Devil Return-1.0 - 11 books and stories free download online pdf in Gujarati

ડેવિલ રિટર્ન-1.0 - 11

ડેવિલ રિટર્ન-1.0

(11)

અમરત ની લાશ બાદ રાધાનગરમાં અન્ય આઠ લોકોની લાશ મળ્યાં બાદ ફરીવાર કોઈ અન્ય વ્યક્તિનો ભોગ ના લેવાયાં અને આ બધી કરપીણ હત્યાઓને અંજામ આપનારો વહેલી તકે પકડાઈ જાય એ માટે અર્જુન આખાં શહેરમાં સખત પોલીસ બંદોબસ્ત ગોઠવે છે.વાઘેલાની ટુકડી જ્હોનને જોઈ એને શોધતી શોધતી આગળ વધે છે..બ્રાન્ડન અને ડેઈઝી પોતાની ચાલાકીથી અશોક અને એનાં સાથી કોન્સ્ટેબલો ને ભ્રમ માં મૂકી ઓચિંતો હુમલો કરી દે છે.

મોહનકાકાની કારમી ચીસ સાંભળતાં જ અશોકનું ધ્યાન એમની તરફ ગયું અને એનાં લીધે એને બ્રાન્ડન પર છોડેલી ગોળી બીજી તરફ જઈને એક વૃક્ષ સાથે અથડાઈ.

અશોકે પોતાનાં હાથમાં રહેલી ટોર્ચનો પ્રકાશ મોહનકાકા તરફ ફેંક્યો તો એને જોયું કે એક કાળાં કપડામાં સજ્જ યુવતી એમની ગરદન પર બચકું ભરી રહી હતી..જે બ્રાન્ડનની બહેન ડેઈઝી હતી.આ જોઈ અશોક નું દિમાગ તો સુન્ન મારી ગયું..મોહનકાકા ની જોડે રહેલાં અન્ય ત્રણ કોન્સ્ટેબલો અને હરિ એમની મદદ માટે દોડીને એમની તરફ અગ્રેસર થયાં.

એ લોકોને પોતાની તરફ આગળ આવતાં મોત ને સમજવામાં અસમર્થ રહ્યાં..અને એવાં શક્તિશાળી જીવો થી મોહનકાકા ને બચાવવાની કોશિશમાં કોઈ આયોજન વગર આગળ વધ્યાં જ્યાં સફળતા હાથ લાગવાની શક્યતા લગભગ શૂન્ય જ હતી.

ડેઈઝી એ પોતાની તરફ આગળ આવતાં હરિ સહિત નાં અન્ય ત્રણ કોન્સ્ટેબલોને જોતાં જ મોહનકાકા ને ઘવાયેલી હાલતમાં એમ જ પડતા મૂક્યાં અને ઊંચી છલાંગ લગાવી એ લોકોની સામે અચાનક આવીને ઉભી રહી..ડેઈઝી નો પ્રતિકાર કરવાનું એ લોકો વિચારે એ પહેલાં તો પોતાની સ્ફૂર્તિ અને ગતિ વડે એ ચારેય કંઈપણ સમજે એ પહેલાં તો બધાં જ જમીનદોસ્ત થઈ ગયાં..અને દર્દથી કરાહતાં જમીન પર આશ્ચર્ય સાથે એકબીજાની તરફ જોઈ રહ્યાં.

પોતાનાં સાથીદારોની આવી દુર્દશા જોઈ આભો બની ગયેલો અશોક થોડો હકીકતની દુનિયામાં પાછો આવ્યો..ચાર પુરુષો ને પળભરમાં ધૂળ ચાટતાં કરીને પુનઃ મોહનકાકા ની તરફ આગળ વધતી ડેઈઝી ને ઉદ્દેશીને અશોક જોરથી સાદ આપતાં બોલ્યો.

"એ તું ઉભી રે.."

અશોક નાં આમ બોલવાની ડેઈઝી ઉપર કોઈ અસર ના થઈ અને એ પોતાની જ ધૂનમાં મોહનકાકા તરફ આગળ વધી રહી હતી..હવે અશોકને આ બધું જોઈ ડર પણ લાગી રહ્યો હતો અને આ વિચિત્ર શક્તિશાળી સજીવો પર ગુસ્સો પણ આવી રહ્યો હતો..અશોકે આ ગુસ્સામાં જ દાંત કસકસાવીને પોતાની રિવોલ્વરનું નાળચુ ડેઈઝી તરફ કર્યું અને એમાંથી ગોળી છોડવા જ જતો હતો ત્યાં ખૂબ તીવ્રતાથી બ્રાન્ડન વીજળીવેગે આવીને અશોક સાથે અથડાયો.

