abhinandan : ek premkahani - 24 books and stories free download online pdf in Gujarati

અભિનંદન: એક પ્રેમ કહાની - 24

અભિનંદન: એક પ્રેમ કહાની -24




અભિનંદન હોસ્પિટલ પહોંચ્યો.


વોર્ડ નંબર 2 માં નંબર 1 પર કરણસિંહજી ની હાલત જોઈએ.


બીજા એક ડોક્ટર અને નર્સ પણ ત્યાં ઊભેલી છે. નર્સ પણ આવેલી છે.


ડોક્ટરે કહ્યું "સર, હવે કરણસિંહની હાલત સુધારા પર છે. હવે લગભગ વાંધો નહીં આવે. હજુ એ ભાનમાં આવ્યા નથી."


અભિનંદનને કહ્યું હા,મને પણ લાગે છે કે હવે લગભગ બધું ઠીક થઈ જશે. પણ કરણસિંહને રેગ્યુલર થતા ખૂબ જ વાર લાગશે.


ત્યારે ત્યાં ઊભેલી નર્સ સુઝાન બોલી "સર વાર ભલે ગમે તેટલી લાગે, પણ એ પોતાની પત્ની અને બાળકના રહે તોય ઘણું છે."



અભિનંદન બોલ્યો "તમારી વાત સાચી છે, હાલ તો બસ મને પણ એ જ આશા છે."


કરણસિંહજી પાછા બોર્ડર પર પરત ફરે એવા ન થાય તોય વાંધો નહીં. બસ એમના પરિવારના રહે તોય ઘણું.


ત્યાં જ મિતાલી અને આરોહી આવ્યા.


મિતાલી બોલી "તમે બંને ચિંતા ન કરો બધુ ઠીક થઈ જશે."


આરોહી બોલી "હા, ભાઈ તું ચિંતા ના કર. બધુ ઠીક થઈ જશે" તારી દુઆને તારી ચિંતા બંને ઈશ્વર સાંભળશે.


નર્સ બોલી તારી વાત એકદમ સાચી છે આરોહી...ત્યાં જ શોર્ય આવ્યો.



અભિનંદન બોલ્યો "શોર્ય, તું વોર્ડ નંબર 2 માં કરણસિંહજીનું ધ્યાન રાખજે.હું આગળ ચેક અપ કરીને આવું છું.


શોર્યબોલ્યો જી સર


અભિનંદન જતો રહ્યો.સુઝાન પણ.અભિનંદન ને જોતો જોઈ શોર્ય અને આરોહી બંને ખુશ થઈ ગયા.



મિતાલી બોલી "માત્ર 30 મિનિટ 30 મિનિટ પર એક સેકન્ડ પણ નહીં"


શોર્ય અને આરોહી બંને જતા રહ્યા. અભિનંદન બીજા સૈનિકોને જોવા માટે જતો રહ્યો. મિતાલી કરણસિંહજીનું ધ્યાન રાખીને ઉભી છે.


વોર્ડ નંબર 2માં તમામ મશીનરી છે. સ્પેશિયલ રૂમ છે. આ રૂમમાં ઘણા બધા મશીન છે. અને એ બધા જ મશીનો દ્વારા ઘાયલ સૈનિકોની સારવાર કરવા માટે આ વોર્ડમાં લાવવામાં આવે છે. તાત્કાલિક 15 સૈનિકોને એકસાથે હૃદયની સારવાર કરી શકાય એટલી મશીનરી છે.


મિતાલી ધીમે-ધીમે આ હોલમાં ચાલી રહી અને મશીનરી ને જોઈ રહી.


એટલામાં જ અભિનંદન આવ્યો "મિતાલી તું એકલી કેમ છે? આરોહી ક્યાં છે?


ત્યારે મિતાલી અભિનંદનની નજીક જય તેના કોલરને સરખો કરતાં બોલી અભિનંદન, મિતાલી હંમેશની માફક હોસ્પિટલમાં દર્દી જોવા માટે ગઈ છે. અને શોર્ય,...ગો ટુ ટોયલેટ.



અભિનંદનને મિતાલીને પાછળથી પકડી અને કહ્યું dear આઈ લવ યુ.


પાછળથી ઉધરસ ખાતા રીમા બોલી અગર આ તમારો રોમાન્સનો ટાઈમ હોય તો....


મિતાલી બોલી નહીં નહીં અંદર આવતી રહે,એ તો એમ જ.


રીમાં ખૂબ જ હસીને બોલી એમ જ....




