Collage pachhi - 4 books and stories free download online pdf in Gujarati

કોલેજ પછી - ૪

પાછલા ભાગ માં
વૃંદા રુદ્ર સાથે સુરત ફરવા જાઈ છે. બંને હગ કરીને સુવે છે. રુદ્ર વૃંદા ને ટેડી ગીફ્ટ આપે છે.

હવે આગળ :
બંને સુરત થી પાછા અમદાવાદ આવી જાઈ છે અને ઓફીસ જઈ ને કામ કરવા લાગે છે. પરંતુ રુદ્ર ના મન માં તો વૃંદા ના જ વિચારો આવે છે. વૃંદા એને હગ કરીને સુતી હતી એ યાદ આવે છે. બાળકો ની જેમ બીચ પર પાણી સાથે રમત કરતી હતી એ બધું યાદ કરે છે અને એકલો એકલો હસવા લાગે છે.

જેમ જેમ દિવસો વીતે છે તેમ તેમ વૃંદા અને રુદ્ર બંને એક-બીજા ની વધુ નજીક આવતા જાઈ છે. વૃંદા એના રૂમ પર રસોઈ બનાવતી એટલે ક્યારેક રુદ્ર માટે નાસ્તો બનાવી ને લઈ જાઈ છે. વિક માં એક વાર લોંગ ડ્રાઈવ પર જવાનું અને મળવાનું તો રોજ. વૃંદા રુદ્ર ની નાની નાની બાબતો નું ધ્યાન રાખે છે. એના ઉઠવા થી લઈ ને જમવાનું અને ટાઇમ પર સુઈ જવાનું.

બંને એક-બીજા માટે ફક્ત ફ્રેન્ડ થી કઈક વધુ બની ગયા હતા પણ કદાચ એમને પોતાને જ ખબર ન હતી. એમની આસપાસ વાળા લોકો ઘણી વાર કહેતા પણ ખરા પણ રુદ્ર અને વૃંદા “અમે બંને ખાલી ફ્રેન્ડસ છીએ” એવું કહીને વાત ત્યાં જ ખતમ કરી દેતા. બંને ને એક દિવસ પણ વાત કર્યા વગર કે મળ્યા વગર નાં ચાલતું. એક ને કાઈ થયું હોય તો બીજું એની ચિંતા માં જમવાનું છોડી દે.

એક દિવસ સવાર માં વૃંદા નો ફોન આવ્યો.

રુદ્ર : good morning ઢીંગલી.
વૃંદા : શું good morning યાર.. મને તો સવાર સવાર માં ટેન્શન આવી ગયું.
રુદ્ર : કેમ શું થયું..??
વૃંદા : તું અડધી કલાક માં મને કેફે માં મળ. ત્યાં કહું બધું.
રુદ્ર : આવ હમણાં.

રુદ્ર થોડી વાર પછી કેફે માં પહોચી જાઈ છે. વૃંદા ત્યાં બેઠી હોય છે. રુદ્ર એની બાજુ માં જઈ ને બેસે છે. થોડી વાર સુધી બંને માંથી કોઈ કાઈ બોલતું નથી. આખરે રુદ્ર બોલે છે.

રુદ્ર : હવે બોલીશ શું ટેન્શન આવી ગયું તને..??

વૃંદા કાઈ બોલ્યા વગર જ રુદ્ર ને ફોન માં એક છોકરા નો ફોટો બતાવે છે.

