Mulakat vinani mitrata - 2 books and stories free download online pdf in Gujarati

મુલાકાત વિનાની મિત્રતા - 2

આપણે જોયું કેવી રીતે હેત અને મીરાં એકબીજાના કોન્ટેસ્ટમાં આવ્યા, હવે શું થશે આગળ એ જોઈશું આ બીજા ભાગમાં...






જ્યારે કોઈ ખાસ વ્યક્તિ ગુડ નાઈટ વિશ કરે ને ત્યારે સુવાની એ મજા કંઈક વધારે જ આવી જાય છે?. એવું જ કંઈક થયું હતું આજે હેત જોડે રોજની ઢગલો ચિંતાઓ ભૂલીને એ ક્યારે સૂઈ ગયો એને કંઈ ખબર જ ના પડી. સવારે એ જ્યારે ઉઠ્યોને ત્યારે એના ચહેરા પર કંઈક અલગ જ પ્રકારની ખુશી હતી જેને એ શબ્દોમાં ના વર્ણવી શકે?. એમાંય બાજુના ઘરે TV પર સવારમાં વાગી રહેલું ગીત કિસી શાયર કી ગઝલ જો દે રૂહ કો સુકૂન કે પલ કોઈ મુકો યું મિલા હે જૈસે બનજારે કો ઘર? એના દિલ પર હળવા હળવા ટકોરા કરી રહ્યું હતું.

ત્યાર પછી એ તૈયાર થઈને કોલેજ ગયો જ્યાં એનો ખાસ દોસ્ત એની રાહ જોઈ રહ્યો હતો, કિશન જેને એ કોલેજ ના પહેલાં દિવસે જ મળ્યો હતો. જતાં જ એને સારી એવી ગાળો સાંભળવા મળી? કિશન તરફથી કે કયાં હતો અત્યાર સુધી. પછી હેતે કિશન ને બધી વાત કરી કે કેવી રીતે મીરાંને એણે રિકવેસ્ટ મોકલી અને એણે એના મેસેજ નો રિપ્લાય આપ્યો એની શાયરીની તારીફ કરી. આ બધું સાંભળીને કિશન બોલ્યો બસ ભાઈ હવે એક દિવસ એ થયો નથી કેટલી તારીફ કરે એની? જવા દે એ બધું ને ચાલ ક્યાંક નાસ્તો કરવા જઈએ.
નાસ્તો કરતી વખતેય બસ હેત તો મીરાં વિશે જ વિચારી રહયો હતો કે શું વાત કરુ મીરાં જોડે કેવી રીતે એને ફ્રેન્ડ બનાવું?.

એ આખો દિવસ એ બસ મીરાંના જ વિચારોમાં ખોવાયેલી રહ્યો. રાત્રે જમીને જ્યાંરે એણે મોબાઈલ લીધો તો જોયું કે મીરાં ઓનલાઈન જ હતી. પણ કહેવાય છે ને કે ગમતી વ્યક્તિ ઓનલાઈન હોય એના કરતા ટાઈપિંગ કરતી હોયને ત્યારે વધારે ગમે?. હવે હેત બસ એમ જ વિચારી રહ્યો હતો કે શું કરુ મેસેજ કરુ કે નહી ? અને કદાચ મેસેજ કરી લઈશ તો શું એ રિપ્લાય આપશે કે નહી આપે. પછી એણે નક્કી કરી દીધું કે મેસેજ કરીશ તો રિપ્લાય આપશે હું મેસેજ જ નહી કરુ તો એ રિપ્લાય કયાંથી આપશે એમ વિચારીને એણે મેસેજ કરી જ દીધો... Hiiiii?

અને પછી બસ ઘણીબધી અસમંજસમાં બહું બધા વિચારો વચ્ચે એ આંખો બંધ કરીને રાહ જોવા લાગ્યો એ એક નોટિફિકેશન રાહ જોવા લાગ્યો?. એક એક નોટિફિકેશન પર એ આંખો ખોલીને ધક ધક કરતી ધડકન વચ્ચે મોબાઈલ ચેક કરતો હતો કે એ કયાંક મીરાંનો મેસેજ તો નથી આવ્યો ને અને છેવટે......??







