Junu Ghar - 7 books and stories free download online pdf in Gujarati

જૂનું ઘર - ભાગ ૭


આગળના ભાગમાં‌ ખૂબ‌‌ સારો સપોર્ટ કરવા માટે ધન્યવાદ

*******************

આગળના ભાગમાં આપણે જોયું કે અમે બસમાં બેસીને તપસ્વી પાસે જઈ રહ્યા હતા
હવે આગળ.......

અમે બસમાં શાંત રહ્યા જેથી બીજાને ખબર ન પડે કે આ લોકો ક્યા જાય છે

થોડા આગળ ગયા ત્યારે કંડકટર આવ્યો અને કહ્યું કે "ક્યાં જવું છે"

મેં કહ્યું"અહીં આગળ જંગલ વાળા રસ્તે ઉતારવું છે"

"તેવી સુનસાન જગ્યાએ શા માટે"

"બસ તેનાથી આગળ અમારું ફાર્મ હાઉસ છે"મેં વાત વધારે ના લંબાવવા માટે કહ્યું

"ક્યાંથી બેઠા હતા"

મેં અમારા ગામનું નામ કહ્યું પણ તેનો જવાબ સાંભળી અમે બધા સ્તબ્ધ બની ગયા

તેને કહ્યું "એવું કોઈ ગામ છે જ નહીં નોકરીના સમયે મારી સાથે મસ્તી ન કરો"

મેં વધારે ન વિચારતા તેના આગળના ગામનું નામ લઈ લીધું અને કંડકટર પણ ટિકિટ આપીને જતો રહ્યો

અમે તે જંગલના રસ્તે ઉતર્યા

સહદેવે કહ્યું"અમાસની તો હજી બે દિવસની વાર છે હવે બે દિવસ શું કરીશું"

મેં કહ્યું "તપસ્વી પાસે જઈએ પછી જોઈ લઈશું અને બધા મારી પાછળ જ રહેજો"

હું નકશો જોઈને ચાલતો થયો

**************************

બપોરના લગભગ બાર વાગવા આવ્યા હતા મેં નકશામાં જોયું ગુફા લગભગ વધારે દૂર ન હતી વધીને અડધી કલાક નો રસ્તો આથી મને થયું કે થોડો નાસ્તો કરી લઈએ જેથી વાંધો ન આવે મેં બધાને નાસ્તો કરવા માટે કહ્યું

અમે બધાએ નાસ્તો કર્યો

માનવ એ કહ્યું"અહીં જંગલી જનાવર બહુ નથી એવું કેમ??"

મેં કહ્યું"પ્રદૂષણ કેટલુ છે અને અત્યારે શિકાર પણ કેટલા થાય છે તે આપણા કુદરતી સૌંદર્ય અને આપણા અનમોલ વારસાને નુકસાન પહોંચાડે છે જનાવર ક્યાંથી હોય"

કવિતાએ કહ્યું"ભાઈ તને એવું નથી લાગતું કે આવું બધું આપણી સાથે જ કેમ થાય છે"

મે કહ્યું"એ તો મને નથી ખબર પરંતુ તપસ્વી કોઈ રસ્તો બતાવે તો સારું નહિતર શું કરીશું??"

સહદેવે કહ્યું"સાચી વાત છે!"

મેં કહ્યું"હવે ચાલો બસ અડધી કલાક જ ચાલવાનું છે"

અમે ચાલતા થયા મને એ વિચાર આવ્યો કે સારું છે અહીં કોઈ મુશ્કેલી ન આવી

અને એ જ સાથે હું બીજા ઘણા વિચારોમાં ખોવાઈ ગયો અને તે ગુફા આવી ત્યારે મને ભાન થયું

મેં કહ્યું"ગુફા તો આજ છે બાકી ચાલો અંદર જઈને જોઈએ"

અમે અંદર ગયા ત્યાં તપસ્વી જેવા કોઈ વ્યક્તિ પથ્થર થી ઉપર એકાદ ફૂટ હવામા ધ્યાન ધરીને બેઠા હતા


તે તપસ્વી દેખાવમાં ખૂબ જ પ્રભાવશાળી હતા દુબળો દેહ, બંને હાથ અને બંને પગમાં માળા, ગળામાં પુષ્પમાળા, માથા ઉપર મોતીની માળા, આખા શરીર પર ભભૂત, એક હાથમાં કમડળ, શરીર પર એક ટૂંકુ ધોતિયું અને મુખ પર રામનું નામ, તેમની આંખો બંધ, આગળ હવન, બાજુમાં શિવલિંગ તેના પર બીલીપત્ર અને તેમને જોઈ તેમની ઉંમર વિશે કંઇ કહી શકાય નહીં તેમનું રૂપ આવું પ્રભાવશાળી હતું

આ રૂપ જોઈ અમારામાંથી કોઈ પણ થોડીવાર કાંઈ ન બોલી શક્યુ પછી મેં ઇશારાથી બધાને તપસ્વી પાસે જવા કહ્યું ત્યાં અમે બધા હાથ જોડીને બેસી ગયા અને મેં એક ધીમા અવાજે કહ્યું"મુનીવર, ક્ષમા કરો અમે તમારૂ ધ્યાન માં ભગં કરી રહ્યા છીએ પરતું અમારી સમસ્યા જ કાંઈક એવી છે"


