Be Pagal - 13 books and stories free download online pdf in Gujarati

બે પાગલ - ભાગ ૧૩

જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી.
આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત.
જીજ્ઞા અને પુર્વીના અચાનક ઘરે જવાની જાણ નહોતો રુહાનને હતી કે નહોતો તેના એકેય મિત્રોને હતી. વીસક દિવસ થઈ ગયા હતા. રુહાન અને તેના મિત્રો સતત તેમનો કોન્ટેક્ટ કરવાની થતી કોશિષ કરી રહ્યા હતા. ફોન-કોલ, હોસ્ટેલની સામે બેસવુ, હોસ્ટેલની છોકરીઓ પાસેથી તપાસ વગેરે પ્યાસ કરતા રુહાન અને તેના મિત્રોને એટલી જાણકારી મળી કે જીજ્ઞા અને પુર્વીને પુર્વીના પપ્પા ઘરે લઈ ગયા છે. રુહાન જીજ્ઞાને ફોન કરવાની કોશિષ કરે છે પરંતુ જીજ્ઞા છેલ્લા ત્રણ દિવસથી ફોન ઉપાડતી નહોતી. ત્યાર બાદ રુહાન અને રવી બંનેએ પુર્વીને પણ ફોન કોલ કરવાની કોશિષ કરી પરંતુ પુર્વીનો ફોન પણ ક્યારેક વ્યસ્ત આવતો તો ક્યારેક બંદ આવતો હતો.
રુહાનના મનમાં પણ તમારા જેમ જ ઘણા બધા સવાલ ઉઠી રહ્યા હતા કે એવુ તે શુ થયુ છે કે બંને તાત્કાલિક ઘરે જતી રહી અને બંનેના કોન્ટેક્ટ પણ નહોતા થઈ રહ્યાં.
કઈક તો તકલીફ થયેલી છે બાકી આમ બંનેના એકસાથે ફોન ન ઉપાડે એવુ બને નહીં...રુહાને ચિંતા સાથે મિત્રોને કહ્યું.
હા યાર વાત તો તારી સાચી છે ...મહાવીરે કહ્યું.
આઈ થીંક આપડે અમદાવાદ જઈને તપાસ કરવી જોઈએ...રવીએ કહ્યું.
પણ આપણે એમને શોધશુ ક્યા આપણી પાસે એ લોકોના એડ્રેસ પણ નથી ...મહાવીરે કહ્યું.
જો જીજ્ઞા કોઈ તકલીફમાં હશે તો એ એક જગ્યાએ જરૂરથી મળશે. ચાલો અમદાવાદ...રુહાને કહ્યું.
આમ ત્રણેય મિત્રો બસ મારફતે અમદાવાદ આવવા રવાના થાય છે.
રુહાન જાણતો હતો કે જો જીજ્ઞા ખરેખર કોઈ તકલીફ મા હશે તો તે રિવરફ્રન્ટ પર જરૂરથી મળશે. બસ મુસાફરી દરમિયાન રવીનો ફોન દ્વારા પુર્વી સાથે કોન્ટેક્ટ થાય છે અને પુર્વી પણ જીજ્ઞાનો એ જ એડ્રેસ આપે છે અને રવી સામે તેને પણ રિવરફ્રન્ટ આવવાનુ કહે છે.
થોડો સમય વિતે છે. જીજ્ઞા સાવ શાંત અને પાછલા બે ત્રણ દિવસથી જે ઘટના બની છે તેને લઇને જીજ્ઞા ખુબ જ દુઃખી અને અંદરથી તુટી પડી હતી.
સમય થતા રુહાન, મહાવીર અને રવી ત્યા જીજ્ઞા પાસે પહોચે છે. પુર્વી હજુ સુધી પહોંચી નહોતી. જીજ્ઞા સાબરમતી નદી તરફ પોતાનુ મો રાખી એકદમ શાંત બેઠી હતી.પાછળથી રુહાન અને તેના મિત્રો આવે છે.
