાંક ગામની અંદર ઘૂસી ઈ હશે તો ઠંડીથી મરી જશે...’ રઘુ હાથ જોડતાં બોલ્યો.

‘પહેલાથી ખ્યાલ રાખતા હોવ તો, સાલ્લા ડફોળો, પછી રાતના અમને હેરાન કરો છો, ઠીક છે, જાવ શોધીને જલદી બહાર ચાલ્યા જજો.... હું ચેક કરવા આવીશ,’ કડક સ્વરે પોલીસવાળો બોલ્યો.

‘ભલે સાહેબ... ભલે...’ હાથ જોડી રઘુ બોલ્યો, પછી સૌ આગળ વધ્યા એટલે પોલીસવાળા સાંભળે નીહં તેમ રઘુ બોલ્યો...’ સાલ્લા ડફોળ અમે નહીં તમે છો..’

ચારે જણ ગામમાં ઘૂસીને તે ડોશીના ઘર પાસે આવ્યા. સાંજના જ ઘરની આજુબાજુનો માટમાળ જી.સી.બી. થી હટાડાવ્યો હતો, અને તે લોકોએ કોદાળી, કોશ વગેરે સામાન્ય પણ ત્યાં કાટમાળ પાસે મૂકી રાખ્યો હતો. તે ડોશીનું ઘર અડધું તૂટી ગયું હતું. પણ પાછળનો કમરો મજબૂત બનાવેલ હશે તેથી એમ ને એમ સુરક્ષિત પડ્યો હતો.

ટોર્ચના આછા પ્રકાશમાં કાટમાળ વચ્ચેથી માર્ગ કરતાં રઘુ સૌને લઈ તે ડોશીના ઘર પાસે પહોંચ્યો.

ભૌ... ભૌ...અચાનક કૂતરાના ભસવાના અવાજથી સૌ છળી ઊઠ્યા, રઘુએ હાથમાં એક મોટો પથ્થર લીધો અને ટોર્ચનો પ્રકાશ કૂતરાના ભસવાના આવતા અવાજની દિશામાં ફેંક્યો અને....

સૌનાં રુંવાટાં ઊભાં થઈ ગયાં... સૌની આંખો દહેશતથી ફાટી ગઈ. સૌના દેહમાં ધ્રુજારીનું એક લખ-લખુ પ્રસરી ગયું.

રઘુના હાથમાંથી પથ્થર ચૂટી ગયો અને નીચે તેના પગ પર જ પડ્યો.

‘વોયમા....’ ધ્રૂજતા અવાજે તેણે ચીસ પાડી, સૌ હેબતાઈ ગયા.

ત્યાં બેઠેલું કૂતરું એક માણસની લાશ ખાતું હતું. તે લાશનો ચહેરો છૂંદાઈને એકદમ વિકૃત બની ગયો હતો. આંખોના ડોળા ફુલાઈને બહાર નીકળી આવ્યા હતા. તેના પર બેસી તેનું પેટ ફાડી કૂતરો માંસ ખાઈ રહ્યો હતો.

આટલું ભયાનક ર્દશ્ય આજ સુધી કોઈએ જોયું ન હતું. સૌ ગભરઈ ગયા હતા અને ભયાનક દહેશતથી ધ્રૂજતા હતા.

રઘુના ચીસના અવાજથી કૂતરો ભાગી ગયો.

‘ચલો તમે સૌ હિંમતથી કામ લ્યો...’ મનમાંથી ડર કાઢી નાખો. થૂંકને ગળા નીચે ઉતારતાં મીરાદનો ચોથો પાર્ટનર બોલ્યો. તેના પણ ટાંટિયા હજી ધ્રૂજી હતા.

‘બાપ રે... કેટલું ભયાનક ર્દશ્ય હતું, રામ...રામ... મીરાદ ચાલો આપણે પાછા ફરી જઈએ, ક્યાંક કોઈનો મૃતાત્મા...! ધરતીકંપમાં પિલાઈને મરી ગયેલા કોઈ માણસનો આત્મા જો અચાનક આપણી સામે આવી ચડશેને તો આપણે સૌ જીવતા જ મરી જશું,’ ધ્રૂજતાં રઘુ બોલ્યો.

