Kyarek to malishu - 4 books and stories free download online pdf in Gujarati

ક્યારેક તો મળીશું - ભાગ ૪

એક સાંજે કોલેજમાં ફંક્શન રાખેલું.

સુહાસી અને મૌસમ કેન્ટીનમાં બેઠા હતા.

સુહાસી:- "આજે ફંક્શનમાં જવા માટે હું ખૂબ આતુર છું. ખૂબ મજા આવશે. ૮ વાગ્યે તૈયાર રહેજે. મારી ફ્રેન્ડની કારમાં જઈશું."

મૌસમ:- "ના મારે કોઈ ફંક્શનમાં નથી આવવું."

સુહાસી:- "ચાલને યાર તારા વગર મઝા નહિ આવે."

મૌસમ:- "પણ પછી રાતના બહુ મોડું થશે એટલે."

સુહાસી:- "નહિ થાય અને માનસી મૂકવા આવશે આપણને. એટલે ચિંતા જ નથી. પ્લીઝ યાર...ચાલને."

મૌસમ:- "સારું."

સુહાસી:- "૮ વાગ્યે માનસી આપણને લેવા આવશે."

મૌસમ ઘરે પહોંચે છે. મૌસમ સાંજે માનસી અને સુહાસીની રાહ જોતી આંગણામાં આમતેમ ફરે છે.

માનસી અને સુહાસી આવ્યા એટલે મૌસમ એમની સાથે કારમાં બેસી ગઈ.

ફંક્શન ચાલું થયું અને બધા એક પછી એક આવ્યા. મલ્હાર પણ ગિટાર લઈ આવ્યો અને એણે Song ગાયું.

मेरी राहें तेरे तक हैं
तुझपे ही तो मेरा हक़ है
इश्क़ मेरा तू बेशक़ है
तुझपे ही तो मेरा हक़ है

साथ छोड़ूँगा ना तेरे पीछे आऊँगा
छीन लूँगा या खुदा से माँग लाउँगा
तेरे नाल तक़दीरां लिखवाउंगा
मैं तेरा बन जाऊँगा
मैं तेरा बन जाऊँगा

આખરે ફંક્શન પૂરું થયું. મૌસમ,સુહાસી અને માનસી ત્રણેય બહાર આવ્યા. એટલામાં જ માનસી પર કોઈનો ફોન આવ્યો અને એ વાત કરવા માટે થોડે દૂર ગઈ.
માનસી ફોન કરીને મૌસમ અને સુહાસી પાસે આવે છે.

સુહાસી:- "ચાલો ત્યારે નીકળીએ ને?"

માનસી:- "મારે બોયફ્રેન્ડને મળવા જવાનું છે. સુહાસી તારું ઘર મારા રસ્તે આવે છે તો તું મારી સાથે બેસી જજે. મૌસમ હું તને કોઈ સાથે બેસાડી આપીશ."

મૌસમ:- "માનસી પહેલાં જ કહી દેત તો હું ઘરેથી જ ન આવતે. હવે હું કોની સાથે જઈશ?"

માનસી:- "સૉરી યાર અચાનક જ જવાનું થયું એટલે. નહિ તો હું તને ઘરે સુધી મૂકવા આવતે."

મૌસમ:- "સારું પણ સૉરી બોલવાની જરૂર નથી. It's ok હું જતી રહીશ."

માનસી:- "ના હું તને લઈ આવી હતી એટલે ઘર સુધી તને કોઈ મૂકી આવશે. હું કોઈને કહું છું."

મૌસમ:- "ના માનસી હું જતી રહીશ."

મલ્હારને દૂરથી આવતા જોઈ માનસીએ મૌસમને કહ્યું "મલ્હાર આવે છે. ઉભી રહે મૌસમ હું મલ્હાર સાથે વાત કરું છું. આટલી રાતના એકલી ન જતી."

"માનસી રહેવા દે હું રિક્ષામાં જતી રહીશ."
એમ કહી મૌસમ નીકળી જાય છે.

મલ્હાર કેટલીક યુવતીઓ સાથે વાત કરી રહ્યો હતો ત્યાં જ માનસી આવે છે.

માનસી:- "મલ્હાર મારું એક કામ કરીશ."

મલ્હાર:- "હા કેમ નહિ? શું વાત છે બોલ."

માનસી:- "બોયફ્રેન્ડને મળવા જવાની છું અને હું મૌસમને સાથે લઈ આવી હતી. હવે હું મૂકવા જઈ શકું તેમ નથી તો તું એને મૂકી આવીશ?"

મલ્હાર:- "Ok હું એને મૂકી આવીશ. ક્યાં છે મૌસમ?"

માનવીએ આસપાસ જોયું તો મૌસમ નહોતી.

