Kyarek to malishu - 11 books and stories free download online pdf in Gujarati

ક્યારેક તો મળીશું - ભાગ ૧૧

મૌસમને ઘરે મૂકી આવીને મલ્હાર પથારીમાં પડ્યો પણ મલ્હારને ઊંઘ ન આવી. મૌસમ સાથે થયેલા કારણ વિનાના મીઠા ઝઘડાને યાદ કરીને મલ્હાર મનમાં મલકાયો અને મલ્હારના ચહેરા પર સ્મિત લહેરાઈ ગયું. પથારીમાંથી ઉઠીને સ્ટડી રૂમમાં ગયો અને એક બુક લઈ વાંચવા લાગ્યો.

આ તરફ પ્રક્ષેશ પંક્તિ સાથેની મુલાકાતને યાદ કરીને પોતાના રૂમમાં આંટા મારી રહ્યો હતો. પ્રક્ષેશ વિચારી રહ્યો હતો કે "પંક્તિ આટલી વાર સુધી ક્યા હતી? એક જ શહેરમાં અમે રહેતા હતા તો આટલાં વખત સાથે પંક્તિ સાથે મુલાકાત કેમ ન થઈ? વાંધો નહિ પણ હવે તો મુલાકાત થઈ ગઈ."

સૂર્યના હળવા કિરણો મૌસમના ચહેરા પર પડ્યા. મૌસમના ચહેરા પર સ્મિત હતું. મૌસમ ધીમે રહીને આંખો ખોલે છે. બારીની બહાર જોઈ રહી. આજની સવાર મૌસમને કંઈક અલગ અને ખુશનુમા લાગી. મૌસમને મલ્હાર સાથેનો ઝઘડો યાદ આવ્યો. ઝઘડો યાદ આવતા જ ફરી મૌસમના ચહેરા પર સ્માઈલ અને રોનક છવાઈ ગઈ. મૌસમ મનમાં જ વિચારી રહી કે કેટલો Sweet ઝઘડો હતો. પહેલી વાર કદાચ મેં મલ્હાર સાથે ખુલ્લા દિલથી ઝઘડો કર્યો હશે. મૌસમને કૉલેજના તીખા ઝઘડાઓ પણ હવે મીઠા લાગવા લાગ્યા. મલ્હાર સાથે ઝઘડો કર્યા બાદ મૌસમ ભીતરથી થોડી ખુલી ગઈ હતી. પોતાના મનને બાંધી નહોતું રાખ્યું. મલ્હાર સાથે ખુલ્લાં મનથી ઝઘડી હતી. મૌસમ પોતાના મનની વાત કોઈને આસાનાથી કહેતી નહિ પણ મલ્હાર સાથે ઝઘડો કરતા મૌસમ ભીતરથી ખુલી ગઈ હતી. મૌસમના દિલે હળવાશ અનુભવી.

મલ્હાર પણ આંખો ચોળતો ચોળતો ઉઠ્યો.
મલ્હાર પણ ગઈકાલે મૌસમ સાથે થયેલાં ઝઘડા વિશે વિચારતો હતો. ખુલ્લાં મનથી મૌસમે પહેલી વાર મારા સાથે ઝઘડો કર્યો. કૉલેજમાં તો આર્વિવમેન્ટ થતા. પણ કાલનો ઝઘડો...કાલનો ઝઘડો કંઈક અલગ જ લાગ્યો મલ્હારને.

તારી નાની એવી મુલાકાત પણ
બહુ જ ખાસ હોય છે.
તારા ગયા પછીની હરેક ક્ષણમાં
તારી મોજુદગીનો અહેસાસ મહેકતો હોય છે.

સવારે નાસ્તો કરવા બધા ભેગા થાય છે ત્યારે રાજન મલ્હાર અને પ્રથમને મળે છે. પ્રથમ અને મલ્હાર તૈયાર થઈને ઑફિસ જવા નીકળે છે.

વસુધા:- "અરે નાસ્તો તો કરતા જાવ."

