Khoufnak Game - 4 - 1 books and stories free download online pdf in Gujarati

ખોફનાક ગેમ - 4 - 1

ખોફનાક ગેમ

વ્રજલાલ હિરજી જોષી

મોતની ચેમ્બર્સ

ભાગ - 1

મન મક્કમ કરીને હેમા ગેલેરીમાં આગળ વધી રહી હતી.

હેમા થોડા વખતથી કિશનની હવેલીમાં રહેવા આવી ગઇ હતી. કિશને તેને એક અલાયદો કમરો કાઢી આપ્યો હતો.

રાત્રીનો સન્નાટો ચારે તરફ પ્રસરેલો હતો. સન્નાટામાં તમરાંનો તીણો અવાજ વાતાવરણમાં ભય પેદા કરતો હતો. કાળાં ડિબાંગ બાદળોથી છવાયેલા આકાશમાં થોડી થોડી વારે વીજળીનો ચમકારો થતો હતો.

ભયાનક સન્નાટાભર્યા વાતાવરણમાં હેમા પોતાન રૂમની બારી પાસે મૂકેલા પલંગ પર બેઠી હતી. અચાનક થયેલા વીજળીના ચમકારમાં તેમે હવેલી તરફ એક પડછાયાંને આગળ વધતો જોયો એટલે તરત તે બહાર નીકળી હવેલીંમાં ફરતે આવેલી ગેલેરીમાં ચૂપાચૂપ આગળ વધી.

રાત્રીના ભયાનક સન્નાટામાં હેમાને પોતાનાં પગલાંનો અવાજ પણ સંભળાઇ રહ્યો હતો.

અચાનક દબાયેલા પગલાનો અવાજ ગુંજી ઊઠ્યો.

હેમાનું હ્રદય ગભરાહટને લીધે ધક...ધક...થતું હતું.

જ્યારથી તે હવેલીમાં રહેવા માટે આવી હતી ત્યારથી હવેલીમાં રાત્રીના અજીબો-ગરીબ બનાવો બનતા હોય તેવો તેને અહેસાસ થતો હતો.

સન્નાટામાં ઊંડાણમાંથી આવતો ટપ...ટપ...પગલાંનો અવાજ હજુ પણ રાત્રીના સન્નાટામાં ગુંજતો હતો. હેમાએ પોતાની જીન્સની પેન્ટમાં ખોસેલી રિર્વોલ્વરને ખેંચી હાથમાં લીધી. પછી તેન ચેમ્બર ખોલી અંદર રહેલી ગોળીઓ ચેક કરી. ત્યારબાદ આવતાં પગલાંના અવાજની દિશા તરફ જવા લાગી.

ઊભા ઊભા જ ડોક લંબાવી તેણે નજર કરી, બલ્બના આછા પીળા મંદ પ્રકાશમાં ગેલેરીના છેડા પર એક પડછાયો દેખાયો. જે બારી વાટે હવેલીના પાછળના ભાગમાંથી હવેલીમાં ઘૂસી રહ્યો હતો.

પડછાયાને જોઇને હેમા ચોંકી ઊઠી. તે પડછાયો બીજું કોઇ નહી પણ પ્રલય હતો.

અચાનક હેમાના ખભા પર પાછળથી કોઇએ હાથ રાખ્યો.

હેમા ભયથી છળી ઊઠી, તેના મોંમાંથી ચીસ નીકળતાં નીકળતાં રહી ગઇ.

‘અરે...કિશન તું...?’ ચહેરો ફેરવી પાછળની તરફ નજર કરતાં પાછળ ઊભેલા કિશનને જોઇ તે બોલી.

‘હેમા...તું અત્યારે અહીં શું કરી રહી છે...?’ આશ્ચર્ય સાથે કિશન હેમા સાથે જોઇ રહ્યો.

‘સ...સસસ...છીછ...કિશન ધીમે બોલ...’ કહેતાં હેમાએ કિશનના હોઠ પર પોતાની આંગળી મૂકી.

‘પણ...પણ...હેમા...’