બ્રાન્ડન ની ટક્કર એટલી જોરદાર હતી કે સુકલકડી શરીર ધરાવતો અશોક જમીન થી પાંચેક ફૂટ હવામાં ઊંચે ઉછળીને જમીન પર પડ્યો અને એની રિવોલ્વર એનાં હાથમાંથી છટકી ગઈ..બ્રાન્ડન ની તીવ્રતા જોઈ અશોક એટલું તો સમજી જ ગયો હતો કે આ સજીવો જે કંઈપણ હતાં પણ એમનો મુકાબલો કરવો હાલ પૂરતો તો શક્ય નથી.

અશોક ને ટક્કર આપી ભોંયભેગો કર્યાં બાદ બ્રાન્ડને પોતાની બહેન ડેઈઝી તરફ જોયું તો ડેઈઝી એ પણ સ્મિત આપી બ્રાન્ડન ની હિંમત અને ચતુરાઈ ની પ્રશંસા કરી..ડેઈઝી પાછી જઈને મોહનકાકા ની જોડે બેસી ગઈ અને પોતાનો ચહેરો ઝુકાવી પોતાનાં અણીદાર દાંત ની જોડ મોહનકાકાનાં ગળામાં ઘુસેડી દીધાં.

આ જોઈ બ્રાન્ડન પણ અશોક ની તરફ આગળ વધ્યો..એનો ઈરાદો સમજતો અશોક તુરંત જમીન પરથી બેઠો થવાં જતો હતો ત્યાં બ્રાન્ડન દોડીને એનાં સુધી પહોંચી ગયો અને એક જોરદાર લાત સાથે અશોકને પુનઃ જમીનદોસ્ત કરી દીધો..બ્રાન્ડન દ્વારા પેટ ઉપર મારવામાં આવેલી લાત એટલી જોરદાર હતી કે અશોક બેવડ બનીને જમીન પર પડી ગયી..હવે ફરીવાર એ ઉભો થશે એની શકયતા નહીંવત હતી.

અશોકની ઉપર થયેલો હુમલો જોઈ હરિ અને બાકીનાં કોન્સ્ટેબલો જમીન પરથી ઉભાં થઈ બ્રાન્ડન ની સામે મેદાને તો પડ્યાં પણ એમની હાલત પણ અશોકની જેવી જ થઈ ગઈ..બે-ત્રણ મિનિટમાં તો એ બધાં પણ બ્રાન્ડન નાં હાથે બરાબરની પીટાઈ બાદ માટીમાં આળોટતાં થઈ ગયાં.એ લોકોની આવી દશા કર્યાં બાદ વિજયસુચક સ્મિત સાથે બ્રાન્ડન અશોકની તરફ આગળ વધ્યો..બ્રાન્ડન માટે પોતાની ઉપર અને પોતાની બહેન ઉપર ગોળી ચલાવનાર અશોક હાલપુરતો તો મેઈન ટાર્ગેટ હતો.

અશોક ની સાથે એનાં અન્ય સાથીદારો પણ એ સમજી જ ચુક્યાં હતાં કે જેવી હાલત મોહનકાકા ની છે એવી જ હાલત નજીકમાં અશોકની પણ થવાની છે..મોહનકાકા પણ બેહોશીની હાલતમાં પહોંચીને ધીરે-ધીરે પોતાનાં શરીરમાંથી ઓછાં થતાં રક્તની સાથે મોત તરફ આગળ વધી રહ્યાં હતાં.

****

ભાઈ બહેનની એક જોડી બ્રાન્ડન અને ડેઈઝી એ તો છ-છ પોલીસ અધિકારીઓને હંફાવી દીધાં હતાં..અને બીજી ભાઈ બહેનની જોડી એટલે જ્હોન અને ટ્રીસા પણ હવે વાઘેલા અને એની ટુકડી પર હુમલો કરવાની અણી ઉપર આવી પહોંચ્યાં હતાં.

