College Pachhi - 5 books and stories free download online pdf in Gujarati

કોલેજ પછી - ૫

પાછલા ભાગ માં :
વૃંદા માટે એના પપ્પા એક છોકરો જોવે છે પણ એ હમણાં લગ્ન કરવાની ના પાડે છે. રુદ્ર થોડા દિવસ વૃંદા સાથે વાત નથી કરતો એટલે વૃંદા ખોટું બોલીને એને મળે છે.

આગળ :
બંને ફરીથી એક-બીજા સાથે પહેલા ની જેમ વાતો કરવા લાગે છે. રુદ્ર ને દિલ ના કોઈક ખૂણે વૃંદા થી દુર જવાનો ડર હોઈ છે પણ જેટલો સમય સાથે છે એટલો સમય એન્જોય કરવાનું વિચારી એ ડર કાઢી નાખે છે. બીજી તરફ વૃંદા પણ રુદ્ર ની વધુ કેર કરવા લાગે છે. આ વાત ને ૨-૩ મહિના થઈ ગયા. રોજ ની જેમ આજે પણ વૃંદા ના ફોન થી રુદ્ર ઉઠે છે.

રુદ્ર : good morning.
વૃંદા : good morning...
રુદ્ર : શું વાત છે, આજે તો મેડમ ખુબ ખુશ લાગે છે..??
વૃંદા : ખુશી ની જ વાત છે એટલે ખુશ જ હોવાની ને.
રુદ્ર : અમને પણ જણાવો તમારી ખુશી પાછળ નું રહસ્ય.
વૃંદા : હું ફઈ બની ગઈ.
રુદ્ર : અરે વાહ. ખરેખર આતો ખુશી ની વાત છે. congratulation.
વૃંદા : thank you. અને સાંભળ આવતી ૧૧ તારીખે મારા ઘરે રાંદલ છે અને તારે આવવાનું છે.
રુદ્ર : પણ હું ત્યાં આવીને શું કરું..??
વૃંદા : મેં તને પૂછ્યું નથી, કહ્યું છે કે તારે આવવાનું છે. પપ્પા એ ખાસ તને લઈ આવવાનું કહ્યું છે. એટલે તારે આવવું તો પડશે જ.
રુદ્ર : ઓકે મારી માં. હું આવીશ બસ.
વૃંદા : good boy. ચાલ હવે ઉઠ અને ઓફીસ માટે રેડી થા.
રુદ્ર : ઓકે bye.
વૃંદા : bye.

જોત-જોતા માં ૧૦ તારીખ આવી ગઈ. રુદ્ર અને વૃંદા બંને ૧૦ તારીખે જ નીકળી જવાના છે. બંને બસ માં વાતો કરે છે.

વૃંદા : તે ટ્રેડીશનલ કપડા લીધા છે ને.?
રુદ્ર : હા લીધા છે. તે ગરબા નું કહ્યું હતું એટલે લેવા તો પડે જ ને.

વૃંદા રુદ્ર ને પોતાના પરિવાર વિશે વાત કરે છે. થોડી વાર બંને સોંગ સાંભળે છે. વૃંદા સોંગ સાંભળતા સાંભળતા જ સુઈ જાઈ છે. સુતી વખતે વૃંદા એકદમ નાના બાળક જેવીજ લાગે છે. રુદ્ર બસ એને જોતો જ રહે છે. થોડી વાર પછી બસ એક જગ્યા એ ઉભી રહે છે. રુદ્ર નાસ્તો લેવા માટે નીચે ઉતરે છે. થોડી વાર પછી વૃંદા ની ઊંઘ ઉડે છે અને રુદ્ર ને નાં જોતા એ ટેન્શન માં આવી જાઈ છે. એ નીચે ઉતરતી હોય છે ત્યાં જ એને રુદ્ર મળી જાઈ છે.

