Devil Return-1.0 - 21 books and stories free download online pdf in Gujarati

ડેવિલ રિટર્ન-1.0 - 21

ડેવિલ રિટર્ન-1.0

(21)

ક્રિસ દ્વારા ફોરેન્સિક લેબ પર હુમલો કરી પોતાની બહેન ટ્રીસા ને બચાવી લીધાં બાદ અર્જુન રક્તપિશાચ સંબંધમાં અમુક સવાલોનાં જવાબ શોધવા ફાધર વિલિયમ જોડે જાય છે..અર્જુનની વાત સાંભળી ફાધર એને ધ વેમ્પાયર ફેમિલી વિશેની દંતકથા સંભળાવે છે..મિયારા રાજ્યમાં રાજા નિકોલસ અને એનાં દીકરા જિયાન નું ક્રૂર શાસન હોય છે..જિયાન નાં અત્યાચારો ને નાથન નામનો એક વ્યક્તિ પડકારે છે.

"જિયાન અને નાથન વચ્ચેની વિસરી ચુકાયેલી દુશ્મનીમાં નવો વળાંક લઈને આવી નાથનની નાની બહેન રેહાના.."ફાધર વિલિયમે વાત આગળ વધારતાં કહ્યું.

"રેહાના..? "ફાધરની વાત ધ્યાનથી સાંભળી રહેલાં અર્જુને આશ્ચર્ય સાથે કહ્યું.

"હા રેહાના..એ નાથન પોલોસ્કી ની નાની બહેન હતી.નાથનની માતા નાં અવસાન નાં લીધે નાથનનાં પિતાજીએ બીજાં લગ્ન કર્યાં હતાં.રેહાના નાથનની સૌતેલી માં ની દીકરી હતી અને એટલે જ એ નાથનથી ઉંમરમાં ઘણી નાની પણ હતી..છતાં પોતાનાં માતા-પિતા નાં અવસાન પછી નાથન અને નાથનની પત્ની નતાલીએ રેહાના ને માં અને બાપ બંને નો પ્રેમ આપ્યો."

"કહેવાય છે કે રેહાના એટલી ખુબસુરત હતી કે પૂનમનો ચંદ્ર પણ એની આગળ ઝાંખો પડે..રેહાના પોતાનાં ભાઈ-ભાભી ને ખેતરમાં મદદ કરતી..અને નાથન અને નતાલીનાં સાત સંતાનો ક્રિસ, ઈવ, ડેવિડ, ડેઈઝી, જ્હોન, બ્રાન્ડન અને ટ્રીસા નું ધ્યાન પણ રાખતી..રેહાના હવે પચ્ચીસ વર્ષની થવાં આવી હોવાથી નાથન અને નતાલી એનાં માટે સારો મુરતિયો સુધી એનાં લગ્ન કરાવવાનું વિચારી રહ્યાં હતાં."

"બધું એની જગ્યાએ સારી રીતે ચાલી રહ્યું હતું..બાજુનાં ગામમાં રેહાના માટે યોગ્ય જીવનસાથી બની શકે એવો યુવક પણ નાથન જોઈને આવ્યો હતો..યોગ્ય સમય આવતાં રેહાના ને આ વિશે જણાવવાનું નાથન મનોમન નક્કી કરી ચુક્યો હતો."

"આ બધાં ની વચ્ચે એક બે મિનિટ એવી આવી જેનાં લીધે એવું કંઈક બન્યું જે નવો જ ઇતિહાસ લખવાનું હતું..અને આ ઘટના એટલે જિયાન ની રેહાના સાથે થયેલી પ્રથમ મુલાકાત..આને મુલાકાત કરતાં ખાલી સંજોગોવશાત સામ-સામે આવી જવું કહી શકાય.. કેમકે મુલાકાત એને કહેવાય જ્યારે બે લોકો વચ્ચે કંઈક વાત થાય..કોઈ ઓળખાણ થાય."

"આ ઘટના ત્યારે બની જ્યારે જિયાન શિકાર કરવાં નીકળ્યો હતો..ઘણી શોધખોળ પછી જિયાનનાં નજરે કોઈ શિકાર ના ચડ્યો..અચાનક જ્યારે એ પોતાનાં નગરની બહાર ફરતો હતો ત્યાં એને એક સસલું જોયું..સસલું જોતાં જ જિયાને પોતાનાં હાથમાં ધનુષ લીધું અને એમાં તીર ભરાવી સસલાં પર ચલાવવા જ જતો હતો ત્યાં રેહાના ત્યાં અચાનક આવી પહોંચી..રેહાના એ સસલાં ને પોતાનાં હાથમાં લીધું અને જિયાન ઉપર કઠોર નજર ફેંકી ત્યાંથી ચાલી નીકળી.."