વાઘેલા અત્યારે સરતાજ અને અન્ય ચાર કોન્સ્ટેબલો સાથે છેક વડની જોડે પહોંચવા આવ્યો હતો..વડની ઉપર અંધકાર નો ફાયદો ઉઠાવીને છુપાઈને બેસેલાં જ્હોન અને ટ્રીસાનું ધ્યાન એ લોકોની ઉપર હતું..જેવાં એ બધાં પોતાની હદમાં આવી પહોંચે એ સાથે જ એ લોકો પર હુમલો કરવાની જ્હોન અને ટ્રીસા તૈયારી કરીને જ બેઠાં હતાં.

વાઘેલા અને એની ટુકડીએ પણ એ જ ભૂલ કરી જે અશોકની ટુકડી કરી ચુકી હતી..જે હતી અજવળાં ની જગ્યાએ અંધારામાં આવવું..મનુષ્ય ની દ્રષ્ટિ ક્ષમતા જ્યાં અંધકાર માં નબળી પડતી હતી ત્યાં એ બંને ભાઈ બહેન એકદમ સ્પષ્ટ પણે વાઘેલા, સરતાજ અને અન્ય કોન્સ્ટેબલો ને પોતાની તરફ આગળ વધતાં જોઈ રહ્યાં હતાં..વાઘેલા અને એની ટુકડી વડથી માંડ દસેક ડગલાં દૂર હતી ત્યાં એક કાનમાં વાગતો તીણો અવાજ વતાવરણમાં ગુંજી ઉઠ્યો.

સન્નાટા ને ચીરતો આ ધ્વનિનાદ જેવો વાઘેલા અને એનાં સાથી કર્મચારીઓએ સાંભળ્યો ત્યાં તો એમનું હૃદય જાણે એકાદ ધબકારો ચુકી ગયું..ડર અને આશ્ચર્યનાં બેવડાં ભાવ સાથે એ લોકોએ અવાજની તરફ ધ્યાન આપ્યું તો એમને થોડાં ઘણાં અજવાશમાં આકાશમાં ઊડતી સેંકડો વાગોળો દેખાઈ.આ વાગોળો જાણે કોઈ વસ્તુથી ડરીને આવો વિચિત્ર અવાજ પેદા કરી રહી હોવાનું મહેસુસ થઈ રહ્યું હતું.

વાગોળો અમુક અંતરે પહોંચ્યાં બાદ એમનો અવાજ ઓછો થતાં વાઘેલા એ ઘેઘૂર ઉભેલાં ઘટાટોપ વડની તરફ નજર ફેંકી..આ સાથે જ વાઘેલાની નજરોએ કંઈક એવું નોંધ્યું જેને એને કંઈક ત્વરિત નિર્ણય લેવાં મજબુર કર્યો.

"અહીં કોઈ નથી લાગતું..એ નક્કી તારો કોઈ ભ્રમ હશે સરતાજ..ચલો પાછાં તાપણી જોડે.."વડની ઉપર બેસેલાં જ્હોન અને ટ્રીસાની ચમકતી આંખો જોઈ ગયેલો વાઘેલા પોતાની ટુકડીને સલામત જગ્યાએ લઈ જવાનાં ઉદ્દેશથી બોલ્યો.

"પણ સાહેબ મેં સાચેમાં અહીં વડની જોડે કોઈક તો જોયું હતું.."વાઘેલા જોડે દલીલ કરતાં સરદાર બોલ્યો.

"અરે સરદારજી..કોઈ નહોતું અહીં..એ તમારો ભ્રમ જ હતો.."સરતાજની તરફ જોઈ આંખ મારી વાઘેલા બોલ્યો.

વાઘેલા કંઈક કારણોસર ત્યાંથી પાછાં વળવાનું કહી રહ્યો હતો એ હવે સરતાજ ને સમજાતાં એને વાઘેલા ની વાતમાં હામી ભરતાં કહ્યું.

"સાચેમાં..તમે કહો છો એવું જ હશે..નક્કી મને જ કોઈ દ્રષ્ટિભ્રમ થયો હશે.."

આ સાથે જ વાઘેલા પોતાની ટુકડીને સાથે લઈને પાછો એ લોકો જ્યાં મોજુદ હતાં ત્યાં તાપણી જોડે આગળ વધ્યાં.. પોતાનો હાથમાં આવેલો શિકાર આમ પોતાનાથી દૂર જતો જોઈ જ્હોન જોરદાર ચિડાઈ ગયો..અને એ ગુસ્સામાં આવી વાઘેલાની ટુકડી પર હુમલો કરવાં વડ ઉપરથી નીચે કુદયો.

