TRIBHUVAN - 2 books and stories free download online pdf in Gujarati

ત્રિભુવન ભાગ ૨

પણ રાજાની આજ્ઞા છે, એટલે બોલવું તો પડે.ધુર્જતી વાણીએ કહ્યું કે આપણા રાજ્ય માટે દુખદ સમાચાર છે. દુખદ સમાચાર ? રાજા કહે એવું તે શુ બન્યું ,જલદી બોલ .ગુપત્ચર કહે છે ,સ્વામી આપણા રાજ્ય પર કળી નામનો રાજા ચડાઈ કરવાનો છે .એ વાત સાંભળી રાજન ચકિત થાય છે.એ વિચારે છે કે એની પાસે અત્યારે પુરા હથિયારો નથી ,અને સેન્ય પણ ઓછું છે. તેમ છતાં તે તેનો સામનો કરવા ,વિચાર કરતો હોય છે . ત્યારે વિશ્વાસ નામનો સેનાપતિ કહે છે .આપણી પાસે સેન્ય નથી તો શું થયું, આપણે યુક્તિ દ્વારા યુદ્ધ લડી લેશું .એ સાભળી રાજન ને થોડા અંશે સાંત્વના મળે છે .તે મંત્રી મન અને સેનાપતિ વિસ્વાસ ને યુદ્ધની ત્યારી કરવાનું કહે છે, અને પોતે પોતના કક્ષ તરફ પ્રયાણ કરે છે . પરમહંસ ને પોતના કક્ષ માં આરોળતા જોઈ રાણી ચિંતા થાય છે. અને પોતના નાથ ના દુખ ના કારણ જાણવા ઉત્સુક બને છે .પોતાના સ્વામીના માથે હાથ ફેરવી કહે છે , નાથ શું વાત છે? આપ કેમ ઉદાસ દેખાઓ છો ? એના પ્રત્યુતરમાં રાજા કહે છે, આપણા રાજય પર કળી નામના રાજાએ ચડાઈ કરવાનો છે, તેની સામે આપણું સેન્ય ઓછું પડે એમ છે. ત્યારે ચેતના કહે છે આપ વિચારો જયારે તલવાર કામ ન આવે ત્યાં નાની એવી સોઈ કામ કરી જાય .એટલે આપ યુક્તિ દ્ર્રવારા યુદ્ધ કરો. તેની વાત સાંભળીને પોતના સેનાપતિ ની વાત પણ યાદ આવે છે.તે આખી રાત ચિંતન કરે છે. સવાર થતા યુદ્ધ માટે નીકળવાની ત્યારી કરે છે. ચેતના પોતાના સ્વામી નો યુદ્ધમાં વિજય થાય ,તે માટે ઈશ્વર ને પ્રાથના કરે છે. અને સ્વામી વિજય કામના વય્ક્ત કરે છે .અને તેમને રણ ભૂમિ પર જવા વિદાય આપે છે આ બાજુ પોતે આખે આંસુડા સ્જોવી ને ઉદાસ થઇ જાય છે ,છતાં એને પોતના સવામીનું જ વિજય થસે એમાં કોઈ શંકા નથી .

પરમહંસ કળી ના સામે આવે છે,હાથી ઘોડાઓ ના ગગન ચીરી નાખે એવા આક્રન્દ હોય છે. આ બાજુ બને પક્ષો માં યુદ્ધના શંખનાદ થાય છે .યુદ્ધ નો આક્રમણનો આદેશ આપવામાં આવે છે , બને પક્ષે યુદ્ધ જામે છે, તીર ભાલા ના અવાજ સાથે વીજ ચમકારા થાય છે. એક બાજુ કાપા કૂપ અને ચીસ ચીસ થાય છે, કોઈ ના માથા ઢળી ને મેદાને પડ્યા તો કોઈના હાથ અલગ થઇ ગયા , લોહી લુહાણ આખી સેના થાય છે.મૃત્દેવો ની ભરમાળ પડી છે ,પરમહંસ ને કળી ને કેદ કરવાની સફળતા પ્રાપ્ત થાય છે.ચતુરાઈ કરી કળી ને પકડી પોતાના મહેલના કારાવાસમાં લઇ આવે છે .સમગ્ર રાજયમાં ઉલ્લાસ છવાઈ છે .ત્યાં કળી નો ગુપ્તચર કારાગ્રહ માં પ્રવેશ કરે છે ,પણ કારાગ્રહ માં મુકેલ ગુપ્ત યંત્રો ને કારણે કારાવાસ ના દર્વાજા ઉગાડી સકતો નથી .ત્યારે કળી પોતાની માયા નામ ની દિકરી ને સંદેશો મુકવાનું કહે છે .

