Jaane - ajaane - 23 books and stories free download online pdf in Gujarati

જાણે-અજાણે (23)

રેવાને પોતાનો અંત દેખાતો હતો. ડર તો અપાર હતો પણ છતાં તેણે બોલવાની કોશિશ કરી અને જ્યારે તેણે કહ્યું કે તે વિનયને મળવા આવી હતી. પોતાનાં કાકા સમાન રચનાનાં પિતાની મોતનો જવાબ લેવા આવી હતી તો શેરસિંહ ગુસ્સામાં લાલ થઈ ગયાં. પોતાની સામે કોઈ આટલી હીંમતથી જવાબ માંગવા ઉભું હોય અને તેમાં પણ એક છોકરો જે તેમનાથી અડધાથી ઓછી ઉંમરની હશે તે પહેલાં બન્યું નહતું. પોતાનું અપમાન સમજતાં શેરસિંહને રેવાની વાતો સહન નહતી થતી એટલે ગુસ્સામાં તેમણે રેવાને વાળ પકડી ઘસાતી રીતે ઘરની બહારનાં ચોકમાં લઈ જવાં લાગ્યાં. રેવાને ખેંચાતાં વાળથી તેં ચીસો પાડતી, રડતી અને ઉંચા અવાજે પોતાને છોડાવતી. પણ શેરસિંહની તાકાત સામે પોતે જ નિષ્ફળ નિવળતી.

રેવાનો આવાજ સાંભળી વિનય અને અમી બહાર આવ્યા અને રેવાને પકડાયેલી જોઈ ગભરાઈ ગયાં. તેમને જાણે પહેલેથી જ ખબર હતી કે શું થવાનું છે. અમી રેવાની હાલત જોઈ રડી પડી. વિખરાયેલા વાળ, રડવાને કારણે આંસુઓથી ભીનો ચહેરો, પોતાને છોડાવતી વખતે તેને વાગેલા ઘા અને એ ઘામાંથી નિકળતું લોહી. થાકીને અધમૂઇ થઈ ગયેલી રેવા પહેલી નજરે જ દયાને પાત્ર બની જતી. પણ વિનયનાં પિતાને તેમનાં ગુસ્સા સિવાયની કોઈ વાત દેખાતી નહતી. વિનય તેનાં પિતા સામે જઈ તેમને સમજાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો પણ તે કશું સાંભળવા તૈયાર નહતાં. થોડું વધારે ભાર દઈને કહેવાં પર વિનયને જ ધક્કો મારી દૂર ફેંકી દેવામાં આવ્યો. અમીની તો હીંમત નહતી તેનાં પિતા સમક્ષ બોલવાની એટલે તે એક ખૂણામાં ઉભી રહી. શેરસિંહનાં પ્રશ્નોનો કોઈ અંત આવતો નહતો અને રેવા ફક્ત ચુપ ઉભી હતી. પોતાનાં કશુંક બોલવા પર વિનયને જ નુકશાન થઈ શકે છે અને રચનાદીદી અને વિનયનું એક થવું મુશ્કેલ થઈ શકે છે તેમ વિચારી તે ચુપ જ ઉભી રહી.

" ઓ છોકરી,... તું આટલીક અમથી છોકરી અને મારાં ઘેર આવી અમારી પર જ પ્રશ્ન ઉઠાવે છે!... કે મેં તારાં કાકાને (રચનાનાં પિતાને) મારી નાખ્યા છે?... તને શું લાગે છે હું એટલો બીકણ છું તે એક અમથાં શક્તિહીન પુરુષને.. ઓહ એ તો પુરુષ કહેવાં યોગ્ય જ નહતો.. અને તેને હું મારી નાખુ?.... તારાંમાં અક્કલ છે?..." શેરસિંહ પોતાનાં અહંકારમાં બોલ્યો. રેવાને ગુસ્સો આવી રહ્યો હતો. પોતાની જ સામે પોતાનાં ગણતરીના માણસો વિશે સાંભળીને... પણ છતાં તે ચુપ હતી. હજું ઉશ્કેરવાની કોશિશ સાથે તે બોલ્યા " અને પેલી છોકરી... શું નામ હતું એનું?.. હા રચના... તે પોતાને શું સમજતી હતી કે મારાં દિકરાંને ફસાવી તેની માલ-મિલ્કત પર હાથ જમાવશે?.... એ તો મારો દિકરો સમજદાર હતો કે તેને છોડી દીધી. બાકી તેની ઔકાત નહતી કે મારાં દિકરાં સાથે વાત પણ કરી શકે... મને તો લાગે છે કે તેનાં બાપાને ખબર હતી કે ચારિત્ર્યહીન છોકરી છે એની એટલે જ મારાં ગળે બાંધવા ફરતો તો..." રેવાની સહનશક્તિની હદ પાર થઈ ગઈ હતી અને વિનય ચુપ ઉભો રચના વિશે સાંભળી રહ્યો હતો એટલે ગુસ્સાથી લાલઘુમ બનેલી રેવાથી જોરથી દહાડ મુકી

