Devil Return-1.0 - 19 books and stories free download online pdf in Gujarati

ડેવિલ રિટર્ન-1.0 - 19

ડેવિલ રિટર્ન-1.0

(19)

રાધાનગરમાં બનતી રહસ્યમયી હત્યાઓ પાછળ જવાબદાર રક્તપિશાચ લોકોનો અંત કઈ રીતે થશે એ શેખ જોડેથી જાણી લીધાં બાદ અર્જુન યુવી લાઈટ વડે ટ્રીસા ને મારી નાંખે છે અને એનાં મૃતદેહ ને ફોરેન્સિક લેબ મોકલાવે છે.ક્રિસ પોતાની શક્તિ વડે ટ્રીસા ક્યાં છે એ જાણી લઈને ટ્રીસા ને બચાવી લેવામાં સફળ થાય છે..લેબમાં પોતાનાં ત્રણ આસિસ્ટન્ટ ની લાશ અને ડરેલી હાલતમાં મળેલાં દિપક ને જોઈ શેખ અર્જુનને ત્યાં બોલાવે છે..કુલ સાત રક્તપિશાચ છે એ દિપક જોડેથી જાણ્યાં બાદ અર્જુન અમુક સવાલોનાં જવાબ શોધવા ક્યાંક જવાનું નક્કી કરે છે.

અર્જુન અને નાયક જ્યારે પોલીસ સ્ટેશન આવ્યાં ત્યારે આઠ વાગી ચુક્યાં હતાં..અંધકાર દૂર થઈ ચૂક્યો હતો અને સૂર્યપ્રકાશ સમગ્ર શહેરમાં પથરાઈ ચુક્યો હતો.

"નાયક..તું બધાં પોલીસકર્મીઓ ને કોલ કરી પોલીસ સ્ટેશન આવવાં જણાવી દે..હવે દિવસે એ રક્તપિશાચ લોકો નહીં આવે એ નક્કી છે..કેમકે સૂર્યમાંથી નીકળતી અલ્ટ્રાવાયોલેટ કિરણો એ લોકો સહન કરી શકે એમ નથી.."અર્જુને જીપમાંથી ઉતરી પોલીસ સ્ટેશન તરફ જતાં નાયક ને કહ્યું.

"સારું.."નાયકે ટૂંકમાં જવાબ આપ્યો અને પછી સરદાર પટેલ ગાર્ડન જોડે હાજર અશોક, મસ્જિદ જોડે હાજર અબ્દુલ અને જાની ને પોલીસ સ્ટેશનમાં આવી જવાં જણાવ્યું.

અર્જુન સીધો જ પોતાની કેબિનમાં પ્રવેશી..રોલિંગ ચેરમાં આંખો બંધ કરીને બેઠો..એક તો રાત ભરનો ઉજાગરો અને વધારામાં પહેલાં આનંદની ને ત્યારબાદ આઘાત ની ઘટના એ અર્જુનને વ્યથિત બનાવી દીધો હતો..કેમેય કરી અર્જુનનાં મનમાંથી એ રક્તપિશાચો અંગેનાં વિચારો જવાનું નામ નહોતાં લઈ રહ્યાં.

"સાહેબ..આવું..? "અર્જુનનાં કેબિનનો દરવાજો ખટખટાવતા નાયક બોલ્યો.

"હા..આવ.."આંખો ખોલી નાયક ને અનુમતિ આપતાં અર્જુન બોલ્યો.

અર્જુનની અનુમતિ મળતાં જ નાયક હાથમાં બે ચા નાં કપ લઈને અર્જુનની કેબિનમાં પ્રવેશ્યો..એક કપ અર્જુનની તરફ લંબાવી નાયક બોલ્યો.

"સાહેબ..લો ગરમાગરમ આદુ મસાલા વાળી સ્પેશિયલ ચા.."

"સારું કર્યું..હું આમ પણ ચા મંગાવવાનું જ કરતો હતો.."અર્જુન ચા નો કપ હાથમાં લેતાં બોલ્યો.

અર્જુને ચા નો એક ઘૂંટ ભર્યો અને પછી પોતાની કુટેવ મુજબ મારબોલો સિગરેટ નું પેકેટ ટેબલનાં ડ્રોવરમાંથી બહાર નીકાળી એમાંથી એક સિગરેટ કાઢી એને સળગાવી..બે-ચાર કશ ભર્યાં બાદ અર્જુને નાયક ને કહ્યું.

"નાયક..બધાં ને કોલ કરી દીધો..? "

"હા..થઈ ગયો..અને જાની તો આવી પણ ગયો.."નાયક બોલ્યો.

