Abhinandan:ek premkahani - 29 books and stories free download online pdf in Gujarati

અભિનંદન:એક પ્રેમકહાની - 29

અભિનંદન:એક પ્રેમ કહાની-29


રીમા સીધી જ દવાઓના રૂમ પાસે ગઈ અને તેને ત્યાં સામે વિમળાબેન મળે છે. તેણે તરત જ તેને રોકતા કહ્યું વિમળાબેન તમારા લોકોથી કોઈ દવા તૂટી ગઈ છે? યા અજાણતા કોઈ નુકસાન થયું છે?


ત્યારે વિમળાબેન બોલી ના મેડમ. અમે લોકોએ બહુ જ ધ્યાન રાખીને બધી જ દવાનો સ્ટોક બહાર કાઢ્યો છે.દવાને આ વખતે કોઈ પણ જાતનું નુકસાન આવ્યું નથી. અને એવું હોય તો અમે તમને કહ્યા વગર થોડા રહીએ? અમને પણ ખબર છે તમારે તમારા સ્ટોકમાં લખવાનું હોય છે.?



ત્યારે રીમા બોલી બહુ જ છુપાવવાની કરવાની કોશિશ ન કરો. મારા બેન જે પણ કંઈ નુકસાન થયું હોય એ મને કહી દો કેમકે "જે નુકસાન થયું છે એની ભરપાઈ ના મારે કરવાની છે ના તમારે કરવાની છે" બસ, મારી યાદીમાં લેવાનું છે. હું લઈશ તમે લોકોને બસ મને સત્ય જણાવો.



વિમળા બેન બોલ્યા મેડમ અમારાથી કોઈ ભૂલ થઈ જ નથી. શાંતાબેન કાંતાબેન મીનાબેન કે પરબત સિંહ કે ઉદયસિંહને તમે પૂછી શકો છો?


રીમા ગુસ્સે થઈને બોલી મારે કોઈને પૂછવાની કોઈ જરૂર નથી. હું તને જે બતાવું એ જોઈને તું મને જવાબ કે એ બધું શું છે?


મારી જોડે આવ રીમાં ખુબ જ ગુસ્સે થાય છે.અને વિમળાબેનને પોતાની જોડે લઈ જે હોસ્પિટલની બહાર ગેટ પાસે કચરા પેટી મુકવામાં આવેલી છે ત્યાં લઈ ગઈ અને કહ્યું કે આ કચરાપેટીમાં જુઓ અને મને કહો કે આ બધું શું છે?


વિમળાબેન કચરાપેટી પાસે ગયા. કચરા પેટી ની અંદર જોયું પછી બોલ્યા કચરાપેટી માં શું કરવાનું છે મારે?


ત્યારે રીમાં વધારે ગુસ્સે થઈને બોલી એમાં તમારે કશું કરવાનું નથી. પણ જુઓ. જે દેખાય છે એ બધું શું છે?


ત્યારે વિમળાબેને ફરી એક વખત કચરાપેટી માં જોયુ અને બોલી મેડમ કચરો છે. રીમા ગુસ્સે થઈ અને કચરાપેટી પાસે ગઈ અંદર જુએ છે તો કચરાપેટીની અંદર એક પણ દવાની બોટલ કે દવાના બોક્સ નથી.


એ ચોંકી જાય છે. ત્યારે તેને શંકા જાય છે કે પોતે પાછી વળી અને કચરાપેટીમાં જોતી ગઈ એનો મતલબ એ થયો કે કોઈ જે વ્યક્તિન એ નુકસાન કર્યું છે એ વ્યક્તિને ખબર પડી ગઈ છે કે મને ખબર પડી અને એ માટે હું અહીંયા આવવું એ પહેલા જ આ બધી જ બોટલો હટાવી દેવામાં આવી છે.


એટલે તેણે કહ્યું વિમળાબેન આ દવા બાબતે જે પણ કોઈ મામલો બન્યો છે એ તમે તમારી અને મારી વચ્ચે જ રાખજો બીજા કોઈને કહેતા નહીં.



જે થયું એ.આ બધું ભૂલી જવાનું છે.