" બસ.... બહું થયું તમારું...સરપંચ કહો છો ને પોતાને... કયાં ગુણ છે સરપંચ જેવાં?... જે એક છોકરી વિશે આવી નીચ વાતો કરી શકે તે સરપંચ બનવાને લાયક જ ના હોય..." રેવાની આંખોમાંથી અંગારા વરસતા હતાં. આ જોઈ એક મીનીટ માટે શેરસિંહની સાથે સાથે વિનય અમી અને બાકી ભેગાં થયેલાં ગામવાસીઓ જોતાં જ રહી ગયાં. આ વખતે ના રેવાને કોઈની બીક હતી કે ના હતી અવાજમાં કંપન... બુલંદ અવાજે પોતાની વાત કહેવાની ક્ષમતા પ્રત્યક્ષ હતી. આટલું બોલવાની સાથે જ રેવાનાં માથે બંદૂક ગોઠવાઈ ગઈ..રેવાની આંખોમાં ક્ષણીક માત્ર પણ બીક નહતી. પોતાનાં મક્કમ ઈરાદા સાથે તે શેરસિંહની આંખોમાં આંખ નાખી ઉભી રહી. પોતાનાં માથે મુકાયેલી બંદૂક પણ તેની આંખો નીચી ના કરાવી શકી. એટલામાં બંદૂકનું નાળચું પકડી શક્તિ સાથે તેને નીચે કરી રેવાને બચાવવા એક હાથ લંબાયો.

એ માણસની કલ્પના તો રેવાએ પણ નહતી કરી.. રેવાનાં મુખમાંથી એક શબ્દ આશ્ચર્ય સાથે ઉચ્ચારાયો " કૌશલ...." શક્તિથી ભરપૂર, મુખ પર ગુસ્સો અને આંખોમાં રેવાની ચિંતા સાથે કૌશલ રેવા અને શેરસિંહ વચ્ચે આવીને ઉભો રહ્યો. કૌશલનાં ઓથે ઠંકાયેલી રેવાએ સહેજ ડોક ઉંચી કરી કૌશલ તરફ નજર કરી. કૌશલ હજું શેરસિંહની આંખોમાં આંખ પરોવી ઉભો હતો. રેવાનાં જોવાથી કૌશલની નજર તેની તરફ પડી. રેવાની હાલત જોઈ એક ક્ષણ માટે તે સ્તબ્ધ થઈ ગયો. રેવાનાં શરીરેથી નિકળતું એક એક લોહીનું ટીંપુ કૌશલનાં ગુસ્સાનો પારો ચડાવી રહ્યું હતું. રેવાની સામે જોતા કૌશલે તેને ઈશારો કર્યો "જા દૂર જઈને ઉભી રહે... " એને બસ... રેવા ત્યાથી ખસી ગઈ. કૌશલ લડવા તૈયાર હતો પણ રેવા તેવું નહતી ઈચ્છતી. પહેલાં તો તેને વાત કરવા દીધી. પણ જ્યારે બંને વિરોધીઓની સ્થિતિમાં ગરમાવો આવવાં લાગ્યો એટલે રેવા ફરી વચ્ચે બોલી " ચુપ થાઓ હવે બંને.... ( કોશલને જોતાં) આપણે અહીં આવવાનો ઉદ્દેશ આ નહતો... યાદ છે ને?!" શેરસિંહ એ કહ્યુ "હા.. તમારાં જેવાનાં ઉદ્દેશ હું સારી રીતે સમજું છું... સફળ આને ઈજ્જતવાન લોકોને ફસાવવાની જ કોશિશ હોય છે તમારી..." કૌશલે બુમ પાડી " બસ સરપંચ બસ... હું મારી ધીરજ ગુમાવી બેસું અને મારાં હાથે કશું અનર્થ બની જાય એ પહેલાં ચુપ થાઓ..."