વૃંદા : (ગુસ્સા માં..) આમ અચાનક કહ્યા વગર ક્યાં જતો રહ્યો હતો તું..?? હું કેવી ડરી ગઈ હતી ખબર છે તને.
રુદ્ર : શાંત ગદાધારી ભીમ શાંત. હું નાસ્તો લેવા ગયો હતો.
વૃંદા : તો કહી ને તો જવાય ને.
રુદ્ર : તું સુતી હતી અને તને ઉઠાડવાનું મન ના થયું. એટલે ના કહ્યું. પણ મને થોડી ખબર હતી કે તું ઉઠી જઈશ.
વૃંદા : હવે પછી કહીને જાજે.
રુદ્ર : હા માતે હા. હવે નાસ્તો કરીએ કે પછી આમ ભૂખ્યા રહેવાનો વિચાર છે તમારો..?
વૃંદા : ચાલ સીટ પર બેસીને નાસ્તો કરીએ.

બંને પોતાની જગ્યા પર બેસીને નાસ્તો કરવા લાગે છે. થોડી વાર માં બસ પણ ચાલવા લાગે છે અને બંને પાછા વાતો માં લાગી જાઈ છે. લગભગ ૪ કલાક પછી બંને રાજકોટ પહોચે છે. રાજકોટ થી થોડે દુર હતા ત્યાં જ વૃંદા એ એના નાના ભાઈ નિખીલ ને ફોન કરી દીધો હોય છે એટલે એ પહેલે થી જ બંને ને લેવા આવી જાઈ છે. વૃંદા નિખીલ અને રુદ્ર ની ઓળખાણ કરાવે છે અને બધા ઘર તરફ જવા માટે નીકળી જાઈ છે. ઘરે પહોચી ને વૃંદા બધા ને મળે છે અને રુદ્ર ની બધા સાથે ઓળખાણ કરાવે છે. વૃંદા ના પપ્પા પ્રવીણભાઈ અને મમ્મી રેખાબેન રુદ્ર ને જોઈ ને ખુબ ખુશ થાય છે.

પ્રવીણભાઈ : બેટા તું આવ્યો એ અમને ખુબ ગમ્યું.
રુદ્ર : અંકલ મને પણ તમને બધા ને મળી ને મજા આવી.
રેખાબેન : વૃંદા ઘણી વાર તારી વાત કરતી હોય અમને. ખુબ વખાણ કરે એ તારા.
રુદ્ર : આંટી એતો છે જ એવી. કોઈના માટે ક્યારેય ખરાબ નથી બોલતી એ.
વૃંદા : બસ બસ હવે મારા વખાણ બઉ થઈ ગયા. તું હવે ફ્રેશ થઈ જા. પછી આપડે કઈક જમી લઈએ.
રેખાબેન : (એક રૂમ તરફ આંગળી બતાવતા...) જો બેટા પેહલો રૂમ નિખીલ નો છે. તારા રેહવાની સગવડ ત્યાં જ કરી છે. તમે બંને ફ્રેશ થઈ જાવ ત્યાં સુધી માં હું તમારા માટે જમવાનું ગરમ કરી લાવું.

બંને પોત-પોતાના રૂમ માં જાઈ છે. રેખાબેન રસોડા તરફ જાઈ છે તો પ્રવીણભાઈ ફોન પર વાત કરવા લાગે છે. થોડી વાર પછી બંને ફ્રેશ થઈ ને આવે છે અને ડાઈનીંગ ટેબલ પર બેસીને જમવા લાગે છે. જમીને રુદ્ર નિખીલ ને કામ માં મદદ કરે છે અને વૃંદા એના મમ્મી ની મદદ કરવા લાગે છે. રાત્રે જમીને બધી લેડીઝ મહેંદી કરાવા લાગે છે. થોડી વાર પછી રુદ્ર ત્યાં આવે છે અને વૃંદા ને મહેંદી લગાવતી જોઈ ને એની પાસે જાઈ છે. વૃંદા એને જોઈ ને સ્માઈલ કરે છે અને ઈશારા થી પોતાની બાજુ માં બેસવા કહે છે.