‘કિશન...ચાલ રૂમમાં આપણે ત્યાં વાત કરશું.’

‘હા, ચાલ પણ શું હતું...?’

‘ કિશન...મેં એક પડછાયો બારીમાંથી જોયો. તે હવેલીના પાછળના ભાગ તરફ જઇ રહ્યો હતો, તેથી મને વિચિત્ર લાગતાં હું ચૂપચાપ અહીં આવી...’

‘હેમા...મને પણ એવો અહેસાસ થાય છે કે અહીં કોઇ ભયાનક બનાવ બની રહ્યો છે...ઓહ...! આજની રાત કેટલી ભયાનક છે નહીં...?’

‘હા...ખતરનાક...પણ.’

‘સાચી વાત છે, હેમા...’

અને ભેંકાર પણ...’

કામ વગરના બેકાર માણસોની જેમ પ્રલય અને આદિત્ય તે કમરામાં પડી રહ્યા હતા. સવારના એક માણસ આવી તેને જમવાનું આપી ગયો હતો. આખો દિવસ તેઓએ બેઠા બેઠા વાતો કરવામં ટાઇમ પસાર કર્યો.

સૂર્ય આથમી ગયો. રાત્રીનો અંધકાર ધીરે ધીરે હવેલી પર પોતાનું સામ્રાજ્ય ફેલાવી રહ્યો હતો. પણ કમરામાં પુરાયેલા પ્રલય અને આદિત્યને સમયનો જરા પણ ખ્યાલ જ ન હતો.

લગભગ રાત્રીના નવ વાગ્યાના સમયે ત્રણ માણસો તે કમરા પાસે આવ્યા. તે ત્રણમાં તે શૈતાન જેવો લાગતો રેમો પણ હતો. રેમો ખૂંખાર નજર સાથે દરવાજાની ઉપરની લોખંડની જાળીમાંથી બંનેને તાકી રહ્યો.

તેની આંખોમાં કોઇ વીજળી જેવી ગેબી શકિત હતી.

તેની આંખો સામે જોતાં એક વખત આદિત્યના દિલમાં ભયનું લખલખું ફરી વળ્યું.

‘ઠીક છે...હું તેને કહીશ કે પહેલાં આદિત્યના આત્માને લઇ જજે...’ હસતાં પ્રલય બોલ્યો.

‘ના, ભાઇ...ના, મારે તો હજી પરણવાનું બાકી છે. બે-ચાર બચ્ચાં પેદા કરવાં છે. મને તો માફ કરવાનું કહેજે, તારે શું...? તું તારે ચાલ્યો જજે...’ મોં બગાડી આદિત્ય બોલ્યો.

‘ દરવાજો ખોલો...’ રેમોનો ઘોઘરો આદેશાત્મક અવાજ સંભળાયો અને તેની સાથે આવેલા બેમાંથી એક દરવાજા પર લટકતું તાળું ખોલ્યું.

‘જરાય ડબ-ડબ કર્યા વગર તમે બંને અમારી સાથે ચાલો. બોસ તમને મળવા માંગે છે અને હા...ભાગવાની કે ધમાલ કરવાની કોશિશ કરી તો આ ખંજર તમારા પેટમાં ભોંકાવી દઇશ...’ ધમકી ભર્યા સ્વરે બંને તરફ જોતાં કમરમાં ભરાયેલું ખંજર બહાર કાઢી હાથમાં પકડી બતાવતાં રેમો બોલ્યો.

‘ના, ભાઇ તમારી સામે અમારી હિંમત છે કે અમે નાસી જઇએ. યમરાજજી, પણ એક પ્રશ્નનો જવાબ આપશો...?’ આદિત્ય બોલ્યો.

‘બોલ...શું પૂછવું છે તારે...?’

‘યમરાજજી, તમારો પાડો ક્યાં છે...?’

‘ચૂપ...બેકારની વાતોમાં મને રસ નથી...’ ક્રોધ સાથે રેમો બોલ્યો.

