Black eye - 21 books and stories free download online pdf in Gujarati

બ્લેક આઈ - પાર્ટ 21

બ્લેક આઈ પાર્ટ 21

અમર ને જે ઍડ્રેસ લખેલ મેસેઝ આવેલો હોય તે ચીફે મોકલેલ હોય છે અને અમર તે જગ્યા ને પણ પુરેપુરી રીતે જાણતો હોય છે . તે સિક્રેટ સર્વિસ નું મેઈન હેડ કવાર્ટસ હોય છે.

તે હેડ કવાટર્સ માં પ્રવેશ મેળવવો જેવા તેવા લોકો નું કામ જ ન હોય . તેના જે ટોપ કેટેગરી ના એજન્ટ હોય અને તેમના જે સાયન્ટિસ્ટ હોય તે જ તેમાં જઈ શકતા હતા . તેમાં પ્રવેશ મેળવતા બધા લોકો પાસે પોતાનો એક પાસવર્ડ હોય તેમાંથી જ તેઓ આગળ જઈ શકતા હતા .

બીજે દિવસે અમર બોલાવેલ જગ્યા એ પોહ્ચે છે . ત્યારે પણ અમરે છૂપો વેશ ધારણ કરેલો હોય છે . તેને ડર હોય છે કે કોઈ તેનો પીછો ઘણા દિવસ થી કરે છે . આથી તે સીટી ની ભુલભુલયા વાળી ગલી માંથી નીકળી ને જયારે તેને ખાતરી થઇ જાય છે કે હવે કોઈ તેની પાછળ નથી ત્યારે જ તે એ એડ્રેસ પર જાય છે .

અમર ગાડી ની બહાર નીકળી ને જોવે છે તો તેની બિલકુલ સામે જ એક ખખડધજ બિલ્ડીંગ હોય છે . અમર ની જગ્યા બીજું કોઈ પહેલીવાર જતું હોય તો તે ડરામણી , ભૂતાવળ બિલ્ડીંગ જોઈને જ પાછું વળી જાય પણ અમર તે પહેલા પણ ત્યાં જઈ આવ્યો હોય છે , આથી તેને ખબર હોય છે આ બિલ્ડીંગ પાછળ ની કહાની કંઈક અલગ છે . બધા એજન્ટો ને બિલ્ડીંગ માં પ્રવેશવાનાં રસ્તા પણ અલગ અલગ હોય છે . અમર પોતાના વાળા રસ્તા તરફ જાય છે ત્યાં નીચે એક ટેઈલર ની શોપ હોય છે ત્યાં જઈને શોપ પર બેસેલા માણસ ને કહે છે મારે એક બ્લુ ખમતીધર સૂટ સીવડાવવું છે . ત્યાં રહેલા બીજા કોઈ લોકો સમજી શકતા નથી પણ ત્યાં બેઠેલો માણસ સમજી જાય છે અને કહે છે સ્પેશ્યલ બ્લુ સૂટ માટેનું માપ અહીંથી અંદર જઈને ડાબી બાજુએ જ્યાં ત્રીજો રૂમ છે તેમાં લેવાય છે . અમર તે તરફ વળે છે ત્યાં જ તે માણસ પોતાના પગ પાસે રહેલ બુટ ને હળવે થી પ્રેસ કરી દે છે . તે એક પ્રકાર નો લોક જ હોય જે તે માણસ ના ટચ થી અમર જે રૂમ ગયો હોય છે તેની અંદર નો દરવાજો ખોલે છે .

અમર તે રૂમ માં પ્રવેશે ત્યારે ત્યાંની અંદર નો દરવાજો જે સામેની દીવાલ માં હોય છે તે ખુલી ગયો હોય છે , અમર તેનો થમ્સ ત્યાં રહેલ મશીન પર મૂકે છે તે સ્કેન થઈને એક દરવાજો ખુલે છે ત્યાં પાછળ પાસવર્ડ નાખવા માટે ની સ્ક્રીન આવી જાય છે , અમર પોતાનો પાસવર્ડ નાખે છે , અને દરવાજો ખુલી જાય છે અમર તેમાં પ્રવેશે છે .

તે લિફ્ટ જેવી જ સુવિધા હતી પરંતુ તે ઉપર જે બિલ્ડીંગ હતું ને તેની નીચે જ જતી હતી . થોડી જ ક્ષણો માં તે હેડ કવાટર્સ પોહચી જાય છે .
અમર લિફ્ટ ની બહાર નીકળે છે ત્યાં તે ખુશ થઇ જાય છે તેની સામે જ સાગર તેની રાહ જોઈને ઉભો હોય છે . એક્ચ્યુલી માં એવું હોય કોઈ પણ લિફ્ટ માં પ્રવેશે તેનો બધો ડેટા એક મોનિટર માં સ્કેન થતો હોય છે અને તેની વીડિઓગ્રાફી પણ થતી હોય છે . આથી અમર આવ્યો તે સાગર ખબર પડી ગઈ .