Ruhan Prakaran - 5 books and stories free download online pdf in Gujarati

રુહાન - પ્રકરણ - 5

? આરતીસોની ?

પ્રકરણ : 5

આગળ પ્રકરણ 4 માં આપણે વાંચ્યું કે રુહાનને બચાવવા અચાનક એક બીજો ચહેરો કૉર્ટમાં હાજર થાય છે.. હવે આ કોણ હશે.?? શું આ ચહેરો હવે બચાવી શકશે રુહાનને.? એ જાણવા હવે આગળ..


            ❣️રુહાન❣️પ્રકરણ : 5❣️


જજ સાહેબે વકીલોની દલીલો ધ્યાને રાખતા ફેંસલો સંભળાવવાનું શરૂ કર્યું..


"રુહાન દરેક બાબતે દોષી સાબિત થઈ રહ્યો છે.. છતાં પણ યુવાન રુહાનની સામેથી થયેલી કબૂલાત અને ઉંમરને ધ્યાને રાખતા કૉર્ટ રુહાનને…"


બરાબર એજ સમયે એક નવો હાથ ઉંચો થયો..

"જજ સાહેબ.. ઊભા રહો..!! ઊભા રહો.. જજ સાહેબ..!! આપ સજા સંભળાવો એ પહેલાં મારે કંઈ કહેવું છે.."


બધાંની દ્રષ્ટિ હવે પાછી એ નવા ચહેરા તરફ ફંટાઈ.. આંખે આંખના પગ દોડ્યાં જાણે એ તરફ.. કૉર્ટ રૂમમાં લોકોના અવાજોના જોરદાર પડઘા પડ્યાં.. લોકોને કૂતૂહલ થયું કે, 'હજુ વળી આ કોણ છે જે બચાવવા વચ્ચે પડે છે?'


એને જોઈને બીપીનભાઈ અને મીનાબેનની આંખો ચમકી ભીંજાઈ ગઈ. એમને કંઈક આશાના કિરણો નજરો સમક્ષ તરવરી રહ્યાં હતાં..


જજ સાહેબે કહ્યું, "તમારે જે કહેવું હોય એ આ વિટનેશ બોક્ષમાં આવી કહી શકો છો.."


એમણે જજ સમક્ષ બોલવાનું શરૂ કર્યું,

"હું સોહમભાઈ.. એક્સિડન્ટની રાતે સાડા દસની આસપાસ ડ્રાઇવ ઇન સિનેમાની બહાર રોડની કિનારે હું મારા મિત્રની રાહ જોઈ ઊભો હતો.. એવામાં રુહાન.. આ છોકરો ધીમે ધીમે રોડની કિનારા તરફ એક્ટિવા ચલાવતો આવી રહ્યો હતો..  અને વિનુકાકા જે મૃત્યુ પામ્યા છે, એ મારાથી બે ફૂટ દૂર ઊભા હતાં, એ અચાનક બે ડગલાં ચાલ્યાં અને અડબડિયું ખાઈ નીચે પડ્યાં.. એમને બચાવવાના ચક્કરમાં રુહાને એનું એક્ટિવા રોડ કિનારીની માટી બાજું વાળી દીધું. અને એ જઈને ધડામ્ કરતો ત્યાં પાર્ક કરેલી ગાડી પડી હતી એને જઈને ભટકાઈ ગયો.."


કોર્ટમાં ગણગણાટ ચાલુ થઈ ગયો.. જજ સાહેબ અકળાઈ ઉઠ્યાં.. "સાઇલેન્સ.. સાઇલેન્સ.. પ્લીઝ.."


સોહમભાઈએ એમની વાત આગળ વધારતાં કહ્યું,

"કાકાને તો એક્ટિવા અડક્યું પણ નહોતું, પરંતુ એ ત્યાં ને ત્યાં અચાનક ઢળી પડ્યાં.. અને એ પડ્યાં એવું જ એમના માથેથી લોહી વહેવા લાગ્યું હતું.. લોકો ભેગા થઈ ગયાં.. લોકોને લાગ્યું આ રુહાનને કારણે આ કાકા પડી પડ્યાં છે.. અને વાગ્યું છે.. અને  એ લોકો એને મારવાં ઘસી પડ્યાં.."