‘ના...ના...આ બેકારની વાત નથી કરતો, કાર તો આ જમાનાનું વાહન છે. હું તો તમારા જમાનાની વાત કરું છું કે જ્યારે યમરાજ કોઇના આત્માને લેવા ધરતી પર આવે ત્યારે પાડા પર બેસીને આવતા. હવે જમાનો બદલાઇ ગયો છે અને તમે કાર લઇને આવ્યા છો, તો બરાબર છે. પણ યમરાજજી આ બેકારની જરૂર નથી અમને એક જ કારમાં સાથે લઇ ચાલો.’

‘તમારું મોત મારા હાથે લખાયેલું હોય તેવું મને લાગે છે...’ ગુસ્સાથી લાલ-પીળા થતાં રેમો બોલ્યો અને પછી સાથે આવેલાઓને જલદી પ્રલય અને આદિત્યના હાથ બાંધી લઇ ચાલવાની સૂચના આપી.

થોડી જ વારમાં સાથે આવેલ બંને મુશડંડાઓએ આદિત્ય અને પ્રલયના હાથ પાછળના ભાગ તરફ મુશ્કેરાટ બાંધી નાખ્યા. અને પછી બંનેને ધક્કો આપી રૂમની બહાર ધકેલતા આગળ વધ્યા.

થોડીવારમાં જ તેઓને તે કમરામાં લાવવામાં આવ્યા જે કમરામાંથી પ્રલયને થોડા કામના કાગળો અને નકશા મળ્યા હતા.

તે કમરાની અંદરના એક મોટા કમરામાં રિર્વોલ્વિંગ ચેર પર એક આદમી બેઠો હતો. જેની મુલાકાત પહેલી વખત આદિત્ય સાથે થઇ હતી અને પ્રલય અંડર ગ્રાઉન્ડ તહેખાનામાં પણ તેણે જ ધકેલી દીધો હતો.

ત્યારે તેનો ચહેરો કોરી સ્લેટ જેવો લાગતો હતો અને તેની આછી બ્લ્યુ આંખો પ્રલય અને આદિત્યને તાકી રહી હતી. પ્રલય અને આદિત્યને તેની સામેની ખુરશી પર બેસાડવામાં આવ્યાં. તેને લઇ આવનાર રેમો અને બીજો બે પહેલવાનો તેમની પાછળ ઊભા રહી ગયા.

‘હં...હવે ફટાફટ બતાવો કે તમે કોણ છો...? જો...જો...મારી પાસે જૂઠ બોલવાની કોશિશ ન કરતા નહીંતર બંનેને આ રેમોના હવાલે કરી દઇશ...’ રોષભર્યા અવાજે તે શાંતિથી બોલતો હતો.

‘સ...સાહેબ...મેં તો તમને ત્યારે જ કહ્યું હતું કે હું મારો કૂતરો ખોવાઇ ગયો હોવાથી શોધવા આ તરફ આવ્યો હતો અને ભૂલથી જ હવેલીમાં ઘૂસી ગયો હતો. પણ...તમે મને છોડી દ્યો એટલે ફટાક કરતો અહીંથી ગછન્તી કરી જાઉં. મારા ભાઇના કાકાના સમ, ક્યારેય આ હવેલી તરફ જોઇશ જ નહીં અને જોઉં તો મને ‘ફટ’ કહેજો. બરાબર...ભલે ત્યારે ભાઇ ભીમદેવ મને ફટાફટ છોડી દે...’ પોતાની પાછળ ઊભેલા રેમો તરફ નજર ફેરવી આદિત્ય બોલ્યો.

‘ઠીક છે તું તારો કૂતરો શોધવા માટે આવ્યો હતો, અને આ તારા કાકાનો ભત્રીજો તને શોધવા માટે આવ્યો હતો. એમ ને? બરાબર...’ હસતાં હસતાં તે બોલ્યો.