"બીજાં કોઈએ આવું કર્યું હોત તો શાયદ જિયાનનું તીર સસલાં નાં બદલે એ વ્યક્તિની આરપાર નીકળી ગયું હોત.. પણ જિયાન તો રેહાના ની ખુબસુરતી ને બધું ભૂલી મંત્રમુગ્ધ બની જોયે જ રહ્યો..રેહાના ની એક ઝલક એનાં હૃદયનાં તાર ઝણઝણાવી ગઈ હતી.પોતાનું તીર પાછું રાખી જાણે કોઈ મયકશ શરાબ નું સેવન કરીને નીકળ્યો હોય એવી હાલતમાં જિયાન પોતાનાં મહેલમાં પાછો આવ્યો."

"પોતે તો શિકાર કરવાં ગયો હતો પણ એક યુવતી ની ખુબસુરતી પોતાનો શિકાર આટલી સરળતાથી કઈ રીતે કરી ગઈ એ જિયાનને નહોતું સમજાઈ રહ્યું..પોતાનાં હૃદયને એક નજરમાં ઘાયલ કરનારી યુવતી આખરે કોણ હતી એ તપાસ કરવું જ રહ્યું એવો નીર્ધાર જિયાન કરી જ ચુક્યો હતો..એક રાજકુમાર હોવાં છતાં પોતે જોયેલી યુવતી કોણ હતી અને ક્યાં રહે છે એ જિયાન માટે સરળ તો નહોતું જ.."

"સતત ત્રણ દિવસની રઝળપાટ પછી જિયાને પોતાનાં ગુપ્તચરો દ્વારા એ જાણી લીધું કે પોતે જોયેલી યુવતીનું નામ રેહાના છે..અને રેહાના એનાં જ નગરમાં રહે છે..અત્યાર સુધી સ્ત્રીઓને ફક્ત ભોગવિલાસ ની વસ્તુ સમજતો જિયાન રેહાના નાં રૂપમાં એવો તે પાગલ બન્યો હતો કે એ રેહાના સાથે લગ્ન કરવાનાં સપનાં જોવાં લાગ્યો..એક રાજવી પરિવાર નું સંતાન અને રાજ્યનો ભાવિ રાજા હોવાથી રેહાના નાં ઘરવાળાં એમનાં લગ્ન માટે કયારેય ના નહીં પાડે એવો જિયાનને ગળા સુધી વિશ્વાસ હતો."

"પોતાનાં દરેક નિર્ણયમાં ઉતાવળ કરતાં જિયાને આ બાબતમાં ઉતાવળ કરવાનું મુનાસીબ ના સમજ્યું અને જઈને પોતાનાં પિતા નિકલોસ ને જણાવ્યું કે પોતે એમનાં જ નગરમાં રહેતી રેહાના નામની યુવતી સાથે લગ્ન કરવાં ઈચ્છે છે..જિયાને નિકલોસને જ્યારે આ વિશે જણાવ્યું તો નિકોલસે ખુશ થઈને જિયાનને ગળે લગાવીને પોતે જિયાન ની એ યુવતી સાથે લગ્નની વાત કરવાં એનાં પરિવાર ને મળશે.."

"જિયાન ને નિકોલસ નાં આમ બોલતાં જ એવો વિશ્વાસ આવી ચુક્યો હતો કે નક્કી નિકોલસ રેહાના જોડે એનાં લગ્નનું નક્કી કરીને જ આવશે..પણ જિયાન એ બાબતથી બિલકુલ અજાણ હતો કે રેહાના એ જ નાથનની બહેન હતી જેની સાથે એને જાહેરમાં તકરાર માં ઉતરવું પડ્યું હતું..જિયાન ને પોતે બધું નક્કી કરીને રેહાના નાં પરિવારને મળી એ બંને નાં લગ્નની વાત પાકી કરી આવશે એવી ખાતરી આપી નિકોલસ પોતાની સાથે મોંઘા આભુષણો, સોના મહોરો, વસ્ત્રો અને ડઝનબંધ નોકર ચાકર લઈને મહેલમાંથી નીકળી રેહાના નાં ઘરની તરફ નીકળી પડ્યો."

"પોતાનાં જ રાજ્યનાં રાજકુમાર ની વાત એમની દીકરી માટે આવી છે એ જાણી રેહાના અને એનો પરિવાર સહર્ષ એમની માંગુ સ્વીકારી લેશે એવી ગણતરી સાથે નિકોલસ નાથનનાં ઘરે જઈ પહોંચ્યો..નિકોલસ ને પોતાનાં નોકર ચાકર અને ભેટ-સોગાતો સાથે આમ અચાનક આવી ચડેલો જોઈ નાથન અને એની પત્ની નતાલી ની સાથે રેહાના તથા નાથનનાં બાળકોને પણ નવાઈ ઉપજી."