માનવી:- "લાગે છે કે એ રિક્ષામાં નીકળી ગઈ. મે એને કહ્યું પણ ખરું કે આટલી રાતના એકલી ન જા. પણ એ માની નહિ."

મલ્હાર:- "Don't worry એ રસ્તામાં જ હશે. વધારે દૂર નહિ ગઈ હોય. હું હવે નીકળું જ છું."

મલ્હાર કારમાં બેસે છે અને કાર હંકારી મૂકે છે.
થોડે દૂર મૌસમ દેખાઈ.

મૌસમ પોતાની મેળે ચાલતી જઈ રહી હતી કે એટલામાં જ ડ્રીંક કરેલા ચાર યુવકો મૌસમ પાસેથી જીપ લઈને પસાર થાય છે.

મૌસમ ચાલવા લાગે છે. એ જીપ મૌસમની નજીકથી એકદમ ધીમી ગતિએ પસાર થાય છે.
એ ચાર બદમાશ ગીત ગાય છે.

आजा मेरी गाडी में बैंठ जा।

એક યુવક મૌસમનો હાથ પકડે છે.

"I said don't touch me" એમ કહી મૌસમ હાથ છોડાવી દે છે.

મલ્હાર દૂરથી જોતો હતો. મલ્હારે સમયસૂચકતા વાપરી પોલીસને ફોન કર્યો.

બીજી બાજુ બીજો યુવક હાથ પકડે છે. તો મૌસમ એને થપ્પડ મારી દે છે.

પહેલો યુવક:- "અરે પકડો આ છોકરીને."

મૌસમ:- "છોડી દો મને. Leave me"

એટલામાં જ એક કાર આવે છે. કારમાંથી મલ્હાર ઉતરે છે. મૌસમ મલ્હાર તરફ દોડીને જાય છે. મૌસમ મલ્હારની પાછળ ઉભી રહી જાય છે.

બીજો યુવક:- "માર ખાવા ન માંગતો હોય તો ચૂપચાપ અહીંથી નીકળી જા."

મલ્હાર:- "જોવામાં તો ભણેલા ગણેલા લાગો છો. શું તમને ખબર નથી કે રસ્તે ચાલતી યુવતીને છેડવાની સજા શું હોય છે? ભારતીય ફોજદારી ધારાની કલમ ૩૫૪ મુજબ બે વર્ષની સજા અથવા ૫૦૦૦ રૂ. ભરવા પડશે."

પહેલો યુવક:- "માર ખાધા વગર માનવાનો નથી."

મલ્હાર:- "મને હાથ લગાવવાના કેસમાં પણ તને છ મહિનાની સજા થઈ શકે છે."

"માર ખાધા વગર નહિ માને તું." એમ કહી ત્રીજો યુવક મલ્હારના શર્ટનો કૉલર પકડી લે છે.

મલ્હાર એની સાથે ફાઈટ કરે છે. બીજો યુવક મૌસમ સામે ધારદાર ચપ્પુ લઈને આવ્યો. પણ વચ્ચે મલ્હાર આવી ગયો. મૌસમને બચાવવા જતા મલ્હારને હાથમાં ચપ્પુની કટ લાગી ગઈ. એટલામાં જ પોલીસ આવી રહે છે અને પેલા બદમાશોને પકડી લે છે.

મલ્હાર મૌસમ સામે જોઈ કહે છે "Are you ok?"

મૌસમ તો મલ્હારને જોઈ જ રહી.

મલ્હાર:- "ઑ હેલ્લો ક્યાં ખોવાઈ ગઈ.?"

મૌસમ:- "Are you ok?"

મલ્હાર:- "હા હું ઠીક છું."

મૌસમે મલ્હારની હથેળી પર રૂમાલ બાંધી દીધો. મલ્હાર મૌસમને ઘરે મૂકી આવ્યો.

મૌસમ જમીને ઊંઘવા પડી. પણ મૌસમને ઊંઘ જ ન આવી. મૌસમ તો બસ મલ્હાર વિશે જ વિચારી રહી હતી. મલ્હારને મારા લીધે વાગ્યું.
મૌસમને તો વિશ્વાસ જ નહોતો આવતો કે કોઈ યુવક પોતાના માટે આ રીતે જીવના જોખમની પરવા કર્યા વિના બચાવશે. પોતાની જવાબદારી લેશે...મૌસમ તો થોડી ક્ષણો આભી બની મલ્હારને જોઈ જ રહી હતી. મૌસમની જીંદગી વેરાન વગડા જેવી થઈ ગઈ હતી પણ આજે મલ્હારે જે રીતે પોતાની જવાબદારી લીધી તે જોતા મૌસમને જીંદગી જીવવા જેવી લાગી. મલ્હાર પ્રત્યે એના મનમાં લાગણી જન્મી. હ્દય સતત મલ્હારનું રટણ કરતું ત્યારે મૌસમના હ્દયને ટાઢક વળતી. મૌસમના કાનમાં મલ્હારે ગાયેલા Song ના શબ્દો ગૂંજ્યા કરતા હતા.