‘અરે વા...તમે તો અંતર્યામી છો. ભાઇસાબ તમે કહ્યું તે સો ટકા સાચું છે. પણ હે સાહેબ તમને આવં જ્ઞાન શીખવનાર તમારા ગુરુ કોણ છે. સાહેબ મને પણ આવું બધું શીખવાની ઘણા જ ઇચ્છા છે. ભલે તમારા ગુરુ ગુરુદક્ષિણા લઇ લે અને ભાઇસાબ તમને પણ કમિશન આપીશ જાવ...ખુશને...?’ દાનેશ્વરી કર્ણની અદાથી આદિત્ય બોલ્યો.

‘ચૂપ...હરામખોરો...તમે મને શું બુદ્ધુ સમજો છો...?’અચાનક તે શખ્સ ઊભો થઇ ગયો અને ટેબલ પર પોતાના બંને હાથની હથેળી પછાડતાં ત્રાડયો.

‘રેમો...આ બંનેએ ખુરશી પર મુશ્કેટાર બાંધી દ્યો. આ બંને લાતોના ભૂત છે. તેમને મેથીપાક મળ્યા વગર સાચું બોલવાની અક્કલ નહીં આવે...’ બોસ જેવો લાગતો તે શખ્સ રેમો સામે જોઇને બોલ્યો.

‘ભાઇ સાબ...ભાઇસાબ...હું તમને એક વાત કહું...’ યાતનાભર્યા સ્વરે આદિત્ય બોલ્યો.

‘ઠીક છે ફટાફટ બોલી નાખ...’ તે શખ્સ પાછો પોતાની ચેર પર બેસી ગયો. તેને લાગ્યું કે હવે આ ફટાફટ સાચું બોલી દેશે.

‘ભાઇસાબ તો હું બોલું...?’

‘ફટાફટ બોલ...’

‘ભાઇસાબ...તમે જે મેથીપાકની વાત કહી તે મને યોગ્ય ન લાગી. કેમ કે મને તો મેથી જરાય ભાવતી જ નથી અને મેથીપાક તોબા...તોબા...ભાઇ ગળામાં ઊતરે જ નહીં. તમારે ખવડાવવો હોય તો ટોપરાપાક ખવડાવો મને બહુ જ ભાવે...’

‘હરામખોર...’ તે શખ્સ ગુસ્સાથી તમતમી ઊઠ્યો. તેની હાથની મુઠ્ઠીઓ વળી ગઇ અને પછી ઊભા થઇ ટેબલના ખાનામાંથી એક હંટર બહાર કાઢી તે આદિત્ય અને પ્રલય પર તૂટી પડ્યો.

‘ભાઇ સાબ...નથી ખાવો ટોપરાપાક...મને છોડી દ્યો...મારો કૂતરોય તમને આપ્યો...તમારા સમ ક્યારેય નેપાળની ધરતી પર પગ નહીં મેલું...’આદિત્ય ચિલ્લાયો.

અને પછીની પળોમાં આદિત્ય અને પ્રલયની ચીસોથી કમરો ગુંજી ઊઠ્યો. બંનેને ખુરશી પર મુશ્કેટાટ બાંધેલા હોવાથી જરાય સરકી શકતા ન હતા અને તે શખ્સ હંટરથી બંને પર તૂટી પડ્યો હતો.

અચાનક આદિત્ય અને પ્રલયની ચીસોના અવાજે વચ્ચે મોબાઇલની રિંગનો અવાજ ગુંજી ઊઠ્યો અને તે શખ્સના હાથ થંભી ગયા. તેણે હંટરને એક તરફ ‘ઘા’ કરી અને ખિસ્સામાંથી મોબાઇલ કાઢી ઓન કરી તે કોઇની સાથે વાત કરવા લાગ્યો. વાત કરતાં કરતાંય તે ખૂન ભરી આંખે આદિત્ય અને પ્રલયને તાકી રહ્યો હતો. તેનો ચહેરો કમાનની જેમ ખેંચાયેલો હતો.

આદિત્ય અને પ્રલયને શરીરમાં કારમી પીડા ઊપડી હતી. હંટરના મારથી શરીર પર લાલ લિસોટા ઊપસી આવ્યા હતા અને તેમાંથી લોહીની ટસરો ફૂટી રહી હતી.