"સારું..તો બાકીનાં બધાં આવી જાય એટલે એ લોકોને ઘરે રવાના કરી તું પણ ઘરે જઈ શકે છે.."અર્જુન હજુ આટલું બોલ્યો હતો ત્યાં એનાં ફોનની રિંગ વાગી..અર્જુને જોયું કે એની પત્ની પીનલ નો કોલ હતો.

"અને હા..બધાં ને કહી દેજે કે સાંજે પાંચ વાગ્યાં પહેલાં પોલીસ સ્ટેશનમાં આવી જાય.."આટલું કહી અર્જુને ફોન રિસીવ કરવાં લીલું બટન દબાવ્યું..અર્જુન હજુ પીનલ જોડે વધુ વાત કરે એ પહેલાં નાયક અર્જુનની કેબિનમાંથી બહાર નીકળી ગયો.

"ગુડ મોર્નિંગ..પીનુ.."ફોન રિસીવ કરતાં જ અર્જુન પ્રેમથી બોલ્યો.

"વેરી ગુડ મોર્નિંગ.."પીનલ પ્રત્યુત્તર માં બોલી.

"કેમ સવાર સવારમાં કોલ..? "અર્જુને વિસ્મયનાં ભાવ સાથે પૂછ્યું.

"કેમ ના કરું..? ..એવું હોય તો કહી દો..હું નહીં કરું.."પીનલ ગુસ્સા સાથે બોલી.

"અરે એવું નહીં.. આતો આમ અચાનક કોલ આવ્યો એટલે કહ્યું બકુ.."પીનલ ને સમજાવતાં અર્જુન બોલ્યો.

"હા..હવે માખણ ના લગાવ..એ બોલ ક્યારે આવે છે ઘરે..? "પીનલે સવાલ કર્યો.

"મારે આવતાં હજુ બે-ત્રણ કલાક લાગી જ જશે.."અર્જુન પીનલનાં સવાલનો જવાબ આપતાં બોલ્યો.

"સારું..ત્યારે તું આવ પછી એક વાત કરવી છે.."પીનલ બોલી.

"બોલ ને..શું વાત છે..? "અર્જુને પૂછ્યું.

"તું રૂબરૂ આવ પછી શાંતિથી વાત કરું..આમ ફોન ઉપર મજા નહીં આવે.."પીનલ બોલી.

"સારું..વાંધો નહીં.. હું થોડું કામ છે એ પતાવીને આવું જ છું.."અર્જુન બોલ્યો.

"સારું..બાય..લવ યુ.."પીનલ બોલી.

"બાય.. લવ યુ ટુ.."અર્જુનનાં આટલું બોલતાં જ પીનલે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

પીનલ નો આ કોલ અર્જુનનાં મનમાં ઘણાં નવાં સવાલોને જન્મ આપનારો સાબિત થયો હતો..ક્યાંક પોતે કોઈ ખાસ દિવસ તો નથી ભૂલી ગયો ને એ પણ અર્જુને યાદ કરી લીધું..કેમકે સ્ત્રીઓ બીજું બધું ભૂલે પણ જન્મ દિવસ અને મેરેજ એનિવર્સરી તો ના જ ભૂલે..પણ આજે એવો કોઈ ખાસ દિવસ ન હોવાથી પીનલ રૂબરૂ મળીને શું વાત કરવાની હતી એ વિષયમાં મનોમંથન કરતાં કરતાં અર્જુન પોતાની કેબિનમાંથી બહાર નીકળ્યો.

અર્જુનનાં બહાર નીકળતાં જ બહાર જેમ-તેમ બેસેલાં બધાં કોન્સ્ટેબલો વ્યવસ્થિત રીતે ઉભાં થઈ ગયાં.. અર્જુને એમનું ગરદન હલાવી અભિવાદન સ્વીકાર્યું અને પોતાની રોયલ એનફીલ્ડ તરફ ચાલી નીકળ્યો.

પીનલ શું કહેવાની હતી એ જાણ્યાં પહેલાં પોતાનાં મનમાં રહેલાં રક્તપિશાચ અંગેનાં સવાલોનાં જવાબ મેળવવા જવું જરૂરી હતું..અને એટલે જ ઘરે જવાનાં બદલે અર્જુને બુલેટને બીજાં રસ્તે ભગાવી મુકી.