જ્હોનનાં વડ ઉપરથી કુદવાનાં લીધે જે ધ્વનિ પેદા થયો એ વાઘેલા અને એની સાથે મોજુદ પોલીસ કર્મચારીઓએ પણ સાંભળ્યો..અવાજ સાંભળવાં છતાં વાઘેલા એ એ લોકોને ઈશારાથી પાછું જોવાની ના કહી અને ચૂપચાપ સાવચેતીથી આગળ વધવા કહ્યું.

આ સાથે જ જ્હોન દબાતાં પગલે એકદમ શાંતિ સાથે વાઘેલા અને એની ટુકડી તરફ અગ્રેસર થઈ રહ્યો હતો..હજુપણ વડ ઉપર બેસીને પોતાનાં ભાઈ જ્હોનને જોતી ટ્રીસા એ એ લોકોની ખાસ ટેલીપથી પદ્ધતિથી જ્હોન સાથે સંપર્ક સાધી એને પાછું વળવાનું કહ્યું..પણ જ્હોનનાં મગજમાં તો બસ આ લોકોનું લોહી પીને પોતાની તલપ શાંત કરવાની ઈચ્છા હતી..એટલે એને ટ્રીસા ની કોઈ વાત કાને ના ધરી અને એ જ ગતિમાં વાઘેલા અને એની ટુકડી પાછળ વધવા લાગ્યો.

"આ લોકો નક્કી અમને બે ને જોઈ જ ગયાં હતાં..એટલે જ એ લોકો આગળ વધતાં અટકી ગયાં અને અજવાશમાં જવાં પાછા વળ્યાં.. ભાઈ એમની પાછળ આવે છે એમની પણ શાયદ એ લોકોને ખબર છે..મારે કંઈક કરવું પડશે ભાઈની મદદ કરવાં.."મનોમન આમ બોલતી ટ્રીસા પણ વડ ઉપરથી ઉતરીને વિજળીવેગે દોડીને પોતાનાં ભાઈ જોડે જઈને ઉભી રહી.

ટ્રીસા ને આમ પોતાની સાથે કદમથી કદમ મિલાવીને ચાલતાં જોઈ જ્હોનને ઘણું સારું લાગી રહ્યું હતું..ટ્રીસા હવે પોતાની સાથે હોવાથી બમણી સ્ફૂર્તિ સાથે જ્હોન પોલીસકર્મીઓનો પીછો કરવાં લાગ્યો.

તાપણાં થી હવે વાઘેલા માંડ વીસેક ડગલાં દૂર હતો..અને આગ અને લાઈટ નાં લીધે અજવાળું વધી રહ્યું હતું..આ જોઈ જ્હોને ટ્રીસા તરફ જોયું અને ગરદન હલાવી ટ્રીસા ને એ લોકો પર હુમલો કરવાં તૈયાર થઈ જવાનું કહ્યું..પણ જ્હોન અને ટ્રીસા વાઘેલા અને એનાં સાથીદારો પર હુમલો કરે એ પહેલાં તો વાઘેલા અને એનાં પાંચેય સાથીદારો જ્હોન અને ટ્રીસાની તરફ શરીર ઘુમાવી ઉભાં થઈ ગયાં.

એ છ એ લોકોનાં હાથમાં પોતપોતાની સર્વિસ રિવોલ્વર હતી જેનું નાળચુ જ્હોન અને ટ્રીસા ઉપર મંડાયેલું હતું..ક્યાં શિકાર કરવાં આવ્યાં હતાં અને ક્યાં શિકાર બની ગયાં.. એવો ઘાટ ટ્રીસા અને જ્હોન માટે રચાયો હતો..છ લોકો હાથમાં રિવોલ્વર સાથે મોજુદ હોવાં છતાં ના જ્હોન નાં ચહેરા પર ડરની એકેય રેખા હતી ના ટ્રીસા નાં ચહેરા પર..!

★★★

વધુ આવતાં અંકમાં.

આ ચાર ભાઈ બહેન હકીકતમાં કોણ હતાં..? પોલીસકર્મીઓ એ લોકોનાં હુમલાથી બચી શકશે..? અર્જુન કઈ રીતે આ બધી ઘટનાઓ પાછળનું કારણ શોધી શકશે..? રાધાનગરનાં બદલાયેલાં વાતાવરણનું કારણ શું હતું..? આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો નવો ભાગ..આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે એની નોંધ લેવી.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો..આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન.આર.પટેલ (શિવાય)