રુદ્ર : વૃંદા બધી લેડીઝ તો એમના પતિ ના નામ ની મહેંદી કરાવે છે. તું કોના નામ ની કરાવીશ.? પહેલા પુણે વાળા ના નામ ની..?
વૃંદા : હું કોઈ નું નામ નહી લખાવું મારી મહેંદી માં.
રુદ્ર : એમ થોડું ચાલે. કોઈક નું નામ તો લખવું પડે ને.
વૃંદા : ના એવું કાઈ ફરજીયાત નહી હો.
રુદ્ર : ફરજીયાત નહી પણ કોઈ નું લખવું હોય તો કોનું નામ લખીશ.?
વૃંદા : અરે પણ મારે પતિ કે બોયફ્રેન્ડ નહી તો કોનું નામ લખું ભૂત.? કોઈ નું નહી લખું.
રુદ્ર : અરે પણ એમાં ગુસ્સે શું થઈ ગઈ. હું તો મજાક કરતી હતી. અચ્છા સાંભળ તારે મારું નામ લખવું હોય તો લખાવી લેજે. મને ખોટું નહી લાગે.
વૃંદા : તું જા અહિયાં થી નહીતર આ મહેંદી વાળા હાથ થી લાફો મારી દઈશ તને. પછી એવું મોઢું લઈ ને ફરજે બધા સામે.
રુદ્ર : મને ખબર તું એવું નહી કરે કેમકે તને મહેંદી ખરાબ થાય એ નથી ગમતું.
વૃંદા : અને એટલે તું મને હેરાન કરવા આવી ગયો અહિયાં.
રુદ્ર : મારું તો કામ જ તને હેરાન કરવાનું છે ને.

એટલા માં નિખીલ ત્યાં આવે છે.

નિખીલ : અરે રુદ્ર તું અહિયાં છે, હું તને ક્યાર નો ગોતું છું. ચાલ મારી સાથે થોડી વસ્તુ લેવા જવાની છે.
વૃંદા : હા લઈ જા આને એટલે મને હેરાન ના કરે.
રુદ્ર : હેરાન તો હું તને આખી જીંદગી કરવાનો.
વૃંદા : બઉ ડાહ્યો.

રુદ્ર અને નિખીલ હસતા હસતા ત્યાં થી જતા રહે છે.

મહેંદી વાળા દીદી : શું નામ છે એમનું..? કહો એટલે લખી દઉં.
વૃંદા : અરે ના ના. એતો મારો ફ્રેન્ડ છે.
મહેંદી વાળા દીદી : અચ્છા. તમને બંને જોઈ ને તો એવું લાગ્યું કે એ તમારો બોયફ્રેન્ડ છે.
વૃંદા : ના ના એવું કઈ નથી.

મહેંદી કરીને બધા ફ્રી થાય છે એટલા માં બધા જેન્ટ્સ પણ ત્યાં આવી જાઈ છે. બધા બેસી ને વાતો કરવા લાગે છે. થોડી વાર વાતો કરીને બધા પોત-પોતાના રૂમ માં સુવા માટે જતા રહે છે.

બીજે દિવસે સવારે બધા વહેલા ઉઠીને રેડી થઈ જાઈ છે. રુદ્ર એ લાલ રંગ નો કુર્તો અને કાળા રંગ ની જીન્સ પહેર્યું છે. ડાબા હાથ માં ઘડિયાળ અને લાલ રંગ ની મોજડી માં એ ખુબ જ હેન્ડસમ લાગે છે. વૃંદા એ આજે લીલા રંગ નો બેકલેસ ડ્રેસ પહેર્યો છે. કાન માં મોટા મોટા ઇઅરરિંગ્સ, કમર સુધી ના ખુલા લાંબા વાળ, જમણા હાથ માં લીલા રંગ ની બંગડી અને ડાબા હાથ માં એજ રંગ ની બ્રેસલેટ વાળી ઘડિયાળ. જાણે કોઈ અપ્સરા હોઈ એવી લાગે છે આજે વૃંદા.

રુદ્ર : અરે વાહ. કહેવું પડે હો બાકી. આજે તો બઉ મસ્ત લાગે છે ને તું તો.
વૃંદા : તું પણ મસ્ત લાગે છે. જોજે કોઈ છોકરી આવીને પ્રપોઝ ના કરી જાય તને.
રુદ્ર : અમારા એવા નસીબ ક્યાં. એ વાત નું ધ્યાન તો તારે રાખવાનું છે. આજે તો મહેમાન માં જેટલા છોકરા આવશે એ બધા તારા પર ઘાયલ થઈ જવાના છે.
વૃંદા : બસ બસ મસ્કા નહી માર. મારે ઘણું કામ છે.

વૃંદા જવા લાગે છે ત્યાં અચાનક રુદ્ર એને પાછળ થી બોલાવે છે.

