Ante rahetu smit books and stories free download online pdf in Gujarati

અંતે.... રહેતું સ્મિત

અંતે.... રહેતું સ્મિત.

હેલ્લો! ધ્રુમીલ આજે એક બહુજ મોટો અકસ્માત થઇ ગયો છે. તને ખબર છે? ચાર્મી બોલી

શું થયું છે એવું કે સવારે તું મને ફોન કરીને ઉઠાડી દે છે. તું અહિયાં હોય ત્યારેતો નથી જ ઊંઘવા દેતી પણ પિયર માં જઈને પણ તારો ત્રાસ છે જ. બોલ શું થયું?

હું તને whats app પર ગૂડ મોર્નિંગ નો મેસેજ કર્યો તું એ જવાબ ના આપ્યો. એ મોટી દુર્ઘટના જ કેહવાય ને!

ચાર્મી! ચાર્મી! એક તો તું અને તારા સરપ્રાઈઝ મને હેરાન કરે છે. તું તારા પપ્પાની બર્થ ડે માટે ત્યાં ગઈ છે. ત્યાં તું એવું કહી ને પહોચી ગઈ કે મારા અને ધ્રુમીલ વચ્ચે ઝગડો થયો છે એટલે હું અહિયાં આવી ગઈ છું. તને ખબર છે ગઈકાલે રાત્રે પપ્પા મને ૪૯ મિનીટ સુધી મને સમજાવતા હતા કે ચારુ તો બહુ ડાહી છે અને એટલું બધું સમજાવ્યું કે મારાથી બોલાય જાત કે પપ્પા તમને ખુશ કરવા એ ત્યાં છે. અમે બંને અહિયાં ખુશ જ છે. તું આજે રાત્રે તારી સરપ્રાઈઝ પૂરી કર અને તું પછી જલ્દી અહિયાં આવીજા.

એક મિનીટ ધ્રુમીલ તારું whats app ચેક કરને.ચાર્મી બોલી અને હું કઈ પણ બોલું તે પહેલા બોલી કે તું કઈ પણ પ્રશ્ન કર્યા વગર પ્લીઝ માની જજે.

whats app ચેક કરીને મારે કઈ પણ બોલવાની જરૂર રેહતી જ નથી. સારું,હું પહોચી જઈશ. મને તો ચારુ તું કહી જ શકે ને. તું મને પણ સરપ્રાયઝ આપી રહી છે. એની જરૂર નથી ચારુ. તને ખબર છે તારા પપ્પા અને મમ્મી ને હું મારા જ પપ્પા મમ્મી સમજુ છું ત્યાં આવીને હું પણ ખુશ થઈશ. પણ પહેલા કીધું હોત તો હું થોડો વહેલો આવી જાતને.

ના! ના! તમેં એવું ના કરી શકો. કેમ કે આપનો ઝઘડો થયો છે તમેં જલ્દી આવી જાવ તો ખબર પડી જાય. મારી સરપ્રાયસ નું પોપટ થઇ જાય. એટલે તમારે જેતે સમયે જ પહોચવાનું છે. એટલે તમે ૧૧.૩૦ એરપોર્ટ પર આવી જજો. અને ૨૦ થી ૨૫ મિનીટમાં પપ્પા તમને લેવા આવી જશે. ત્યાં સુધીમાં હું ઘરે તૈયાર કરી દઈશ.

ચાર્મી તું બધું નક્કી કરીને જ કેમ કહે છે. થોડું પહેલા કહીશ તો તને શું ફર્ક પાડવાનો.

ધ્રુમીલ મને આવું સરપ્રાયસ કરવાનું ખુબજ ગમે છે. તું જયારે કોલેજ મને કીધા વગર આવતો હતો, મારા માટે તું કોઈ પણ સમયે દિવસ રાત જોયા વગર મને સરપ્રાયઝ કરતો હતો ત્યારે હું આવું કેહતો હતી?

ચાર્મી એ દિવસો જુદા હતા. તું કેમ નથી સમજતી. હવે આપને જવાબદારીઓ પણ નિભાવાની છે. મારી નહિ પણ મમ્મી-પપ્પા આવી વાતો ને લઇને ખુબજ ચિંતિત હોય છે.

એવું ના હોય. ચાર્મી બોલી પડી.

ધૂમિલ તું કહે છે ને કે તને જાણ પેહલા કરી દેવાની. હા તો સંભાળ. પપ્પા વોક પર ગયા છે મમ્મી સાથે, હમણાં થોડીવાર માં આવશે જ. એટલે જ એ લોકો ગયા ને તરત જ ફોન કર્યો. હવે થોડી વાર પછી તમારે મારી સાથે ફોન પર ફરીથી ઝઘડવાનું છે. અને તારે મારી પર ગુસ્સે થવાનું છે કેમ કે મમ્મી ને થોડી શંકા છે મમ્મી પપ્પા ને કેહતી હતી કે ચારુ પર નહિ પણ મને ધ્રુમીલ પર પુરેપુરો વિશ્વાસ છે કે ધ્રુમીલ ખોટો હોયજ નહિ.ચારુ નો જ વાંક હશે. પણ આ બંને જે રીતે એકબીજા સાથે રહે છે તે પ્રમાણે લડ્યા હશે ખરા?