****

અર્જુનનાં મનમાં જે કંઈપણ સવાલો વિસ્ફોટ બનીને ઉહાપોહ મચાવી રહ્યાં હતાં એ સવાલોનાં જવાબ એને ફાધર વિલિયમ જોડેથી મળી રહેશે એવી અર્જુનની ગણતરી હતી..અને આમ પણ ફાધર થોમસ નાં મૃત્યુ પછી અર્જુન જ્યારે કોઈ અન્ય રસ્તો ના સૂઝતો ત્યારે ફાધર થોમસનાં ભાઈ એવાં ફાધર વિલિયમ ને મળવાં સેન્ટ લુઈસ ચર્ચ આવી પહોંચતો.

ઘણીવાર એવું બનતું કે અર્જુન પોતાનાં સવાલો ફાધર સમક્ષ રજુ પણ નહોતો કરતો અને એમની ખાલી મુલાકાત માત્ર અર્જુનને સાચી દિશામાં જવાની પ્રેરણા પુરી પાડતી..આજે પણ એવું જ કંઈક થાય એવી આશા એ ચર્ચ નાં બહાર પોતાની બુલેટને થોભાવી અને બુલેટ પરથી હેઠે ઉતરી ચર્ચમાં પ્રવેશ્યો.

અર્જુન ત્યાં આવ્યો ત્યારે પ્રેયર પુરી થઈ ચૂકી હતી..અને ફાધર વિલિયમ બધાંને બ્લેસિંગ આપી રહ્યાં હતાં..અર્જુનને જોતાં જ ફાધરે સ્મિત સાથે એનું અભિવાદન કર્યું..અર્જુન પણ બ્લેસિંગ માટે ઉભેલાં અન્ય લોકો ની સાથે હરોળમાં જોડાઈ ગયો.

"લોર્ડ જીસસ.. ઓલવેઝ બ્લેસ યુ માય ચાઈલ્ડ.."અર્જુનનો વારો આવતાં એનાં માથે હાથ મૂકીને ફાધર વિલિયમ સુભાષીશ આપતાં બોલ્યાં.

"થેંક્યું ફાધર..પણ આજે મારે બ્લેસિંગ સિવાય અન્ય ઘણી બીજી વસ્તુઓની પણ જરૂર છે.."અર્જુન ફક્ત ફાધર ને સંભળાય એમ બોલ્યો.

"એ તો તને અહીં આવેલો જોઈ તારાં ચહેરા ને જોતા જ સમજી ગયો હતો કે તું અકારણ નથી આવ્યો..અને આ ભગવાનનું ઘર છે અહીંથી તું ખાલી હાથ પાછો પણ નહીં જાય.."અર્જુનની વાત નાં પ્રતિભાવમાં ફાધરે કહ્યું.

"હું બહાર બગીચામાં બેઠો છું..તમે ત્યાં આવી શકાય તો આવો.."અર્જુન વિનંતી કરતાં બોલ્યો.

"તું બેસ..હું ફક્ત પાંચ મિનિટમાં આવું છું.."ફાધર વિલિયમનાં આટલું બોલતા જ અર્જુન ચર્ચમાંથી નીકળી બગીચા તરફ અગ્રેસર થયો..બગીચામાં રહેલાં હિંચકા પર બેસી બગીચામાં રહેલાં ફૂલ અને છોડ આમ કેમ સુકાઈ ગયાં છે એનું ચિંતન કરવાં લાગ્યો.

"શું જોવે છે માય ચાઈલ્ડ..? "અચાનક ફાધર વિલિયમનાં સવાલે અર્જુનનું ધ્યાન ખેંચ્યું.

"એ તો એ જોતો હતો કે આ ફૂલો, આ છોડ બધું કેમ સુકાઈ ગયું છે..? "ફાધર નાં માનમાં અર્જુને હિંચકામાંથી ઉભાં થઈ જવાબ આપતાં કહ્યું.

"આને એક રીતે કુદરત ની લીલા કહી શકાય..પણ મારાં મનમાં એ વાતનો સંશય છે કે આ કુદરતની લીલા માત્ર નથી પણ ઈશ્વરીય સંકેત છે એ વાતનો કે આ શહેર પર મહામુસીબત આવવાની છે.."જમીન પર કરમાઈને નીચે પડેલાં જાસૂદ નાં ફુલને હાથમાં લઈ એને કચરાપેટીમાં નાંખતાં ફાધર ચિંતિત સ્વરે બોલ્યાં.

"મહામુસીબત આવવાની નથી પણ આવી ગઈ.."ફાધરની વાત સાંભળતાં જ અર્જુનનાં મોંઢેથી નીકળી ગયું.

"તું શાંતિથી બેસ..બધી મને વિગતે વાત કર કે શું મહામુસીબત આવી ગઈ છે અને તારે મને શું પૂછવું છે..? "હિંચકા પર પોતે સ્થાન લીધાં બાદ અર્જુનને પોતાની જોડે બેસવાનો સંકેત કરતાં ફાધર વિલિયમે કહ્યું.