"નિકોલસ એક રાજા તરીકે યોગ્ય નથી એ જાણતો હોવાં છતાં પોતાનાં રાજ્યનો રાજા ઘરે આવે તો એનું અતિથ્ય કરવું જોઈએ એવું માનતાં નાથન અને નતાલી એ નિકોલસનો માન-સમ્માન સાથે આદર-સત્કાર કર્યો.નિકોલસે જ્યારે રેહાના ને જોઈ ત્યારે એ મનોમન પોતાનાં પુત્રની પસંદગી નાં વખાણ કરતો રહી ગયો."

"નાથને જ્યારે નિકોલસ નાં ત્યાં આવવાનું કારણ પૂછ્યું તો નિકોલસે જિયાનને રેહાના પસંદ હોવાથી એ પોતાનાં પુત્ર માટે રેહાના નો હાથ માંગવા આવ્યો છે એવું જણાવતાં પોતાની સાથે લાવેલી બધી જ ભેટ સોગાતો નાથનનાં ઘરે રાખવાનું પોતાનાં સેવકોને જણાવ્યું..નિકોલસ ને હતું કે નાથન જોડે જિયાન માટે રેહાનાનાં લગ્નનું માંગુ અસ્વીકાર કરવાનું કોઈ કારણ જ નહોતું..પણ જ્યારે નાથને નિકોલસ ની વાત સાંભળી નિકોલસ ને સ્પષ્ટ શબ્દોમાં જિયાન માટે પોતાની બહેન નો હાથ આપવાની ના ફરમાવી ત્યારે નિકોલસ ની દશા કાપો તો લોહી ના નીકળે એવી થઈ ગઈ."

નિકોલસે નાથનને આમ કરવાનું કારણ પૂછ્યું તો જવાબમાં નાથન સ્પષ્ટ શબ્દોમાં બોલ્યો.

"તમે એવું વિચારો છો કે તમારાં જોડે ધન-દોલત છે અને તમારો દીકરો રાજકુમાર છે તો હું મારી બેનને તમારાં છેલ્લી કક્ષાનાં વ્યક્તિ સમાન તમારાં દીકરા જોડે પરણાવી દઉં તો એ તમારી ભૂલ છે..રાજકુમાર હોવાનો મતલબ એ નથી કે એ રાજવી પરિવારમાંથી આવતો હોય..પણ રાજકુમાર જોડે દયા, કરુણા, શાલીનતા જેવાં ગુણો હોવાં જોઈએ..પણ તમારો નાલાયક પુત્ર તો ઘમંડી, દુરાચારી, ક્રૂર, અત્યાચારી અને એક નંબરનો લંપટ માણસ છે..તો એની સાથે મારી બેનને પરણાવું એનાં કરતાં મારી બેન કુંવારી મરી જાય તો સારું.."

"મહેરબાની કરીને તમે તમારી આ ભેટ-સોગાતો લઈને અહીંથી રવાના થઈ જાઓ..બાકી તમારાં એ અભિમાની દીકરા જોડે હું તો શું કોઈપણ બુદ્ધિશાળી વ્યક્તિ પોતાની બહેન કે દીકરી પરણાવવા તૈયાર નહીં થાય."

નાથનનું આમ બોલવું નિકોલસ નાં શરીરમાં હજારો શૂળ ભોંકાવાનું દર્દ આપી ગયું હતું..પણ અત્યારે વધુ બોલવામાં અને ત્યાં રોકાવામાં પોતાનું જ અપમાન છે એમ વિચારી નિકોલસે ત્યાંથી ચાલતી પકડી..પણ જતાં જતાં એને નાથનને એવી ધમકી પણ આપી કે સમય આવે એ આ અપમાનનો બદલો જરૂર લેશે.

****

નાથનનાં ઘરેથી અપમાનિત થઈને નીકળેલો નિકલોસ મહેલમાં જવાં તો નીકળી ગયો પણ પોતાનાં દીકરાને એ જઈને શું જવાબ આપશે એ વિચાર એને પજવી રહ્યો હતો.જિયાન મહેલમાં પોતાનાં પિતાજી ખુશખબર લઈને આવશે એ બાબતે આશ્વસ્થ બની પોતાનાં કક્ષમાં આરામ ફરમાવતો હતો.

"પિતાજી..તમે રેહાના ને જોઈ..? કેવી લાગી તમને એ..? તમે બધું નક્કી કરી આવ્યાં..? "નિકોલસ નાં પોતાનાં શયનકક્ષમાં પ્રવેશતાં જ ઉત્સુકતા સાથે જિયાન એક પછી એક સવાલ પૂછતાં બોલ્યો.