રુદ્ર : આ કોણ છે..??
વૃંદા : પપ્પા ના બીસનેસ ફ્રેન્ડ અમિત અંકલ નો છોકરો છે.
રુદ્ર : તો..??
વૃંદા : અંકલ એના લગ્ન ની વાત કરતા હતા પપ્પા ને મારી સાથે.
રુદ્ર : (એને થોડો આઘાત લાગે છે આ વાત સાંભળીને...) તો અંકલ એ શું કહ્યું..??
વૃંદા : અત્યારે તો પપ્પા એ એવું કહ્યું છે કે વૃંદા ને પૂછીને જવાબ આપે.
રુદ્ર : તો તારો શું વિચાર છે..??
વૃંદા : ખબર નહી રુદ્ર. મને તો કાઈ સમજાતું નથી.
રુદ્ર : એ છોકરો શું કરે છે..??
વૃંદા : પુણે માં એક કંપની માં સોફ્ટવેર એન્જીનીયર છે.
રુદ્ર : તું મળી છો ક્યારેય એને.??
વૃંદા : ના હું ક્યારેય નથી મળી એને. એટલે જ તો નથી સમજાતું શું કરું..
રુદ્ર : (વૃંદા નો હાથ પકડીને..) મને એક વાત નો જવાબ આપ. તું અત્યારે લગ્ન કરવા માટે રેડી છો..?? વિચારી ને જવાબ આપજે વૃંદા. લગ્ન બહુ મોટી જવાબદારી છે. તું એ લેવા રેડી છો અત્યારે.
વૃંદા : ના રુદ્ર, હજી મારે મારું કેરિયર બનાવું છે.
રુદ્ર : તો બસ. અંકલ ને કહી દે કે હજી તારે મેરેજ નથી કરવા.
વૃંદા : પણ પપ્પા કારણ પૂછશે તો હું શું કહીશ..?
રુદ્ર : જે હમણાં મને કહ્યું એ. હું જ્યાં સુધી અંકલ ને ઓળખું છું ત્યાં સુધી હું એટલું તો કહી જ શકું કે એ તારી વાત સમજશે.
વૃંદા : સાચે..??
રુદ્ર : હા સાચે. તું એક વાર વાત તો કર એમની સાથે.
વૃંદા : ઓકે હું વાત કરીશ આજે રાત્રે.
રુદ્ર : good girl. હવે ઓફીસ જવું છે કે નહી..??
વૃંદા : જવું જ પડશે ને યાર.
રુદ્ર : તો ચાલ હવે.

બંને કેફે માંથી બહાર નીકળે છે અને પોત-પોતાની ઓફીસ જતા રહે છે. રાત્રે વૃંદા રુદ્ર ને ફોન કરે છે ત્યારે એના અવાજ માં પહેલા જેવી જ ખુશી હોય છે.

વૃંદા : રુદ્ર પપ્પા માની ગયા.
રુદ્ર : મેં તો પહેલા જ કહ્યું હતું કે અંકલ માની જ જશે.
વૃંદા : હા યાર. થેંક યુ.
રુદ્ર : આપડી વચ્ચે હવે થેંક યુ પણ આવે એમ ને..?? (રુદ્ર મસ્તી માં થોડો ગુસ્સા માં હોય એ રીતે બોલે છે.)
વૃંદા : ના ના ભૂલ થઈ ગઈ. હવે ક્યારેય નહી કહું બસ.
રુદ્ર : હા એમ.
વૃંદા : પણ રુદ્ર જો પપ્પા નાં માન્યા હોત તો..??
રુદ્ર : તો શું..?? તારા લગ્ન થઈ જાત પહેલા પુણે વાળા સાથે બીજું શું.
વૃંદા : અને પછી હું પુણે જતી રેત. તારા થી દુર.

આ સાંભળી ને રુદ્ર વિચાર કરવા લાગે છે અને કઈ બોલતો નથી. કાઈ જવાબ ના મળતા વૃંદા પૂછે છે.

વૃંદા : ક્યાં ખોવાઈ ગયો રુદ્ર..??
રુદ્ર : (વૃંદા નો અવાજ સાંભળી ને રુદ્ર વિચારો માંથી પાછો આવે છે.) ક્યાય નહી બસ વિચારતો હતો.
વૃંદા : શું વિચારતો હતો..?
રુદ્ર : કાઈ નહી વૃંદા. હમણાં થોડું કામ છે પછી વાત કરું હું તારી સાથે.
વૃંદા : ઓકે bye
રુદ્ર : bye

વૃંદા ફોન મુકીને સોંગ સાંભળવા લાગે છે પણ રુદ્ર હજી વિચાર માં જ ખોવાયેલો છે. ખરેખર એને વૃંદા ના શબ્દો એ ઊંડા વિચાર માં નાખી દીધો હોય છે. એ વિચાર કરવા લાગે છે કે વૃંદા ના લગ્ન પછી એનું શું થશે.? આટલા ટાઇમ માં એને વૃંદા ની સાથે રેહવાની ટેવ પડી ગઈ છે. સવાર-સાંજ બસ વૃંદા જ તો છે એના જીવન માં. એનો અવાજ સાંભળીને ઊઠવાનું, એનો અવાજ સાંભળીને સુવાનું, ઓફીસ થી ફ્રી થઈ ને એને મળવાનું. એક દિવસ પણ એવો નથી ગયો છેલ્લા ૪-૫ મહિના માં કે જયારે બંને મળ્યા નાં હોય. વૃંદા થી દુર જવાના વિચાર માત્ર થી રુદ્ર ડરી ગયો આજે. થોડી વાર વિચારીને એને નક્કી કર્યું કે કાલ થી વૃંદા સાથે ઓછું બોલશે. એટલા માટે નહી કે એને દુર જવું છે વૃંદા થી પણ રુદ્ર જોવા માંગતો હોય છે કે એ વૃંદા થી કેટલો સમય દુર રહી શકે છે. દુર રહી શકે છે કે નહી.