મલ્હાર:- "ઑફિસમા કંઈક ખાઈ લઈશું."

બધા નાસ્તો કરીને ઉઠે છે.

છેલ્લે રાઘવ અને સોહમ બે જ જણ નાસ્તો કરી રહ્યા હતા.

જયના:- "ગઈકાલે પાર્ટીમાંથી તમે બંન્ને અચાનક ક્યાં ગાયબ થઈ ગયા હતા?"

સોહમ:- "મમ્મી કાલે રાઘવનું મૂડ ખરાબ હતું એટલે અમે ક્લબમાં ગયા હતા."

જયના:- "કોણે તારું મૂડ ખરાબ કર્યું...મને જણાવ.''

રાઘવ:- "ફોઈ એ તો હું જ એને સબક શીખવીશ."

જયના:- "હું જાણું છું કે તું જાતે જ હેન્ડલ કરીશ. પણ મને નામ તો જણાવ."

રાઘવ:- "ભાઈની નવી આસિસટન્ટ. શું નામ છે એનું?...મૌસમ...."

જયના:- "ઑહ પેલી ચાર મિડલ ક્લાસ બહેનો!"

રાઘવ:- "હા ફોઈ. એ જ ચાર બહેનો."

સોહમ અને રાઘવ બંન્નેએ મૌસમ અને એની બહેનોનો મલ્હારે જે રીતે પક્ષ લીધો તે બધું સવિસ્તાર જણાવ્યું.

રાઘવ અને સોહમ કૉલેજ જવા માટે નીકળી જાય છે.

જયના મનમાં જ કહે છે "મિડલ ક્લાસવાળાની તો આદત જ હોય છે. અમીર છોકરો જોયો નથી કે ફસાવવા લાગી જાય છે. મૌસમ મલ્હારને ફસાવવાની કોશિશ કરે છે પણ મૌસમ તું જયનાને જાણે જ છે ક્યાં? જયના તારી મહેનત પર પાણી ફેરવી દેશે. રાઘવ અને સોહમ બંને આ ઘરના લાડકા દિકરા છે અને આ ઘરના દીકરા પર કોઈ આંગળી ઉઠાવે તે હું કોઈ દિવસ સહન ન કરું. આ ચારેય બહેનોને એવો બોધપાઠ શીખવીશ કે જીંદગીભર યાદ રહેશે. આ ચારેય બહેનોને એમની હેસિયત બતાવવી પડશે."

કૉલેજમાં માહી અને નિશા ક્લાસમાં બેઠા હતા.

નિશા:- "મે નવો મોબાઈલ લીધો."

માહી મોબાઈલ હાથમાં પકડી કહે છે "Wow! સરસ મોબાઈલ છે. પણ જુનો મોબાઈલ પણ સારો તો હતો."

નિશા:- "હા સારો હતો પણ ત્રણ ચાર વર્ષ થઈ ગયા હતા એટલે નવો લઈ લીધો."

માહી:- "લકી છે કે તું નવો મોબાઈલ લઈ શકે છે. મારો મોબાઈલ જો. માત્ર વાત જ કરી શકીએ એટલો સાદો અને સિમ્પલ છે."

બે ત્રણ મિનીટ પછી માહીએ કહ્યું "તે જુના મોબાઈલનું શું કર્યું?"

નિશા:- "મારી જ પાસે છે."

માહી:- "મને અડધી કિમંતે વેચીશ?"

નિશા:- "ના હું અડધી કિમંતે નહીં વેચું."

માહી થોડી ઉદાસ થઈ ગઈ.

નિશા:- "અડધી કિમંતે નહી પણ હા ફ્રીમાં હું તને જરૂર આપી શકું."

આ સાંભળતા જ માહીના ચહેરા પર ખુશી આવી
ગઈ.

નિશા:- "મેડમનો ચહેરો તો જુઓ..! થોડીવાર પહેલાં કેવો હતો અને અત્યારે જુઓ...! કેવી રંગત છવાઈ
ગઈ. એ તો તને ચીડવવા મે કહ્યું. તને ખબર છે ને કે તું મારી પાસે કંઈ પણ માંગી શકે."

