સુભગ્નાના_સંજોગ - 3બાલી માં હોટેલ માં ચેક ઈન કરી ને વિકલ્પે સુભગ્ના ને કહ્યું તું ફ્રેશ થઈ જા ત્યાં સુધી હું એક કામ પતાવી આવું.સુભગ્ના ને થયું કે અહીં શું કામ હોય પણ પૂછવું કેમ? એમ વિચારી પોતે વોશરૂમ માં ચાલી ગઈ. હનીમૂન માં ક્યાં જવું તે કોઈ વાત પણ ન હોતી કરી બધું જ સારંગી બેન દ્વારા પ્લાન થયું હતું. ક્યાંક ક્યાંક એમ લાગતું કે વિકલ્પ સારંગી બેન નો ચાવી વાળો રમકડું તો નથી ને , વચ્ચે એક વખત વિભા બેન અને રક્ષિત ભાઈ ને વાત પણ કરેલ કે વિકલ્પ ફોન માં વાત કરે તો પણ ખબર નહીં ડરતો ડરતો કરે છે. બધી જ વાત માં સારંગી બેન ને પૂછવા નું કહે છે. તો વિભા એ કહ્યું કે એવું જ હોય બેટા એક દીકરો તો મા ને પૂછી પૂછી ને જ કરે ને , જોજે ને લગ્ન પછી તને પૂછી પૂછી પાણી પીશે. મા મારે કોઈ ચાવી વાળું રમકડું નથી જોતું કે હું ચાવી આપુ એટલું જ ચાલે આમ તો લગ્ન જ કરવાની ઈચ્છા નથી પણ જો કરીશ તો મારે સંગાથ જોઈ એ છે એક બીજા પર હાવી થઈ નહીં એક બીજા ને સાથે રહી ચાલવું છે. 
               ફ્રેશ થતાં થતાં ફરી વિચાર આવ્યો કે વિકલ્પ ને એવું શું કામ હશે. ક્યાંય કોઈ ખરાબ ટેવ તો નહી હોય નશો કરતો હશે. ડ્રિંક તો મને કહી ને પણ મંગાવી શકે... કેટલાં વિચારો આવી ગયાં ફ્રેશ થઈ બહાર આવી ત્યાં મોબાઈલ રણક્યો જોયું તો સારંગી બેન નો ફોન હતો. પહોંચી ગયા ને કોઈ તકલીફ તો નથી તે પૂછવા. આ ફોન થી સુભગ્ના ને થયું કે મા તરીકે તો હક હોય ને.. ત્યાં જ વિકલ્પ પણ રૂમ માં આવ્યો. હું ફ્રેશ થઈ આવું કહી વોશ રૂમ માં ચાલ્યો ગયો. કંઈ સમજાતું જ નોતું કે થાય છે શું? પણ એવું તો વિકલ્પ સાથે સગપણ થયું ત્યાર નું હતું. ક્યારેક ક્યારેક વિભાબેન સાથે વાત કરતી મુંઝવણ ની તો વિભાબેન કહેતાં કે લગ્ન પહેલાં દરેક છોકરી ને મુંઝવણ થાય કારણ બધું નવું નવું થતું હોય અજાણ્યા લોકો ને કુટુંબ ગણવાના , એમની રહેનસહેન અપનાવવાનું તો મુંઝવણ સ્વાભાવિક છે. કોઈ ખાસ મિત્ર પણ નહીં જેને સુભગ્ના પોતાના મનની વાત કરી શકે.  ભૂખ લાગી છે , વિકલ્પ નો અવાજ થી વિચારો માં થી બહાર આવી. હા થોડીક લાગી છે, સારું તો તું ઓર્ડર કર, તમે શું ખાશો? તમે આ શું તમે વિકલ્પે સુભગ્ના ને ટોકી અરે હું તને કહું છું ને કે આપણે મિત્રો જ છીએ તો તેમાં તમે ક્યાં આવ્યું?  