બીજા દિવસ થી જ રુદ્ર વૃંદા સાથે ઓછી વાત કરે છે. વૃંદા ફોન કરે તો કામ માં છું પછી ફોન કરું એમ કહી ને ફોન મૂકી દ્યે. આજે એને મેસેજ માં પણ ઓછી વાત કરી. રાત્રે મળવાની પણ નાં પાડી દીધી. વૃંદા ને થયું કે ઓફીસ માં કામ વધુ હશે એટલે એ આવું કરે છે. બીજા દિવસે પણ રુદ્ર એ એવું જ કર્યું. આજે પણ વૃંદા ને થયું કે કામ હશે. પણ સતત ૩-૪ દિવસ રુદ્ર એ સરખી વાત નાં કરી વૃંદા સાથે, મળ્યો પણ નહી. એટલે વૃંદા ને કઈક ગરબડ હોય એવું લાગ્યું. એને જાણવું હતું કે રુદ્ર આવું કેમ કરે છે.? કેમ નથી મળતો.? પણ જાણવું કઈ રીતે.? રુદ્ર વાત કરે તો પૂછે ને એને. ઘણું વિચારીને વૃંદા એક પ્લાન બનાવે છે.

બીજે દિવસે વૃંદા એક પણ મેસેજ નથી કરતી. આટલા દિવસ થી રુદ્ર એની સાથે વાત નતો કરતો પણ વૃંદા માં મેસેજ થી એને એક વાત ની શાંતિ થતી કે ઠીક છે. પણ આજે તો મેસેજ જ નાં આવ્યો વૃંદા નો એટલે રુદ્ર ને ચિંતા થઈ કે બધું બરાબર તો હશે ને. સવાર ની બપોર થઈ અને હવે તો સાંજ થવા આવી પણ હજી વૃંદા નો મેસેજ નાં આવ્યો. હવે રુદ્ર ની ચિંતા વધી ગઈ. સાંજે ૭ વાગ્યા પણ હજી વૃંદા તો ના તો કોઈ મેસેજ આવ્યો ના તો ફોન. હવે રુદ્ર ની ધીરજ ખૂટી અને એને વૃંદા ને ફોન કર્યો. પહેલી રીંગ માં ફોન ના રીસીવ કર્યો. રુદ્ર ની ચિંતા વધી ગઈ કેમકે આજ પહેલા એવું ક્યારેય નતું બન્યું કે રુદ્ર એ ફોન કર્યો હોય અને વૃંદા એ રીસીવ ના કર્યો હોય. આજે પહેલી વાર એવું બન્યું. રુદ્ર એ બીજી વાર ફોન કર્યો. આ વખતે વૃંદા એ ફોને રીસીવ કર્યો.

રુદ્ર : ક્યાં છો તું.? આજે એક ભી મેસેજ નાં કર્યો તે એન્ડ એક ફોન પણ નાં કર્યો. હવે કઈક બોલીશ કે આમ જ ચુપ રહીશ.?
વૃંદા : તું બોલવા દે તો બોલું ને.
રુદ્ર : હા બોલ હવે.
વૃંદા : એમાં એવું છે ને કે હું સવારે ઓફીસ જતી હતી ત્યારે એકસીડન્ટ થઈ ગયું.
રુદ્ર : શું.? એકસીડન્ટ.? ક્યાં.? કેવી રીતે.? વાગ્યું તો નથી ને તને.?
વૃંદા : અરે અરે બસ બસ. એક સાથે કેટલા સવાલ પૂછીશ તું મને.?
રુદ્ર : તું મને મળ. અત્યારે જ.
વૃંદા : પણ રુદ્ર અત્યારે..??
રુદ્ર : મારે તારી કોઈ વાત નથી સંભાળવી. તું મને મળ અત્યારે જ. હું હમણાં આવું છું તને લેવા.
વૃંદા : ઓકે આવું છું.

બંને ફોન મુકે છે. ૧૦ મિનીટ પછી રુદ્ર નો ફોન આવ્યો. વૃંદા એને મળવા રોડ પર આવે છે. રુદ્ર એને લઈ ને બાજુ ના ગાર્ડન માં આવે છે. બંને એક બેંચ પર બેસે છે.