એટલે હવે તારે મમ્મી આવશે એટલે તરતજ મેસેજ કરીશ તારે મને ફોન કરીને લડવાનું છે.

ના. હું ફોન કરું જ નહિ અને તારી સાથે હું લડુંજ નહિ એવું બધાને જ ખબર છે. અને મમ્મી પપ્પા ને તું કેમ એવું કરે છે.

ધ્રુમીલ હું એમની ખુશી માટે કરું છું. એમનું ધ્યાન આપણી તરફ હશે ત્યાં સુધી હું મારી ફ્રેન્ડ ને કીધું છે એ તૈયારી કરી લેશે.

ચાર્મી તું બહુજ બધું એવું કરે છે જે મને અને મમ્મી પપ્પા ને ગમે નહિ.

ધુર્મિલ એ વિચાર કે જયારે આપણને સાથે વિશ કરતા જોશે. તો એમને કેટલી ખુશી થશે. અને ખોટો ઝગડો કીધો છે તો એનો પણ સંતોષ થશે કે બધું શાંત થઇ ગયું. એટલે હું તને મેસેજ કરું એટલે કોલ કરજે. અને સાંભળ તને હું બીજી એક સરપ્રાયસ આપવાની છું પણ હંમણા નહિ એ રાત્રે કેક કાપ્યા પછી જ કેહવાની છે તો...... સારું એ લોકો આવી ગયા bye

ફોન કટ થઇ ગયો.

હું બેડ પરથી ઉભો થયો અને રસોડામાં ગયો અને ત્યાં ફીજ પર ચીટ ચોટાડેલી હતી. ફ્રેશ જ્યુસ નું પેકેટ છેજ અને મિલ્ક પેકેટ પણ છે. આમલેટ મારી absent માં તું ઘરે બનાવીને ખાઈ લે છે. જે મને ખબર છે તો egg પણ છે જ. હું શું એની absent માં કરીશ એ પણ એને તો ખબરજ હોય છે. એટલે હું મનોમન ખુશ થતો કે કેટલો નસીબદાર છું હું. જયારે મારા મમ્મી પપ્પા plane crash માં સ્વગે ગયા. ત્યારબાદ મામાની ઘરે ખાલી નામ નું જ રહ્યો હતો.

મામી ને હું નહતો ગમતો કેમ કે મારી (મામા ની દીકરીઓ)બે બહનો હતી. ભગવાને એમને દીકરો ના આપી ને મારો અને મામી નો પંગો કરાવી દીધો. મામા એ કચકચથી કંટાળી ને મને હોસ્ટેલ માં મૂકી દીધો. અને ત્યાંથી હું USA માસ્ટર માટે પહોચી ગયો. અને ત્યાં મારી જિંદગી ને કોલેજ માં મળ્યો ચાર્મી. ચાપલી ચાર્મી.

એટલા માં ફોન ની રીંગ વાગી. ચાર્મી નો જ ફોન હતો. હું ફોન ઉપાડીને કેહવા ગયો કે હું તારા વિષે જ વિચારતો હતો. પણ એ કોઈ દિવસ કોઈને બોલવા દે તો ને .

હેલ્લો, મેસેજ કર્યો, જોયો નહિ, જલ્દી ફોન કરી ને ગુસ્સે થા. અને ભૂલી ના જતો પાછો. વારેવારે બાથરૂમ માં આવી ને ફોન નહિ થાય. એટલે જલ્દી કરજે bye

હું કેમ કરીને સમજવું કે તારી સાથે લડવા માટે પેહલા મારે મારી સાથે લડવું પડશે તો જ હું તારી સાથે લડી શકીશ.

હું ૨ મિનીટ માં માનસિક તૈયાર થઇ ને. કોલ કર્યો. એક રીંગ પણ પૂરી નહિ થઇ હોય અને ફોન ઉપાડી દીધો. બોલો, ધ્રુમીલ હું તો નોર્મલ જ વાત કરતો હતો

હા ચારુ બોલ તુંએ કહ્યું કે ફોન કરો એટલે કર્યો.

ના મને તારી યાદ નથી આવતી, તું મન ફાવે તેમ કરે એવું હું નહિ જ ચાલવું. તારી ઓફિસની તારી ફેવરેટ ચંચલ ને રાખ તારી સાથે.

હું તો ચુપચાપ સાંભળ્યા કરતો હતો. ધીમા અવાજે એજ બોલી, કઈક તો બોલ યાર.

હું પણ થોડા જુસ્સા માં, સોરી ગુસ્સામાં આવી ગયો ને બોલ્યો હા હું ચંચલ ને જ લઇ આવાનો છું. મને પણ તારી સાથે હવે નથી ફાવતું. ચાર્મી એકદમ નિર્દોષ ભાવે સાચે??

એ એવું બોલી એટલે હું પાછો ચુપ થઇ ગયો. એ ધીરેથી પાછી બોલી બોલ ને...

હું શાંત થઇ ને ચારુ તને હું બહુજ પ્રેમ કરું છું. અને તું કહે છે એટલે એવું કરું છું. ત્યાં જ whats app પર મેસેજ આવ્યો લડવાનું કહું છું. બાકી બધુ મને ખબર છે. એટલે તું જે ફલો માં બોલતો હતો એ ચાલુ રાખ.