" તું કોણ હોય છે મને ચુપ કરાવવા વાળો?... આ મારું ગામ છે અને મારું ઘર... જરાક પણ વાર નહીં લાગે ઠેકાણે પાડવાની..." શેરસિંહ પોતાનાં જ અહંકારથી આંધળો બની ગયો હતો..." હા... જે રીતે મારાં કાકાને માર્યાં હતાં... બધાને દેખાયું તો એક અકસ્માત પણ તમેં જ માર્યાં હતાં તેમને...." કૌશલ જુની વાતો ખોલતાં બોલ્યો. રેવાની વાત આ ઝગડામાં ક્યાય દબાઈ ગઈ હતી. પણ તેણે હીંમત છોડી નહીં અને કૌશલ પાસે જઈને તેને ખેંચીને દૂર લાવતાં કહ્યું " તું શાંત રે... મને વાત કરવાં દે.... ગુસ્સો બધી બરબાદીનું જડ હોય છે... " " આ રાક્ષસો એ આટલું ખરાબ વર્તન કર્યું છતાં આવું બોલે છે તું?.... હજું હું જ ખોટો લાગું છું તને?.... ફરી કશુંક કરી દેશે તો તને?...." કૌશલે ચિંતા બતાવતા કહ્યું. " મને કશું થશે તો તું છે ને... મને ભરોસો છે કશું નહીં થવાં દે તું મને.... પણ જ્યાં સુધી હું ઠીક છું ત્યાં સુધી મને વાત કરવા દે.... મહેરબાની કરને..." રેવાએ ઘણું શાંતિથી કહ્યું. કૌશલ પાસે કોઈ જવાબ નહતો એટલે તે શાંત થયો. અને રેવા વાત કરવાં આગળ વધી. એટલે આ જોઈ શેરસિંહ બોલ્યો " નામર્દ ની જેમ છોકરીની પાછળ કેમ સંતાઈ રહ્યો છે હવે... આવ મારી જોડે મર્દ બની વાત કર..." પણ રેવાનાં ફરી ઈશારા પર કૌશલ કાંઈ બોલ્યો નહીં અને રેવાએ ફરી શાંતિથી વાત શરૂ કરી .

" જોવો સરપંચજી... અમેં અહીં તમારી સાથે ઝઘડવા કે કોઈનું અપમાન કરવાં નથી આવ્યા. અને સાચ્ચે કહું તો અમેં તમને મળવા પણ નહતાં આવ્યા. હું માત્ર વિનય સાથે વાત કરવાં આવી હતી. અને કૌશલ તો મને શોધતો શોધતો આવી પહોચ્યો. તેમાં મારાં સિવાય કોઈની ભૂલ નથી. પણ તમેં જ વિચારો હું તમારાં દિકરાં વિનય કરતાં પણ નાની છું. તમારી દિકરી સમાન જ છું ને... તમેં અમીની વાત મુકવાની તક આપો છો ને...તો મને પણ તમારી દિકરી સમાન ગણી એકવાર મારો મત આપવાની તક આપો..." રેવા હાથ જોડીને કહેવાં લાગી. શેરસિંહને પણ એકવાર માટે વિચારવા પર મજબુર કરતાં શબ્દો હતાં. શેરસિંહ એ કહ્યુ " તું મારી દિકરીની ઉંમરની તો છે.. પણ તારી હરકતો તેવી નથી... છતાં તારાં આટલાં કહેવાં પર તને એક તક આપું છું. પણ જો આ એકવારમાં તું મને તારો મત સમજાવી ના શકી તો તને તારો જીવ ગુમાવવો પડશે. એ ડ તારી સજા હશે...મંજુર છે?..." રેવાએ ઘડીક વિનય સામે જોયું... વિનયે ઈશારાથી આ વાત માનવાની ના પાડી. રેવાએ ફરી અમી સામે જોયું. તેણે પણ રેવાને ના કહેવાનો ઈશારો કર્યો. અને છેલ્લે કૌશલ સામે જોયું. કૌશલે કોઈ ઈશારો ના કર્યો. અને બસ રેવાએ કૌશલને એક મંદ મુસ્કાન આપી પોતાની આંખો બંધ કરી રચનાનો વિચાર કર્યો એક ઊંડો શ્વાસ લીધો અને બોલી " મને મારાં જીવની કદર નથી. મારાં જીવને બચાવવાની જવાબદારી ભગવાનની છે... મને તમારી શર્ત મંજુર છે..." શેરસિંહ હસ્યો અને બોલ્યો " છોકરી તું જાતે જ પોતાની મોતનું આમંત્રણ લખી રહી છે..."

શું રેવા સફળ થશે?....


ક્રમશઃ