રુદ્ર : વૃંદા સાંભળ.
વૃંદા : બોલ ફટાફટ.
રુદ્ર : એક મિનીટ મારી સાથે રૂમ માં આવ.
વૃંદા : રુદ્ર મારે મોડું થાય છે. મહેમાન આવતા જ હશે હમણાં. જે બોલવું હોય એ અહિયાં જ બોલ.
રુદ્ર : ઓકે. તો હું એમ જણાવા માગું છું તમને મહોતરમાં કે તમારા ડ્રેસ ની પાછળ ની દોરી તમે બાંધતા ભૂલી ગયા છો.
વૃંદા : (હાથ થી પાછળ ચેક કરે છે.) અરે હા સાચે હું ભૂલી ગઈ.
રુદ્ર : એટલે જ તો રૂમ માં બોલાવતો હતો કે ત્યાં તને દોરી બાંધી દઉં પણ તમારે તો અહિયાં જ સાંભળવું છે બધું.
વૃંદા : તો હવે રાહ કોની જોવે છે. ચાલ ફટાફટ બાંધી દે.

વૃંદા અને રુદ્ર વૃંદા ના રૂમ માં જાઈ છે. વૃંદા રુદ્ર તરફ પીઠ કરી ને ઉભી છે અને બધા વાળ આગળ લઈ લ્યે છે. બેકલેસ ડ્રેસ માં એની પીઠ મસ્ત લાગતી હોય છે. રુદ્ર થોડી વાર માટે જોતો જ રહે છે. અચાનક વૃંદા ના અવાજ થી એ ભાન માં આવે છે.

વૃંદા : શું વિચારે છે..? જલ્દી બાંધી દે.

રુદ્ર દોરી હાથ માં લ્યે છે અને બાંધવા લાગે છે. દોરી બાંધતા રુદ્ર નો હાથ વૃંદા ની પીઠ ને અડે છે અને બંને ની આંખો સામે રાખેલા અરીસા માં મળે છે. બંને એક બીજા ની આંખો માં ખોવાઈ જાઈ છે. કોઈ કઈ બોલતું નથી કેમકે હવે બોલવાનો વારો આંખો નો છે. દોરી બાંધી ને અજાણતા જ રુદ્ર વૃંદા ને એવી જ રીતે હાથ થી પકડી લ્યે છે અને ધીમે ધીમે એનો ફેસ વૃંદા ની ગરદન પાસે આવી જાય છે. વૃંદા એની ગરદન પર રુદ્ર ના ગરમ શ્વાસ મહેસુસ કરે છે અને અચાનક જ એની આંખો બંધ થઈ જાઈ છે. ત્યાં જ રુદ્ર નો ફોન વાગે છે અને બંને ને વાસ્તવિકતા નું ભાન થાય છે. બંને એક-બીજા થી અલગ પડે છે પણ કોઈ કઈ બોલતું નથી. બંને માંથી કોઈ ને સમજાતું નથી કે આ શું થતું હતું. થોડી વાર પછી રુદ્ર સોરી કહી ને ત્યાં થી જતો રહે છે. વૃંદા બસ એને જતા જોવે છે.

ધીમે ધીમે બધા મહેમાન આવવાનું ચાલુ થઈ જાય છે. રુદ્ર અને વૃંદા બંને પોત-પોતાના કામ માં વ્યસ્ત થઈ જાય છે પણ વચ્ચે વચ્ચે ક્યારેક આંખ મળે ત્યારે સવારે બનેલી ઘટના યાદ આવી જાય છે. મહેમાન આવી જતા રાંદલ ની વિધિ પણ ચાલુ કરી દેવામાં આવે છે. વૃંદા એક છોકરા સાથે ઉભી ઉભી હસતા હસતા વાત કરે છે એ રુદ્ર જોઈ જાઈ છે. ખબર નહી કેમ આજે રુદ્ર ને પહેલી વાર વૃંદા નું આ રીતે કોઈ છોકરા સાથે વાત કરવું નથી ગમતું. વૃંદા જેવી વાત પૂરી કરીને આવે છે રુદ્ર એને મળવા જાઈ છે.