મેસેજ વાચીને હું પાછુ બોલવાનું ચાલુ કર્યું હા મેસેજ વાચી લીધો છે. ગુસ્સાવાળા અવાજ માં તારો સ્વભાવ મને સહેજ પણ નથી ગમતો. તને જે ફાવે તે કર તું હમેશા ત્યાં જ રહે. અને તારો ચહેરો મારે નથી જોવો.

ચારુ તું શું કહે છે તને ભાન છે ધ્રુમીલ,? મમ્મી નો અવાજ પાછળ થી આવ્યો ચારુ વ્યવસ્થીત બોલ, તારા સર્વસ્વ એજ છે. ભાષા પર કાબુ રાખ. પણ મમ્મી એ બોલે છે કેવું? હું એવું કશું ચાલવાની નહિ. ધૂમિલ તને કોઈની લાગણી ની કદર જ નથી.

મને નથી.? જો હવે હું હમણાં જ ત્યાં આવી જાઉ છુ. હું જાણી જોઇને મઝાકમાં બોલ્યો. ધીમા અવાજે પાછો અવાજ આવ્યો ધૂમિલ એવું ના કરીશ હા, પાછો મોટેથી અવાજ આવ્યો ના તારે જોવું છે ને કે હું શું કરું છું. મમ્મીએ ફોન હાથ માં થી લઇ લીધો અને તરત બોલ્યા બેટા એ કઈ પણ બોલે તે પહેલાં હું બોલી પડ્યો જય શ્રી કૃષ્ણ મમ્મી. તમે કેમ છો.? મમ્મી પણ ખૂબજ શાંતિ થી જવાબ આપ્યો કે બેટા તું અહિયાં આવીજા હું થોડી ચિંતા કરું છું કે તમે ત્યાં એકલા શું કરશો.

મમ્મી કેટલી વાર કીધું છે કે તમે મને તમે ના કહો તું જ કહો હું તમારો દીકરો છું. અને ચાર્મી પપ્પાની દીકરી છે. એટલે તમારે મને તો તું જ કહેવાનું. એટલું બોલું ને મમ્મી નો મોબઈલ થી ચાર્મી નો મેસેજ આવ્યો ધૂમિલ આપણે લડ્યા છે એટલે તારે મમ્મી સાથે નોર્મલ વાત કરવની જરૂર નથી. એટલે ગુસ્સે થી વાત કર.

હા મમ્મી મને આ બધું નહિ ફાવે. શું નહિ ફાવે? મમ્મી એ પૂછ્યું.

મમ્મી કઈ નહિ. તમે ચાર્મી ને ફોન આપોને પ્લીઝ.

હા બેટા આપું ચાર્મી ને. લે ચાર્મી ફોન તું વાત કર અને તું ગુસ્સે થી વાત ના કરીશ ધ્રુમીલ શાંત જ છે.

હા બોલ, ચાર્મી બોલી

પ્લીઝ ચાર્મી મમ્મી સાથે હું ગુસ્સેથી વાત નહિ કરી શકું. અને હવે હું પણ તારી સાથે આવી રીતે વાત કરું તો પણ મને બહુજ ખરાબ લાગે છે.

ચાર્મીએ પાછું ચાલુ કર્યું. શું કહે છે કે તારે મારી સાથે નથી રેહવું? ના રહીશ અને ફોન પણ હવે નહિ કરે. કોઈ પણ વાંધો નથી. હું પણ નહિ કરું. બોલીને ફોન કટ કરી દીધો.

હું જ્યુસ અને આમલેટ બનાવી દીધી હતી તે લઇ ને ડાઈનીંગ ટેબલ પર લઇ ને બેઠો.અને મનમાં વિચારતો હતો કે ચાર્મી કમ્પ્યુટર એન્જિનિયર નહિ પણ ફિલ્મ ડાયરેક્ટ હોવી જોઈએ. કેમ કે એ કેટલું પરફેકટ વિચારીલે છે.

હું જયારે પણ બેંગ્લોર જાઉ મમ્મી મને એટલું બધું વહાલ કરતી કે એમણે મળ્યા પછી કોઈ દિવસ મેં મારા મમ્મી-પપ્પા નથી એવું કોઈ દિવસ વિચાર્યું જ નથી. અને પપ્પા પણ મને બહુજ સારી રીતે રાખતા.

હું જયારે USA થી પહેલી વખતે વાત કરી હતી ત્યારથી કે આજ દીન સુધી તેમણે મને એટલો બધો સાચવ્યો છે કે એમના જેટલું કોઈ પણ વ્યક્તિ સારી કેવીરીતે હોય યાર. ચારુ ને હું હમેશા કેહતો કે તું મારી LIFELINE છે અને મમ્મી પપ્પા એ મારી દુનિયા. અમે બધા ખૂબજ ખુશ છે હું હમેશા કેહતો કે મમ્મી પપ્પા સાથે આપણે રહીએ અથવા હું અમને અહિયાં બોલાવી લઉ. ચાર્મી કહે છે કે પપ્પાને કદાચ તમે કહેશો તો એમને નહિ ગમે. એટલે કેટલા બધા દિવસો થી હું વિચારતો હતો કે પપ્પા ને કેમ કહું પણ બર્થ ડે રીટર્ન ગીફ્ટ માંગી લઈશ. કે હવે તમારી સેવા કરવાનો મોકો મને અને ચાર્મી ને આપો.