વાહ જી વાહ અમે ત્યાં તમારી ચિંતામાં રોજ અડધા થઈ જઈએ છીએ અને તમે અહીં આમ મસ્ત એકદમ શાંતિથી બેઠા છો. ફોન કરો તો ફોન નહી ઉપાડવાના આ બધુ શુ છે જીજ્ઞા તને અમારી કઈ પડી છે કે નહીં...રુહાન ઉચા અવાજથી જીજ્ઞા પર થોડુ ખીજાતા બોલ્યો.
જીજ્ઞા અત્યારે ખુબ જ દુઃખી અને એકદમ આઉટ ઓફ માઈન્ડ હતી. એને અત્યારે ગુસ્સા કે સબંધોનુ કોઈ જ ભાન નહોતુ અને કદાચ એ સ્વભાવિક પણ હતુ. જીજ્ઞા સાથે જે થયુ જો એ તમારી સાથે બને તો કદાચ તમે પણ આવુ જ વર્તન કરો. જીજ્ઞા પોતાની જગ્યાએથી ગુસ્સા સાથે ઉભી થાય છે.
કેમ તુ મારો પતિ છે કે હુ તારી ચિંતા કરૂ અને જ્યા જાવ ત્યા તને ફોન કરીને જાવ બોલ પતિ છે તુ મારો ...ખુબ જ ગુસ્સા સાથે જીજ્ઞા બોલી.
જો જીજ્ઞા મજાક છોડ તને એક્ટિંગ કરતા હજુ નથી આવડતુ તુ રહેવા દે ... રુહાને જીજ્ઞા મજાક કરતી હશે એમ સમજીને જીજ્ઞાને કહ્યું.
જો રુહાન કોઈ ડ્રામા બ્રામા કરવાનો શોખ નથી અને હા તુ મારો કોઈ પતી નથી કે જ્યા જાવ ત્યા બતાવીને જાવ. અને આમ શુ હુ જ્યા જાવ ત્યા મારી પાછળ દોડ્યો આવે છે...જીજ્ઞાએ ફરીથી એજ ગુસ્સા સાથે કહ્યું .
જીજ્ઞાનુ આ વર્તન જોઈને ત્યા પાસે ઉભેલા રવી અને મહાવીર પણ ખુબ જ અસમંજસમા હતા કે જીજ્ઞા આવુ કેમ કરી રહી છે.
જો જીજ્ઞા આમ મારા પર ચિલ્લાવાની કોઈ જ જરૂર નથી તારો ફ્રેન્ડ છુ એટલે ચિંતા હોય...રુહાને જીજ્ઞને શાંતીથી કહ્યું.
જો ફ્રેન્ડ જ હોયને મિસ્ટર રુહાન તો ફ્રેન્ડ બનીને જ રે આમ વધારે ક્લોઝ થવાની જરૂર નથી. અને હા મારી પ્રસ્નલ લાઈફ છે તુ મને મારી રીતે જીવવા દે પ્લીસ અને અહીંથી ચાલ્યો જા...હાથ જોડતા અને આખમા આસુની સાથે જીજ્ઞાએ કહ્યું.
આટલામાં જ ત્યા પુર્વી પહોચે છે અને તે પણ ક્યારેય ન વિચાર્યુ હોય તેવુ આ જીજ્ઞાનુ વર્તન જોઈને ખુબ જ અસમંજસમાં પડી ગઈ હતી.
ઠિક છે મને નહોતી ખબર કે ...ચલ જવાદે અત્યારે આપણે બંને એ માઈન્ડ લેવલે છીએ જ નહી કે હુ તને સમજાવી શકુ અને તુ સમજી શકે. ઈશ્વર તને સુખી રાખે...આટલુ બોલી રુહાન અને તેના મિત્રો ત્યાથી ચાલતા થાય છે.
રુહાન...આટલુ બોલી પુર્વી રુહાનને રોકવાની કોશિશ કરે છે પરંતુ રુહાન તેને અટકાવતા કહે છે.