રુદ્ર : હવે બોલ કેવી રીતે થયું આ બધું.?
વૃંદા : શું થયું.? કાઈ નથી થયું.
રુદ્ર : ખોટું નાં બોલ વૃંદા. એકસીડન્ટ કેવી રીતે થયું એ બોલ.
વૃંદા : એકસીડન્ટ થયું જ નથી.
રુદ્ર : પણ તે ફોન માં તો કહ્યું કે સવારે તારું એકસીડન્ટ થયું.
વૃંદા : એતો મેં ખોટું કહ્યું હતું તને.
રુદ્ર : ખોટું.? પણ કેમ.?
વૃંદા : તો હું બીજું શું કરું રુદ્ર. તું ૩-૪ દિવસ થી મને ઇગ્નોર કરતો હતો. ના તો મારી સાથે ફોન માં વાત કરતો હતો ના તો મેસેજ ના રીપ્લાય કરતો. તને ખબર છે મને તારી કેટલી યાદ આવતી હતી. (વૃંદા રડવા લાગે છે.)
રુદ્ર : અરે પાગલ એમાં રડવાનું ના હોય. (રુદ્ર બંને હાથ થી વૃંદા નો ફેસ પકડે છે.) તને ખબર છે હું તારી સાથે કેમ વાત નતો કરતો.
વૃંદા : નાં. તે કાઈ કહ્યું નહી બસ ખાલી વાત કરવાનું બંધ કરી દીધું.
રુદ્ર : સંભાળ. (વૃંદા ના હાથ પોતાના હાથ માં લઈ ને.) તે દિવસે તે કહ્યું હતું ને કે તારા મેરેજ થઈ જશે પછી તું મારા થી દુર જતી રઈશ. એટલે હું જોવા માંગતો હતો કે હું તારા થી દુર રહી શકું છું કે નહી.
વૃંદા : પણ આવી રીતે રુદ્ર.? તને ખબર છે ને તારી સાથે વાત નાં થાઈ તો મને નથી ગમતું. અને એ તો મેં મસ્તી માં કહ્યું હતું.
રુદ્ર : પણ વૃંદા એ સાચું જ છે ને. તારા મેરેજ થઈ જશે તો પછી આપડે નહી મળી શકી ને.
વૃંદા : ત્યારનું ત્યારે જોયું જાશે. તું અત્યાર થી એના વિચાર કેમ કરે છે.? હજી મારે મેરેજ નથી કરવા તને તો ખબર જ છે ને.
રુદ્ર : હા મને ખબર છે પણ.
વૃંદા : પણ બણ કાઈ નહી. જ્યાં સુધી સાથે છીએ ત્યાં સુધી બીજી વાર તું આવું ક્યારેય નહી કરે પ્રોમિસ આપ મને.
રુદ્ર : વૃંદા..
વૃંદા : મારે કાઈ નથી સાંભળવું. પ્રોમિસ આપ મને કે તું મારી સાથે વાત કરવાનું ક્યારેય બંધ નહી કરે.
રુદ્ર : અચ્છા બાબા પ્રોમિસ બસ. ખુશ..??
વૃંદા : ખુશ નહી ડબલ ખુશ.

બંને હસવા લાગે છે અને એક-બીજા ને હગ કરી લે છે.

વૃંદા : પણ તે આટલા દિવસ મારી સાથે વાત નાં કરી એની સજા મળશે તને.
રુદ્ર : હુકમ કરો રાજકુમારી. શું સજા છે અમારી..?
વૃંદા : તારે મને આઇસક્રીમ ખવડાવું પડશે.
રુદ્ર : બસ આટલી જ વાત. ચાલ હમણાં ખવડાવું.

બંને આઇસક્રીમ ખાવા જાઈ છે. પછી રુદ્ર વૃંદા ને એના ઘરે મૂકી ને પોતે પણ પોતાના ઘરે જતો રયે છે. આજે ઘણા દિવસ પછી પાછા બંને મળ્યા હોવાથી બંને ના ચહેરા પર અલગ જ ખુશી હોય છે. વૃંદા આજે રુદ્ર એ ગીફ્ટ કરેલા ટેડી ને હગ કરીને સુવે છે. રુદ્ર પણ વૃંદા ના વિચાર કરતો કરતો ક્યારે સુઈ જાઈ છે એની ખબર જ નથી પડતી.