માયા નું નામ સાંભળી કળીનો ગુપ્તચર કઈક વિચારમાં પડે છે ! તેણે તનું નામ કયારે સાભળ્યું નોતું .કળી કહે છે એક વખત જયારે શિકાર પરથી પાછો ફર્યો હતો ત્યારે સંમોહન નામ ના અરણ્ય કોઈ બાળક નું રુદન સંભળાય છે, તે દિશા તરફ જાય છે ,તો ત્યારે એક બાળકી રડતી હોય છે.તેની પાસે આવતા તે બાળકી અદ્રશ્ય થઇ જાય છે .અને તને મુખમાં પરિવર્તન આવીજાય છે. તેના ગુણ જોઈને તે તેને માયા’ નામ આપે છે .કળી તેણે લઇ પોતાના રાજ્યમા લાવ ને બદલે બીજા મહેલ માં તેનો ઉછેર કરવાનું વિચારે છે ,હજી સમગ્ર વાત જાણે ત્યાં સુધી કઈક પડવાની ધ્વની સભળાય છે. તેથી સેનિક પહેરેદાર તે દિશામાં દોડતો આવે છે, તેના પગનો આહટ સાંભળતા ગુપ્તચર ત્યાંથી નાસી જાય છે .આ બાજુ પહેદાર જોઈ ને હાશકારો થાય છે કે કળી હજી કેદમાં છે.અને બધું યોગ્ય છે.

ગુપ્તચર માયા પાસે જઈને પોતાના પાલક પિતા કળી ને પરમહંસ નામોનો યુવરાજે કૈદ કર્યાં છે .અને એમ થાય છેકે એ મારી ઉમરનો ને ને મારા પિતાને કૈદ કર્યા અ વિષે એને આશ્ચર્ય થાય છે.પોતના પિતાને છોડવા માટે એ માયાવી શકિત ઉપયોગ કરર્વાનું વિચારે છે .અને પોતે પરમહંસના રાજય માં આવે છે .પોતે નગરની બહાર જ રહેઠાણ બનાવી ત્યાજ રહે છે .પરોઢ થતા પરમહંસ વન વિચરણ માટે નીકળે છે.ત્યારે માયા ત્યાં વહી રહેલા ઝરણામાં માત્ર વલ્કલ પહેરી ને સ્નાન કરતી હોય છે.તેનો મનભાવન સોંદર્ય તેની ઇન્દ્રિયો ને વિચલિત કરે છે .તે તેના તરફ આકર્ષાય છે ત બધું ભૂલી ઝરણાં પાસે જઈને ઉભો રહીને કન્યા ને એક ટસી આંખે જોયા કરે છે જેમ ચદ્રને ચકોર જોતું હોય આ બાજુ માયા ની દ્રષ્ટી યુવરાજ પર પડે છે સોદ્રયવાન જેની કીર્તિ આખાય પ્રાંત માં ફેલાયેલી છે .તેવા રાજકુમાર પર પડે છે.અને થોડી વાર માટે લજ્જા અને સરમને માટે ત્યાંથી દોડી ને વૃક્ષની ઓથમાં ઉભી રહી પોતના વસ્ત્રો પહેરી ને બહાર આવેછે. પોતાના સુંદર દેહ પર પાણી ની બુંદો મોટી ની જેમ ચમકે છે.પાણી થી પલળેલા કેસ તેના ગુલાબની પાંખડી જેવા હોઠ ,કોમળ કમળ જેવા લાલ હાથ, શ્વેત મોગરા જેવા શ્વેત તન .આવું સોંદર્ય જોઈ પરમહંસ તેને પોતાની પટરાણી બનવાનું ખયાલ લાવે છે.અને રાજા તેને પોતાની સાથે મહેલ લઇ આવે છે .રાણી ચેતના ને ત વાતની ખબર પડે છે, કે પોણા નાથ બીજી રાણી લઇ આવે છે. તે સાંભળી તેને થોડે અંશે દુખ થાય છે .પણ તે પોતના દુખ ને પતિ સુખમાં ભૂલી જઈ અને તેનું સ્વાગત કરે છે .