ફોન ની રીંગ ફરીથી વાગી. ચાર્મી નો જ ફોન હતો. ફોન ઉપાડતા જ બોલી પાડી ધ્રુમીલ હું તારી પર બહુજ ગુસ્સે થવાની છું. એટલે તું જલ્દી થી માનસિક તૈયાર થઇજા. પણ કેમ?

ચાર્મી બોલી કે તું ખુબજ ગંદો એકટર છે. વારેવારે તું તારા કેરેકટર ની બહાર આવી જાય છે. અને ચંચલ નું કીધું તો તારો અવાજ બદલાય ગયો. શું તને એ બહુ ગમે છે.? અને જો તને એ ગમે ને તો મને કોઈ વાંધો નથી. વચ્ચે વાત કાપતા હું બોલી પડ્યો. તારે ફોન પર જાતેજ બધુ નક્કી કરી લેવાનું? મને પૂછ તો ખરી કે મારી હાલત શું છે! તને ખબર છે કે મમ્મી ને જો હું ઉચા અવાજે બોલુંને તો મને એમ થાય કે શું કરે છે? ચારુ પાછી વચ્ચે બોલી પડી બહુ ડાહ્યો! હું ઉપર નાહવા ના બહાને આવી છું. થોડી વાર પછી હું અને સેફાલી શોપિંગમાટે જવાના છે. પણ તું રૂપિયા તો એટલા લઇ નથી ગઈ પપ્પા પાસે ના માંગીશ. હું તને paytm કરી દઉ છું. ચારુ પછી ફરીથી બોલી ના ના એની જરૂર નથી તારું Cradit Card લઈને આવી છું. Cradit Card?

તારી પાસે છે. બેયાર ચારુ તું કહે તો ખરી! હું પેટ્રોલ ભરાવા જવાનો હતો અને ખાલી wallet માં હું Cradit Card જ રાખું છું એવું તને ખબર છે. સારું થયું ત્યાં ખુબજ લાઈન હતી અને હું ઘરે આવતો રહ્યો.

ચારુ તું તો.... બસ બસ હવે મને મોડુ થાય છે. હું પછી ફોન કરીશ સેફાલી આવતી જ હશે. bye પણ

ફોન કટ થઇ ગયો.

હું ઓફીસ જવા નીકળ્યો અને રોજીંદા કામ પતાવતો હતો અને પપ્પા નો મારી પર કોલ આવ્યો. હા પપ્પા જય શ્રી કૃષ્ણ. કેમ છો તમેં? બસ દીકરા શાંતિ ની ઈચ્છા છે. કેમ પપ્પા એવું કહો છો. બેટા તું અને ચારુ જે બાબતે ઝગડયા હોય પણ તમે એનું નિરાકરણ લાવી દો તો સારું. કેમ કે બેટા મારી દીકરીની જ ભૂલ હશે એવું હું માનું છું. મને ખબર છે એ કોઈ પણ સમયે કોઈ પણ કામ કરીલે છે. અને સાથે સમય અને પરિસ્થિતિ જોયા વગર જ બધું કર્યા કરે. બેટા તું એના એ સ્વભાવથી તને પરિચિત કરી રહ્યો છું. પપ્પા મને ખબર છે એ થોડી ઉતાવળ કરે છે બધાજ કામમાં તમે ચિંતાના કરો. હું ચારૂને સમજાવીશ. બેટા એવું તો મારે તને કહેવાનું હોય. પણ તો પણ તું મારો ડાહ્યો દીકરો છે માટે તને મારી ચિંતા છે એટલે જ તું એવું કહે છે. બેટા ચારુ થી કોઈ ભૂલ થઇ હોય તો હું એના વતી તારી માફી માંગું છું. પપ્પા શું બોલો છો તમે? માફી શેની માફી. પપ્પા એવું કશું છે જ નહિ. તમે શાંત થઇ જાવ. હું ચારુ ને લેવા માટે રાત્રે આવીજ રહ્યો છું. હા બેટા હું ટીકીટ બુક કરાવી લઉ? ના પપ્પા મેં કરાવીજ લીધી છે અને રાત્રે હું આવીજ રહ્યો છું. પપ્પા બોલ્યા સારું બેટા. જય શ્રી કૃષ્ણ.

તરતજ હું ચાર્મી ને ફોન કર્યો. ચાર્મી ૨ રીંગ વાગી ઉપાડ્યો નહિ. અને મને ચિંતા થવા માંડી કે ચાર્મી કેમ ફોન નથી ઉપાડતી. એટલે તરતજ મેં સેફાલી ને ફોન કર્યો. સેફાલી કહ્યું કે હું ચાર્મી પાસે ફોન કરાવું થોડીવાર માં. પણ ક્યાં છે એ.? મેં ફરીથી પૂછ્યું. પણ એ ફરી પણ એજ બોલી ફોન કરાવું થોડી વારમાં .