માહી:- "સારું પણ હું તને અડધા રૂપિયા તો આપી
દઈશ."

માહીએ નિશાને રૂપિયા આપ્યા.

નિશા:- "રહેવા દે."

માહી:- "બાકીના રૂપિયા કાલે આ મોબાઈલ વેચીને આપી દઈશ."

મલ્હાર અને પ્રથમ પણ ત્યારે જ ઑફિસે આવ્યા હતા. મૌસમે પ્રથમ અને મલ્હારને જોતા જ Hi કહ્યું. મલ્હાર Hi કહે એ પહેલાં પ્રથમે Hi કહ્યું. મલ્હાર Hi કહ્યા વગર પોતાની કેબિન તરફ જવા લાગ્યો. એટલામાં જ પ્રથમ પર કોઈનો ફોન આવતા સાઈડ પર ઉભો રહી વાત કરે છે.

મૌસમને ગઈકાલની વાત યાદ આવતા મનમાં થોડુ ગિલ્ટી ફીલ થયું.

મૌસમ:- "મલ્હાર સર ગઈકાલ માટે Sorry and thanks..."

મલ્હાર:- "કંઈ વાત માટે Sorry અને કંઈ વાત માટે Thanks..."

મૌસમ:- "મે તમારા વિશે ગેરસમજ કરી એ માટે Sorry અને તમારા ભાઈને સમજાવવા માટે Thank you."

મલ્હાર:- "It's ok મૌસમ...Sorry કે Thanks કહેવાની જરૂર નથી."

મલ્હારને 'Sorry' કહ્યા બાદ મૌસમે હળવાશ અનુભવી.

બપોર પછી મલ્હારને સ્કાય રેસ્ટોરન્ટમાં એક મીટીંગ હતી એટલે મલ્હાર મૌસમ સાથે રેસ્ટોરન્ટ નીકળી જાય છે.

એક પાર્ટી સાથે મીટીંગ પૂરી કરે છે.

મીટીંગ પૂરી થતાં જ મલ્હાર નાસ્તાનો ઑર્ડર આપે છે. પણ પાર્ટીને બીજી મીટીંગ હોવાથી માત્ર કૉલ્ડ્રીન્ક પીને જ નીકળી જાય છે.

ત્યાં જ જશવંતભાઈ અને જીતેશભાઈ એ જ રેસ્ટોરન્ટમાં આવે છે.

મલ્હાર:- "આ મોટા પપ્પા અને પપ્પા અહીં શું કરે છે?"

મલ્હારને જશવંતભાઈ અને જીતેશભાઈ જોય છે.

જીતેશભાઈ:- "તમે અહીં?"

મલ્હાર:- "એક મીટીંગ હતી."

મલ્હાર,મૌસમ,જશવંતભાઈ અને જીતેશભાઈ નાસ્તો કરે છે.

કૉલેજની નજીક જ રેસ્ટોરન્ટ હોવાથી રાઘવ,સોહમ વીકી અને બાકીના ફ્રેન્ડસ પણ આ રેસ્ટોરન્ટમાં ફૂડ ખાવા આવે છે.

રાઘવ કે સોહમનું મલ્હાર પર ધ્યાન નહોતું.

રાઘવ અને એના મિત્રો નાસ્તો કરે છે.

નાસ્તો કરી રાઘવ ટીસ્યુ પેપરથી હાથ સાફ કરી ઉતાવળમાં વોશ રૂમમાં હાથ ધોવા જાય છે. મૌસમ પણ ત્યારે જ હાથ ધોવા વોશરૂમ તરફ જાય છે.

રાઘવ ઉતાવળમાં જતા એક વૃધ્ધ વ્યકતિ સાથે અથડાય છે. વૃધ્ધ વ્યકતિના ચશ્માં અને લાકડી નીચે પડી જાય છે.

રાઘવ:- "દાદા જોઈને તો ચાલવું જોઈએ."

મૌસમની નજર રાઘવ પર જાય છે.