‘વા,’ શાબાશ...ભારતીય જાસૂસો... ‘તાળી પાડતાં તે કટાક્ષમાં બોલ્યો. તમે જલદી અમારી નજદીક પહોંચી આવ્યા પણ તમારો ખેલ ખતમ થઇ જશે.’

‘ તમારી ભારતીય જાસૂસી સંસ્થાને ક્યારેય ખબર નહીં પડે કે અમારું મિશન શું હતું અને ન ક્યારેય ખબર પડશે કે તમે ક્યાં ગુમ થઇ ગયા. પરંતુ અમારી સંસ્થાને થોડું નુકસાન જરૂર થશે. થોડીવાર થોભી તે પ્રલય અને આદિત્યને ફરવા એક ચક્કર લગાવી સામે આવ્યો. પોતાના બંને હાથ ટેબલ પર ટેકવી નીચા નમી આગળ બોલ્યો, તમે હજી નાનાં બચ્ચાં છો...તમારું કામ નથી કે તમે અમારી સંસ્થાને ઉખેડીને ફેંકી શકો, ન તો ભારતીય જાસૂસી સંસ્થાની તાકાત એવી છે કે અમને શોધીને અમારું મિશન તોડી શકે...’

‘ એ જ તારી ભૂલ છે, મિસ્ટર...તું જાનવરો સાથે રહીને અક્કલ વગરના બળદિયા જેવો થઇ ગયો હોય તેવું મને જણાય છે. અત્યારે ભારતીય જાસૂસી સંસ્થાના હાથ એટલા લાંબા છે કે તું દુનિયાના કોઇ પણ ખૂણામાં જઇને ભરાઇ જઇશ ને તો પણ અમારા બોસનો લોખંડી હાથનો પંજો તારી ગરદન સુધી પહોંચી જશે.’

‘જોઇ લેવાશે તારા બોસને પણ...મને આનંદ થશે જો તે અમારી પાછળ આવશે, તો પણ અત્યારે તો અમે નેપાળ છોડીને જઇ રહ્યા છીએ. મને ઉપરથી આદેશ આપવામાં આવ્યો છે કે તમારામાંથી એક નંગને સાથે લઇ આવવાનો એક નંગને ગેસ ચેમ્બર્સમાં મોતને હવાલે કરવાનો.’

‘જા...જા...ગોવાળ એટલે કે જાનવરોના પાલક તું અમને શું મારવાનો હતો. એક વાર હાથ-પગ છોડી બતાવ પછી અમે તને બતાવી દઇશું કે ભારતીય જાસૂસી સંસ્થામાં કેટલું પાણી છે...’ દાંત કચકચાવતા પ્રલય બોલ્યો.

‘ના...ના...એવી ભૂલ શા માટે કરું, જરૂર શું મારે તમારી મર્દાનગી જોવાની...’ હસતાં તે બોલ્યો. પછી સખ્ત અવાજે પ્રલય તરફ આંગળી ચીંધીને બોલ્યો, ‘રેમો, આને લઇ જાવ અને ‘ડેથ ગ્લાસ ચેમ્બર્સ’ માં પૂરી દ્યો.’

‘યસ, બોસ...’ કહેતાં રેમોએ પ્રલયને તેણે ખુરશી સાથે મુસ્કુરાહટ બાંધી દીધો હતો. તેણે બંધનો ફટાફટ ખોલ્યાં અને આગળ વધવા માટે ધક્કો માર્યો.

‘પ્રલય...’ આદિત્ય વેદના સાથે ચિલ્લાયો.

‘આદિત્ય તું મારી ચિંતા ન કરીશ હું મોતના મોંમાંથી પાછો આવી જઇશ.’ મુસ્કુરાતા પ્રલય બોલ્યો અને આગળ ચાલ્યો.

ટપ...ટપ...નો અવાજ સાંભળી હેમા ચોંકી અને તરત જ કબાટની પાછળ છુપાઇ ગઇ.

