Tribhuvan - 3 books and stories free download online pdf in Gujarati

ત્રિભુવન ભાગ ૩

પોતાના હિતેશું એવા પ્રજાજન તેમના માટે આંસુ વહાવે છે. વિવેક દેશની હદ છોડી જતો રહે છે. આ બાજુ નિવૃત્તિ મોહ ને રાજગાદી પર બેસાડવાની ની જાહેરાત કરે છે. બીજે દિવસે તેનો રાજ્ય અભિષેક કરવામાં આવે છે.મોહ ના રાજતીલક થવાથી રાજ પદ મળે છે, અને તેથી તે પોતાની સ્વતંત્ર રાજ્યનું સ્થાપન કરવાનું વિચારે છે. પોતાનાા મંત્રી અને વિદ્વાન એવા વ્યક્તિ પાસે પોતાના રાજ્યનું નામ વિચારે અને પોતે જ પોતાના રાજ્યનું નામ અવિદ્યા પસંદ કરે છે.થોડાક સમયની અંદર અવિદ્યા નગરી ડંકો દેશ-વિદેશમાં વાગવાા લાગ્યો તેના નામ સમગ્ર પ્રાંતમાં વિખ્યાત બને છે. તેના મનમાં દુમતી નામની રાજકુંવરી નો ખ્યાલ આવે છે . અને એ બંનેના વિવાહ થાય છે, વિવાહના થોડા વર્ષ પછી તેને ત્યાં પુત્રનો જન્મ થાય છે તેમના નામકરણ જ્યોતિષ દ્વારા કરવામાં આવે છે. તેના મોટા દીકરાનું નામ કામ અને બીજા બે નામ રાગ અને દ્વેષ પાડવામાં આવે છે અને ત્રરણ દીકરી ત્રણ દીકરી ના નામ પણ તે વખતે પાડવામાં હવે છે. એક નિંદ્રા હતી અને અધૃતિ અને હિંસા આપવામાં આવે છે. તેમના ગુણ જોઈ જ્યોતિષ સ્તબ્ધ બની જાય છે. તે વિચારે છે સ્વાગત જ વિચારે છે એમ તો જન્મ સર્વનાસ માટે જ થયો છે. પ્રવૃત્તિ પોતાના પુત્રનો દેશવટો થવાથી , પોતાના ગ્રુહ ત્યાગ કરે છે અને દૂર એક પ્રવચન પુરી નામ ના આશ્રમમાં ના સામ દામ નામના વૃક્ષ ની છાયામાં જઈને બેસે છે. તે આશ્રમના કુલપતિ વિમલબોધ છે.તે કન્યા ને જોવે છે. અને તેમના વસ્રો અને આભૂષણો જોઈ ને કોઈ રાજ કન્યા કે મહારણી હોય તેવું લાગે છે.તેથી તેની શંકા દુર કરવા તે કહે છે. હૈ દેવી આપ કોણ છો? અને અહી શા માટે આવ્યાંછો? સુ થયું છે. તમારું મુખ જોઈ એવું લાગે છે જાણે આખી સૃષ્ટી પર નો દુખ તમારી પર ન આવી ગયું હોય ! એટલું કહેતા જ રાણીની અખો માંથી અશ્રુંધાર વહેવા લાગે છે.વિમલબોધ તેણે સામે જોઈ કહે છે, મહારાણી શાંત થાઓ દુખ ના દહાડા કેટલા દિવસ રેહેવાના તે રથના પૈડાના અંદર રહેલા આરાની જેમ નીચે ઉપર ફર્યા કરતા હોય છે . જેમ દિવસ પછી રાત આવે છે તેમ દુઃખ બાદ સુખ આવવાનું છે.