અભિનંદન બોલ્યો તમે બંને ઉભા રહો.શોર્યને વાર લાગી ગઈ. હું જોતો આવું. આપણા આર્મી કેમ્પસમાંથી તો કોઈ બીમાર નથી ને?કોઈ ઉપર એડમિટ હશે તો?


મિતાલી બોલી અભિનંદન આપણા આર્મી કેમ્પસમાંથી કોઈ બીમાર નથી.તું બસ અહીં જ ઓફિસમાં રહે. તારે ઉપર જવાની કોઈ જરૂર નથી. કોઈ બીમાર નથી.


અભિનંદન બોલ્યો અરે મિતાલી!!! તું એવી રીતે કહે છે કે હું ઉપર જવાનો અને તારી ચોરી પકડાઈ જવાની હોય અથવા તો તને કોઈ પ્રોબ્લેમ થવાનો? તું મને એવી રીતે વાત કરે છે?





મિતાલી બોલી એવી કોઈ વાત નથી. પણ રિમા કહે છે.એ જોઈને જ આવી છે.


મિતાલી બોલી હે રીમાં તું જ બોલીને ?


રિમાને કશું સમજાયું નહીં બોલી હા હા આવી. અભિનંદન સર તમારે જવાની કોઈ જરૂર નથી.ઉપર કોઈ બીમાર નથી. વાતની ખબર ન હોવા છતાં મિતાલીની હા માં હા રાખી રીમાં એ.



અભિનંદન બોલ્યો ઓકે બાબા. હું ઓફિસમાં છું. જરૂર હોય તો મને બોલાવજો.


મિતાલી બોલી જી.એ ગયો ...ઉફ્ફફફ મિતાલી એ ઊંડો શ્વાસ લીધો.



અભિનંદન સર જતા રહ્યા. રીમાએ મિતાલીના ખભા પર હાથ મૂકી અને પૂછ્યું વાય? તે અભિનંદન સર જોડે જુઠ્ઠું કેમ બોલી? મેં તને ક્યારે કહ્યું કે હું ઉપરના વોર્ડમાં ચેક અપ કરીને આવી છું...


ત્યારે ફરી મિતાલી એ ઊંડો શ્વાસ લેતા બોલી મેં ઉપર આરોહી અને શૌર્ય ને મોકલ્યા છે. મળવા માટે.


ત્યારે રિમાબોલી ઓ માઈ ગોડ.


મિતાલી બોલી થેન્ક યુ સો મચ.હું જૂઠું બોલી.એ પણ તારી મરજી વગર.


રિમા બોલી સારુ ઓકે નો પ્રોબ્લેમ. મિતાલી બોલી રિમા તું ઉપર એકવાર ચેકઅપ કરી આવ હું જૂઠ બોલી પણ પેશન્ટ ને ડૉ. ની જરૂર હશે તો?


રીમા બોલી "તું ચિંતા ના કર,હું બધું સંભાળી લઈશ"


ત્યાંજ અભિનંદન અવયોને બોલ્યો શોર્ય હજુ નથી આવ્યો એ કોઈ જોડે ગપ્પાં મારતો હશે જોઈ આવું છું.


મિતાલી બોલી જવા દેને હવે.એવું તો ચાલ્યા કરે.અભિનંદન ને રોકતા એ બોલી.


ત્યારે અભિનંદન બોલ્યો મિતાલી તું બોલે છે? આ તારા શબ્દો છે?તું એક સેકન્ડ માટે પણ મારું આઘુ પાછું નથી ચલાવતી. તું મને વારેવારે કહે છે તું કોઈ સામાન્ય ડોક્ટર નથી. આર્મી ડોક્ટર છે.આ એજ તું છે?એક ગુજરાતી છોકરી આવી હોઇ શકે?એની કલ્પના પણ નથી કરી શકતો હું.તારી મિતાલી.


મિતાલી બોલી એ નવો નવો છે. એને ઓછી ખબર પડે.


ત્યારે અભિનંદન બોલ્યો તેને આ હોસ્પિટલમાં આવ્યે બે વર્ષ થઇ ગયા છે. અને તું કહે છે એ નવો છે? શોર્ય એ ઘણાં ઉતાર-ચઢાવ જોયા છે. શોર્ય મારો જમણો હાથ છે. શોર્યની બુદ્ધિ અને દિમાગ જોરદાર ના કામ કરે છે. તને ખબર છે.