રુદ્ર : કોણ હતું એ..?
વૃંદા : કોણ..??
રુદ્ર : એ છોકરો જેની સાથે તું હમણાં હસી હસી ને વાત કરતી હતી..?
વૃંદા : અચ્છા એ. એતો મારો દુર નો કઝીન હતો. પણ તું કેમ આવું પૂછે છે..??
રુદ્ર : કઈ નહી આતો તને એવી રીતે વાત કરતા જોઈ એટલે પૂછ્યું.
વૃંદા : don’t worry એ કઈ મારો બોયફ્રેન્ડ નતો કે તું આટલો જેલસ ફિલ કર.
રુદ્ર : હું કઈ જેલસ ફિલ નથી કરતો. અને હું શું કામ જેલસ ફિલ કરું..? મને ખબર છે એવું કાઈ હોય તો તું બધા ની પહેલા મને આવી ને કહે.
વૃંદા : એકદમ સાચું બોલ્યો. હવે વાતો પછી કરીશું ઘણું કામ છે. bye
રુદ્ર : bye.

જોતજોતા માં રાંદલ ની વિધિ પૂરી થઈ જાઈ છે. બધા જમી ને રાત ના ગરબા ની તૈયારી કરવા લાગી જાઈ છે.

રાત્રે વૃંદા એ બ્લુ રંગ ના ચણીયાચોલી પહેર્યા છે. વાળ ને એક બાજુ હેરસ્ટાઈલ થી બાંધી દીધા છે. કાન માં બ્લુ રંગ ની ઇઅરરિંગ્સ અને બંને હાથ માં એ જ રંગ ની બંગડી. રુદ્ર એ પણ અત્યારે બ્લુ રંગ નો કુર્તો પહેર્યો છે. બંને ની નજર એક-બીજા પર પડતા અનાયાસ થયેલા આ મેચિંગ થી બંને હસવા લાગે છે.

રેખાબેન : અરે વાહ. બંને ફ્રેન્ડ એ મેચિંગ કર્યું એમ ને.
વૃંદા : અરે ના મમ્મી. આતો અચાનક થઈ ગયું. બાકી મને જો ખબર હોત કે આ પાગલ બ્લુ કુર્તો પહેરવાનો છે તો હું બીજા ચોલી પહેરત.
રુદ્ર : હા તો મને પણ કાઈ શોખ નથી તારી સાથે મેચિંગ કરવાનો હો.
વૃંદા : હા તો ચેંજ કરી આવ જા.
રુદ્ર : હું તો આ એક જ લાવ્યો છું. એટલે ચેંજ નહી કરું. તું કરી લે.
વૃંદા : મારે આજ ચોલી પહેરવા છે એટલે હું પણ ચેંજ નહી કરું.
રેખાબેન : અરે અરે બસ. બંને મસ્ત લાગો છો કોઈ એ ચેન્જ કરવાની જરૂર નથી. તમે બંને તો ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ ની જેમ જઘડવા લાગ્યા. ચાલો હવે ગરબા ચાલુ કરવા છે.

રેખાબેન આટલું બોલી ને જતા રહ્યા પણ એમની આ વાત થી વૃંદા અને રુદ્ર ને સવાર ની ઘટના યાદ આવી ગઈ અને બંને એક-બીજા જોતા જ રહી ગયા. અચાનક ગરબા ના અવાજ થી બંને ભાન માં આવ્યા અને અલગ અલગ જગ્યા એ જતા રહ્યા. બધા મન મુકીને ગરબે રમ્યા. વૃંદા અને રુદ્ર પણ સાથે ખુબ સરસ રમ્યા. બધા એમને જોતા જ રહ્યા અને એ બંને એમની જ ધૂન માં રમતા રહ્યા. બંને છેલ્લે સુધી એક-બીજા ની સાથે રમ્યા. ૧૨ વાગતા ગરબા બંધ કરી દેવાયા અને બધા બીજી ગેમ રમવા લાગ્યા કેમકે રાંદલ હોવાથી આખી રાત જાગવાનું હતું બધાને. બધી ગેમ પણ વૃંદા અને રુદ્ર સાથે જ રમ્યા અને ખુબ એન્જોય કર્યું બધા એ. વહેલી સવારે બધા ખુબ થાકી ગયા હોવાથી જલ્દી જલ્દી ફ્રેશ થઈ ને બધા સુઈ જ ગયા. વૃંદા અને રુદ્ર પણ એક-બીજા નો વિચાર કરતા કરતા સુઈ ગયા.