Jivan no sangath prem - 8 books and stories free download online pdf in Gujarati

જીવન નો સંગાથ પ્રેમ - ભાગ - 8

જય શ્રી કૃષ્ણ મિત્રો…(આગળ નાં ભાગ મા આપણે જોયું કે સંજના એની નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા માટે જાય છે..અને એ થોડી ઘભરાયેલી હોય છે.પણ રાહુલ એને હિંમત આપે છે..અને સંજના ઇન્ટરવ્યૂ આપવા માટે ઓફિસ માં જાય છે.).હવે આગળ
સંજના ને જે કાંઈ પણ પૂછવામાં આવે છે ઇન્ટરવ્યૂ માં એ એના જવાબ સરસ રીતે આપે છે..એનાં પછી એ નોકરી માટે સિલેક્ટ થઈ જાય છે.. અને આ બાજુ રાહુલ ને ચિંતા થતી હોય છે કે સંજના પાસ થશે કે નહીં…પણ એ પાસ થઈ જાય છે..અને એને તરત જ એ જ દિવસે નોકરી પર ભરતી થવા માટે કહે છે..આ સાંભળીને સંજના ખૂબ ખુશ થઈ જાય છે.. અને વિચારે છે કે પહેલા હું આ વાત રાહુલ ને કરીશ.સંજના ને એના પપ્પા એ જે વિભાગ માં સંજના ને કામ કરવાનું હતું ત્યાં એને મૂકવાં ગયા..ત્યાં જઈને એના પપ્પા એ ત્યાંના સ્ટાફ સાથે સંજના ની મુલાકાત કરાવી .સંજના નાં સ્ટાફ માં એક મેડમ હતા જે એનાથી વધારે ઉંમર ના હતા અને એક ભાઈ હતા જે લગભગ એની ઉંમર ની આસપાસ હતા..સંજના ને બંને સ્ટાફ સાથે મળીને બહુ સારું લાગ્યું..સંજના ને એમ થયું કે હવે એને રોજ કાઈને કાઈ નવું શીખવા મળશે..સંજના ને અચાનક યાદ આવે છે.. કે એણે રાહુલ ને કહ્યું જ નથી કે જોબ માં selected થઈ ગઈ છે…એને થયું કે રાહુલ જાણશે તો કેટલો ખુશ થઈ જશે..
આટલું વિચારીને સંજના રાહુલ ને sms કરે છે એને કહે છે કે હું નોકરી માં selected થઈ ગઈ છું.. આ સાંભળીને તો રાહુલ ખૂબ ખુશ થઈ જાય છે અને સંજના ને બધાઈ આપે છે…સંજના એને thank you કહે છે..સંજના એની ઓફિસ માં એના સાથે કામ શીખી રહી હતી…પૂરી લગન થી કામ શીખતી હતી એનો નોકરી નો સમય 10 થી 6 નો હતો..ઓફિસ નો સમય પૂરો થતાં ની સાથે એ એના સ્ટાફ ની ઘરે જવા માટે નીકળી ને બસ માં બેસી ગઈ …રાહુલ ને sms કરીને એ કહે છે કે મારો ઓફિસ નો સમય પૂરો થઈ ગયો છે..સાથે સાથે બંને એક બીજા સાથે વાત કરવા લાગે છે…રાહુલ સંજના ને પૂછે છે..કે તારો ઓફિસ નો દિવસ કેવો ગયો ?સંજના કહે છે કે આજનો દિવસ મારો બહુ જ સારો ગયો છે…બહુ જ સારા સ્ટાફ મેમ્બર છે…સારી રીતે વાત કરે છે સારી રીતે કામ શીખવે છે…વાત કરતા કરતા રાહુલ સંજના ને ફોન કરે છે.. બંને વાત કરતા જાય છે..વાત કરતા કરતા સંજના ઘરે પહોંચી જાય છે.. સંજના રાહુલ ને કહે છે કે મારા સ્ટાફ મા એક મેડમ છે એ મને નાની ઢીંગલી જેવી લાગે છે એવું કહે છે…તો રાહુલ પણ એ જ કહે છે કે હું તો તને પહેલાથી જ કહેતો હતો કે તું નાની ડોલ જેવી લાગે છે…સંજના ઘરે જઈને બધાને પગે લાગે છે.. અને આશીર્વાદ લે છે બધાંના પછી બધા એને પૂછે છે કે તારો દિવસ કેવો ગયો આજનો …સંજના કહે છે કે મારા સાથે બધા પ્રેમ થી વાત કરે છે સમજાવે છે…પછી સંજના ના પિતા સંજના ને સમજાવે છે કે તારા મેડમ સારા સ્વભાવ નાં છે..એમના સાથે પ્રેમ થી શાંતિ થી કામ કરજે સમજજે…
સંજના હા કહે છે કે હા પપ્પા હું બધા સાથે પ્રેમ થી કામ કરીશ સમજીશ…પપ્પા એને શાબાશી આપે છે.. રાત્રે જમવાનો સમય થાય છે..સંજના જમીને પછી જોવે છે…તો રાહુલ નો sms આયો હોય છે…બંને એક બીજા સાથે વાત કરે છે..
સંજના:hi, તે જમી લીધું કે નહીં..
રાહુલ:હા,મેં જમી લીધું છે…તે જમી લીધું કે નહીં?
