nafrat se bani ek kahani pyar ki - 5 books and stories free download online pdf in Gujarati

નફરત સે બની એક કહાની પ્યાર કી - 5

આગળ ના પાર્ટ માં જોયું કે પાંખી સમર ની ઑફિસ માં જ ઇન્ટરવ્યૂ માટે જાય છે...અને સમર ન હોવા થી પાર્થ પાંખી નું ઇન્ટરવ્યૂ લિયે છે..અને પાર્થ ને પહેલી જ નજર માં પાંખી ગમી જાય છે...હવે આગળ.....
"ઓ મેડમ...મારે ઓફીસ જવાનું છે ભૂલી ગ્યા કે શુ??સાંચી પાંખી ને યાદ કરાવતા બોલી....."
"અરે હા યાર હું તો ભૂલી જ ગઈ...જોબ ના હરખ માં....ચાલ તને તારી ઓફીસ મૂકી જાવ.... યાર સાંચી જો આ જોબ મળી જાય તો આપણે બંને રોજ સાથે જ આવશી ને સાથે જ જશી... ને lunch પણ સાથે જ કરશી.... પાંખી ખુશ થતાં સાંચી ને બોલી...."
"હા પાંખી મારી ઓફિસ ને તારી ઓફિસ બાજુ માં જ થશે... યાર પણ આ ઓફિસ તો બહુ જ મસ્ત છે...હું તો આટલી નજીક છે તો પણ નહીં આવી ક્યારેય...ચાલ હવે ઉતાર અહીં મને તું જા ઘ્યાન રાખજે....સાંચી બોલી..."
"Ok bye... પાંખી કહી ને ઘરે ગઈ..."
"કવિતા બેન પાંખી ની રાહ જોઈ ને જ બેઠા હતા...અને પાંખી ઘરમાં આવે છે.... એ જોઈ ને તરત જ તેઓ પાંખી ને ઘણા પ્રશ્ર્ન પૂછી લિયે છે...કેવો રહ્યો ઇન્ટરવ્યૂ,શું પૂછ્યું, આવડ્યું કે નહીં???એવું ઘણુ પૂછે છે..."
"પાંખી એને શાંત કરતાં બધું જ જણાવે છે.... અને બસ સાંજ સુધી રાહ જોવા નું કહે છે..."
"પાંખી માટે આજ નો દિવસ ખાસ હતો કેમ કે એક તો એણે ઈન્ટરવ્યૂ સારું આપ્યું હતું અને પાછું આ એનું પહેલું જ ઇન્ટરવ્યૂ હતું અને એમાં જ એણે આવું સરસ impression પાડ્યું હતું.... હવે તો બસ એ એક કોલ ની રાહ જોતી હતી...."
"પાંખી ના ઇન્ટરવ્યૂ પછી બધા ઇન્ટરવ્યૂ પુરા થઈ ગયા હતા.... આ વાત મિસ રિયા એ પાર્થ ને કોલ કરી ને જણાવી....પાર્થ હજી પાંખી ના જ વિચાર માં હતો ત્યાં એને અચાનક યાદ આવ્યું કે એને સિલેક્ટ કરી કોલ કરવા નો છે બધા ને..."
"સાંજ થવા આવી હતી તો પાર્થ એ રિયા ને સેલેકશન લિસ્ટ આપ્યું ને બધા ને કોલ કરી ને બીજા દિવસે આવવા નું કહી દીધું...આ લિસ્ટ માં પહેલું જ નામ પાંખી નું હતું...રિયા એ પાંખી ને પહેલા જ કોલ કર્યો ને આ વાત કહી દીધી...."
"પાંખી તો કોલ ની રાહ જ જોઈ ને બેઠી હતી....કોલ આવ્યો તરત જ એ તો ઉછળી પડી....."
"બા બા બા..... જોવો કોલ આવી ગ્યો... હું સિલેક્ટ થઈ ગઈ....પાંખી ખૂબ જ ખુશ થતા બોલી...."