ત્યારે વિમળાબેન બોલ્યા તમારા મગજમાં ઘણું બધું ચાલતું હશે અને કદાચ તમે મને એટલે જ ના પાડો છો. હું પણ ભણેલી છું અને એટલે જ તમને સમજુ છું.તમે જેમ કહેશો તેમ હું કરીશ.


ત્યારે ડોક્ટર રિમા બોલી તમે ખાસ ધ્યાન રાખજો કે કોઈ તમારા જોડે આ દવાની વાત કઢાવી ના જાય. નહિતર ઘણું બધું અઘરું થઈ પડશે.


ત્યારે વિમળાબેન બોલ્યા મેડમ મારા જોડે વાત તો શું પણ શબ્દો કઢાવવા પણ મુશ્કેલ છે.


ત્યારે ડોક્ટર રીમાં બોલી થેન્ક્યુ સો મચ હું તમારા પાસેથી બસ આટલી જ અપેક્ષા રાખું છું કે તમે મારો પૂરેપૂરો સાથ આપો.


સામેથી મીતાલી આવી અને બોલી કેવી છે કચરાપેટી? અને વિમળાબેન અહીંયા શું કરો છો? તમે લોકો તો સફાઈ કરો છો એવું મને અભિનંદન કહ્યું એટલે મને થયું કે હું પણ તને સહાય કરવા માટે આવુ.એટલે આવતી રહી.


રિમા બોલી બસ અહીં કચરો વ્યવસ્થિત નાખજો એમ જ કેહવા આવી છું.ચલો ચલો વિમળાબેન ચલ મિતાલી...





મિતાલી અને ડોક્ટર રિમા સફાઈ કરવા લાગ્યા સફાઇ થઇ ગયા બાદ બંને દવાના બોક્સ ને ગોઠવાવા લાગ્યા. લગભગ આ બધું થતા સાંજ પડી ગઈ. પાંચ વાગી ગયા જ્યારે lock મારવાનો સમય આવ્યો.


કામ પત્યું એટલે મિતાલી બોલી જો રિમા આજ તારી એક પણ દવાને નુકસાન કર્યા વગર આ લોકો એ મસ્ત કામ કર્યું છે.


રિમા બોલી વિચાર કરતા બોલી હા.....તારી વાત સાચી છે


મિતાલી બોલી તારે બધાનો આભાર માનવો જોઈએ.


રિમા બોલી હાથ જોડી આજ તમેબોવ જ સરસ કામ કર્યું એ બદલ તમારો આભાર માનું છું



ત્યાં અભિનંદન આવ્યો અને બોલ્યો દવાના સ્ટોકમાં કોઈપણ જાતની ભૂલ ન થવી જોઈએ. મને પૂરેપૂરી માહિતી જોઈએ કે હું આડું અવળું ચલાવીશ નહીં અને કદાચ લોકોના મનમાં એવું છે કે સરકારી ખાતું છે એટલે બધું લોલમલોલ ચાલે પણ તને ખબર છે મારા જોડે કોઈ પણ જાતનું કશું ચાલતું નથી એટલે મને બધી જ માહિતી વ્યવસ્થિત જોઈએ.


ત્યારે ડોક્ટર રિમા બોલી ઓકે સર હું કોઈપણ જાતની ભૂલ વગર તમને લિસ્ટ તો તૈયાર કરી આપીશ. બસ રીમાના મનમાં પ્રશ્નો છે તો પોતે બપોરે જમવા જતી હતી અને જે કંઈ જોયું છે અને વિમળાબેને લઈને ગઈ અને જે જોયું એ ઘણું બધું કહી રહ્યું હતું. પણ કોઈ પણ જાતની સાબિતી વગર અભિનંદન સરને કહેવું નકામું છે.રિમા એ કોઈને કશું કહ્યું નહીં અને વિમળાબેનને પણ પોતાના પક્ષમાં કરી એ ઓફિસ તરફ બધા જવા લાગ્યા સફાઈ કામદારો તેની ઓફીસ તરફ જવા લાગ્યા




અભિનંદનના મનમાં એક જ પ્રશ્ન છે જ્યારે કરણસિંહને વિશ્વાસ અને અભિનંદન જોવા આવ્યા ત્યારે એ રાતના પડછાયામાં કોણ હતું? વાસ્તવિક રીતે કોઈ પ્રાણી હતું કે પછી કોઈ મનુષ્ય હતું?