અહીં હોસ્પિટલમાં એમાંય ખાસ કરીને અમારા સ્ટાફમાં બધા ની ડીગ્રી એકસરખી છે. તેમ છતાય ઈશ્વરે અમુક લોકોને સમજણ, અમુક લોકોની બુદ્ધિ, અમુક લોકોની સામાન્ય બુદ્ધિ એટલી બધી વધારે આપ્યું હોય છે કે એ ન કરવાનું કામ કરી જતા હોય છે.જે કામ બેહિસાબ છે. એની કોઈ ગણતરી નથી. એમાં એક વ્યક્તિ શોર્ય છે અને તેની ભૂલને દબાવીને એ ભૂલ છે.



અભિનંદન ગુસ્સામાં ગયો. મિતાલી તેની પાછળ ગઈ. અભિનંદન પહેલાં નીચે ગયો, નીચે જઈને ગુસ્સામાં જ તેને ક્યાંય શોર્યના દેખાયો.પછી એ ઉપરના માળે પહોંચ્યો. ઉપરના માળે પહોંચ્યો જ્યાં એક રૂમ ખાલી રહે છે.એ છોડી દીધો અને પછી દરેક રૂમમાં જોવા લાગ્યો.શોર્ય ક્યાં છે? ક્યાંય ન મળ્યો. એટલે એ લોબી વચ્ચે ઊભો રહ્યો.અને જોરથી બૂમ પાડી શોર્ય.આવી રીતે બૂમ પાડવી ન જોઈએ.


તેમ છતાય અભિનંદન હોસ્પિટલનો એક રુલ્સ તોડતા શોર્યના નામની બૂમ મારી.શોર્ય અને આરોહી જે રમમાં હતા ત્યાં અવાજ સંભળાયો. શોર્ય દોડીને બહાર નીકળ્યો. ત્યાં જ અભિનંદનને તેને જોઈ લીધો.


અને એ બોલવા લાગ્યો શોર્ય મેં તને વોર્ડ નંબર 2 માં દર્દી નંબર એક કરણસિંહજીનું ધ્યાન રાખવા માટે કહેલું. અને ત્યાં શું કરે છે?અને બીજુ આ રૂમ તો ખાલી રહે છે.આ વોર્ડમાં આપણે ક્યારે પણ દર્દી મોકલતા નથી. તો આ રૂમનીં અંદર તારે જવાની જરૂર છે? મારી કોઈ બહાનું ન જોઈએ. એમ કહી ને અભિનંદન રૂમમાં ગયો. મિતાલી પણ પહોંચી ગઈ.

આ બધું આરોહી સાંભળી ગઈ એટલે આરોહી એક ખૂણામાં છુપાઈ ગઈ. અભિનંદન જોવા લાગ્યો રૂમમાં તો કોઈ જ નથી પછી એ પાછું ફરીને બોલ્યો વોર્ડ માં કોઈ નથી.તો પછી તું શું કરે છે?




ત્યારે શોર્ય બોલ્યો બસ હું તો એમ જ આટો મારવા આવેલો

ત્યારે અભિનંદન બોલ્યો આ કોઈ આટા મળવાનો સમય નથી. શોર્ય તારે કરણસિંહજી પાસે રહેવું જોઇતું હતું .તને ખબર છે કરણસિંહ ને સ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. સારું થયું ત્યાં મિતાલી ઉભીતિ. તેને થોડી સારવાર કરી અને પછી એનાથી ન થયું એટલે એ મને બોલાવી ગઈ. અને જેના કારણે કરણસિંહજી ફરી એક વખત આપણી વચ્ચે આવી શક્યા.એ માત્ર અને માત્ર મિતાલીના કારણે. અને તું અહીંયા. આટા મારવા માટે આવ્યો છે. તારી ડયુટી છોડીને.તારે મને આનો ખુલાસો આપવો પડશે. એ પણ લેખિતમાં.મને માત્રને માત્ર એક કલાકમાં મારા ટેબલ ઉપર તારી છેલ્લી 30 મિનિટનો હિસાબ જોઈએ.


મિતાલી બોલતી રહી અભિનંદન જવાદે અભિનંદન જવાદે પણ અભિનંદન એ કોઈનું કશું સાંભળ્યું નહીં.શોર્ય ચૂપચાપ ઊભો રહ્યો. પોતાની ભૂલ ગજબની હતી. પોતાના કારણે એક વ્યક્તિનું મોત થઈ શકે તેમ હતું.અને એના કારણે એક શબ્દ ન બોલ્યો.