સુભગ્ના લગ્ન પછી પહેલી વસ્તુ ગમી. વિકલ્પે મિત્ર કહી અને હક થી ટોકી. હા વિકલ્પ પણ મને સમય લાગશે કારણ પહેલેથી તમે જ કહેવાની ટેવ પડી ગઈ છે. ચાલ જ્યારે તું મને તમે કહેવાનું બંધ કરીશ પછી જ હું તને તમે કહેવાનું બંધ કરીશ એટલે તમે ઓર્ડર કોઈ પણ આપો હું મારી બેગ આ કબાટમાં ઠલવી દઉં. વિકલ્પ નું આવું અલગ પ્રકાર નું વર્તન જોઈ સુભગ્ના ને નવાઇ લાગી સાથે આ વિકલ્પ ગમ્યો પણ ખરો. બને એ કબાટ માં કપડાં અને વસ્તુ ગોઠવી દીધી અને સોફા ઉપર બેઠાં, ટીવી કરજો ને , વિકલ્પે કહ્યું સુભગ્ના ને જોર જોર થી હસવું આવી ગયું. સાથે વિકલ્પ પણ ખડખડાટ હસી પડ્યો. સુભગ્ના ને ધીમે ધીમે મુંઝવણ દૂર થતી લાગી રહી હતી. થોડી હિંમત કરી તેણે પૂછી જ લીધું કે વિકલ્પ હું તમને તું કહેવાની કોશિષ કરું પણ મમ્મી જી ને નહીં ગમે તો? 
સારંગી બેન નું નામ સાંભળી વિકલ્પ શાંત અને ગંભીર થઈ ગયો. સોરી મારો કોઈ ખરાબ આશય ન હતો આ પૂછવાનો. (MMO)
             અરે ના ના એમાં સોરી શું કહેવાનું , મમ્મી એમ કંઈ નહીં કહે , પપ્પા ના ગયા પછી મને મોટો કરવાનો અને સમાજમાં પોતાનું અને પપ્પા નું સ્થાન જાળવી રાખવા મમ્મી એ થોડા નીતિ નિયમ બનાવ્યા છે. પપ્પા હું ૧૪ વર્ષ નો હતો ને અકસ્માતમાં મૃત્યુ પામ્યાં ત્યાર થી મમ્મી ની જવાબદારી બમણી થઈ ગઈ હતી. એવાં પડાવમાં હતી કે પપ્પા ને ભૂલી ને બીજાં લગ્ન પણ ન કરી શકે અને આવડો મોટો સમય એકલતા અનુભવાય તે અલગ . બીજા લગ્નનું તો ક્યારેય નહીં વિચાર્યું હોય અને થોડું કડક રહેવાનું કારણ પણ તે જ કે એકલી સ્ત્રી ને જોઈ લોકો પોતાના કામ કઢાવવા જે રીતે વર્તન કરતાં તે અનુભવી જ તેમણે પોતાની જાત ને સિંહણ બનાવી દીધી હતી. ઉંમર ના વચગાળે જે પરિસ્થતિ ઊભી થઈ હતી તેને સમજ સાથે સંભાળવા ની હતી. વિકલ્પ જે રીતે વાત કરતો હતો. સુભગ્ના ને સારંગી બેન પ્રત્યે તો માન થતું જ હતું પણ વિકલ્પ નો ઉછેર પણ તેમાં તાદૃશ્ય થતો હતો. એક સ્ત્રી તરીકે તે હવે સારંગી બેન ની પરિસ્થતિ સમજી શકતી હતી. પતિ વગર બધું સંભાળી ચાલવું ભારતીય સંસ્કૃતિ માં અઘરું હતું. ચા અને નાસ્તો વેઇટર મૂકી ગયો. બંને એ નાસ્તો કર્યો.  વિકલ્પે કહ્યું કે થાક્યાં હશો તો આરામ કરો હું અહી સોફે જ આડો પડું છું. સુભગ્ના ને થયું કે એમ કહે કે અરે અહીં પલંગ પર જ આરામ કરો પણ ફરી એક સ્ત્રી તરીકે ની શરમ નડી. વિકલ્પે સોફા ઉપર ઓશીકું રાખી ને લાંબો થયો. સંકોચ સાથે સુભગ્ના પણ પલંગ પર આડી પડી. ઘણી વખત વાતચીત ના અભાવે કેવા આપણે લોકો ને સમજવામાં ભૂલ કરી બેસીએ છીએ. કોઈ વ્યક્તિ આમ કેમ છે તે કારણ વિચારવાની જગ્યા એ તે પ્રત્યે ધારણા ઓ જ બાંધતા જઈએ છીએ અને તે ધારણા ને કારણ આપણે તે વ્યક્તિ નું વ્યક્તિત્વ જ અલગ આંકી એ છીએ. આવું વિચારતાં વિચારતાં સુભગ્ના ને નીંદર આવી ગઈ પણ આજે થોડા સંતોષ સાથે ની નીંદર હતી