૧૦ મિનીટ પછી ચારુ નો ફોન આવ્યો બોલો ધ્રુમીલ કેમ ફોન કર્યો હતો? ક્યાં હતી તું ? બધું ઠીક છે ને ?

હા ધ્રુમીલ બધું ઠીક જ છે. તારા માટે સરપ્રાયઝ પ્લાન કરતી હતી. તું ચાર્મી મને હવે ગુસ્સે કરી રહી છે તને ખબર છે કે પપ્પાનો કોલ આવ્યો હતો અને એ ખુબજ દુઃખી અવાજે મારી માફી માંગતા હતો અને એવું કેહતા હતા કે ચાર્મીને માફ કરીદો. ચાર્મી હવે હું મમ્મી-પપ્પાની આવી હાલત નહિ જોઈ શકું. પ્લીઝ તું આવું કશું પણ ના કરીશ જેથી એ લોકો દુઃખી થઈને મારી માફી માંગે. તો તું હવે માફ કરીદે ને એમને.!

ચારુતું મને સમજે જ છે કે હું તને શું કહી રહ્યો છું. સારું ચલ હવે રાત્રે મળીયે. તું નીકળે એટલે મેસેજ કરજે. હું પપ્પા ને રેડી કરી દઈશ. સારું bye હું બોલ્યો.

હું ઓફીસનું કામ પતાવી ને ઘરે પહોચ્યો. અને બેગ રેડી કરીને તરત એરપોર્ટ પહોચી ગયો. પણ ફ્લાઈટ ને થોડી વાર હતી. મને એમ થયું કે જલ્દી પહોચીને હું આ બધું પૂરું કરું અને મમ્મી પપ્પા ને કહી ને ચાર્મી ને થોડી સમજાવો આપણા બધા ના જીવ ઉચા કરી નાખે છે. હું પણ એની હા માં હા મિલાવી રહ્યો હતો પણ શું કરતો હું એને કોઈ પણ બાબતે ના કેમ કહી શકું!. જયારે પણ એ કઈ પણ કેહતી હું હા કહીજ દેતો. તો ઘણીવાર તો ગુસ્સે થઇ જતી કે બધા માં શું તમે હા હા કહી દો છો. મને કોઈ દિવસ હા કેહવા માટે મહેનત તો કરવા દો. આમજ વિચારતો હતોને મારી ફલાઈટ માં જવાનો સમય થઇ ગયો. છેલ્લા મેં ચારુ ને કોલ કર્યો. હવે હું આવી રહ્યો છું. ૧ કલાક માં ત્યાં પહોચી જઈશ. ચારુ બહુજ ખુશ હતી કેમ કે બે દિવસ થી એણે બધાજ ને કામે લગાડ્યા હતા.

ફલાઈટ Take OFF થઇ અને હું ત્યાં પહોચીસ અને પછી ના પ્લાનિંગ વગેરે મારા માં વિચારો ચાલતા હતા. પુરા દિવસ નો થાક પણ હતો મારી આંખ લાગી ગઈ અને હું બેંગ્લોર પહોચી ગયો. પપ્પા અને મમ્મી પણ એરપોર્ટ પર આવી ચુક્યા હતા. અમે કારમાં બેસીને જતા હતા મમ્મી માહોલ ને નોર્મલ રાખવા માટે સામાન્ય વાતો કરતી હતી. પણ પપ્પા ખુબજ ચુપ હતા એ કદાચ મારાથી નારાઝ હતા. પણ હું એમજ વિચારતો હતો કે થોડો સમય જ બાકી છે જેવા અમે ઘરે પહોચીશું બધું જ Clear થઇ જશે.

મમ્મી મારી બેગ ઉચકીને ઘર તરફ જતી હતી. હું મમ્મી ને રોકીને બોલ્યો કે એક મિનીટ મમ્મી મારે તમારું કામ છે. પપ્પા કારને લોક કરી ને ઘરમાં જેવા દાખલ થયા અને હું અને મમ્મી પણ તરત જ પાછળ હતા. અને પપ્પા અને ચારુ સામસામે એટલા બધા ખુશ હતા અને હું અને મમ્મી પણ સાથે જોડાયા. અમે મોટે થી પપ્પા ના ફેવરીટ સોંગસ વગાડ્યા. ડાન્સ પણ કર્યો. અને જાણે એક જ મિનીટ માં ૨ દિવસ નો ભાર ઉતરી ગયો. અમે કેક કાપ્યો અને બધા ચારુના મિત્રો પણ અમારી સાથે જ હતા. બહુજ મસ્ત ડેકોરેશન કરેલું હતું.

પપ્પાએ કહ્યું કે ધ્રુમીલ હવે તમે ચારુ ને માફ કરીદો. ચારુ હજી પણ ચુપચાપ ઉભી જ છે. હું હવે ચુપ ના રહી શક્યો અને બોલી પડ્યો કે પપ્પા I am sorry, પણ હું અને ચારુ લડ્યા જ નથી. તમને તો ખબર છે ને એ આવું કર્યા જ કરે છે.

