Dark Success - 2 books and stories free download online pdf in Gujarati

ડાર્ક સક્સેસ - 2

'સારા... ગીવ માય રેડ સિગાર....' જોની એ બાથટબ માં બેઠા બેઠા ઓર્ડર આપ્યો
અને એક પાતળી ગોરી છોકરી બાથરૂમ માં આવી જોની ને સિગાર આપી ગઈ....

'એની મોર સર??..' પેલી નટખટ સ્માઈલ સાથે બોલી

''નો...ગો નાવ....'' જોનીએ એટલીજ નિરસતા થી ના પાડી દીધી. બાજુમાં પડેલ ગ્લાસમાંથી એક ઘૂંટ પીને જોનીએ સિગાર જલાવી એક ઊંડો કશ લીધો અને આ સાથે જ ઊંડા ભૂતકાળ માં સરી પડ્યો....

''રોહિત? તારે મોટું થઈને શુ બનવું છે??
'' મેમ મારે ડોકટર બનવું...''
'' કેવિન તારે??
''મેમ મારે તો ટીચર બનવું છે...''
''બેટા જયેશ.. તારે શુ બનવું છે??''
''મેમ મારે તો રોકસ્ટાર બનવું છે....''
''શુ? રો..?? રો?....''
''રોકસ્ટાર મેમ!! રોકસ્ટાર!!''
''પણ એ શું હોય??''
''રોકસ્ટાર એટલે આખી દુનિયા તમારા પગ નીચે અને તમે ઉપર.... એ હું બનું ત્યારે જોઈ લેજોને!!''

એ ચોથા ધોરણ ના બાળકની મોટી આંખમાં સપના નો સાગર ઘૂઘવતો જોઈને... ટીચર ની પણ બોલતી બંદ થઈ ગઈ.... પાપા એ આપેલી ફર્સ્ટ બર્થ ડે ગિફ્ટ નાનું રમકડાં નું ગિટાર...એ ઉંમરમાં બાળકો ઢીંગલા ઢીંગલી થી રમતા જુઓ તો નવાઈ નહિ...પણ જયેશના હાથમાં એક જ રમકડું જેને એ આખો દિવસ ગળે લટકાવી ફર્યા. કરે સ્કૂલમાં પણ એ પોતાનું ફેવરિટ ગિટાર હાથમાં જ રાખતો... ટીવી, રેડિયો પર આવતા વેસ્ટર્ન અને ઇન્ડીપોપ રેપ જાણે એની ગલથુથી હતા....શેરીના બાળકો સાથે પણ આવીજ રમતો હોય... જ્યારે ગિટાર લઈને ઉંચા એવાં ઢોરા પર ચડી રાડો નાખી ગિટાર ચલાવવાની એક્ટિંગ કરે ત્યારે સમજાય તો કઈ નહિ પણ ત્યાંથી નીકળવા વાળા એની નિર્દોષ એક્ટિંગ જોવા ઉભા જરૂર રહી જાય...

'' અંકલ...અંકલ... જલ્દી ચાલો જયુ બધા જોડે ઝઘડે છે...'' અશોકભાઈ ત્યાં જઈને જુએ તો... નાનો જયુ ધૂળમાં બેઠો છે આજુબાજુમાં બીજા પડોશીએ તેને ઉભો કરી પાણી પાય છે.....

અશોકઅંકલ પાસે જાય છે અને જયુ રોતાં રોતાં ચોંટી જાય છે....
'અરે....અરે બેટા જોતો કેવું વાગ્યું છે!! શુ થયું??....''
''પા...પાપા... ઓલા પ્રશાંતિયાએ માં...મારુ..મારુ.. ગિટાર તોડી નાખ્યું...''
''અરે...અરે.. બેટા એમાં રોવાનું થોડી હોય!! ચાલ રડ નહિ ચૂપ થઈ જા... ચાલ પપ્પા નો દિકો નહિ... હું તને એનાથી પણ મોટું ગિટાર લાઇ દઈશ બસ....''

''સાચે..??''
''હા હું તને એનાથી પણ મોટું ગિટાર લાઇ દઈશ....'' એ સાંભળતા જ જયુ રડવાનું બંદ કરી દે છે.....

પપ્પા એ તે દિવસે ખૂબ ધોલાઈ કરેલી તે દિવસ તો કેમ ભુલાય.... ઘરેથી 200 રૂપિયા ની ચોરી કરતા પકડાઈ ગયો હતો અને પપ્પા એ ખૂબ માર્યો હતો... અને છેલ્લે પ્રેમથી સમજાવ્યું પણ હતું...

''જો બેટા આ 200 રૂપિયા ની કિંમત કાઈ જ નથી પણ એટલા રૂપિયા માટે તારા અમૂલ્ય છબી ખરાબ થાય છે....જો આજ તને ન રોકુ તો કાલે તું 2 લાખ ચોરતા પણ અચકાય નહિ.....''