મૌસમના હ્દયને અપૂર્વ આનંદ થયો. મૌસમને એવો અહેસાસ થયો કે હ્દયના ઝરૂખામાં અચાનક કોઈએ સાદ કર્યો. મૌસમના મનની લાગણીઓ ઝૂમી ઉઠી. મૌસમને બસ મલ્હારના જ ખ્યાલો આવતા હતા. મલ્હાર સાથે જ વાત કરવાની અને મળવાની ચાહના થવા લાગી.
મૌસમ તો પોતાની ખુશીને શબ્દોમાં પણ વ્યક્ત ન કરી શકી.

सिर्फ...
महसूस किये जाते है...
कुछ एहसास...
कभी लिखे नहीं जाते!

મલ્હારના પ્રવેશથી મૌસમની જીંદગીમાં રોનક આવી ગઈ હતી. મૌસમના હૈયામાં મલ્હાર વસી ગયો હતો. પહેલા મૌસમને ફ્લર્ટિગ મલ્હાર જરાય પસંદ નહોતો. પણ હવે મલ્હાર તરફ જોવાનો નજરિયો બદલાઈ ગયો. મૌસમના મનમાં મલ્હાર પ્રત્યે જે ગેરસમજ દૂર હતી તે દૂર થઈ. કોલેજમાં મૌસમ મલ્હારને તિરછી નજરથી જોઈ લેતી. મલ્હાર અને મૌસમ વચ્ચે સ્માઈલની આપ લે થવા લાગી.

આજકાલ મૌસમ મલ્હાર વિશે જ વિચારતી થઈ ગઈ હતી. સાંજે મૌસમ ડાયરી લખવા બેઠી. મૌસમને મલ્હાર પ્રત્યેની લાગણીને વ્યક્ત કરતા લખ્યું

"જીંદગીના વેરાન રણને વિસ્તરતા કોઈ રોકી ગયું છે,
લાગે છે હૈયે આવી કોઈ વસી ગયું છે...

આશાના કરમાયેલા ફૂલને કોઈ ખીલવી ગયું છે,
લાગે છે હૈયે આવી કોઈ વસી ગયું છે...

પાંગરેલી નિરાશાને કોઈ હરી ગયું છે,
લાગે છે હૈયે આવી કોઈ વસી ગયું છે...

વિશ્વાસની વર્ષા કોઈ કરી ગયું છે,
લાગે છે હૈયે આવી કોઈ વસી ગયું છે...

વગર કારણે હસતા કોઈ કરી ગયું છે,
લાગે છે હૈયે આવી કોઈ વસી ગયું છે..."

એક દિવસે મૌસમ લાઈબ્રેરીમાં કોઈ બુક શોધી રહી હતી. લાઈબ્રેરીમાં પુસ્તકો મૂકવાના લાકડાના કબાટોમાંથી પુસ્તક શોધી રહી હતી. મલ્હાર અને એના મિત્રો વાતો કરતા લાઈબ્રેરીમાં આવે છે. મલ્હારનો અવાજ મૌસમને સંભળાય છે. મૌસમ વિચારે છે કે "આ સારો મોકો છે મલ્હારને સૉરી બોલવાનો. તે દિવસે મેહુલનો ગુસ્સો મલ્હાર પર ઉતાર્યો. હવે તો મને મલ્હાર વિશે કોઈ ગેરસમજ નથી. મારે મલ્હારને તે દિવસ માટે સૉરી બોલવું જોઈએ."

મલ્હાર અને એના મિત્રો ખુરશી પર બેસે છે.

અનિમેષ:- "અરે મલ્હાર આ તારી હથેળીમાં શું થયું?"

મલ્હાર:- "આ તો ચપ્પુનો થોડો કટ લાગ્યો હતો. હવે સારું થઈ ગયું છે."

અનિમેષ:- "મારું તો આજે ધ્યાન ગયું. પણ આ ચપ્પુનો કટ કેવી રીતે લાગ્યો?"