"પણ એવું નહોતું.. હું નજરે જોનાર સાક્ષી છું. આ મૃત્યુ પામેલા વિનુકાકાને કારણે રુહાનનો એક્સિડન્ટ થયો છે.. કદાચ એ ન પડ્યા હોત તો રુહાનનો એક્સિડન્ટ જ ન થયો હોત.. અને એને હૉસ્પિટલમાં આટલું બધું સફર ન કરવું પડત.."


"મને ખબર જ નહોતી રહી કે આ એક્સિડન્ટ આટલું મોટું સ્વરૂપ ધારણ કરશે.."


સરકારી વકીલ સોહમભાઈને ધમકી ભર્યા સ્વરે તાડૂકી ઉઠ્યો..

"કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું છે.. સજા તો થવાની જ હતી. પણ તમને જાણ હતી કે રુહાનનો કોઈ વાંક નથી, તો પહેલેથી કૉર્ટમાં હાજર થવું જોઈતું હતું. કૉર્ટનો સમય વ્યય ન થાત.."

"સાહેબ દસ દિવસથી હું ટાઇફોઇડના તાવમાં ફસડાઈ પડ્યો હોવાથી પથારીમાંથી ઉઠ્યો જ નહોતો અને ન્યૂઝપેપર વાંચ્યું જ નહોતું.. એક બે દિવસથી સારું હોવાથી આજે બપોરે છાપું વાંચવા બેઠો ત્યારે ખબર પડી આ કેસની કે, 'રુહાનનો જે  એક્સિડેન્ટ થયો હતો એ આ કેસ છે..'


જજ સાહેબ બીપીનભાઈએ ગુનો પોતાના માથે લઈ લીધો છે અને કેસ આટલો બધો આગળ વધી ગયો છે.. એવી જાણ થતાં જ હું ભાગમભાગ અહીં આવ્યો છું.."


અને જજે ફેંસલો આપતાં કહ્યું,

"આપણાં કાયદામાં જ લખ્યું છે, 'દસ ગુનેગાર છટકી જાય તો ચાલે પણ ગુનો કર્યા વિનાની એક વ્યક્તિને સજા ન થવી જોઈએ..'

આ કેસમાં રુહાન અને બીપીનભાઈ બંને નિર્દોષ છે.. આ એક આકસ્મિક ઘટના છે.. વિનુકાકાનુ ચક્કર ખાઈ પડવું, અને રુહાનનુ ત્યાંથી એજ સમયે પસાર થવું એ કાગનું બેસવું અને ડાળનું પડવું જેવી ઘટના ઘટી છે.. વિનુકાકાના મૃત્યુ પાછળ રુહાનનો કોઈ જ વાંક ગુનો ન હોવાથી બાય ઇજ્જત રુહાનને નિર્દોષ જાહેર કરવામાં આવે છે અને આ એક્સિડેન્ટનો કેસ ફાઇલ ક્રોધ કરવામાં આવે છે.."


અને કૉર્ટમાં રુહાને એના પપ્પા બીપીનભાઈની માફી માંગી વળગી પડ્યો.. મીનાબેનના આંસુ હજું પણ તાંડવ નૃત્ય કરતાં હતાં પણ આ આંસુ હવે ખુશીના હતાં.. બીપીનભાઈ બોલ્યા, "રુહાન.. તારી આંખો ઉઘાડ.. તારી આંખો ઉઘાડ.. કરતો રહ્યો, પણ તે ઉઘાડી ઉઘાડી તે એવી ઉઘાડી મને હવા ખાવા મળી.. એય જેલની.."


અને માહોલમાં ખુશીઓથી ભરેલું હાસ્યનું મોજુ ફરી વળ્યુ..


-આરતીસોની ©


-સમાપ્ત-