"ફાધર..તમને ખબર હશે કે આ શહેરમાં હમણાં થી એકપછી એક એમ નવ લોકોની લાશો મળી આવી..અને પછી નાઈટ પેટ્રોલીંગ કરતાં મોહનકાકા ની પણ નિર્દયી હત્યા કરવામાં આવી.."અર્જુન હિંચકામાં બેસતાં ની સાથે જ બોલ્યો.

"હા..હું કાલે જયપુર ધર્મસભામાં હાજરી આપીને પાછો આવ્યો ત્યારે મને આ વિશે માહિતી મળી હતી..અને સાચું કહું તો હું અહીંથી જયપુર જવા નીકળ્યો ત્યારથી મને કંઈક આફત અહીંના લોકો પર આવશે એવો ડર જરૂર હતો..તો કોઈ ખબર મળી કે આ બધી હત્યાઓ પાછળ કોણ છે..? કેમકે પોલીસતંત્ર દ્વારા આ વિષયમાં ઝાઝો ફોડ પાડવામાં નથી આવ્યો.."ફાધર વિલિયમે કહ્યું.

"પોલીસતંત્ર એ આ વિષયમાં માહિતી છુપાવી રાખી છે કેમકે આ વિષયમાં છુપાવવું જરૂરી હતું.."અર્જુન બોલ્યો.

"એવું તે શું છે કે શહેરીજનો પર જે આફત છે એ વિશે એમને પણ નથી જણાવી શકાય એમ..? "સવાલસુચક નજરે અર્જુન તરફ જોઈ ફાધર બોલ્યાં.

"વાત જાણે એમ છે કે.."આમ કહેતાં ની સાથે જ અર્જુને અત્યાર સુધી કોની અને કેવાં સંજોગોમાં હત્યાઓ થઈ એની વાત ફાધર ને કરી..ત્યારબાદ શેખ દ્વારા ફોરેન્સિક લેબમાં આ હત્યારાઓ પર થયેલું સંશોધન કઈ રીતે પોતાનાં કામ આવ્યું એ વિષયમાં પણ અર્જુને ટ્રીસા ની હત્યા સુધીની વાત વિગતે કરી.

આગળ અર્જુને ગતરાતે ટ્રીસા ની લાશ ને ફોરેન્સિક લેબમાં મોકલાવ્યાં પછી ત્યાં જે કંઈપણ ઘટિત થયું એ વિષયમાં પણ રજેરજની માહિતી ફાધર વિલિયમને આપી.

ફાધર વિલિયમ અર્જુન દ્વારા આપવામાં આવેલી બધી જ માહિતી ધ્યાન દઈને સાંભળી રહ્યાં હતાં..જેમાં એમને અર્જુન દ્વારા યુવી કિરણો થકી મારવામાં આવેલી યુવતી નું નામ, વાઘેલા ની ટીમ પર હુમલો કરતી વખતે જ્હોન અને ટ્રીસા વચ્ચેનાં સંવાદમાં થયેલો ક્રિસ અને પાયમોન દેવતાનો ઉલ્લેખ અને દિપક દ્વારા કરેલો ઈવ અને ડેવિડ નો ઉલ્લેખ..આ બધી વાતોની સાથે એ હત્યારાઓની હત્યાઓ કરવાની રીત અને એમની દુઃખતી રગ સમાન સૂર્યપ્રકાશની વાતનો એક ઘોળ તૈયાર કર્યો..અને આ સાથે જ એમનાં મુખેથી આશ્ચર્ય અને ભયનાં મિશ્રણમાં ડૂબેલો શબ્દ નીકળી ગયો.

"ધ વેમ્પાયર ફેમિલી.."

★★★

વધુ આવતાં અંકમાં.

શું હતી એ વેમ્પાયર ફેમિલીની સચ્ચાઈ..? ફાધર જોડેથી અર્જુનને એ સાતેય રક્તપિશાચ ભાઈ-બહેનો નો ભૂતકાળ જાણવાં મળશે..? અર્જુન શહેરનાં લોકોને આ રક્તપિશાચ લોકોથી કઈ રીતે બચાવશે..? અર્જુન કઈ રીતે આ બધી ઘટનાઓ પાછળનું કારણ શોધી શકશે..? રાધાનગરનાં બદલાયેલાં વાતાવરણનું કારણ શું હતું..? આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો નવો ભાગ..આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે એની નોંધ લેવી.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો..આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન.આર.પટેલ (શિવાય)