જોયું પપ્પા કેવી લાગી સરપ્રાયઝ! બોલી ને ચારુ પપ્પા ને વળગીને એમની બાજુમાં બેસી ગઈ. અને થોડીજ વાર રહી ને ધીમેધીમે ચારુ ના ફ્રેન્ડસ જવા લાગ્યા અને ચારુ તરત બોલી પડી હજી પણ એક સરપ્રાયસ બાકી છે. હું કઈ બોલું તે પેહલા એ બોલી ધ્રુમીલ I Love You So Much. હું પણ બોલ્યો I Love You Too ચારુ. અને હું આપ બધાને એક વાત કેહવા માંગું છું કે મને વલ્ડટુર કરવી છે અને આપણે બધા ૩ દિવસ પછી જઈ રહયા છે. હું થોડો ગુસ્સે થઇ ગયો. અને બોલ્યો ચારુ તને ખબર છે કે કંપની માં હું ના જાઉ તો શું થાય. સાથે પપ્પા અને મમ્મી પણ બોલ્યા ચારુ તું કઈ પણ વિચાર્યા વગરજ કામ કરે છે.

મમ્મી તમને બધાને જ હું ખૂબજ પ્રેમ કરું છું અને તમને મારાથી થી દુર હું જોઈ નથી શકતી અને મારી આ છેલ્લી જીદ પૂરી કરીલો પછી હું કોઈ પણ જીદ નહિ કરું. પપ્પા બહુજ સમજી ને બોલ્યા કે કાલે સવારે આપને ચર્ચા કરીએ. હું પણ ગુસ્સા માં હતો અને મને પણ એવું લાગ્યું કે મારે ચારુ સાથે એકલામાં વાત કરવી જોઈએ. થોડી વાર પછી અમે રૂમમાં આવી ગયા.

ધ્રુમીલ તને ખબર છે મને વલ્ડટુર નો વિચાર ઘણા વખતથી હતો અને એવું વિચાર્યું પણ હતું કે ૧૦ વર્ષ પછી જઈશું. પણ

પણ શું ચારુ.? હું થોડો ગુસ્સા માં બોલ્યો.

એ મારે તને હમણાં નથી કેહવું. સમય આવશે એટલે તને જાણ થઇ જ જશે. તારે મને મમ્મી પપ્પા ને પણ મનાવવા માટે મદદ કરવી પડશે. ચારુ તું .... ચાર્મી મને ચુપ કરાવતા બોલી ધ્રુમીલ સાચે કહું છું આ મારી છેલ્લી જીદ પૂરી કરવામાં મારી મદદ કર. પછી હું કોઇપણ દિવસ જીદ કરવાની ભૂલ નહિ કરું. હું અને ચારુ થોડી ચર્ચા કર્યા પછી સુવા માટે પડ્યા. અને ચારુ સુતા સુતા પણ એજ રટણ કરતી હતી.

સવારે અમે ૮.૩૦ નાસ્તો કરવા ડાઈનીંગ ટેબલ પર ભેગા થયા. અને ચારુ જાણે આ જ સમય ની રાહ જોતી હોય તેમ બોલવા લાગી કે મારું બધુજ સેવીંગમેં આ ટ્રીપ પર લગાવી દીધું છે અને જો આપણે કેન્સલ કરીશું તો ૬૦% રૂપિયા પાછા નથી આવાના.

પપ્પા ગુસ્સે થી બોલ્યા એટલે ચારુ તું કહે એટલે અમારે હમેશા માટે હા જ કેહવાની! ના પપ્પા એવું ક્યાં છે તમે ના કહી જ શકો છો. પણ સાથે સાથે હું તમને મનાવાનો પ્રયત્ન પણ કરીશ. ચારુ પહેલી વખત રડી પડી. અને ધ્રુસકે ધ્રુસકે રડતા બોલી પપ્પા મારી જીંદગી ની આ છેલ્લી જીદ સમજી ને પ્લીઝ માની જાવ. મેં ધૂમિલ ને પણ પ્રોમિસ આપી છે કે આજ પછી કોઈ સરપ્રાયઝ નહિ,કોઈ પણ જીદ નહિ કરું.

મમ્મી તરતજ ચારુ નો પક્ષ લેતા બોલ્યા છોકરી આટલું કહે છે તો માની જાવ તો સારું. પપ્પા મારી સામે જોઈ ને કદાચ મને એ પૂછતાં હતા કે બોલ બેટા શું જવાબ આપું.

હું એમને જાણતો હતો કે જો મારો જવાબ ના હશે તો તે એમની ના છે તેમ બતાવી ને ચારુ સાથે ઝગડો કરશે પણ એમ નહિ કહે કે ધ્રુમીલ ને લીધે મારી ના છે. પણ ચારુ ની આવી હાલત જોયા પછી મને પણ એમ લાગ્યું કે જઈ આવું જોઈએ.. હું પણ બોલ્યો પપ્પા થોડુ અડજસ્ટ કરીશ તો મારાથી અવાશે. પપ્પા થોડા ગુસ્સામાં હોય તેમ મોટેથી બોલ્યા. સારું ચારુ તુંકહે તેમ પણ આ તારી છેલ્લી જ જીદ હશે.!

ચારુ ખુશી થી બોલી પપ્પા હવે જીદ કરવાની જરૂરજ નહિ પડે. Thank You પપ્પા.