અત્યારે રોકવાની કોશિશ ના કરતી પ્લીઝ અને હા આ મારી જીજ્ઞા સાથે જે કંઈ પણ ઘટના બની હોય તેની તો મને નથી ખબર પણ આખા અમદાવાદમાં કહી દેજે કે જો જીજ્ઞાને કંઈ પણ થયુ તો અમ્મી કસમ ગીરધનભાઈ અને તેમના જેવા અનેકને હુ રસ્તા પર દોડાવીને સમજાવીશ કે દિકરી એક ભેટ છે એને કોઈ વાસણ ઘસવાનો સામાન સમજીને પોતાની જીંદગી ચમકાવવામાં ઉપયોગ ન કરે તો જ સારૂ...રુહાને ભાવુક થઈ થોડાક ગુસ્સા સાથે કહ્યું.
ત્યાર બાદ રુહાન અને તેના મિત્રો ત્યાંથી વડોદરા જવા માટે બસસ્ટેન્ડ તરફ ચાલ્યા જાય છે અને આ બાજુ જીજ્ઞા પોતાના બંને ઘુટણ પર બેસીને ખુબ જ રડવા લાગે છે. જીજ્ઞા પણ અંદરથી તો રુહાનને ખુબ જ ચાહતી હતી અને તેને પણ રુહાનને જાતે જ દુર કરવાનુ દુઃખ તો હતુ જ. પુર્વી જીજ્ઞા પાસે જાય છે અને જીજ્ઞાને પોતાની બાહોમા લઈને જ્યારે એક માતા પોતાના બાળકને શાંત રાખતી હોય તેમ જીજ્ઞાને શાંત કરવાની કોશિશ કરે છે. જીજ્ઞાના આ વર્તનથી પુર્વી અસમંજસમાં જરૂર હતી પરંતું તે જીજ્ઞાથી ગુસ્સે નહોતી કેમકે તે જીજ્ઞા સાથે જે કંઈ પણ બન્યું તે જાણતી હતી. અને એવી ઘટના બન્યા બાદ કદાચ કોઈક જ વ્યક્તિ પોતાના કંટ્રોલમાં હોઈ શકે.
તમે પણ જ્યારે જીજ્ઞા સાથે બનેલી એવી બે ઘટના અને બંને ઘટનાના કારણ જાણશો એટલે કદાચ તમે પણ અનુભવી શકશો કે જીજ્ઞા કેટલી દુઃખી છે અને જીજ્ઞાની હાલત શુ છે.
હાલ રિવરફ્રન્ટ ઉપરનુ દ્રશ્ય કઈક આમ હતુ.
એક તરફ જીજ્ઞાથી નારાજ થઈ ગયેલો રુહાન ત્યાથી જઈ રહ્યો હતો અને આ તરફ ખુબ જ પરેશાન અને અંદરથી તુટી ગયેલી જીજ્ઞા પુર્વીની બાહોમા ખુબ રડી રહી હતી અને રડતા રડતા પુર્વીને પોતાની આંગળી દ્વારા જીજ્ઞા રુહાન તરફ ઈસારો કરે છે. કદાચ જીજ્ઞા પુર્વીને કહેવા માગે છે કે તુ રુહાનને બધી જ સચ્ચાઈ કહી દે જેથી રુહાન સમજી શકે કે હવે તેમના પ્રેમનુ કોઈ જ ભવિષ્ય નથી.
આમ જીજ્ઞાનુ સ્વપ્ન અને પ્રેમ બંને રુહાનથી દુર જઈ રહ્યાં હતા. હવે કદાચ ભગવાનનો કોઈ ચમત્કાર જ આ જોડીને બચાવી શકે તેમ હતો ? જીજ્ઞા સાથે એવુ તે શુ થયુ એ તમને જરૂર આગલા ભાગમાં જરૂર જાણવા મળશે તો વાચતા રહો બે પાગલના આગલા ભાગો અને આમજ તમારો પ્રેમ મારી આ વાર્તા પર વરસાવતા રહો.

। જય શ્રી કૃષ્ણ । । શ્રી કષ્ટભંજન દાદા સત્ય છે ।
NEXT PART NEXT WEEK
BY:- VARUN SHANTILAL PATEL