Vaishali - 3 books and stories free download online pdf in Gujarati

વૈશાલી - (વાત સમાજ અને એક અધૂરા સંબંધની) - 3

પ્રકરણ ૩

વૈશાલી અને સુમીતના લગ્નને આજે બે વર્ષ થઈ ગયા હતા. વૈશાલી સુમિત સાથે બહુ જ ખુશ હતી , એણે આનંદ માટેની પોતાની લાગણીઓ હવે દબાવી દીધી હતી. હા..ક્યારેક ક્યારેક આનંદ ને જોઈ એણે યાદ આવી જતું પણ પછી એ પોતાની જાતને એમ કહીને સમજાવી લેતી કે જે પણ થયું તે સમયની પરિસ્થિતિ ને લીધે થયું હતું. આનંદ કે સુમિત ને આજ સુધી એણે આ વાતની જાણ થવા દીધી ન હતી , અને હવે તો વૈશાલીને એક ન્યૂઝ પેપરમાં કોલમ રાઈટર ની જોબ મળી ગઈ હતી એકચ્યુલી સુમિત એક સારો ફિઝિસિયન છે એટલે એણે ત્યાં ઘણીવાર એડિટર ને બીજા સારી પોસ્ટ ના લોકો આવતા હોય છે. એકવાર આવા જ એક ન્યૂઝ પેપર એડિરને એણે એની પત્ની ના લખવાના શોખ વિશે જણાવ્યું અને પછી એની લખેલી કવિતાઓ અને અમુક લેખો વાંચવ્યા આ વાંચીને એ એડિટર એ વૈશાલીને પોતાના ન્યૂઝ પેપર માં કોલમિસ્ટ ની જોબ આપી હતી.

વૈશાલી ધીમે ધીમે એક સારી કોલમિસ્ટ તરીકે જાણીતી બની રહી હતી . હવે એણે પોતાના શ્યામ હોવાનો અફસોસ પણ નહોતો થતો. એ હવે પોતાના ડર પર જીત મેળવી ચૂકી હતી . હવે ક્યાંય પણ જતા કે કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરતા એણે સંકોચ નહોતો થતો. ઉલટું હવે તો એ ભગવાન નો આભાર માનતી હતી કે એમને આ કાળાશ એના નસીબ માં આપી . આ શ્યામ , કાળા રૂપના લીધે જ તો સુમિતે એની સાથે મેરેજ કર્યા હતા ,નહિ તો સુમિત તો આજીવન એકલા રહેવાનું મન બનાવી ચૂક્યા હતા. વૈશાલી હવે સુમિતને પ્રેમ કરવા લાગી હતી . હવે તો આનંદનું ઘરમાં હોવું , કે એક દિયર ભાભીની વાત થવી બધું એણે માટે સામાન્ય થઈ ગયું હતું.

બધું સરસ ચાલી રહ્યું હતું , વૈશાલી અને સુમિત ની લાઇફ અને વૈશાલી નું કરિયર પણ. પરંતુ કેહવાય છે ને કે આપણે ભલે આપણી લાગણીઓ , આપણી સાથે બનતી વાતો કે ભૂતકાળની ઘટનાને નાની માની ને ભૂલી જઈએ પણ સમય જાતા એ વાત , એ લાગણીઓ સામે આવી જ જતી હોય છે. બસ વૈશાલી સાથે પણ કઈ એવું જ બનવાનું હતું . જે વાત એણે ભુલાવી દીધી હતી , એ વાત આનંદની સામે આવવાની હતી.

એક બપોરે સુમિત હોસ્પિટલ થી જલ્દી આવી ગયો .જમી ને સોફા પર બેઠો .શ્વેતા એના પિયર ગઈ હતી એટલે વૈશાલીએ બધું કામ પતાવ્યું અને એ પણ સુમિત પાસે આવી , મમ્મી પપ્પા જમીને સુઈ ગયા હતા. એવામાં જ આનંદ ઘરે આવ્યો એણે થોડુ ચક્કર જેવું લાગતું હતું એટલે ઘરે આવી રૂમમાં જતો રહ્યો . દસેક મિનીટ રૂમમાં આરામ કર્યા પછી એ બહાર આવ્યો અને ભાઈ ભાભીને સોફા પર બેસેલા જોઈ ત્યાં જઈ ને બેઠો. થોડીવાર મોબાઈલમાં ગડમથલ કર્યા પછી આનંદે વૈશાલીને કહ્યું ભાભી તમને ખબર છે મારી એક ફ્રેન્ડ નું નામ પણ વૈશાલી જ છે એણે પણ લખવાનો શોખ છે અને એ તો નકામી વસ્તુ નો ઉપયોગ કરી ડેકોરેશન ની વસ્તુઓ પણ સરસ બનાવે છે, પેલુ બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ અમે ચેટિંગમાં વાત કરતા હતાં ત્યારે એણે મને એકવાર કહેલું , એટલામાં સુમિત વચ્ચે બોલ્યો અરે આ તારી ભાભી પણ એવું બધું બનાવે છે, યાદ છે ને આપણે આને જોવા ગયા હતા ત્યારે આના રૂમમાં મે જોયું હતું. પણ વૈશું તું પણ કમાલ છે આટલું લખે છે પણ તે દિવસે પહેલીવાર મળ્યા તો તું એવી ચૂપ બેઠી હતી જાણે કે મે તને ધમકાવી નાખી હોય . બંને ભાઈ આ વાત પર હસી પડ્યા. હસવાનું રોકીને સુમીતે કહ્યું આનંદ ક્યાંક આ જ તો એ વૈશાલી નથી ને? જો જે હો.. ક્યાંક તારી વૈશાલી સમજીને તારી ભાભીને જ મેસેજ ના કરતો હોય, ક્યાંક એની જોડે જ ફ્લર્ટ ના કરતો નહિ તો ધીબી નાખીશ તને કહી સુમિત મંદ હસ્યો. આનંદ પણ મજાક સમજી ને બોલ્યો : ના આ મારી વૈશાલી નથી જો હોત તો એણે મને કહ્યું જ હોત એ હકીકત છુપાવે એવી નથી , એ તો સત્યની પૂજારી છે. આ બધું સાંભળ્યા પછી વૈશાલીને થયું કે વાત આગળ વધતા અટકાવી જોઈ એટલે એણે તરત જ ટીવી ચાલુ કરી ને બધાનું ધ્યાન એમાં પરોવવા કોશિશ કરી.