Khushio no khajano books and stories free download online pdf in Gujarati

ખુશીઓ નો ખજાનો

૧૧ મે ૨૦૧૯ રવિવાર બપોર નો સમય ઘડિયાર લગભગ ૩:૨૦ નો સમય બતાવી રહી હતી..અને ગરમી લગભગ ૪૫ સેલ્સિયશ ડીગ્રી હશે .

એવુ અનુમાન હુ ગરમી ના ઉકરાટા પર થી લગાવી રહી હતી.પાંચ માળ ની બિલ્ડીગ મા પણ મને ઠંડક નો શેષ માત્ર પણ એહ્સાશ થઈ રહીઓં ન ન હતો.ઊંઘવા ની હુ નાકામિયાબ કોશિશ કરી રહી હતી. મનોરંજન ના લગભગ તમામ સાધનો હુ ઉપયોગ કરી ચુકી હતી.છતા મારુ મન એક પણ સાધનથી સંતોષ પામી રહ્યું ન હતુ.મારુ મન વારે વારે ઓફીસ તરફ ખેચાઇ રહયું હતુ.કારણ હતુ માત્ર એસી.હુ બધુ જ પડતું મૂકી ને બેડ પર થી ઉભી થઇ ને ગેલેરી માં આવી.એક દ્રશ્ય એ મારી તમામ સમસ્યાનો ઉકેલ લાવી લીધો.લગભગ ચાર –પાંચ ભૂલકા ની ટોળકી હતી.તેમાંથી ત્રણ છોકરા અને બે છોકારીઓં હતી.ખુલ્લા મેદાન માં ખુલ્લા પગે રમતા હતા .તમામ ના ચેહરા પર અનોખી ખુશીઓ ની લહેરો છલકાતી હતી.એક પણ ભૂલકા ના પગ માં સીલ્પર ન હતા .તો તેઓ પાસે આપણે રમકડાની તો શું આશા રાખી શકીયે ?પણ એની પાસે જે રમકડા કરતાય જે આંનદ હતો તે જોય ને હુ ચકિત થઇ ગઈ.રમકડામાં તેમણી પાસે હતા ખાલી કેરીઓ ના બોક્ષ .જેમની તેઓએ ટ્રેન બનાવી હતી.તેમાં દોઠેક વર્ષ ના બાળક ને અંદર બેસાળી ને ત્રણ છોકરો આગળ થી ખેંચતા હતા.બે છોકરીઓ પાછળ થી ધક્કો મારી રહી હતી.આવો આંનદ તો કદાચ કોઈ અમીર વ્યક્તિ મેટ્રો ટ્રેન માં બેસી ને પણ નહિ માણી શકીઓ હોય .એવુ હુ અનુભવી રહી હતી.કેમકે દરેક નો મો પર મને ખુશીઓ ની ઝલક સ્પટ દેખાતી હતી.મને તેઓ ની રમત રમવા ની કળા જોઈ ને મજા આવતી હતી.મને તે ભૂલકાઓ ની ખુશીઓ માં વધારો કરવાનુ મન થયું.હુ ફટાફટ ગેલેરી માંથી અંદર આવી ને ખાલી કેરીઓ ના બોક્ષ શોધ્યા .બે બોક્ષ લઇ ને હુ ફટાફટ પગથીયા ઉતરી ને નીચે આવી.બે બોક્ષ ભૂલકાઓ ના હાથ માં આપ્યા.તે લોકો ની તો ખુશીઓ નો તો પાર ના રહ્યો .તે લોકો તેમણી ટ્રેન ના ડબ્બા ની સંખ્યા વધારમાં મશગુલ થઇ ગયા. અને હુ વિચારો માં મશગુલ થઇ ગઈ. જે આંનદ મને કેરી ખાવાથી મળ્યો હતો.તેના થી અનેક ગણો આંનદ મને ખાલી કેરીઓ ના બોક્ષ ભૂલકાઓ ને આપી ને મળ્યો હતો.હુ તેને શબ્દો માં નહિ વર્ણવી શકું.મે જયારે બે ખાલી કેરીઓ ના બોક્ષ આપ્યા ત્યારે તે લોકો મારી સામે ધન્યવાદ ની ભાવનાએ મને નિહાળી રહયા હતા.પણ હુ મૂક બની ને તેઓને ધ્યાન્વાદ આપી રહી હતી મને પાંચ માળ ની બિલ્ડીંગ મા પણ ગરમી સામે વિરોધ હતો .તે ખુલ્લા મેદાન મા ઈશ્વરે નિર્માણ કરેલી પરિસ્થિતિ નો આંનદ સાથે માણી રહયા હતા.અને ખુલ્લા મને સ્વીકારી રહયા હતા.જે ભ્રષ્ટાચારીઓ કારોડા કમાતા પણ ખુશીઓ મેળવી શકતા નથી.તે ખુશીઓ આ ભૂલકાઓ એ કેરીઓ ના ખાલી બોક્ષ માં ખુશીઓ નો ખજાનો શોઘી કાઢ્યો હતો.હે ઈશ્વર તારી લીલા અપરમ પાર છે.ધ્યાન્વાદ છે તને આજે તે મારી રવિવારની રજા ખરા અર્થ સાર્થક કરી .

“મે આજે ફરી એક નિખાલશ ના દર્શન નિહાળ્યા

એ આંખો અગણિત સપનાઓ હતા

ચેહરા પર રોનક ને હૈયા માં હિંમત

વાતો માં સ્પષ્ટતા અને બાવળા માં બળ

મે આજે ફરી એક નિખાલશ ના દર્શન નિહાળ્યા

દરેક ના કપડા સામાન્ય હતા

પણ દરેક ના વિચારોના રંગ બ્રાન્ડેડ હતા

મે આજે ફરી એક નિખાલશ ના દર્શન નિહાળ્યા

પગ માં ભલે ને સીલ્પર ન હતા

પણ મે આજે ફરી એક નિખાલશ ના દર્શન નિહાળ્યા “

- હેતલ પટેલ