રમકડાં ના ગિટાર સાથે સ્કૂલ જતો ત્યારે બધા મારા પર હસતા અને ચીડવતાં... બસ મારો મ્યુઝિક પાછળનો આંધળો પ્રેમ મારો ખાસ મિત્ર વિરાટ જ સમજી શકતો અને તે મારા માટે જ બધા સાથે લડતો...

જ્યારે જિંદગીમાં મેં પહેલી વાર મેં સિગારેટ પીધી...ત્યારે તેણે જોરથી તમાચો મારી કહ્યું હતું...

''બુદ્ધિ વગરના આ તે શું કર્યું, તને ખબર છે આ સિગારેટ કેટલી ખરાબ છે...તારી જગ્યાએ બીજું કોઈ હોત, તો મેં એને કાઈ ન કહ્યું હોત પણ તું મારો ભાઈ છે... તને તારા ભાઈ ના સમ છે જો હવે આવું કર્યું છે તો..'' અને એ સાથે જ ગળગળો થઈને ભેટી પડ્યો.

આ જ વિચારમાં જોનીની આંખમાં થી આંસુ નીકળી ગયા અને તેના હાથમાંથી સિગારેટ બાથટબ માં પડી ગઈ....

એ પછી કોલેજના રંગીન દિવસો.... જોની હવે ભૂતકાળના દળદલ માં ઊંડે ઊંડે ફસતો જ જતો હતો. અને એના શ્વાસોશ્વાસ પણ વધતા જતા હતા.... કોલેજમાં લેક્ચર ભરવા તો કોણ જતું હતું!! વિરાટની બાઇકમાં બેસી રોજ નવી નવી છોકરીયું જોવાની એની પાછળ રખડવાનું. અને આખો દિવસ મોજ...

''યાર જયુ પેલી જો કેવી મસ્ત છે....''

''ના સામે જો....વિરાટીયા...''

''જયલા તારી નજર આમાં બોવ તેજ ચાલે...''

''તું કહેવા શુ માંગે છે હે??...

''હા....હા...હા...હા.... બેય મિત્રો બપોરના સમયે કોલેજ ની બહાર લટાર મારવા નીકળ્યા હતા..ત્યાં અચાનક...

''ઓય... વિરાટીયા... ગાડી રાખ...

''અરે...પણ શું થયું....

''તું કીધું એમ કર જલ્દી ગાડી રાખ....

''શુ થયું યાર...??
જયુ ની નજર બસસ્ટેન્ડ માં એકલી ઉભેલી એક છોકરી પર ચોંટી ગઈ હતી

''ઓહો... મારા ભાઈને ગમી ગઈ લાગે છે....'' વિરાટે હસતા હસતા કહ્યું

''કોણ છે એ યાર...! લાંબા લાંબા વાળ કાતિલ આંખો... ગોરો ચેહરો.. નાજુક હોઠ.. પતલી દાઢી....'' જયુ જાણે એમાં ખોવાઈ જ ગયો

''પણ મને તો ખાલી રેડ ડ્રેસ અને બ્લુ જીન્સ જ દેખાય છે... ''

''ચશ્મા કઢાવ....''

''ઓયય...રોમિયો... ઘરે જશું હવે?? મોડું થાય છે...''

''1 મિનિટ યાર...'' જયુ એકધારું પેલીને જોઈ રહ્યો હતો..
''અરે ચાલ ઘરે રાડો નાખશે... વિરાટે જયુ ને પરાણે પકડીને ગાડી પાસે ઢસડી ગયો..

''યાર... વિરાટ લાગે છે તારા ભાભી મળી ગયા...

''ઓયય... ચાલુ ગાડીએ. આવા વિચાર ન કર..

''કેમ??''

''ગાડીમાંથી પડતા વાર ન લાગે...જેમ પ્રેમ માં પડતા વાર નથી લાગતી....હા....હા...હ..

''તું ઉભી રાખ તારી વાત છે...''

જિંદગીનો પહેલો પ્રેમ... કોને જિંદગીમાં પ્રેમ નથી થયો ! બસ આ પ્રેમ જ જિંદગીની ટ્રેનના પાટા ફેરવી નાખે છે... આ જ છે ને જિંદગીની મોટામાં મોટી પરીક્ષા ! જો નીકળી ગયા તો ઠીક નહિતર.....

જોની એ એક પેગ મારી ઊંડો નિસાસો નાખ્યો... અને એના ધબકારા વધવા મંડ્યા... સિગારેટ નો એક કશ મારી પાછો વિચારોમાં ખોવાઈ ગયો....

શુ થયું આગળ?? ક્યાં અટકશે જોની ના વિચારોનું વવાઝોડું??
અને શુ છે એ ડાર્ક સકસેસ? જે આજના સમયમાં પણ એક અજાણ્યો દુશ્મન બની દુનિયા સામે એક કાળા નાગ જેવી હકીકત બની બેઠો છે.. જાણો ડાર્ક સકસેસ પાર્ટ-3 માં..

સહકાર ભવિષ્યમાં પણ મળતો રહે એવી આશા.. આપના પ્રતિભાવો મને જરૂર જણાવશો..

Aryan luhar
wts: 7048645475
insta: @arts_arjun