Hasina - the lady killer - 10 books and stories free download online pdf in Gujarati

હસીના - the lady killer - 10

આગલા ભાગમાં આપણે જોયું કે કિલર જયરાજ માટે એક લોખંડની પેટીમાં લેટર રાખે છે અને એના આવનારા શિકારને રોકી શકવાની ચેલેન્જ આપે છે, રાજુ જયરાજને આસ્થા વિશે વાત કરે છે, હવે આગળ,

ચેપ્ટર 10 - જાસ્મીન ઉર્ફ હસીના

જયરાજ : શું ખબર લાવ્યો છે તું??
રાજુ : એવી ખબર છે કે તમને ઝાટકો લાગશે, આ આસ્થા પંડ્યા તો બહુ છુપી રુસ્તમ નીકળી છે, એની સગાઇ નિખિલ જાની જે હસમુખ જાનીનો છોકરો છે એની સાથે થયેલી હતી 2 મહિના પહેલા જ, પણ એનું અફેર હતું એના બોયફ્રેન્ડ સમીર ઉર્ફ સેમ સાથે.... બંને કેટલીય વાર સાથે દેખાયા છે, છેલ્લે 2 દિવસ પહેલા જ એ બંને એ sky હોટેલમાં ચેક ઇન પણ કર્યું હતું..
જયરાજ : સરસ પણ આ વાત બહાર ના આવવી જોઈએ નહિ તો આપણી નોકરી જશે એ પાક્કી છે, પણ આસ્થાની છાપ બગડી જાય મર્યા પછી પણ એ સિવાય કોલ ડિટેઈલ્સનું શું છે??
રાજુ : હા એ પણ જોડેજ લાવ્યો છું, 89******** નંબર નિખિલનો છે અને 78********* નંબર સેમનો છે, અને છેલ્લો કોલ નિખિલનેજ કરવામાં આવ્યો હતો,
જયરાજ : હા હોઈ શકે પણ નિખિલે મર્ડર નથી કર્યું, હસીના આપણને પાછી આડા રસ્તે ચઢાવવા માંગે છે, પણ આ વખતે બિલકુલ એવી ભૂલ નથી કરવાની, તું આ વાત મીડિયા માં ના પહોંચે એનું ધ્યાન રાખજે હું વિજય પંડ્યાના ઘેર થોડી પૂછપરછ કરતો આવું છું.
રાજુ : પણ સાહેબ સેમનો કોલ સામેથી આવ્યો હતો અને કહેતો હતો કે એ ગઈકાલ સવારે જ નિખિલનો ફોન આવ્યો તો આસ્થા ઉપર કે એ લોકોને સાંજે પાર્ટીમાં જવાનું છે, અને નિખિલે મેસેજ પણ કર્યો તો એડ્રેસનો, જયરાજ : હમ્મ તો નિખિલને આ વિશે પૂછપરછ તો કરવી પડશ, રાજુ, તું ઘેર જવા નીકળ, આખો દિવસનો થાક્યો હોઈશ, બાકીનું અમે સંભાળી લઈશુ.
રાજુ : ઓક્કે સાહેબ, જય હિન્દ
આટલું કહીને રાજુ ત્યાંથી નીકળી જાય છે.
જયરાજ : કિશન તું એક કામ કર તું અને રાહુલ આ હસીનાની પહેલી ગોઠવો ત્યાં સુધી હું વિજય પંડ્યાને ત્યાં જતો આવું, જાણું છું કે ત્યાંથી કંઈજ જાણવા નથી મળવાનું પણ જવું તો પડશે જવાબ આપવા... અને નિખિલને પણ ત્યાંજ બોલાવી લઉં છું વાતચીત કરવા...
કિશન : સારુ સારુ નીકળ, અમે પણ કામે વળગીએ.
આટલું કહીને જયરાજ ત્યાંથી નીકળીને વિજય પંડ્યાના ઘેર જવા નીકળે છે.

