Avaaj - 5 books and stories free download online pdf in Gujarati

અવાજ - ૫

વિજ્ઞાનએ જાદુ જ તો છે. માણસે ક્યારે કલ્પના કરી હતી કે, તે ચંદ્ર સુધી પોહચશે ?નીલ આમ્સ્ત્રોંગે તો સપને પણ નહીં વિચરિયું હોય કે તે ચંદ્રની ધરતી પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ હશે! જેમ જેમ સમય પસાર થતો ગયો, તેમ તેમ ખગોળ ક્રાંતિની ધરખમ વધારો થયો!પણ આ બધી જટિલી પ્રક્રિયામાં અવકાશ યાત્રીઓને હજારો લોકોની ટીમની જરૂર હોય છે. હું એક એવી ક્રાંતિની શૂરવાતકરીશ કે, દુનિયા જોતી રહી જશે, પૃથ્વીની એક એવી જગ્યા જે કુદરતનો કરિશ્મા સમજો તો કરિશ્મા, અજુબો સમજો તો અજુબો, તે એક એવી જગ્યા છે, ત્યાંથી અંતરિક્ષમા જવું સરળ છે, સમજી લ્યો તે પૃથ્વી અને અંતરિક્ષ વચ્ચેનો એક એવો માર્ગ છે. જ્યાં પૃથ્વીના વાતાવરણની અસર થતી નથી, કે અંતરીક્ષના, તે એક બ્રહ્માંડનો એવો અજુબો છે, જે ધરતીનો બ્રહ્માંડ સાથે એક અલગ પ્રકારના કોઈ અંજાણ્યા સંબંધથી જોડે છે.અહિ ગુરુત્વાકર્ષણ બળ કામ નથી કરતું તેમ છતા ત્યાં જીવન છે. પૃથ્વી પર આવી ઘણી અજાયબીઓ છે. તમે હૈ-બ્રાઝિલ નામે તો સાંભડ્યું જ હશે? એક એવો રહસ્યમઇ ટાપુ જેનો નકશામાં પણ સમાવેશ હતો. ઘણા લોકોએ તેને જોવા નો દાવો કર્યો છે. મોટા ભાગે તેને શોધવા નીકળેલા લોકોને અસફળતા જ મળી હતી.માણસ જેને સમજી ના શકે તેને જાદુ કહે છે જેને પામી ન શકે તેને અશકય કહે છે. પૃથ્વી પરની એક એવી જગ્યા એક જે ખૂબ જ જરૂરી અને મહતવની છે. અહિથી અંતરિક્ષમા જવા માટે કોઈ જ જટિલ પરક્રિયાઓની જરૂર નથી પળે, તમે જાણતા જ હશો? કોઈ ઉલ્કા જ્યારે પૃથ્વીના વાતાવરણમા પ્રવેશે છે ત્યારે તેમાં આગ લાગી જાય છે! કારણકે પૃથ્વીના વાતાવરણ સાથે તેનું ઘર્ષણ થાય છે. પૃથ્વી પર કોઈ એવું પોલાણ છે.જ્યાં અવકાશીય પદાર્થો હોય કે પૃથ્વીમાં કોઈ પણ જાતના રોકટોક કરી શકે છે. પણ તે આપણે વર્તમાનમાં લઈ જશે કે ભવિષ્યમાં તે કહવું કેટલું સંભવ છે?

પપ્પાની આ ડાયરી મૈં નિહારિકાને સાંભળવી “વાવ, જો આ વસ્તુનું ખરેખર અસ્તિત્વ હશે તો વિજ્ઞાનના ક્ષેત્રમાં ખૂબ જ મોટી ક્રાંતિ કહેવાશે!”

“હા ખરેખર, પણ શું આવું કોઈ પોલાણ જેનો સીધો રસ્તો અંતરિક્ષ સાથે હોય તેનું અસ્તિત્વ હશેખરું?” અમિતે ખભા ઉલાળતા કહ્યું.

“જેમ વોર્મ હોલની થીયરી, કેટલાક વિજ્ઞાનીઓ આપી ગયા છે. તો શું એજ રીતે આ પોલાણનું હોવું સંભવ નથી? તારા પપ્પા આટલા મોટા વિજ્ઞાની હતા.તેની વાત કોઈ ન કોઈ તથ્યને આધારિત હશે!” નિહારિકા એક જ શ્વાશે બોલી ગઈ.

“હા પપ્પાએ ડાયરીમાં એક ખાસ વાત લખી હતી કે ધરતી ઉપર લાખો વર્ષોથી ઉલક્કાઓ પળે છે. કોઈ કોઈ તો ધરતી પર પોહચતા પહેલા જ રાખ થઈ જાય છે પણ ધરતીના આવા પોલાણમાંથી કોઈ ઉલલ્કા આવ્યું હોય તો? શું આ પોલાણમાંથી નીકળવાના કારણે તેની ગતિમાં કોઈ ઘટાળો ન થયો હોય અને તે આખે આખો ધરતી પર ટકાર્યો હોય તો?” અમિતે કહ્યું.

“એનો સીધો મતલબ એ પણ થાય છે કે, જે જે ઉલ્કાઓ ધરતી પર મોટી તબાહી કરી હશે તે આ પોલાણમાંથી આવ્યા હોવા જોઈએ? નિહારિકાએ કહ્યું.

“પણ એ વાત ભૂલ નહીં, કે ધરતી પર 79 % પાણી છે આવું પોલાણ સમુદ્રની ઉપર પણ થઈ શકે છે?”