કુલપતિના સાંત્વના આપતા વચનો શાભળીતે શાંત થાય છે.અને પોતાની સમગ્ર વાત વિસ્તારથી જાણે છે.અને તે પોતાના આશ્રમમાં જ રહેવાનું કહે છે. વિમલબોધ પોતાની દીકરીને બોલાવે છે પણ વળતો જવાબ મળતો નથી તો તે પોતાના શિષ્યને કહે છે.સુમતિ કયા ગઈ ? તેના પ્રતિઉતર શિષ્ય કહે છે,ગુરુજી એ તો થોડી વાર પહેલા નદી કાંઠે ગયા છે. થોડી વાર થઇ ત્યાં તો એક ઘોડો દોડતો સામે આવતો દેખાય છે , અને ઘોડા પર કોઈ કન્યા મૂર્છિત અવસ્થા સુતેલી હોય એવું દેખાય છે. આ વિમલબોધ અને પ્રવુતિ તે બંને જોઈ રહે છે .ત્યાજ પવન વેગે આવતો અશ્વ થોડીક ક્ષણમાં ત્યાં આવીને ઉભો રહે છે .બને પોતાના સંતાનનો ને ઓળખે છે. વિવેક નો પરિચય પ્રવુતિ આપે છે અને કુલપતિ કહે છે કે આ મારી દીકરી સુમતિ છે. સુમતિ હજી બેહોસ અવસ્થામાં છે અને તેને આશ્રમ માં લઇ જઈ તેની સારવાર કરવામાં આવેછે . અને વિવેકને સવાલ કરેછે કે આવું કેમ બન્યું . વિવેક સગળી વાત જણાવતા કહે છે, તે જયારે નદી તટ પર પાણી ભરવા માટે પથ્થર પા રહેલ શેવાળ હોવાથી તેનો પગ લપસ્યો અને તે પાણીના વહેણ માં પડે છે.ત્યાં હું મારા ઘોડા સાથે પાણી પીવા માટે સામે ના તટ પર હતો .મેં બચાવો બચાવો ની ચીસ સાંભળી તે દિશા તરફ જોયું તો કોઈક પાણીમાં ડુબતું હોય એવું લાગ્યું. અને હું પલ વાર પણ મોડું કરયા વિના નદીમાં કુદી પડ્યો.અને એને બહાર કિનારા પર લાવી જોયું તો તે કોઈ ઋષિ કન્યા હોય એવું લાગ્યું .એ વિચારી હું અહી કોઈ આશ્રમ હશે એ શોધતો એ દિશામાં આગળ વધ્યો ત્યાં તો સામે આકાશ માં ધુમાડો દેખાયો બહારના ભાગ માં ગાયોના ધણ દેખાયા એટલે એવું અનુંમાન કર્યું કે આશ્રમ આજ દિશામાં હશે.તેથી આહી જ આવ્યોં.

પોતાની વાત પૂરી કરી તે વખતે સુમતિ હોશમાં આવે છે. અને પોતાને બચાવનાર કોણ છે? તે કયા ગયો તેવું પ્રશ્ન પિતાજી ને પૂછે છે.પિતાજી ઉતર આપતાકહે છે આ યુવકે મન નામના રાજા અને આપણા આશ્રમ માં રહેતા પ્રવુતિ ના પુત્ર વિવેક જ તને બચાવનાર છે. બંને ના નયન મળતા પ્રણય નું પુષ્પ ખીલે છે . પ્રવુતિ સુંદર સુશીલ કન્યા ને પોતાના દીકરા માટે લગ્ન નો પ્રસ્તાવ વિમલબોધ પાસે મુકે છે . મહારાણી નો પ્રસ્તાવ નો સીવ્કાર કરે છે.અને લગ્નની તયારી કરવાનું કહે છે.વિવેક મનોમન પ્રફુલિતથાય છે. લગ્ન પણ ત્યાજ કરવામાં આવે છે. લગ્ન બાદ પુત્રી ની વિદાય નો પ્રસંગ આવી જાય છે સુમતિ ની આંખોમાં અશ્રુની ધાર વહેવા લાગે છે. પોતાના પિતાને મૂકી પીયુ ઘેર જવાનું છે, એક બાજુ દુઃખ અને બીજી બાજુ પતિ ઘેર જવાનું અરમાન છે.સંધ્યા નો સમય થતા પિતા તેણે વિદાય આપે છે.સમગ્ર વાતાવરણ પણ વિદાયના આંશુ સારતો હોય તેવું લાગતું હતું ખીલેલા ફૂલ પણ કરમાતા હતા .