મૌસમ ત્યાંથી જ પસાર થતી હતી ત્યારે મૌસમ દાદાની લાકડી અને ચશ્માં આપે છે.

મૌસમ:- "ઑહ તો તે આવી હરકત કરી છે. તારા પર આના સિવાય બીજી કોઈ આશા જ ન રાખી શકાય.
એક વૃધ્ધ વયક્તિની માફી માંગવી જોઈએ અને એમને હેલ્પ કરવી જોઈએ એને બદલે તું ઉલ્ટા દાદાને જ કહે છે કે તમારે જોઈને ચાલવું જોઈએ.
તારે દાદાની માફી માંગવી જોઈએ."

વૃધ્ધ વ્યક્તિ મૌસમ તરફ જોઈ કહે છે "રહેવા દે ને બેટા. મારી જ કોઈ ભૂલ હશે."

મૌસમ રાઘવ તરફ જોઈને કહે છે "ના દાદા મે બધું જોયું. મને સારી રીતે ખબર છે કે ભૂલ કોની છે અને કોની નથી."

રાઘવ:- "એક્સક્યુઝ મી...તું મને ઑર્ડર આપવાવાળી છે કોણ? ભાઈની આસિસટન્ટ છે તો આસિસટન્ટ બનીને જ રહે. વધારે મહાન બનવાની કોશિશ ન કર. સમજી?"

જીતેશભાઈ,જશવંતભાઈ અને મલ્હાર પણ હાથ ધોવા માટે ઉઠે છે. રાઘવ અને મૌસમને ઝઘડતાં જોય છે.

જશવંતભાઈ:- "શું થયું ભાઈ અહીં શું ચાલી રહ્યું છે?"

મૌસમ:- "જુઓ ને સર. રાઘવે આમને ટક્કર આપી. આ દાદાના ચશ્માં અને લાકડી પડી ગયા અને મેં બસ રાઘવને સૉરી બોલવા કહ્યું. પણ ઉલ્ટા રાઘવ આ દાદાને જોઈને ચાલવા કહે છે."

જશવંતભાઈ:- "રાઘવ Sorry બોલ."

રાઘવ:- "પણ મોટા પપ્પા..."

મલ્હાર:- "રાઘવ સૉરી બોલ."

રાઘવ:- "પણ ભાઈ..."

મલ્હાર:- "પણ બણ કંઈ નહીં...મે કહ્યું ને કે સૉરી બોલ."

"સૉરી" કહીને રાઘવ એના મિત્રો જોડે નીકળી જાય છે. પણ જતાં જતાં રાઘવ મૌસમ તરફ એક નજર નાંખતો જાય છે.

સાંજે ઑફિસમાં પ્રક્ષેશ કંટાળી રહ્યો હતો.

"બહુ કામ કરી લીધું. હવે થોડી મસ્તી કરીએ." પ્રક્ષેશે કાશ્મીરા પાસે જઈ કહ્યું.

કાશ્મીરા માહેરાને જોઈ કહે છે "મસ્તી જ કરવી છે તો માહેરાને થોડી ચીડવીએ."

એટલામાં જ ત્યાં તન્વી આવે છે અને કહે છે "Hey guys what's up?"

કાશ્મીરા:- "તન્વી અમે થોડું માહેરા સાથે ફન કરવા જઈએ છીએ. Come..."

તન્વી પણ એ લોકો સાથે જાય છે.

કાશ્મીરા:- "પ્રક્ષેશ મને તો ખબર જ નહોતી કે મલ્હાર અને મૌસમ એક જ કોલૅજમાં હતા."

માહેરા:- "શું વાત કરો છો? પણ મને તો મલ્હારે કહ્યું જ નહીં."

પ્રક્ષેશ:- "મને લાગે છે કે એ લોકો વચ્ચે કંઈક હતું."

કાશ્મીરા:- "શું ખબર કદાચ આજે પણ એ લોકો વચ્ચે કંઈક હોય..."