‘હવે એવું કાંઈ ન હોય. આત્મા-બાત્મા જેવું કશું હોતું નથી. તું બિવડાવ નહી....’ અનવર હુસેન બોલ્યો.

‘બચાવ.... બચાવ...’નો ભયાનક ગેબી અવાજ તાવાવરણમાં અચાનક ગુંજી ઊઠ્યો, ‘ઓ....મા....મરી ગયા... જરૂર કોઈ આત્મા આપણી તરફ આવી રહ્યો છે.’ રઘુ ધ્રૂજી ઊઠ્યો, બચાવ... બચાવ... ના અવાજ સાથે પવનની ફફડાટીમાં ઝાડનાં પાંદડાં કે કચરાના કાગળોનો અવાજ તેણે સાંભળ્યો હતો.

‘ચાલ.... મીરાદ જલદી ભાગી જઈએ.’ ધ્રૂજતાં-ધ્રૂજતાં મીરાદનો હાથ પકડી રઘુ બોલ્યો.

રઘુ.... કોઈ ભૂત-પ્રેત નથી આમ ડરવાથી કામ નહીં ચાલે, મારી પાસે રિવોલ્વર છે. હું ભૂત કે કોઈ આત્મા આવશે તો તેનાથી સમજી લઈશ, હવે આગળ ચાલ... કડક શબ્દમાં અનવર હુસેન બોલ્યો અને ખિસ્સામાં રહેલી રિવોલ્વર તેણે હાથમાં લીધી.

કાટમાળમાં માર્ગ કરી રઘુ, મીરાદ અને અનવર હુસેન તેમના ચોથા પાર્ટનર સાથે ડોશીના ઘરમાં ઘૂસ્યા.... મકાનનો જે ઓરડો સાજો હતો તેની પર્ડરી વીને તેઓ ઊભા રહ્યા. રઘુએ ટોર્ચનો પ્રકાશ તેના દરવાજા પર નાખ્યો. દરવાજાનો ઉપરનો છજ્જો તૂટીને નમી ગયો હતો.

‘મીરાદ.... આપણાં છુપાવેલાં હથિયાર લાવવાં પડશે. ઉપરના છજ્જાને લીધે દરવાજાનો બારસંગ કદમ ફિટ થઈ ગયો છે. આપણે આ છજ્જાને તોડવો પડશે તા વગર દરવાજો ખૂલશે નહિ....’ રઘુ બોલ્યો.

‘ઠીક છે, ટોર્ચ આપ હું હમણાં જ હથિયાર લઈ આવું છું.’ કહીને મીરાદ ટોર્ચ લઈ છુપાયેલાં હથિયાર લેવા ગયો.

‘દોસ્ત... તારું નામ શું છે અને તું ક્યાંથી આવ્યાં છો?’ ચોથા પાર્ટરને ઉદ્દેશીને રઘુ બોલ્યો. તેની આંખોમાં શંકાનં કુંડાળા ઊપસી આવ્યાં હતાં. તેને તેના ચોથા પાર્ટનર પર વિશ્વાસ આવતો ન હતો.

‘જહન્નમમાંથી...’ ઘોઘરા સ્વરો ચોથી પાર્ટનર બોલ્યો.

‘જહન્નમમાંથી... બાપ રે...’ ચમકીને રઘુ છળી પડ્યો.

‘હા,.... મારો મરેલ બાપ મને સ્વપ્નમાં આવ્યો હતો, મને કહે કે જા મારા દીકરા... રઘુ અને મીરાદ નામના ચોરને મોટો દલ્લો મળવાનો છે, તું પણ થોડું પુણ્ય કમાઈ આવ...’ હસતાં-હસતાં ચોથો પાર્ટનર બોલ્યો.

તેની વાત સાંભળી અનવર હુસેન ખડખડાટ હસી પડ્યો પણ તેની કટાક્ષભરી વાત સાંભળી રઘુ ચૂપ થઈ ગયો.

***

***