તેજ સમયે સામેથી એક રથ આવતો દેખાય છે . અને તેમાં વિશ્વાસ નામનો સેનાપતિ અને ચેતના નામની રાણી પણ હોય છે. આ બંને વિવેક અને મન રાજા ની પત્ની પ્રવુતિ ને ઓળખે છે.અને મોહ રાજા દ્રવારા થયેલ અપમાન નું બદલો લેવાનું કહે છે. બધે સાથે મધે છે જેમાં વિશ્વાસ નો પુત્ર જ્ઞાન પણ આ યુદ્ધમાં જોડવા ત્યાર થાય છે.બધા જંગલ માં એક કુટીર બનાવી ત્યાં પળાવ નાખે છે. અને સાથે મળી યુદ્ધની યોજના બનાવે છે તેમજ સેન્ય ભેગું કરે છે. સેના ને હથિયારો પુરા પાડવા સેનાપતિ બધી કોશિશ કરે છે .યુદ્ધ ની બધી તેયારી કરી તયો મોહ રાજા ને ત્યાં ચડાઈ કરવાનું નકી કરે છે.

મોહ રાજા પોતાની પત્ની દુમતી સાથે ઉલ્લાસમાં રહે છે પોતાના પર આપતી આવનાની છે, તેની પણ જાણ નથી. અચાનક જ સમાચાર મળે છે કે પોતના પર વિવેકે ચડાઈ કરી છે.આ સમાચાર મળતા સૈન્ય ને યુદ્ધ માટે ત્યાર કરે છે. મન રાજા સાથે તેનો પુત્ર મોહ પણ રણભુમી પર જવા પ્રયાણ કરે છે. બને સેના થોળી વાર માતા તો સામે આવી ગઈ .બને વચ્ચે યુદ્ધ થાય છે .અને યુદ્ધ માં મન અને મોહ ને બંદી બનાવી કેદ કરે છે .અને વિવેક પરમહંસ ને છોડાવે છે. પાછળ મનને પણ પસ્ત્વાઓ થાય છે . તો મોહ પણ વિવેકની ક્ષમા માંગે છે. પરમહંસ ને પોતાની પત્ની ની વાત પણ ય્યાદ આવે છે. જે ચેતના ની વાત ન માની તે વાત નું ખેદ વ્યકત કરે છે.આ આખી પરિસ્થિતિ ઉભી થઇ એનો પોતે જ જવાબદાર છે. એની આખો માંથી જેમ શિવજી ની જટામાંથી ગંગા વહે એમ અશ્રું વહેવા લાગે છે. પત્ની કહે છે કે આપનું આમાં કોઈ દોષ નથી આ બધું માયા ના કારણે બન્યું છે. ચેતના પોતાના સ્વામી ને ખુલ્લા હૃદયથી સીવ્કાર કરે છે. પાછો પરમહંસ ને ત્રિભુવન રાજ્ય પ્રાપ્ત થાય છે. આમાં પરમહંસ ચેતના ,વિશ્વાસ, જ્ઞાન,વિવેક ,પ્રવુતિ,નો વિજય થાય છે. અને મન, માયા, નિવૃત્તિ,કામ રાગ , દેષ ,અને નિદ્રા ,અધુતી ,અને હિસા નો પરાજય થાય છે.

( અંતે તો સત્યનો નો જ વિજય થાય છે.)