પ્રક્ષેશ:- "કદાચ એટલે જ મલ્હારે મૌસમને આસિસટન્ટની નોકરી આપી હોય."

માહેરાના ચહેરાનો તો રંગ જ ઉડી ગયો.

તન્વી માહેરાને કહેવાની હતી કે "મલ્હાર અને મૌસમ વચ્ચે કંઈ જ નથી. એક મિનીટ... પણ હું શું કરવા કહું કે કૉલેજમાં મલ્હાર અને મૌસમ વચ્ચે કંઈ નહોતું. ન કહેવામાં પણ મારો ફાયદો છે. જો કહી દઈશ કે મલ્હાર અને મૌસમ વચ્ચે કંઈ નથી તો ફરી માહેરા મલ્હારને પામવાની કોશિશ કરશે. એના કરતા બેટર છે કે હું માહેરાને કંઈ નહિ કહું. માહેરા ભલે ગેરસમજમાં રહેતી. કાશ્મીરા અને પ્રક્ષેશે તો મારું કામ સહેલું કરી નાખ્યું. આ મૂર્ખોની મહારાણીને એટલું પણ નથી ખબર કે કાશ્મીરા અને પ્રક્ષેશ એની મજાક બનાવી રહ્યા છે. માહેરા તો આપોઆપ જ મારા રસ્તેથી હટી ગઈ. હવે મૌસમ અને મલ્હાર વચ્ચે કંઈ થાય એ પહેલાં મારા અને મલ્હાર વચ્ચે કંઈ થવું જોઈએ." એમ વિચારતી વિચારતી તન્વી ત્યાં થી નીકળી જાય છે.

માહેરા:- "તમે સાચું કહી રહ્યા છો?"

પ્રક્ષેશ:- "અમારી વાત પર વિશ્વાસ ન આવતો હોય તો તન્વીને પૂછી લે."

કાશ્મીરા અને પ્રક્ષેશ ફરીને જોય છે તો ત્યાં તન્વી નહોતી.

પ્રક્ષેશ:- "અત્યારે જ તો અહીં હતી ક્યાં જતી રહી?"

કાશ્મીરા:- "તને વિશ્વાસ ન આવતો હોય તો મલ્હારને પૂછી લેજે. Ok? Bye..."

પ્રક્ષેશઃ- "bye..."

કાશ્મીરા અને પ્રક્ષેશ બંને ફરીને ચાલવા લાગે છે. બંન્ને એકબીજાને તાળી આપી હસે છે.

કાશ્મીરા:- "મજા જ આવી ગઈ આજે તો."

રાઘવ સાંજે ઑફિસે જીતેશભાઈ પાસે પૈસા
માંગવા આવે છે. તન્વી ત્યાં થી નીકળી ને મલ્હારને મળવા કેબિન તરફ જતી હોય છે કે તન્વીની નજર રાઘવ પર પડે છે.

રાઘવ થોડો ગુસ્સાથી જોઈ રહ્યો હતો.

તન્વી:- "Hey રાઘવ.."

રાઘવ:- "ઑહ Hi તન્વી."

"રાઘવ આટલો ગુસ્સાથી કોને જોઈ રહ્યો છે" એમ વિચારી તન્વીએ જોયું તો મલ્હાર અને મૌસમ હતા.

રાઘવ:- "મને આ મૌસમ પર ગુસ્સો આવે છે. ભાઈને ખબર નહિ શું થઈ ગયું છે. મૌસમની વાત વધારે માનવા લાગ્યા છે."

તન્વી:- "Don't worry...મૌસમને તો હું હેન્ડલ કરીશ."

મૌસમ પોતાની કેબિનમાં જાય છે એટલે તન્વી પણ મૌસમની કેબિન તરફ જાય છે.

તન્વી:- "Hey મૌસમ..."

મૌસમ:- "ઑહ Hi તન્વી...બહાર કેમ ઉભી છે? અંદર આવ."