હત ખોલતાં જ સુભગ્ના એ જોયું તો વિકલ્પ સોફા ઉપર હતો નહીં. પહેલાં થયું કે કદાચ નાહવા બાથરૂમ માં ગયો હશે. પણ પાણી નો કે કોઈ અવાજ પણ આવતો ન હતો. પથારીમાં થી બેઠી થઈ બાથરૂમ તરફ ચાલવા લાગી. બાથરૂમ નો દરવાજો ખોલ્યો તો ખુલી ગયો એટલે વિકલ્પ ફરી ક્યાં ગયો ના વિચારમાં ગુમ થઈ ગઈ. બાથરૂમ માં જઈ બ્રશ કર્યું અને થયું કે પછી મોબાઈલ કરી હવે તો પૂછું જ કે છે ક્યાં? પત્ની તરીકે એટલો હક તો હોય જ કે પતિ ક્યાં છે શું કરે છે તે જાણી શકાય. બાથરૂમમાં થી બહાર આવી અને ટેબલ આગળ મોબાઈલ હતો ત્યાં જતી હતી ત્યાં જ વિકલ્પ લોક ખોલી અંદર આવ્યો. વિકલ્પના હાથમાં ફૂલ નો બુકે હતો. અંદર આવી ને બૂકે સુભગ્ના ને આપ્યો. સુભગ્ના તો જોતી જ રહી ગઈ. હવે ક્યાં ગયો હતો તે પૂછવાનો કોઈ પ્રશ્ન જ ન હતો. બુકે આપતાં આપતાં જે વાક્ય વિકલ્પ બોલ્યો હતો તેનો અર્થ કાઢવામાં બીજા કોઈ જ વિચારો ને જગ્યા જ ન હતી.  
        સુભગ્ના મારા જીવનમાં એક મિત્ર ની ખોટ હતી તે તમારા આવ્યા થી પૂરી થઈ છે. Welcome in my friends space... એટલે  મારા જીવનમાં તારું સ્વાગત છે એવું તો ન બોલ્યો વિકલ્પ. વિકલ્પે કહ્યું કે તું ફ્રેશ થઈ જા નાસ્તો નીચે કરવા જવું છે. સુભગ્ના ને પાછી સમજણ પડતી ન હતી એટલે ફરી શૂન્યમનસ્ક થઈ નીચે નાસ્તો કરવા ચાલી ગઈ. નાસ્તા પછી રેડી થઈ જાજો અહીં એક મંદિર છે ત્યાં જવું છે. બાલી આવી મંદિર કોણ જાય આવો વિચાર સુભગ્ના ને આવ્યો જ પણ ફરી સવાલ પૂછ્યા વગર જ વિકલ્પ સાથે તૈયાર થઈ નીકળી પડી. હનીમૂન સીઝન જેવું હતું આજુ બાજુ , હોટેલ કે રસ્તા ઉપર બસ કપલ જ દેખાતા હતાં. બધાં સુંદર પળો માણતા હતા. કોઈ ફોટો પાડતું હતું તો કોઈ હાથમાં હાથ નાખી ને પ્રેમ થી ફરતું હતું. આગળ જઈ ગાડીમાં બેઠા, ગીત વાગતા હતાં પણ ત્યાં નું સંગીત સમજાય તેવું જ ન હતું એટલે સુભગ્ના ને થયું કે ખરું છે એક તો જિંદગી કઈ દિશા માં જઈ રહી છે તે નથી ખબર અને આ મ્યુઝીક પણ સમજાતું નથી. લગ્ન પછી ના થોડા મહિના તો કેવા સુંદર જાય પણ  આવા મુંઝવણ વાળા પણ હોતા હશે?
             મંદિર આવ્યુંને વિકલ્પને સુભગ્ના એ દર્શન કર્યા , બુદ્ધ ધર્મ નું મંદિર જેવું લાગ્યું. ત્યાં એક બેસવાની જગ્યા હતી ત્યાં બેસવા ગયાં. સુભગ્ના તે પાળી એ બેઠી અને વિકલ્પ નીચે પગ આગળ બેઠો. સુભગ્ના એ કેટલું કહ્યું કે તમે આમ ન બેસો પણ વિકલ્પ હલ્યો નહીં. તેણે મોબાઈલ માં થી એક ફોટો કાઢ્યો જેમાં વિકલ્પ સાથે કોઈ છોકરી હતી. આ પ્રાચી છે, મારી સાથે જ ભણતી અને નોકરી પણ સાથે લાગેલ. સુભગ્ના ને કહ્યું એમ સરસ તો લગ્નમાં કેમ નોતી તમારી મિત્ર છે તો રિસેપ્શન કે ક્યાંય ન દેખાઈ બહાર રહે છે, કોઈ તકલીફ હતી એમને કે ન આવી.સુભગ્ના  એ બહુ જ નિખાલસતાથી પૂછ્યું , વિકલ્પ આંખ પણ  મેળવતો ન હતો. ફોટો તો બતાવ્યો. આગળ કોઈ વાત કરવાની જ હિંમત ન હતી.  વિકલ્પ પાસે કોઈ જ વિકલ્પ હતો નહીં. શું કરવું વિચારતો હતો. પ્રાચી અને પોતાના પ્રેમ ને જાળવવો તો લગ્ન પણ સાચવવા હતાં. 