અમે અમારું થોડી શોપિંગ અને પેકિંગ કરીને તૈયારી કરી લીધી. અને ચારુ ની બીજી એક શરત હતી કે કઈ પણ થાય આપણે ટ્રીપ પૂરી કરીને જ પાછા આવીશું. અમે બધા એગ્રીરી થઇ ગયા. અને બાકી નું જે પણ payment કરવાનું હતું તે ચારુ એજ પૂરું કર્યું કેમ કે એની ઈચ્છા એમ હતી કે એ માત્ર રૂપિયા કાઢીને અમને લઇ જાય. અમને કોઈ વાંધો ન હતો કેમ કે ચારુ માટે કોઈ દિવસ અમે રૂપિયા ની ગણતરી કરી જ નહિ.

બે દિવસ તૈયારી માં ક્યાં પુરા થઇ ગયા ખબરજ ના પડી. અમારે પેહલા London ઈથ્રો એરપોર્ટ પહોચવાનું હતું. તો અમે ત્યાં પહોચી ગયા અને ૨ દિવસ ત્યાં રોકાવાનું હતું પણ વાતાવરણ બદલાવને કારણે ચારુ ને સારું નહતું લાગતું હતું. અને એને બહુજ ઉધરસ આવતી અને અનું જે નટખટપણું ધીરેધીરે હું અને પપ્પા મિસ કરતા હતા. હું થોડો ચિડાય પણ જતો અને કેહતો કે તારી ઈચ્છાથી તો આવ્યા છે તું કેમ એવું કરે છે. ચારુ હસી ને બોલી હા મારી ઈચ્છા હમણાં તું પૂરી કર્યા કર. તને એક દિવસ મારી બધી જ વાતો વ્યાજબી લાગશે.

તું આ પહેલીઓ માં બોલવાનું બંધ કર. તો મને સમજાય કે તું કહેવા શું માંગે છે. હું કશું જ કેહવા નથી માંગતી. બસ કય પણ થાય તું અને મમ્મી પપ્પા સાથે રેહજો મારી.

ચારુ તું આવું કેમ બોલે છે? અમે તારી સાથે અને પાસે જ છે. ચારુ હવે બોલતા બોલતા હવે થાકી જાય છે. હું તરતજ બોલ્યો કે આવતી કાલે આપણે સ્વીઝલેન્ડ પહોચીશું તો ત્યાં અપણે સારા ડોક્ટરને બતાવી દઈએ.

ચારુ મારી વાતને avoid કરવા બોલીકે મને ખબર છે કે કેમ એવું થાય છે. નોર્મલી કોઈ વ્યક્તિ વધારે મુસાફરી કરે તો એને એવું નોર્મલી થાય એવું મેં ગુગલ પર વાચ્યું છે. પપ્પા પણ બોલ્યા થોડી તકલીફો મુસાફરી માં રહે છે. ચારુ મમ્મી ને hug કરીને બોલી મમ્મી આજે હું તારા રૂમ માં સુઈ જઉ. મમ્મી કઈ પણ બોલે તે પેહલા બોલી આપને આજે બધા એક જ રૂમ માં રહીશું.

અમે ડીનર પૂરું કરી ને રૂમ માં જતા હતા અને સ્વીઝલેન્ડમાં ઠંડી ખુબજ હતી. ચારુ સામાન્ય કહેવા પુરતું જમી હશે. અને રૂમમાં આવતા ની સાથે જ બેડ પર પડી ગઈ. અને એની આંખો ઘેરવા લાગી અમે બધા એમજ સમજીએ છે કે એ ઊંઘ માં છે. અચાનક મને બુમ પડી ધ્રુમીલ જલ્દી અહીયા આવ. અને બોલી કદાચ હવે તમને જાણ થઇ જશે. પ્લીઝ મને બાથરૂમ માં લઇ જા. હવે એને ચાલવામાં પણ તકલીફ પડતી હતી. બાથરૂમ માં એ લોહી ની ઉલ્ટી કરવા લાગી. અને હું ખુબજ ગભરાય ગયો અને બોલ્યો શું છે આ? ચાલ હમણાં જ ડોક્ટર પાસે જઈને તારી હાલત જો. તને આમાં પણ મજાક સુજે છે.

હું રૂમમાં એને બેડ પર સુવડાવી અને મમ્મી પપ્પા ને બીજા રૂમમાં મળવા ગયો. અને ગળગળા અવાજે ખાલી એટલું જ બોલ્યો પપ્પા ચારુ ..... પપ્પા મને hug કરીને બોલ્યા બેટા ભગવાન ની સામે કોઈ દિવસ આપના જેવા માણસની ક્યાં ચાલ્યું જ છે. હું થોડો વધારે ગુંગળામણ અનુભવ્યો. કે પપ્પા તમને પણ ખબર હતી હું મમ્મી ને સામે પ્રશ્ન કરતો હોય તેમ જોતો હતો. પપ્પા અને મમ્મી મને માનસિક તૈયાર કરવા માટે કદાચ એ લોકો પેહેલેથી જ તૈયાર હતા.

