Hasina - the lady killer - 6 books and stories free download online pdf in Gujarati

હસીના - the lady killer - 6

હસીના - the lady killer

આગલા ભાગમાં આપણે જોયું કે જયરાજ રાહુલ ને killer ગણે છે અને એને જૈલમાં મોકલી દે છે,,સબ ઇન્સ્પેક્ટર કિશન શાહનું આગમન થાય છે અને એમને રાહુલ નિર્દોષ લાગે છે, હવે આગળ


જયરાજ એના ઘેર નાસ્તો કરતો હોય છે... અચાનક એનું ધ્યાન પોતાની પત્નીના હાથમાં રહેલા બ્રેસલેટ પર જાય છે...
જયરાજ : ઇશિતા આ બ્રેસલેટ તો તારું નથી હેં ને??
ઇશિતા : હા તો.... આ આ આ તો મારી મમ્મીએ મને આપ્યું છે...
જયરાજ : આ ડાયમંડ બ્રેસલેટ તારી મમ્મીના પહોંચની બહાર છે, સાચું કહે તને કોણે આપ્યું??
ઇશિતા : હવે એક કામ કરો આ મેં ચોરેલું છે લો પકડી લો મને અને નાખી દો જેલમાં.....
જયરાજ : આવું કેમ બોલે છે તું? !! હું જાણું છું હું તારી બધી જરૂરિયાતો પૂરી નથી કરી શકતો... પણ હું વચન આપું છું કે હું તારી દરેક ઈચ્છાઓ પૂરી કરીશ...
ઇશિતા : (મનમાં ) તું કરે કે ના કરે,, મારી જરૂરિયાતો હું મારી રીતે પૂરી કરીજ લઉં છું....
હા હવે જાઓ નહીં તો મોડું થશે....
જયરાજ : તું મને ખૂબજ સમજે છે લવ યુ સો મચ સ્વીટહાર્ટ....
ઇશિતા : (બનાવટી હાસ્ય સાથે ) લવ યુ ટૂ.....

***********************

જયરાજ : કિશન મારા કરતા તું રાહુલને વધારે ઓળખે છે તો શું ખરેખર એ આ કિલર નથી??
કિશન : હા જયરાજ નહીં તો તુજ કહે કે આમ 2 મર્ડર કર્યા બાદ એ શું કામ ખુલ્લો ફરે.....
જયરાજ : જો કિશન રાહુલ ગુનેગાર નથી તો કાલે નક્કી કોઈકનું મર્ડર થશે.... (બ્લડ લેટર આપતાં ) આ જો જરાં....
કિશન લેટર વાંચે છે.
જયરાજ : જોયું કિશન એ સામે ચાલીને મને ચેલેન્જ આપે છે કે હું રોકી લઉં, અને હું એને નથી રોકી શકતો....
કિશન : જયરાજ તું આવો જરાય નોહતો, આવી તો તે ઘણી મર્ડર મિસ્ટ્રી તે જાતેજ ઉકેલી છે,,મારા વગર.... શું થઇ ગયું છે તને?? આટલો બધો તણાવમાં કેમ છું??
જયરાજ : હા સાચી વાત છે તારી.... પણ મારા અને ઇશિતા વચ્ચે હમણાં ઠીક નથી ચાલતું, હું એની જરૂરિયાતો પૂરી નથી કરી શકતો, એટલે એના ગુસ્સાનો ભોગ બનવું પડે છે....
કિશન : જો જયરાજ તું બહુ ઈમાનદાર ઇન્સ્પેક્ટર છું એટલે તારી મહેનતની કમાણીથીજ તું તારું ઘર ચલાવે છે એટલે આજ વાત તારે ભાભીને પણ સમજાવવી જોઈએ...
જયરાજ : કીધું છે મેં એને પણ એ સમજતી જ નથી, એને મારી ઈમાનદારી ગમતી જ નથી ,, રોજ પૈસાની ફરિયાદ જ કરતી હોય અને મને મારા પગાર પૂરતું ખપે છે પણ એને નહીં, શું કરું હું તો કાંઈ ખબર નથી પડતી, એમાં આ કિલર જીવ લઈને બેઠો છે....
કિશન : જો સાંભળ ઘરના ટેન્શન ઘરે લે, આપણે એક વાર ઘેર બેસીને ચર્ચા કરશુ કે શું કરવું છે... આઈ થિન્ક અત્યારે આપણે આ કેસને સ્ટડી કરવો જરૂરી છે....
જયરાજ : હા ચલ મૂક આ બધું પડતું અને હવે મને 10મિનિટ આપ હું શાંતિ થી ઠંડા મગજે વિચારવા માંગુ છું....
કિશન : સારુ તો હું આવું રાહુલને મળીને.... કદાચ કંઈક જાણવા મળે....
જયરાજ : તારી રીતે રૂલ નંબર B ફોલ્લૉ કરજે
કિશન : હા હું બહુ લાગણીવાળો એટલે મારેજ આ કામ કરવું પડે છે દર વખતે.....