હેમા રેમો વગેરેનો પીછો કરતાં અહીં આવી હતી અને જે રૂમમાં પ્રલય અને આદિત્યને ટોર્ચર કરતા હતા તેના આગળના રૂમમાં ભરાઇને ચૂપા-ચૂપ અંદરનું ર્દશ્ય જોઇ રહી હતી.

હેમાએ કબાટની પાછળથી જોયું તો બે ગુંડા જેવા આદમી પ્રલયને મજબૂત રીતે બાંધીને લઇ જઇ રહ્યા હતા.

થોડીવારમાં જ બીજા ત્રણ આદમી સાથે રેમો ફરીથી તે કમરામાં પ્રવેશ્યો અને બાંધેલ આદિત્યને બહાર લઇ જવા લાગ્યો. સૌની પાછળ તે કહેવાતો બોસ ચાલી રહ્યો હતો.

‘છોડો...મને છોડો...સુવ્વરો આજ પૃથ્વીના પ્રલયનો દિવસ છે...છોડો મને જલદી, ચાંદ પર ભાગી જવું છે...’ આદિત્ય ચિલ્લાઇ રહ્યો હતો અને ટાંટિયા પછાડતો હતો, બે આદમીઓએ તેને કમરથી પકડ્યો હતો.

પ્રલયને હાથ અને પગ બાંધી એક દસ બાય દસના કમરામાં તેઓ ફગાવી ગયા. દસ મિનિટ પ્રલય એમ ને એમ પડી રહ્યો. પછી આંખો ખોલીને તે કમરાનું નિરીક્ષણ કરવા લાગ્યો.

કમરાની દીવાલો ફરતે જાડા કાચની બનેલી હતી. કમરાનો દરવાજો કોઇ બેંકના લોકરનો દરવાજો હોય તેમ મજબૂત લોખંડની પ્લેટનો બનેલો હતો. ઉપરની છત ફાયબરની હતી પણ છતની ઊંચાઇ લગભગ પંદર ફૂટની હતી. કમરામા આછો દૂધિયો પ્રકાશ ફેલાયેલો હતો. પ્રકાશ ક્યાંથી આવી રહ્યો હતો તે ખ્યાલ આવતો ન હતો. નીચેની ફર્શ પણ કાચ જેવા લીસા ગ્રેનાઇટની બનેલી હતી. પ્રલય શાંત ચિત્તે પડી રહ્યો અને અહીંથી કેમ છટકી શકાય તે માટે વિચારવા લાગ્યો. રાત્રીનો સમય હતો. ચારે તરફ શાંતિ છવાયેલી હતી પણ તે કમરામાં રાત્રી કે દિવસનો ફરક દેખાતો ન હતો.

‘ કિશન...કિશન...ઊઠ જલદી...’ હેમા ગાઢ નિદ્રામાં સૂતેલા કિશનને છંછોડી રહી હતી.

‘હા...હા...શું થયું...?’ એકદમ સફાળા જાગી જતાં કિશન અવાચક ર્દષ્ટિથી હેમા સામે જોઇ રહ્યો.

‘કિશન...કિશન...તારી આ હવેલીમાં ભયાનક ષડ્યંત્ર ચાલી રહ્યું છે...કિશન આપણે કાંઇક કરવું પડશે...’

‘હેમા...પ્લીઝ અત્યારે સૂઇ જા, આપણે કાલ સવારના આ વિદેશીઓ પાસે હવેલી ખાલી કરાવી લઇશું. બસ,તું ચિંતા ન કર. આમે તે આપણને નુકસાન કરતા નથી, હેમાના સુંવાળા મખમલી હાથ પર હાથ મૂકી કિશન બોલ્યો.

‘નહીં કિશન, ચાલ જલદી ઊભો થા...’ હાથ પકડીને લગભગ ખેંચતાં હેમા બોલી.

‘હેમાં...શું વાત છે. તું આટલી વ્યાકુળ શા માટે થાય છે. ચાલ...શું થયું મને બતાવ...’ આળસ મરડી માથું ઝાટકી કિશન ઊભો થયો.

’ આળસ મરડી માથું ઝાટકી કિશન ઊભો થયો.

***