શું લાગે છે તમને કે શું થશે શું કાલના જેમ ખુશ થવાનો વારો આવશે હેતનો કે પછી નિરાશ થઈ ને રાહ જોતા જોતા જ એને સુઈ જવુ પડશે? ? શું થશે મીરાંના મનમાં જ્યારે એ હેતનો મેસેજ જોશે ત્યારે શું એ હેતુને રિપ્લાય આપશે ?? શું ફેર વચ્ચે દોસ્તી થશે ?? ઉફફ? બોવ બધા છે પ્રશ્ન છે જોઈએ શુંં થાય છે...


હેતે મેસેજ તો કરી દીધો પણ એ બેચેન થઈ ગયો હતો કે આ રિપ્લાય આપશે કે નહી આપે. એટલી વારમાં એને એક વિચાર આવ્યો જેને લખવા માટે એ મોબાઈલ મુકીને ડાયરીમાં લખવા લાગ્યો કે,

તને ખબર છે બેચેની એટલે શું ?
જ્યારે તને મેસેજ કર્યો હોય ને ત્યારે મારુ વારેઘડીએ ચેક કરવું કે તારો રિપ્લાય આવ્યો કે નહીં...

આટલું ડાયરીમાં લખીને એ પાછો મોબાઈલ લઈને રિપ્લાયની રાહ જોવા લાગ્યો. અને આખરે 5 મિનિટ રહીને મીરાં નો રિપ્લાય આવ્યો.

હાય : મીરાં
હવે તો હેત ખુશ ખુશ થઈ ગયો કે વાહ રિપ્લાય આપ્યો તો ખરાં. હવે મજા આવશે.?
તરત એણે પૂછ્યું કેમ છો ??
મજામાં અને તમે મીરાં એ રિપ્લાય આપ્યો.
હું પણ હવે મજામાં છું હેતે કહયું
હવે એટલે ?? મીરાંએ પુછ્યું.
અરે કંઈ નહી એતો એમજ હેતે સ્મિત સાથે રિપ્લાય કર્યો.
સરસ મીરાં એ કહ્યુ.
હવે હેત વિચારી રહયો હતો કે હવે શું કવ. શું વાત કરુ તો એને રસ પડે. હજુ તો એ વિચારી રહ્યો હતો ને ત્યાં જ મીરાંનો મેસેજ આવ્યો.
તમે બહું જ મસ્ત લખો છો.
હેત તો હવે હવામાં જ ઉડવા લાગ્યો, કે હાશ ચલો આણે નોટિસ તો કર્યુ કે હું લખું છું.
Thank you : હેત
મોસ્ટ વેલકમ, બાય ધ વે આ લખો છો એ કોના માટે ?? : મીરાંએ કહ્યું
કોઈ છે જ નહી આ તો એમ જ મનમાં આવે એમ લખે રાખુ છું હેત એ કહ્યુ.
મીરાં : ઓહ, એવું તો બને જ નહી હો કે આટલું મસ્ત લખો છો ને કોઈ હોય નહી એમ.
હેત : અરે સાચેમાં કોઈ જ નથી?
મીરાં : ના હો, આ બધા કંઈ એમ જ નથી બની જતા રોકો કવિ અને શાયર.
હેત : ઓહ હો! તમને બોવ ખબર લાગે છે શાયરોની?
મીરાં : ખબર તો રાખવી જ પડેને.
હેત : અચ્છા?
મીરાં : હા, પણ મને રિકવેસ્ટ મોકલવાનું કોઈ કારણ, તમે ઓળખો છો મને ??
હેત : ના હવે આ તો તમારુ ડીપી જોઈને મોકલાઈ ગઈ??
મીરાં : ઓહ હો એટલું બધુ સારુ છે ડીપી?
હેત : હા બોવ જ??
મીરાં: બસ પણ હવે કેટલી તારીફ હોય
હેત : ચિંતા ના કરો નજર નહી લાગી જાય?
મીરાં : ના હું એવું બધું માનતી નથી.

હેત હવે મનમાં વિચારવા લાગ્યો કે હવે ફ્રેન્ડશીપ માટે કંઈક કરવું પડશે પણ શું કરુ જો સીધે સીધું પૂછીશ તો ના પણ પાડી દેય પણ કંઈક તો કરવું જ પડશે પણ શું ?



તમને શું લાગે છે હેત ફ્રેન્ડશીપ કરવા માટે શું કરશે અને શું મીરાં માની જશે. એ હેત જોડે ફ્રેન્ડશીપ કરશે કે નહી કરે જોઈએ આગળ શું થાય છે હવે.......