મલ્હાર:- "ફંક્શનની નાઈટે મૌસમને બે ચાર બદમાશો હેરાન કરતા હતા. મને મૌસમને ઈમ્પ્રેસ કરવાનો મોકો મળી ગયો. મારે તો બસ મૌસમને ઈમ્પ્રેસ કરવી હતી. કોલેજની બધી યુવતીઓ મારાથી ઈમ્પ્રેસ છે બસ ફક્ત મૌસમ જ મારાથી ઈમ્પ્રેસ નહોતી. એટલે એને મારા પ્રત્યે આકર્ષવાની કોશિશ કરી. You know what? આ મિડલ ક્લાસની યુવતીઓની આ જ સમસ્યા હોય છે પહેલા એવું જતાવે છે કે પોતે યુવકોથી દૂર રહે છે. પણ હકીકતમાં પૈસા ગાડી બંગ્લો જોઈને યુવકોથી ઈમ્પ્રેસ થઈ જાય છે. મારે બસ એ જ જાણવું હતું કે મૌસમ મારાથી ઈમ્પ્રેસ થાય છે કે નહિ."

મૌસમને ખૂબ દુઃખ થાય છે.

પુસ્તકોના કબાટની પાછળ સાંભળી રહેલી મૌસમ મલ્હાર પાસે આવે છે.

મલ્હાર અને એના મિત્રોની નજર મૌસમ તરફ જાય છે.

મૌસમ:- "How dare you તારી હિમંત જ કેમ થઈ મારી સાથે આવું કરવાની. તને શું લાગ્યું બધી યુવતીઓ તારાથી ઈમ્પ્રેસ થઈ જાય છે પણ હું એમાંની નથી કે તારાથી ઈમપ્રેસ થઈ જાઉં? ખરેખર વાંક તારો નથી પણ તારી પરવરિશનો....

મલ્હાર હાથ ઉપાડતા ઉપાડતા રહી જાય છે અને ગુસ્સામાં જ કહે છે "મૌસમ તારી હિમંત જ કેમ થઈ મારા પરવરિશ પર આંગળી ઉઠાવવાની?"

મૌસમ:- "તું કોઈપણ વિશે કંઈપણ વિચારી શકે, કંઈપણ બોલી શકે છે તો હું કોઈપણ વિશે ન બોલી શકું?"

મલ્હાર ખૂબ ગુસ્સામાં મૌસમ પાસે જાય છે પણ અનિમેષ મલ્હારને રોકી લે છે.

અનિમેષ:- "સૉરી મૌસમ..."

"મારે કોઈની સૉરી નથી જોઈતી." એમ કહી મૌસમ પણ ગુસ્સામાં જતી રહે છે.

મૌસમ લાઈબ્રેરીમાંથી નીકળી તરત જ ઘરે જવા માટે નીકળી જાય છે. મૌસમને ખબર નહિ પણ કેમ રડવું આવી જાય છે. મૌસમ વિચારે છે કે મલ્હાર તને કેમ ઈફેક્ટ કરે છે? મલ્હારથી તારા દિલને કેમ અસર થઈ? પોતે મલ્હાર પર વિશ્વાસ કરવા લાગી હતી પણ આજે મૌસમનો વિશ્વાસ તૂટ્યો. મૌસમને લાગતું હતું કે મારા જીવનમાં જે કંઈ ખૂટતું હતું તે મલ્હારની જ કમી હતી. પણ મલ્હારે મૌસમનો વિશ્વાસ તોડયો. તેથી મૌસમને ફરી જીવનમાં કંઈક ખૂંટતું હોય એવું લાગ્યું. મૌસમને જીંદગી બેકાર લાગવા લાગી.

સાંજે મૌસમે પોતાની વેદનાને ડાયરીમાં ઉતારી.

"આજે કંઈક તો તૂટી ગયું છે. પણ ખબર નહિ શું? એક ઈચ્છા, એક અરમાન, એક સપનું, એક દિલ, કે પછી હું? બધું વેરવિખેર થઈ ગયું. કંઈક મળ્યું અને મળતા મળતા રહી ગયું. એક પળમાં ખુશી મળી અને એ ખુશી બીજી જ પળે છીનવાઈ ગઈ."

કોલેજમાં મૌસમ અને મલ્હાર એકબીજા સાથે હવે વાત નહોતા કરતા. બંન્ને વચ્ચે અંતર આવી ગયું હતું. બંનેની નજર ભૂલથી પણ મળી જાય તો તરત જ નજર ફેરવી લેતા. જાણે બંન્ને એકબીજાને કહી રહ્યા હોય

"તું તારો અહમ પકડી રાખ
હું મારું આત્મસમ્માન જાળવી રાખું
હાથ ફેલાવવા નહિ ફાવે હવે
હું મારી લાગણીઓને જ મારી નાખું."

મૌસમ પોતાની રોજિંદી જીંદગીમાં વ્યસ્ત રહેવા લાગી. પણ મૌસમને ક્યારેક ક્યારેક મનમાં વિચાર આવતો કે "આ સમય જીંદગીભર માટે મને યાદ રહેશે કે કેટલી તરસી છું આ જીંદગીમાં એક વ્યક્તિ માટે."

ક્રમશઃ