Anhad - 1 books and stories free download online pdf in Gujarati

અનહદ.. - (1)

'તો સું, તું મને બિલકુલ પ્રેમ નથી કરતો એમ?' આશા એ બોલતાં બોલતાં મિતેશ ના હાથમાં જે થેલો હતો તેની બીજી સ્ટ્રેપ ખેંચી રાખી.

'છોડી દે "આશુ" આજે હું નહીં રોકાઇ સકું.' મિતેશે કહ્યું અને ઝટકા સાથે થેલો તેના હાથમાંથી છોડાવ્યો.
'અને તું પણ કેવો પ્રશ્ન પૂછે છે,તું કદાચ ભૂલી ગઈ કે આ પ્રશ્ન નહીં પૂછવાની કસમ ખાધેલી આપણે, યાદ છે.' મિતેશે ઉમેર્યું અને 'બાય' કહી ચાલવા લાગ્યો.
પણ છેલી વખત આશાને જોઇ લેવા માટે તે તરફ ફર્યો અને તેની નજીક ગયો....

આશા એ આંખો બંધ કરી, બે વર્ષ પહેલાં નો એ દિવસ યાદ કર્યો.

'ઠીક છે તો આપણે બંને કસમ ખાઈશું કે અપણે ક્યારેય એક બીજાને આઈ લવ યુ, જાનું, હની, સ્વિટુ, એવા કોઈપણ શબ્દો નહીં કહીએ અને એકબીજાના કામમાં કે પર્સનલ લાઈફ માં ઇન્ટરફીયર નહીં કરીએ'
આશા એ બંન્ને ના મોબાઈલ ભેગા કરી ત્યાં પડેલી ટીપોઈ પર મુક્યા અને મિતેશ તથા પોતાનો હાથ તેના પર રાખ્યો અને કહ્યું. 'આપણા ફોન ની કસમ ખાઈએ, ઓકે!'
'ઓકે હું ફોનની કસમ ખાવ છું.' કહી મિતેશે હામી ભરી.
'અને હું પણ' આશા પણ તેની સાથે જ બોલી.

આંખો બંધ રાખી ઉભેલી આશા ને કહેતાં મિતેશ બોલ્યો,
'હેલો આશા, ક્યાં ખોવાઈ ગઈ?' મિતેશે આશાનો ખભો પકડી હલાવી અને આશા એ આંખો ખોલી, તેની આંખોમાં ઝળઝળિયાં હતા.

'હું ફોન સું આ દુનિયા છોડી સકું પણ તને નહીં અને હવે તો બિલકુલ નહીં, મારા પેટમાં આપના પ્રેમની નિશાની...' એટલું બોલતાં તે સોફા પર ફસડાઈ પડી. આંખો માં ઝળઝળિયાં નું સ્થાન વહેતાં આંસુઓ એ લીધું.
'સું વાત કરે છે! તો તારે મને પહેલાં કહેવું જોઈએ ને' કહેતાં મિતેશ પણ તેની પાસે બેસી ગયો આશાને આગોશ માં લઈ તેના માથા પર હાથ ફેરવી રહ્યો હતો.

આશા અને મિતેશ બે વર્ષથી લિવ-ઇન રિલેશન માં એક જ ઘર માં પતિપત્ની ની જેમ સાથેજ રહેતાં, થોડા અણબનાવ ના કારણે આજે મિતેશ ઘર તેમજ આશા ને છોડી જઇ રહયો હતો.

આ બધો ઘટનાક્રમ ક્યારથી અને કેવી રીતે ચાલુ થયો?

ચાલો જોઈએ.


..........


મિતેશનો આજે ઓફીસ માં પહેલો દિવસ હતો.
મેનેજર ની કેબીન પાસે ઉભો રહ્યો, કેબીન હજુ લોક હતી. 'સાહેબ, તમારો આજે પહેલો દિવસ છે અને તમે આવા ટપોરી જેવા કપડાં પહેરી આવી ગયા, તમે બોસ ને ઓળખતા નથી, આ કપડાંમાં જોસે તો તમારો આજે પહેલો નહીં આખરી દિવસ થઈ જશે.' પટાવાળા એ તેના હાથ માં ચાનો કપ પકડાવતાં કહ્યું અને ખૂંધુ હસ્યો.

'ટપોરી' શબ્દ સાંભળી તે વિચાર માં પડી ગયો. તેના માનસપટ પર એક ફ્લેશબેક ચાલુ થયું.

એ રાત્રે એક દારૂડિયો ખુબજ પીધેલી હાલતમાં આમતેમ ઝોંકા ખાતો રસ્તા પર જઈ રહ્યો છે, તેના હાથમાં ખાલી થઈ ગયેલી દારૂ ની બોતલ છે જેને થોડી થોડી વારે તે મોં એ લગાડી પીવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

અચાનક એક બાળક ના રડવાનો અવાજ સાંભળી તે ઉભો રહી જાય છે. આમતેમ જોઈ પોતાના કાન માં આંગળી નાખી આંગળી હલબલાવે છે, પણ પોતાનો વહેમ છે એવું માની આગળ ડગલું ભરવા જાય ત્યાં ફરી બાળક ના રડવાના અવાજથી તે ઉભો રહી જાય છે. થોડી વાર વિચાર કરી અવાજ કઈ દિશામાંથી આવે છે તે જાણવા નો પ્રયત્ન કરે છે અને એ દિશા માં આગળ વધે છે.

કચરાપેટી પાસે એક નવજાત બાળક ચીંથરામાં વીંટાઈ ને પડ્યું હતું, તેના શરીર પર કચરો લાગેલો હતો, લાગ્યું કોઈકે ઉપરથી એપાર્ટમેન્ટના રવેસમાંથીજ એંઠવાડ ની છાલક તેના પર ફેંકી હશે.
આ બાળક ની હાલત જોઈ ને તેનો બધો નશો ઉતરી ગયો. અને તે મોટેથી બૂમ પાડવા લાગ્યો,
'કોનું છે આ બાળક, કોઈ સાંભળે છે? ત્રેવડ નો હોય તો જનમ સુકામ આપ્યો'
પોતાના જ અવાજ ના પડઘા તે સાંભળી રહ્યો, કોઈ જવાબ ન આવ્યો.
તે બાળક સામે જોઈ રહ્યો, બાળક પણ તેને જોઈ રડવાનું ભૂલી ગયું, તેના ચહેરા પર મનમોહક સ્મિત હતું જેને દારૂડિયાને પણ પોતાના વશમાં કરી લીધો.
તે નીચે વળ્યો, જેમતેમ કરી પેલાં કાપડાઓથઈ બાળક ને થોડું સાફ કર્યું.
'અરે આ તો છોકરો છે' તે મનમાં બબળ્યો અને આસમાન તરફ જોઈ બોલ્યો 'હે ભગવાન, પહેલાં તો લોકો દીકરી ને ત્યજી દેતાં હવે તો દીકરા પણ નથી જોઈતા, તું પણ જેને જોઈતું હોય તેને આપતો નથી અને જેને આપે તેને તેની કદર નથી.'
તે બાળક ને ઉઠાવી ચાલતો થયો.


***** ક્રમશઃ *****


(વાર્તા અંગે આપનો અમૂલ્ય પ્રતિભાવ રેટિંગ સાથે આપશો. અને હા, સારું લાગેતો સૌને કહેજો, સારું ન લાગે તો માત્ર મનેજ કહેજો.)
© ભાવેશ પરમાર
*** આભાર ***