                મંદિર પણ એટલે જ લઈ ને આવેલ કે સુભગ્ના સાથે બધી દિલ ખોલી ને વાત કરી લે પણ હિંમત જ ન ચાલી અને બને ગાડી માં બેસી ને હોટેલ તરફ રવાના થયાં. સુભગ્ના ને તો વિકલ્પ પ્રાચી ના સબંધ માં કશું અજુગતું ન લાગ્યું. લંચ નો ટાઇમ થાય છે અહી રસ્તામાં એક ઇન્ડિયન રેસ્ટોરાં આવે છે એમાં જમી લેશું? વિકલ્પે સુભગ્ના ને પૂછ્યું , સુભગ્ના એ હા પાડી. રેસટોરન્ટ માં જમવાનો ઓર્ડર આપી વિકલ્પ ફરી વાત શરૂ કરવાનું વિચારી રહ્યો હતો પણ થયું પછી શું પ્રતિક્રિયા આવશે. પ્રાચીને તે બને સાથે ભણવામાં હતાં.  ક્યારે બને ને પ્રેમ થયો ખબર જ ન પડી. બંને એક બીજાના ઘરે વાંચવા જતાં નાના મોટા તહેવાર કે પ્રસંગ પણ સાથે જ ઉજવતાં ધીમે ધીમે તો બંને ના પરિવાર પણ જોડાયો. પ્રાચી બંગાળી હતી. પણ ગુજરાતી પણ એટલું સુંદર બોલતી કે સારંગી બેન ને ઘણાં વખતે ખબર પડી કે પ્રાચી બંગાળી છે. એક દિવસ વિકલ્પે હિંમત કરી સારંગી બેન ને તેના અને પ્રાચીના પ્રેમ ની વાત કરી જ દીધી. સારંગી બહેને કોઈ જ રીએકશન આપ્યું નહીં. બીજે દિવસે પ્રાચી ના હાથમાં બદલી નો ઓર્ડર આવ્યો. પ્રાચી બહુ સામાન્ય ઘરની છોકરી હતી નોકરી છોડવી પરવડે તેમ ન હતું. નોકરી માં હાજર પણ થવું પડે તેમ હતું. વલસાડ એટલે અમરેલી થી ખૂબ દૂર વારે વારે મળવું શક્ય ન હતું. વિકલ્પ ને ખબર જ ન પડી કે આ બદલી સારંગી બેને લાગવગ થી કરાવી હતી. (#MMO)
               સારંગી બેન પોતાની જ્ઞાતિ ના પ્રમુખ ની ચુંટણી માં ઉભા હતાં જો આ પ્રેમ ની વાત બહાર જાય તો જ્ઞાતિ માં તેમનું શું નામ રહે વિચારી ને તેમણે આ પગલું ભર્યું ને રાતો રાત પ્રાચી ને વિકલ્પ થી દુર કરી દીધી તે પણ વિકલ્પ ને જાણ કર્યા વગર. એક વર્ષ વીત્યા પછી ચાર કે પાંચ વખત જ મળી શક્યા હતાં વિકલ્પ ને પ્રાચી ત્યાં એક રાત્રે સારંગી બેન નો વટ હુકમ બહાર પડયો કે સુભગ્ના ને જોવા જવાનું છે. વિકલ્પે ખૂબ કોશિષ કરી પણ સારંગી બેને પોતે એકલાં ઉછેર અને પોતે આપેલાં બલિદાનો ની વાતોમાં પરાણે જ હા પડાવી.  મા સામે હથિયાર રાખી દીધા અને વિચાર્યું કે પ્રાચી ને ભૂલી ને નવેસર થી બધું શરૂ કરશે. સગાઈ થઈ તે પહેલાં જ સુભગ્ના ને જાણ કરવી હતી જે શક્ય ન બન્યું એમ કરતાં કરતાં લગ્ન સુધી વાત પહોંચી ગઈ. ખબર નહી કેમ વહેણ માં વહેતો ચાલ્યો ગયો. પ્રાચી ને પણ સાચું ન હોતું કહ્યું કે એણે લગ્ન કરી લીધાં છે ન તો 
સુભગ્ના ને પણ સાચી વાત ન હોતી કરી. 


#ક્રમશ:

***

Rate & Review

Verified icon

Hina 2 months ago

Verified icon

Sunhera Noorani 2 months ago

Verified icon

Bhaval 3 months ago

Verified icon

nikhil 3 months ago

Verified icon

Dr.Mohini Pandya 3 months ago