પપ્પા ચારુ? આપણે સારા ડોક્ટર પાસે એને લઇ જઈએ. બેટા ચારુ સાથે મારે આ બધી જ ચર્ચા થઇ ગઈ છે અમે આ સત્ય સ્વીકારી લીધું છે કે ચારુ માત્ર થોડા દિવસ ની મહેમાન છે. અને એ સત્ય તું પણ માની લે તો સારું કેમ કે ચારુ એ જ મને ના પાડી હતી કે પપ્પા મારે હોસ્પિટલ ના બકવાસ રૂમ માં નહિ પણ મારે ફરતા ફરતા અને આપ બધા ની વચ્ચે જીંદગી ને છેલ્લા ક્ષણ સુધી જીવી છે. અને એને ખબર છે કે તું આ સત્ય સ્વીકારી નહિ શકે માટે જ એણે અમને કીધું છે.

મારી બર્થ ડે માટે નહિ પણ તને અહિયાં વલ્ડ ટુર માટે તૈયાર કરવાની સરપ્રાયઝ હતી. બેટા ચારુ તને ખુબજ પ્રેમ કરે છે. તું એની સાથે થોડી વાર શાંતિથી વાત કરી લે. કદાચ સારો સમય ફરી મળે ના મળે.

ચારુ ના રૂમ માં પેસતાની સાથે જ બોલી. જોયું મેં કહ્યું હતું ને કે એક દિવસ બધું તને સમજાય જશે. હું ધ્રુસકે ધ્રુસકે રડતા એક જ વાત બોલ્યો ચારુ તું એ મને પારકો કરી નાખ્યો. મને એક વાર કેહવું તો હતું. કે ....

મારા હોઠ પર હાથ મૂકી ને બોલી. જીવી લે ને આ ક્ષણ ને! પછી હું નહિ રહું તો આ ક્ષણ ને તું યાદ કરીને દુઃખી થઈશ કે આવા સમય પર પણ તું ગુસ્સે હતો.

હું તને ખુબજ પ્રેમ કરું છું અને તારી આંખો માં કોઈ દિવસ આંસુ જોઈ નથી શકતી જયારે આપણે USA માં મળ્યા હતા ત્યારથીજ હું હમેશા એવો જ પ્રયત્ન કરતી કે હું શું કરું તો તારા મુખ પર સ્મિત રહે. અને જિંદગી ના આ સમયે હું મારો પ્રેમને રડતો કેમ મૂકી શકું. હું તારી પાસે હવે કઈ પણ માંગી નહિ સકું કેમ કે મેં વચન આપ્યું હતું કે આ મારી છેલ્લી જીદ હશે. પણ મને પ્રોમિસ કર જો તું કરી શકે તો. હા ચારુ તારે મને આવું પૂછવું પડે? આજે પણ તારી માટે હું મરવા તૈયાર છું. તું બોલ તો ખરી?

હા આજે આજ કેહવું હતું કે તું મરીશ નહિ, પણ મારા માટે જીવજે અને જિંદગી ને માંણજે અને મારી માટે તું બીજા લગ્ન પણ કરજે કેમ કે તને ફીમેલ બાળક બહુજ ગમે છે અને હું તને ના આપી શકી. અને મમ્મી પપ્પા તું કહીશ તો તારી સાથે જ રેહશે. અમને મને વચન આપ્યું છે કે તારા ગયા પછી ધ્રુમીલ જેમ કેહશે તેમ જ અમે બંને રહીશું. અરે એ મારા મમ્મી પપ્પા છે તું એમની ચિંતા ના કરીશ હું એમના પ્રમાણે જ રહીશ. ચારુ તારા વગર ની દુનિયા મને એકલી લાગશે. એટલે તો મમ્મી-પપ્પા સાથે છે. તું ક્યાં એકલો છે.! હું તારા વિચારોમાં, તારા સ્મિતમાં, તારા વર્તનમાં, તારી દરેક બાબત માં હું છું પણ ત્યારે જ હું સાથે હોઈશ જયારે તારા ચહેરા પર સ્મિત હશે.

અચાનક એને શ્વાસ લેવા માં તકલીફ વધવા લાગી. એને મમ્મી પપ્પા ને બોલાવી લેવા માટે કીધું. હું એમણે ફટાફટ રૂમ માંથી બોલાવ્યા મમ્મી ને કીધું કે મને ખોળા માં સુવું છે. પપ્પા ને કહે છે કે તમે મારો હાથ પકડી રાખો. મને બીજા હાથ આપતા કહે છે કે મારો હાથ અને વચન છોડીશ નહિ.... અને આગળ બોલી જય શ્રી..... અને રૂમ માં સનાટો છવાય ગયો. અમેં ત્રણેવ નક્કી કર્યું કે હસીશું તો ચાર્મી સાથે રહેશે. માટે આજે એ વાત ને ૫ વર્ષ થઇ ગયા છે પણ અમે હસી ને જીવન જીવી રહયા છે.

જિંદગી આપણે જેમ જીવી છે તેમ કદાચ ના પણ જીવાય. પણ જે પણ જીવાય ખુમારી અને ઝીંદાદિલી થી જીવાય. સમય અને પરિસ્થિતિ તો બદલાયા કરે છે. તો એવું જીવો કે ઉદાહરણ બની જાવ.

Bimal Thakkar

Email Id: bimalthakkar86@gmail.com

(Managing Director of Theta One School Of Science & Founder of Human Wings & CEO of VIPO)