**********************

વિજય : આવ જયરાજ બેસ સામે....
સામેની ખુરશીમાં જયરાજ બેસે છે ત્યાં નોકર પાણી લઈને આવે છે, એમાંથી બે ઘૂંટડા પીને ગ્લાસ પાછો રાખે છે અને થોડો સ્વસ્થ થઈને કહે છે,
જયરાજ : સાહેબ આસ્થાના અફેર વિશે આપ જાણો છો??
વિજય : અબે ઓય શું બોલે છે તું?? ભાન છે તને?? મારી છોકરી વિશે આવું બોલવાની હિમ્મત ક્યાંથી થઇ તારી??
આસ્થાના મમ્મી જયાબેન વચ્ચે પડે છે અને વિજયભાઈને શાંત થવા કહે છે,
જયાબેન : આ સાહેબ સાચું બોલી રહ્યા છે, તમને આ વિશે ખબર નથી પણ મને બધી જ ખબર છે,
વિજયભાઈ ગુસ્સાથી ધુંવાપુવા થઇ રહ્યા હતા,
વિજયભાઈ : તમે લોકો મારી પીઠ પાછળ ખંજર ભોંકતા હતા અને મને એમ કે મારી ફેમિલી એક આદર્શ ફેમિલી છે
હુંહ
જયાબેન : હા તો તમે બની શક્યા એક આદર્શ બાપ??, કયારેય પૂછ્યું આસ્થાને કે તારે કોની સાથે લગ્ન કરવા છે, બહાર નેતાગીરી કરો એમ ઘેર પણ થોપી દીધા તમારા ઓર્ડરો મારી લાડલી પર, આજે એ નથી તો તમારાજ લીધે...
વિજયભાઈ ને આ સાંભળીને ગુસ્સો આવ્યો અને હાથ ઉગામ્યો જયાબેન પર પણ જયરાજે એમનો હાથ રોકી લીધો અને કહ્યું,
જયરાજ : જુવો આસ્થા માટે જરાક પણ પ્રેમ હોય તો આમ લડવાનું બંધ કરી દો, એ જોશે તો એને કેટલું દુઃખ થશે અને રહી વાત સાહેબ આસ્થાના અફેરની તો તમે ચિંતામુક્ત થઇ જાઓ, આ વાત કોઈની આગળ નહિ આવે,
એટલામાં નિખિલ પણ ત્યાં આવે છે, અને જયરાજને ઉદ્દેશીને પૂછે છે,
નિખિલ : શું ઇન્સ્પેક્ટર સાહેબ આસ્થાના કાતિલ વિશે ખબર પડી કાંઈ??
જયરાજ : ના એતો નથી પડી, પણ જલ્દીજ ખબર પડી જશે, તમારો ફોન એક મિનિટ માટે આપશો??
અચાનક ફોન માંગવાથી નિખિલ હેબતાઈ જાય છે, પણ જો નહિ આપે તો શકના દાયરામાં આવી જશે એટલે આપી દે છે..
જયરાજ નિખિલનો ફોન પાંચેક મિનિટ સુધી ચલાવે છે અને પૂછે છે,
જયરાજ : Mr. નિખિલ આ જાસ્મીન કોણ છે??
નિખિલ : મારી નવી સેક્રેટરી છે, તમારે રાખવી છે એને કામ પર તો પૂછો છો?
જયરાજ : અવાજ નીચે રાખીને વાત કરો, આસ્થાના ફોનથી છેલ્લો ફોન તમનેજ થયો છે એટલા માટે આ પૂછવું જરૂરી છે,
નિખિલ : આવું બની જ ના શકે, ઓહ માય ગોડ એનો મતલબ કે આસ્થાનું મર્ડર જાસ્મિને કર્યું છે...
વિજયભાઈ અને જયાબેન બંને ચોંકી જાય છે...
જયરાજ : વ્હોટ?? જાસ્મીન કોણ છે?? અને તને કેવી રીતે ખબર કે જાસ્મિનેજ મર્ડર કર્યું છે??
નિખિલ : એતો હવે એના ઘેર જઈનેજ પૂછીએ, ચલો સાહેબ મારી સાથે જાસ્મીનના ઘેર!!
જયરાજ વિજયભાઈ ને ઘેર રોકાવાનું કહીને પોતે એકલો નીકળે છે નિખિલ જોડે જાસ્મીનને પકડવા...
જયરાજ : (મનમાં ) જાસ્મીન જ હસીના લાગે છે મને તો, હે ભગવાન એ પકડાઈ જાય તો ખેર નથી એની...

********************

આ બાજુ રાહુલ અને સબ ઇન્સ્પેક્ટર કિશન હસીનાના દરેક લેટર ટેબલ ઉપર રાખે છે અને વિચારે છે કે આખરે હસીના કઈ રીતે એમને હિન્ટ આપતી હોય છે,
રાહુલ : મળી ગઈ એક હિન્ટ, જુઓ સર સુનિતા અને નિશિકા બંને મોડેલ હતી અને પૈસા માટે કઈ પણ કરી નાખતી, એટલે એ બંને અલગ હતા, હવે રહી આસ્થા તો નિશિકા જોડેથી જે લેટર મળ્યો એમાં લખ્યું છે કે ' " દરેક નાં જીવન માં હોય છે એક શ્રદ્ધા કે એમનો ભગવાન એમને આવનારી મુસીબતો થી બચાવી લેશે પણ હસીનાથી એમને કોઈ નહી બચાવી શકે' મતલબ કે શ્રદ્ધા એટલેકે આસ્થા, જે હિન્ટ હતી પણ આપણને ખબરજ ના પડી
કિશન : વાહ રાહુલ તે તો શોધી નાખ્યું કે આ હસીનાની હિન્ટ્સ આખરે કેમની હોય છે, હવે આપણે આસ્થા જોડેથી મળેલા લેટરથી જાણવું પડશે કે એનો આવતો શિકાર કઈ માસૂમ હશે??
રાહુલ : એ પણ શોધી કાઢીશું સર, ચિંતા ના કરો...
કિશન : હા તો હવે બાકીના લેટર મૂકીને એ લેટર પર ધ્યાન આપીએ...

************************

આ બાજુ હસીના લેડી કિલર આસ્થાના ન્યૂઝ ચેનલ પર જોઈને કાતિલ મુસ્કાન વેરી રહી હતી, અને બબડી રહી હતી ' તો હવે કાલની હેડલાઇન્સ શું હશે?? '
' પોપ્યુલર અભિનેત્રી અનુષ્કા લોખંડે નું ખોફનાક મર્ડર '
હાહાહા
એટલામાં અચાનક ડોરબેલ વાગે છે..
'અત્યારે વળી કોણ આવ્યું હશે?? ' હસીના બબડતી બબડતી દરવાજો ખોલવા જાય છે.

********************

દરવાજે કોણ આવ્યું હશે?? શું જયરાજ અને નિખિલ જાસ્મીન ઉર્ફ હસીનાને પકડી શકશે?? શું હસીનાનો ખૂની ખેલ ખતમ થઇ જશે?? જાણવા માટે વાંચતા રહો હસીના - the lady killer નો આવતો ભાગ...