“પણ કેટલાક એવી ઘટનાઓ જે ઉલકા પળવાના કારણે ઈતિહાસમાં અમર થઈ ગઈ, તુગ્સ્કા એક્પ્લોસિંગ, ધરતી પરનો સહુથી રહસ્યમય અને એક મોટો ઉલલ્કા ટકરાવ કહી શકાય જે 1908માં રસિયના તુંગસકા રિવર પાસે થયો હતો. તેના કારણે આસપાસના 100 મિલ સુધીના લોકો અને વૃક્ષને અસર થઈ હતી,કહેવાય છે આ ઘટના હિરોસીમાં-નાગાસાકી પર ફેંકેલા પરમાણુ બોમ્બથી અનેક ઘણી વધુ હતી.” નિહારીકાએ કહ્યું.
“હા આવી તો ઘણી બધી રહસ્યયમઇ ઉલલ્કા વર્ષો થઈ છે, અને ઘણી બધી ઘટનાઓ પાછળ ઘણી રોચક વાતો પણ બની છે,” અમિતે કહ્યું
“હા, પણ આ કામ આપણાં માટે અસંભવ છે” નિહારિકાએ કહ્યું
“પપ્પાને મારા પર વિશ્વાસ છે કે હું તેનો અધૂરો કામ પૂરો કરીશ”
“પણ, નથી તને આવો કોઈ અનુભવ, નથી તારી પાસે તેનો નોલેજ, વિજ્ઞાનીઓ પાસે વોર્મ હોલની પણ થિયેરી છે, આઈન્સ્ટાઈને પણ ટાઈમ ટ્રાવેલની વાત કબુલી છે પણ તેની માટે માણસને લાઇટની સ્પીડમાં ટ્રાવેલિંગ કરવી રહી! અને તારા પપ્પા નાશા ક્યાં મિશનમાં ગયા હતા, ખોટું નહીં લગાડતો પણ મૈં નાશાની સ્થાપનાથી લઈને આજની તારીખ સુધી તમમા અંતરિક્ષ યાત્રીઓની યાદી જોઈ લીધી છે, તારા પિતાજીનું કોઈ પણ જગ્યાએ નામે મૈં નથી વાંચ્યું !” નિહારિકા એક જ શૂરમાં બોલી ગઈ!

“તને મારા પર વિશ્વાસ નથી? કે હજુ પૂરેપૂરો ભારોશો નથી કરી શકી ?” અમિતને પહેલી વખત આટલી ગુસ્સામાં જોયો.
“વાત એ નથી, હું તારા માટે જ તો આ બધુ કરી રહી હતી.હું તને તારા મિશન માટે મદદ કરવાના હેતુથી જ માહિતી મેળવી રહી હતી, તારા પિતાનું કામ, તેના કામ પર લખાયેલા પુસ્તકો, આર્ટીકલ, બ્લૉગ્સ, મને કઈ જ ન મળ્યું, નથિંગ !” નિહારિકા કહ્યું.

“એવું પણ બન્યું હશે કે મારા પિતાને લગતી તમામ માહિતી તેઓએ હટાવી દીધી હશે?” અમિતે કહ્યું.

“અમિત, પહેલા મને પણ એવું જ કંઇક લાગ્યું, પણ મૈં વિશ્વના સાતથી આઠ લોકો જે અવકાશ યાત્રી રહી ચૂક્યા છે અને તેને પણ નિષ્કાશિત કરવામાં આવ્યા હતા. તેઓ અંગે ગૂગલ અને તેઓની ઓફિસયલ બેવ સાઈડ પર તેની શોધ અને તેઓ ક્યાં સમયે સંસ્થા માટે કામ કરતાં હતા તે તમામ માહિતી સરળતાથી મળી ગઈ , ઉપરથી લોકલ ન્યુજ માં તે પણ માહિતી સરળતાથી મળી રહી કે તેને ક્યાં કારણ માટે ક્સૂરવાર ઠરાવી અને નિષ્કાશિત કરવામાં આવ્યા હતા.”

“તારી પાસે મને ખોટો સાબિત કરવા માટે કેટલા બધા તથ્યો છે જ્યારે મારી પાસે મારી બેગુનાહિનો કોઈ પણ પુરાવા નથી.”

“મને લાગે છે મારે હવે તારી સાથે આ વિષય પર કોઈ વાત ન કરવી જોઈએ, કદાચ તે મને હજુ પત્ની તરીકે સ્વીકારી જ નથી!”

આટલું કહેતા અમિતનો હાથ નિહારિકાપર ઉપડવાઓ હતો પણ તે થોભી ગયો, અમિત આગબબુલો થઈ ગયો હતો. જ્યારે નિહારિકાના ચહેરા પર એક તપસ્વી જેવા ભાવ હતા. જાણે કઈ થયું જ ન હોય!

મૈં અમિતને આવો નોહતો ધાર્યો, દરેક પરિસ્થિતીને ખૂબ સારી રીતે સમજી શકનાર અમિત આજે કેમ આગનો ગોળો થઈ ગયો, શું તે પણ એક જુમલો હતો મન લુભાવવાનો?

ક્રમશ


વિશેષ
ભાગ 1-3 અને 4 એક સાથે જ છે, આ એક સસ્પેન્સ સ્ટોરી છે, ભાગ-5 વાચી આગળ શું થશે, અત્યાર સુધી તમે શું સમજ્યા? અને ભાગ-3 નો બીજા ભાગો સાથે શું સંબધ હોય શકે તે પણ ચોક્કસ ટિપ્પણી કરીને કહશો!
આભાર



મારી અન્ય રચનાઓ..

રહસ્ય- સહાસ કથા.

પ્રાચીન આત્મા-હોરર.