થોડાક દિવસો વિતતા ચેતના ને ખ્યાલ આવે છે કે માયા કપટી અને કળી ની પુત્રી હોવાના સમાચાર મળે છે પણ તે વાત ની ખાત્રી ન હતી. તેથી કઈ બોલતી નથી અને ચુપ રહે છે .અહી પરમહંસ ચેતના ને ભૂલવા લાગે છે .અને માયા તરફ વધુ ખેચાય છે. માયા પણ પોતાની જાળ સફળ રીતે બિછાવે છે, માયા ની આ બધે વાત ની જાણ ચેતના ના ને થાય છે, ચેતના તેથી પોતના પતિ ને માયા થી દુર રહેવાની અને એની સંગ ઓછું કરવાનું કહે છે. ત્યાં રાજા તેના પર ગુસ્સો કરે છે. અને કહે છે. ત્યાં રાજા તેના પર ગુસ્સો કરે છે.અને કહે છે .તને માયા થી ઈર્ષા થઇ છે , એ માટે જ આવું તું કહે છે .પણ તેના કહેવાનું અનસુનું કરી ચેતના વારે ગળી તે પોતાના પતિના હિત તેમાં નથી. એમ કહી માયાનો સંગ છોડવાની વાત કહે છે. છતાય તે માયાના જાળમાં માયા સાથે રહેવાનું પસંદ કરે છે. માયાના કહેવાથી રાજા ચેતના રાણી નો ત્યાગ કરે છે.અને સ્ટેના વફાદાર સેનાપતિ વિશ્વાસને પણ રાજય છોડવાનું આદેશ આપે છે .

આ બાજુ માયા મન નામના મંત્રી ને પોતાના વશમાં કરે છે. તેને લાલચ આપે છે, અને એ માની જાય છે પરમહંસ માયા ના મોહ માં પોતાની કાર્યભારમાં ઢીલાસ મુકે છે. ત્યાં જ અવસર જોઈ મંત્રી પોતાની સતા ત્રિભુવન રાજ્ય પર જમાવે છે.અને માયા ના કહેવાથી પરમહંસ ને બંધી બનાવે છે,કેદ કરેછે. અને કળી ને છોડાવે છે અને કળી ને મહેલ માંથી બહાર લાવામાં માયા સફળ થાય છે. અને માયા પોતાના પિતાને માયાનગરી લઇ જાય છે. અહી મન સતા સભાળી લે છે. કારાવાસ માં પરમહંસ ને પત્ની અને સેનાપતિ ની વાત ન માની એનો પસ્તાવો થાય છે. મન તેની પત્ની પ્રવ્રુતિ અને નિવૃત્તિ સાથે રાજ માં લીન થઇ જાય છે .મન ને ત્યાં થોડાક સમય બાદ પ્રવ્રુતિ રાણી દ્રારા વિવેક નામનો પુત્ર અને અને નિવૃત્તિથી મોહ નામનો પુત્ર જન્મ થાય છે .અમુક વર્ષો પછી વિવેક ને ખબર પડે છે કે તેના પિતા એ કપટ કરી ને રાજ્ય પોતના કબજે કર્યું છે એ ખોટું છે. વિવેક પિતાને સમાંજાવે છે, કે એ યોગ્ય નથી પોતાના સ્વામીનું રાજય તેને પાછું સોપી દેવું જોઈએ .એ વાત કરે છે પણ તે સફળ થાય એ પહેલા નિવૃત્તિ અને તેનો ભાઈ મોહ વિવેક ને દેશ વટો આપવએ છે .વિવેક હસ્તે મોઢે કાળા કપડા અને કાળે ઘોડે બેસી દેશવટા માટે નીક્ળવાની તયારી કરે છે.

ક્રમશ.......................