સંજના:હા મેં પણ જમી લીધું છે…તું શું કરે છે?
રાહુલ:હું જમીને પછી ચાલવા નીકળ્યો છું…મિત્રો સાથે ..તું શું કરે છે…
સંજના:હું tv જોઈ રહી છું…જમીને …
રાહુલ:ok..
બંને આવી રીતે વાત કરે છે રાહુલ પૂછે છે કે તે ઓફિસ માં શુ નવું શીખ્યું?
સંજના કહે છે કે અજી હમણાં તો ગઈ છું ઓફિસ કેટલું આગળ શીખવા મળશે..
રાહુલ કહે છે કે સારું સારું ….
બસ આ રીતે બંને એક બીજા સાથે વાત કરતા રહે છે…સંજના પણ રોજ ઓફિસ જાય છે….સંજના ને ઑફિસ જવાનું અને કામ કરવાનું બહુ સારું લાગતું હોય છે…
આ બાજુ રાહુલ ને એવો એહસાસ થતો હોય છે.. કે એને સંજના ગમવા લાગી હોય છે…સંજના સાથે કદાચ એને પ્રેમ થઈ ગયો હોય છે એવો એહસાસ એને થાય છે.
એને એમ થાય છે કે હું સંજના ને કહી દઉં કે હું એને કે હું એને પ્રેમ કરું છું…પણ એ ડરતો હોય છે…કે એના લીધે એમની મિત્રતા પર કોઈ ખરાબ અસર ના થવી જોઈએ…એ કહેવાનું રેવા દે છે…
એક દિવસ રાતે બંને એક બીજા સાથે વાત કરતા હોય છે..ત્યારે અચાનક રાહુલ ને ખ્યાલ આવે છે કે હું સંજના ને કહી દઉં કે તું મને ગમે છે…
અચાનક રાહુલ સંજના ને કહે છે કે મારે તને કઈ કેહવું છે…સંજના કહે છે…કે હા બોલને તારે શું કહેવું છે…રાહુલ થોડો ખચકાય છે…
અને સંજના ને કહે છે કે..હું તને like કરું છું….તને પસંદ કરું છું…સંજના તો વિચાર માં આવી જાય છે…કે હું શું કહું એને…પછી સંજના રાહુલ ને કહે છે…કે હું તને એ રીતે નથી જોતી…હું તારા વિશે એવું નથી વિચારતી …હું તને શું કહું…રાહુલ કહે છે…કે હું તને કોઈ ફોર્સ નથી કરતો કે તું મને જવાબ આપી દે…પણ હું તને કેહવા માંગતો હતો દિલ માં રાખવા માંગતો નહોતો…બસ મારે તને કેહવું હતું એટલે મેં કહી દીધું…સંજના કહે છે..કાઈ નહીં પણ તને હું ક્યારથી ગમવા લાગી ત્યારે રાહુલ સંજના ને કહે છે…જ્યારે મેં તારો પેહલી વાર અવાજ સાંભળ્યો હતો ત્યાંરથી થી જ હું તને પસંદ કરવા લાગ્યો હતો…બસ તારા વિશે અલગ પ્રકાર નો એહસાસ થવા લાગ્યો હતો…મારાથી રહેવાયું નહીં એટલે તને કહી દીધું.. મને ચેન પડતું નતું.. ઉંઘ સરખી આવતી નહતી …વિચાર્યા કરતો હતો..કે તને કેવી રીતે કહું.. સંજના એ તો ક્યારેય વિચાર્યું પણ નહીં હોતું કે રાહુલ એને આ રીતે પસંદ કરતો હશે ..સંજના ને તો ઝટકો લાગે છે..કે જેને એ દોસ્ત માનતી હતી.. એને એ પસંદ કરતો હતો..એ વિચાર માં પડી ગઈ હતી…પણ એ શું કરતી એને કીધું રાહુલ ને કે હું તને પસંદ નથી કરતી મને માફ કરી દેજે…ત્યારે રાહુલ કહે છે…કે its ok.. મેં તને પસંદ કરું એનો મતલબ એવો તો નથી ને કે તું પણ મને પ્રેમ કરે..મને કોઈ પ્રોબ્લેમ નથી…ત્યારે સંજના ને એમ થાય છે કે..સારું કાઈ નહીં…સંજના રાહુલ ને કહે છે..કે હવે આપણે સુઈ જવું જોઈએ ત્યારે બંને એક બીજાને good night કહીને સુઈ જાય છે…પણ ના રાહુલ ને ઉંઘ આવે છે.. ના સંજના ને ..રાહુલ વિચાર્યા કરે છે..કે મેં સંજના ને કહીને ભૂલ તો નથી કરીને..?અને આ બાજુ સંજના પણ એવું વિચાર્યા કરે છે કે રાહુલ એ શું કહી દિધું એ મને ક્યારથી પસંદ કરે છે…બંને વિચારીને થાકીને સુઈ જાય છે…
ક્રમશઃ
(તો શું લાગે છે મિત્રો સંજના અને રાહુલ એક થશે કે નહીં ?સંજના રાહુલ ને પ્રેમ કરશે કે નહીં?જાણવા માટે વાંચતા રહો જીવન નો સંગાથ પ્રેમ ભાગ ૯)