જિયાન નાં પુછાયેલાં સવાલનાં જવાબ આપવાનાં બદલે નિકોલસ ચુપચાપ વિલાં મોંઢે ઉભો રહ્યો..પોતાનાં પિતાજીને આમ નિરુત્તર ઉભેલાં જોઈ જિયાનને કંઈક અજુગતું બન્યું હોવાનો અંદેશો આવી ગયો હતો.

"બોલો ને પિતાજી કેમ ચૂપ છો..? શું થયું મને જણાવો..? "નિકોલસ ની નજીક જઈ એનાં ખભે હાથ મૂકી જિયાને પૂછ્યું.

જિયાનનાં આ સવાલનાં જવાબમાં નિકોલસે રેહાના નાં ઘરે જે કંઈપણ બન્યું એ વિશેની સઘળી વાત જિયાનને કરી..પોતાનાં પિતાની સાથે એક સામાન્ય માણસે કરેલાં આ દુર્વ્યવહાર વિશે જાણી જિયાન સમસમી ગયો.

"પિતાજી મને તમે નામ જણાવશો એ વ્યક્તિનું જેને તમારી સાથે આમ દુર્વ્યવહાર કરવાનું દુઃસાહસ કર્યું..? "જિયાને નિકોલસ ભણી જોઈને કહ્યું.

"એનું નામ નાથન પોલોસ્કી છે.."જિયાનનાં સવાલનો ઉત્તર આપતાં નિકોલસ બોલ્યો.

"નાથન પોલોસ્કી.."આ નામ પોતે ક્યાંક સાંભળેલું છે એવું યાદ કરતાં જિયાન નિકોલસ ને ઉદ્દેશતાં બોલ્યો.

"આ નાથન એ વ્યક્તિ તો નથી ને જે શહેરનાં વેપારીઓનો નેતા છે..? "

"હા..તું ઓળખે છે એને..? નિકોલસે કહ્યું.

"હા..બહુ સારી રીતે ઓળખું છું એ નાથનને.."દાંત કચકચાવીને જિયાન બોલ્યો.

"તો હવે આગળ શું કરીશ..? મને તો એકવાર એવો વિચાર આવી ગયો હતો કે એ નાથનને એનાં પરિવાર સમેત ખતમ કરી દઉં..પણ એ માટે આ યોગ્ય સમય નહોતો એટલે મેં એ વિચાર પડતો મુક્યો.."નિકોલસ ક્રોધાવેશ બોલ્યો.

"જે કર્યું એ સારું કર્યું..હવે તમારાં અપમાનનો બદલો તમારો આ આ દીકરો જિયાન લેશે.."જિયાન બોલ્યો.

"ફાધર આ કોફી અને નાસ્તો.."ફાધર અને અર્જુન વચ્ચેનાં વાર્તાલાપ ને વચ્ચેથી અટકાવતાં ચર્ચ નો એક સેવક ત્યાં હાથમાં નાસ્તાની ટ્રે સાથે હાજર થતાં બોલ્યો.

એનાં ત્યાં આવતાં જ ફાધર વિલિયમે કોફી નો કપ હાથમાં લીધો અને અર્જુનને પણ કોફી લેવાં આગ્રહ કર્યો..કોફી પી લીધાં બાદ આગળ શું થયું એ જાણવાની ઉત્સુકતા સાથે અર્જુને ફાધર ને કહ્યું.

"તો શું ફાધર જિયાને સાચેમાં નાથન અને એનાં પરિવાર જોડે બદલો લીધો..? "

"હા..જિયાને સાચેમાં નાથનનાં પરિવાર જોડે બદલો લીધો..અને એ પણ એક શૈતાન ને શરમાવે એ રીતે.."આ સાથે જ ફાધરે પોતાની વાત આગળ વધારી.

★★★

વધુ આવતાં અંકમાં.

નાથનનાં પરિવાર જોડે જિયાને શું કર્યું? જિયાન નાં કારણે જ વેમ્પાયર પરિવાર નું સર્જન થયું હતું..? અર્જુન શહેરનાં લોકોને આ રક્તપિશાચ લોકોથી કઈ રીતે બચાવશે..? અર્જુન કઈ રીતે આ બધી ઘટનાઓ પાછળનું કારણ શોધી શકશે..? રાધાનગરનાં બદલાયેલાં વાતાવરણનું કારણ શું હતું..? આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો નવો ભાગ..આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે એની નોંધ લેવી.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો..આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન.આર.પટેલ (શિવાય)