"હા બેટા ખબર જ હતી...તું સિલેક્ટ થઈ જશે....કવિતા બેન પણ ખુશ થતા બોલ્યા....."
"ત્યાં જ પાંખી બોલી....બા પણ એક પ્રોબ્લેમ છે.....પાંખી અચાનક કંઈક યાદ આવતા બોલી...."
"શુ થયું પાંખી.... કવિતા બેન પાંખી ને ઉદાસ થતી જોઈ બોલ્યા...."
"બા એ લોકો એ એમ કીધું કે હજી એક વાર ઇન્ટરવ્યૂ માટે કાલે સવારે જવું પડશે...પાંખી યાદ કરતા બોલી...."
"લે એમાં શું થઈ ગ્યું.... આપી આવજે કાલ પાછી.... એમાં શુ બીવે.....કવિતા બેન પાંખી ને સમજાવતા બોલ્યા...."
"હા બા કાલે પણ આપી આવીશ અને સિલેક્ટ પણ થઈ જઈશ.....પાંખી કોન્ફિડન્સ થી બોલી...."
"પાંખી આજે ખૂબ જ ખુશ હતી તેથી એને આજે રાતે નીંદર તો આવવા ની જ નહોતી...તો પણ એને સુવા ની કોશિશ કરી ને સવાર ની રાહ જોવા લાગી....."
"સમર પણ રાતે જ સુરત થી આવી ગયો હતો...અને પાર્થ એ એને ઇન્ટરવ્યૂ ની બધી જ વાત જણાવી દીધી હતી...સાથે પાંખી વિશે પણ સ્પેશિયલ જણાવ્યું હતું..."
"સમર સવાર માં જલ્દી તૈયાર થઈ ને ઓફિસ જવા નીકળે છે..."
"પાંખી પણ આજે વહેલી ઉઠી ને જલ્દી જવા નીકળે છે...સમય મુજબ એ પહોંચી જાય છે ને પોતાના વારો આવે એની રાહ જોવા લાગે છે..."
"સમર અને પાર્થ બંને સાથે જ ઇન્ટરવ્યૂ માટે ઓફિસ માં બેઠાં હોય છે...પણ આજે માત્ર સમર જ બધા ને થોડાં ઘણા પ્રશ્ન પૂછે છે...પાર્થ તો બસ આજે કોઈ ની રાહ માં જ હોય છે....અને એની રાહ નો અંત આવે છે... જ્યારે સમર next girl ને બોલાવે છે....અને તે પાંખી હોય છે..."
"સમર ને કોલ આવે છે... અને તે વાત કરવા બારી પાસે જાય છે....અને આ જ સમયે પાંખી અંદર આવે છે...સમર કે પાંખી હજી એક બીજા ને જોતા નથી...પાર્થ પાંખી ને બેસવા કહે છે અને એને જોવા લાગે છે....ત્યાં જ સમર આવે છે અને પાંખી ને સમર એક બીજા ને જોવે છે...અને ચોંકી જાય છે....પાંખી પોતાની ચેર પર થી ઉભી થઇ ને ગુસ્સામાં બોલે છે....તમે???સમર પણ એ જ ગુસ્સામાં પાંખી ને જોવે છે....અને પાર્થ ને પૂછે છે શું આ જ છે મિસ પાંખી???"
"एक आग का दरिया है,,दूजा हे बहता पानी।।
इनका मिलना है इतफ़ाक़,, या सुरु होगी नई कहानी।।।
"શું સમર ને પાંખી એક બીજા ને પહેલા થી જ ઓળખે છે???"
"શું એ બને ક્યારેય મળ્યા હશે??"
"કેમ બને એક બીજા ને આટલી નફરત થી જુવે છે??"
જાણવા માટે વાંચતા રહો ... "નફરત સે બની એક કહાની પ્યાર કી..."દર મંગળવારે...