પણ પડછાયા ઉપરથી તો એમ જ કહી શકાય કે એ જે કોઈ હતું એ મનુષ્ય હતું કૂતરા કે બિલાડી કે કોઈ બીજા જાનવરનું માણસ જેવો પડછાયો ન હોઈ શકે. અને એવડું મોટું પ્રાણી હોસ્પિટલ કેમ્પસમાં આવી જાય એ પણ શક્ય નથી ખરેખર અભિનંદન થાકેલો છે પણ પોતે વિચારી રહ્યો વાસ્તવિક ઘટના શું છે?



અભિનંદન અને મિતાલી ઘેર જાય છે. વિશ્વાસ આવેલો છે ઘરનું વાતાવરણ ખુબ જ ખુશ છે. બધા ખૂબ જ મજાક મસ્તી કરે છે. વિશ્વાસ આવેલો હોવાથી આર્મી કેમ્પસની બહાર જય અને ફરવા જવાનું બધાએ વિચાર્યું એટલે સાંજના સમયે ફરવા જવું મીતાલી અને અભિનંદનને ખૂબ જ પ્રિય છે પોતે ફ્રી થઈ આવ્યા છે. ફ્રેશ થવા જાય છે.

મમ્મી નએ કહ્યું તમે લોકો ફ્રેશ થઈ જાવ હું તમારા માટે ચાય બનાવું છું પછી તૈયાર થઈ જાઓ બધા અને આપણે લોકોએ જવાનું છે તો નીકળી જઈએ.



મમ્મીનો આ નિર્ણય સાંભળી બધા ખૂબ જ ખુશ થઈ ગયા મિતાલી અને અભિનંદન ફ્રેશ થઈ અને તૈયાર થયા બાકી બધા તૈયાર જ છે. ઘરમાં અભિનંદનના મમ્મી એ ચાય બનાવી અને બધાએ જોડે પીધી અને સિટીમાં આટો મારવા માટે એ લોકો નીકળ્યા.


અભિનંદન ફોરવીલ ચલાવે પણ અભિનંદન ન જાણે ગઈ રાત નો અંધકાર,પડછાયો હજીએ એમનામ જ ફરે છે. કેટલા વિચારોમાં ખોવાયેલો છે. એક વખત અભિનંદન ગાય જોડે ફોરવીલ આવી જાય છે તો બીજી વખત એક લારીવાળાને ઉડાવી દેત!!!!


આ બધું જોય વિશ્વાસ બોલ્યો ભાઈ હોટ સીટ ઉપર મને આવવા દો અને તમે ભાભી ના વિચારો માંથી બહાર આવો બધા વિશ્વાસના શબ્દોથી હસી પડ્યા અભિનંદન એક પણ શબ્દ બોલ્યા વગર ખસી ગયો કેમકે અભિનંદન ને સમજાઈ ગયું કે હવે પોતે માનસિક રીતે ડિસ્ટર્બ થઇ ગયો છે અને તેને ડ્રાઇવિંગ કરવું બિલકુલ પણ યોગ્ય નથી.




દોસ્તો ડસ્ટબીનમાં ડોક્ટર રિમા એ જોયેલી હૃદયની ખૂબ જ મોંઘીદાટ કાચની બોટલ અને બોક્સ એ ફેકનાર અને દૂર કરી દેનાર વ્યક્તિ અને અભિનંદનને પડછાયામાં જોઈયેલી વ્યક્તિ શું ખરેખર એક છે કે અલગ અલગ છે?




અભિનંદનને ભ્રમિત કરનાર ને રિમાને ફસાવનાર વ્યક્તિ વિશે જાણવા જોડાયેલા રહો અભિનંદન એક પ્રેમકહાની સાથે....


Share

NEW REALESED