તન્વી ચેર પર બેસે છે અને કહે છે "મલ્હાર કેટલો હેન્ડસમ અને રિચ છે. કેટલીય યુવતીઓ એની પાછળ પડી છે. પણ મલ્હારને લાયક પણ એવી કોઈ છોકરી હોવી જોઈએ ને. I mean કે એના સ્ટેટસની. કૉલેજમાં પણ ખબર નહિ કેવી કેવી મિડલક્લાસ યુવતીઓ પડી રહેતી હતી."

મૌસમે તન્વી તરફ જોયું.

તન્વી:- "ઑહ Sorry મૌસમ મિડલક્લાસનો મતલબ તારાથી જરાય નહોતો. પણ મલ્હારને લાયક હોય તેવી કોઈ છોકરી એના સ્ટેટસની જ હોવી જોઈએ રાઈટ? Ok bye..."

તન્વીની બોલવાની રીત મૌસમને સ્હેજ દુ:ખી કરી ગઈ.

મૌસમ ઘરે પહોંચે છે. હાથ પગ ધોઈ ચા પી છે.

પંક્તિ:- "માહી આ મોબાઈલ ક્યાંથી લઈ આવી?"

માહી:- "મે નિશા પરથી અડધી કિમંતે લીધો છે. એ તો મને મફ્તમાં આપવાની હતી. તો પણ મારી પાસે હતા તેટલાં રૂપિયા આપી દીધા."

"ના ના આમ કોઈની પાસેથી મફ્તમાં ન લેવાય. કેટલા આપવાના બાકી છે. હું આપું છું." એમ કહી મૌસમ માહીને રૂપિયા આપે છે.

માહી:- "Thank you didu."

માહીએ મોબાઈલમાં બધું સેટિંગ કરી લીધું.

તન્વીની વાતથી મૌસમનું દિલ દુભાયુ હતું. મૌસમને આજની સવાર યાદ આવી. આજે થોડી ખુશ હતી અને સાંજે તન્વીની વાત સાંભળી ઉદાસ થઈ
ગઈ.

પલમાં હસાવે છે, પલમાં રડાવે છે..
ખબર ના પડે, ક્યારે કોના સાથે મળાવે છે..
જિંદગી પણ કમાલ છે..
રોજ નવા અનુભવ કરાવે છે..!

મૌસમને કંઈક લખવાની ઈચ્છા થઈ. મૌસમ જમીને ડાયરી લખવા લાગી.

ક્યારેક એકાંતમાં હસાવે છે તો
ક્યારેક ભીડમાં પણ રડાવે છે
આ જીંદગી બસ આમ જ રમાડે છે.

ક્યારેક રંગબેરંગી સ્વપ્ન બતાવે છે તો
ક્યારેક કડવી હકીકતનો ભાસ કરાવે છે
આ જીંદગી બસ આમ જ રમાડે છે.

ક્યારેક અજાણ્યા સાથે નવો સંબંધ બનાવે છે તો
ક્યારેક જાણીતાનો પણ વિશ્વાસઘાત કરાવે છે
આ જીંદગી બસ આમ જ રમાડે છે.

ક્યારેક આનંદની બે પળ આપે છે તો
ક્યારેક જવાબદારીના બોજથી દબાવે છે
આ જીંદગી બસ આમ જ રમાડે છે.

મૌસમે આટલું લખી સૂવાનો પ્રયત્ન કર્યો. પણ ઊંઘ ન આવી. ફરી ડાયરી લીધી અને લખવા લાગી...

નદીને જેમ સાગરનું ખેંચાણ રહે છે ને નદી સાગરને મળવા વેગીલી બની દોડે છે તેમ મારું મન પણ સતત તારી તરફ ખેંચાણ અનુભવે છે. નસીબમાં હશે તો મળીશું ક્યારેક આ નદી અને સાગરની જેમ...પણ મારા એટલાં સારા નસીબ નથી કે હું અને તું નદી અને સાગરની જેમ મળીએ. પણ ક્યાંક મનનાં ઊંડાણમાં એવી આશા છે કે નદી અને સાગરની જેમ આપણે ક્યારેક તો મળીશું...!

ક્રમશઃ