મારા આવાજ થી તે તપાસવી જાગ્યા અને થોડી વાર અમારી સામે જોઈ કહ્યું "બેટા તમારી એવી શું સમસ્યા છે કે તમે અહીં જંગલમાં આવી પહોંચ્યા"


મેં અમારી બધી સમસ્યા તેમને કહી


તેઓ બોલ્યા"તમે ખૂબ મોટી મુશ્કેલીમાં છો જેની તમને જાણ પણ નથી એ જાદુગર હવે તમારા ગામ પર કબજો કરીને જ રહેશે"

મેં કહ્યું"મુનિવર તમે મને એ કહી શકો કે તે જાદુગર બદલો શા માટે લેવા માંગે છે"

તપસ્વી બોલ્યા"તો સાંભળો

ઘણા ‌વર્ષો પહેલા તમારા ગામમાં એક રાજા હતો તમારું ગામ ખૂબ વિશાળ રાજધાની અને તે રાજાને બે દીકરા હતા એક મોટો જયકિશન અને નાનો દીકરો તો જમ્યા ના ત્રણ દિવસ બાદ જ દુશ્મન દેશ લઈ ગયા હતા પરંતુ તે બીજા દેશની ઉદ્દારી ને કારણે તેને આશ્રમમાં શિક્ષા અપાવી પરંતુ તે ત્યારે ૧૬ વર્ષનો થયો ત્યારે તેને બધી હકીકત ની જાણ થઈ આથી તે આશ્રમમાંથી જતો રહ્યો અને એને ખબર હતી કે તેનો ભાઈ તેને રાજ્ય નહી સોપે કે નહી ભાગ આપે આથી તે કાળુજાદુ શીખ્યો અને ત્યાં રાજા પાસે પહોંચી ગયો પરંતુ રાજાએ તેને તેના જ ઘરમાં ફાંસી આપી દીધી પરંતુ તે સંતુષ્ટ નહોતો આથી તેની આત્મા તે ઘરમાં આજે પણ રાજ્યની આશ માટે ભટકે છે અને તેને ઘરના દરવાજા પર બટન મૂક્યા છે તેના વગર દરવાજો નથી ખુલતો આથી તમારા સદ્નસીબે તમે જે બટન દબાવ્યુ તેનાથી તમારી જગ્યાએ બીજા ગાયબ થઈ ગયા"

મેં કહ્યું"પરંતુ હવે તેમનું શું થશે"

તપસ્વી બોલ્યા"હવે તે દરરોજ સાંજે બે ઘડી મોડા અને સવારમાં બે ઘડી વહેલા ગાયબ થશે
એક સમય એવો આવશે કે તે હંમેશા માટે ગાયબ થઈ જશે અને આ કાળુજાદુ છે અને આથી તેઓ જ્યારે પાછા આવે ત્યારે તેમને એવું જ લાગે છે કે કાંઈ નથી થયું અને જ્યાં સુધી તમારા ગામ પર કાળા જાદુ ની અસર હોય ત્યાં સુધી તે ગામને બધા ભૂલી જશે

હું સમજી ગયો કે શા માટે કંડક્ટરે બસમાં એવું કહ્યું હતું

મેં કહ્યું"આનો કોઈ બીજો ઉપાય..."


તપસ્વી એ કહ્યું"ઉપાય છે પરંતુ ખૂબ કઠિન છે
તમારે બધાએ તે ઘરમાં રાત્રે ફરીથી જવું પડશે અને જાદુગરના પોતાના રૂમમાં તેની એક જાદુઈ પુસ્તક અને એક જાદુની છડી છે એ બંને માંથી સૌથી પહેલા તમારે છડી તોડી પછી પુસ્તકને સળગાવવું પડશે તો જ તમારા ગામ પરથી આ કાળુજાદુ દૂર થશે અને હા ધ્યાન રાખજો જો પુસ્તક ફાટ્યુ અથવા તો છડીને આગમાં નાખી‌ તો તમે હંમેશા માટે તે ઘરમાં કેદ થઈ જશો પુસ્તકને અગ્નિદેવને સોંપવાનું છે અને છડી તોડી નાખવાની છે આટલું યાદ રાખજો"


મેં કહ્યું"ભલે મુનિવર અમે અમારો પૂરતો પ્રયત્ન કરીશું"

પછી તે તપસ્વી અમને આશીર્વાદ આપ્યા અને મને કહ્યું"બેટા એ પણ ધ્યાન રાખજે કે તે તમને ડરાવવાની કોશિશ કરશે અને તમે જેટલા ડરશો તેટલો તે પુસ્તક અને છડી ગોતવામાં વાર લાગશે"

પછી તેમને મને છ માળા આપી અને કહ્યું"આ જ્યાં સુધી તમારા કાંડા માં હશે ત્યાં સુધી તે તમને નુકસાન નહીં પહોંચાડી શકે આથી આ બાંધી રાખજો"


અમે તેમનો આભાર માની ચાલતા થયા


વધુ આવતા અંશે......


તમને આ ભાગ કેવો લાગ્યો મને રેટિંગ અને પ્રતિભાવ આપીને જણાવજો



ધન્યવાદ.