***********************

કિલર એના એક અલગ રૂમમાં આવે છે અને એમાં એના લેપટોપમાં સીસીટીવીમાં આસ્થાને જોવે છે જે અત્યારે કોક હોટેલના રૂમમાં નગ્ન સૂતી હતી એના આશિક સાથે....
'સાલી વેશ્યા તને તો હું કાયમી ના સુવડાઈ દઉં તો કહેજે' આવું ગુસ્સામાં એ કિલર બોલે છે.... એનો ચહેરો જોઈને કોઈ પણ કહી દે કે જો અત્યારે આસ્થા એની સામે હોત તો એ અત્યારેજ એનું મર્ડર કરી નાખત....
ત્યારબાદ કિલર હવે આગળ શું કરશે એની તૈયારીઓ કરે છે.... એ કર્યા પછી એ એના રૂમમાં જાય છે તૈયાર થવા....
થોડી વાર બાદ જયારે એ બહાર આવે છે તો એ ખૂબજ ભયાનક લાગતી હોય છે... એણે લાલ સાડી પહેરી હોય છે એના વાળ ખુલ્લા અને લાંબા હોય છે... ચહેરા પર લાલ લિપસ્ટિક અને કપાળે લાલ ચાંદલો હોય છે....એ એના મંદિર પાસે જઈને આરતી કરી રહી હોય છે એના ઇષ્ટ દેવી ની..... અને અચાનક એ લેડી પોતાના જમણાં હાથની આંગળી ચપ્પા વડે કાપે છે... એના હાથમાંથી રક્ત વહી રહ્યું હોય છે, એ એ રક્તથી એની દેવીને કપાળે ચાંદલો કરે છે અને પગ એ લગાવીને પોતાના કપાળ પર ફેરવે છે.... 'હે માઁ દેવી મારું રક્ત હું તમને અર્પણ કરું છું, માઁ મને શક્તિ આપજો કે હું ખોટું કરતી સ્ત્રી જાતનો સર્વનાશ કરું' આટલું બોલીને એ પછી એના પગમાં ઘૂંઘરુ બાંધે છે અને નાચવા લાગે છે.... એના વર્તન પરથી એવું લાગે છે જાણે એ કોઈક માનસિક રીતે અસ્વસ્થ હોય....
હે માઁ કાલી....
મેરા વચન ના જાય ખાલી
મેં હું તેરી રખવાળી
હોગી હર સ્ત્રીકલંક કી બલી
મેરા અર્પણ સ્વીકાર કર માઁ
સચ્ચાઈ કી પરછાઇ બના મુજે માઁ....
આવું બોલતી બોલતી એ એના પગને થરકાવતી હોય છે...

***********************
કિશન રાહુલના લોકઅપ પાસે આવે છે...
કિશન : રાહુલ તે આ શું કર્યું મારા ભાઈ???
રાહુલ : સાહેબ તમે આવી ગયા,, મને વિશ્વાસ છે તમે મારી વાત માનશો....
કિશન : કઈ વાત માનું !!! એજ કે તે ખૂન કરી નાખ્યા બે માસૂમ છોકરીઓના....
રાહુલ : ના સાહેબ, હું મારા પપ્પાને ખૂબ ચાહું છું એમની કસમ ખાઈને કહું છું કે મેં આવું કશુ નથી કર્યું...(રોવા લાગે છે )
કિશન : મને તારી પર વિશ્વાસ છે કે તું આવું ના કરી શકે... પણ બધા જ પુરાવા તારી સામેના જ છે... જ્યાં સુધી તું મને કશું સાચું નહીં જણાવે ત્યાં સુધી હું તને નહીં બચાવી શકું...
(રાહુલ બધું જણાવે છે જે એણે જયરાજને કીધું હોય છે. )
કિશન : જો રાહુલ આ બધું જાણવા હું અહીંયા નથી આવ્યો... આ બધી મને પણ ખબર છે, તું કંઈક છુપાઈ રહ્યો છું એવી તારી આંખો મને સ્પષ્ટ કહે છે....
રાહુલ : હા સાહેબ હું એક વાત છુપાઈ રહ્યો છું.....
કિશન : કઈ વાત???

**********************

રાહુલ કઈ વાત છુપાઈ રહ્યો છે?? કિલર લેડી કોણ છે??
એ શું કામ છોકરીઓના મર્ડર કરે છે?? શું જયરાજ અને કિશન પકડી શકશે કિલર ને?? શું આસ્થાને બચાવી શકશે પોલીસ?? જાણવા માટે વાંચતા રહો....હસીના - the lady killer નો next part....

અમુક વાત હું clear કરવા માંગુ છું કે આ મારી એક વિચારેલી કાલ્પનિક સ્ટોરી છે, જે કોઈની વાર્તાને મળતી નથી.... આપ સૌ વાંચકોને વિનંતી છે કે તમે બે વાર્તાઓને ભેગી ના કરશો.... આ વાર્તાનો concept આખો અલગ જ છે.....
સીરીયલ કિલરની દરેક સ્ટોરી અમુક અંશે લાગે કે સરખી હોય પણ દરેક વાર્તાનો પ્લોટ અને concept સરખો હોતો નથી.... એટલે આ વાર્તા ને તમે દિલથી વાંચો અને કોઈ ભૂલ હોય તો મને તમારા પ્રતિભાવ મેસેજમાં કહી શકો છો....