Be pagal - 17 books and stories free download online pdf in Gujarati

બે પાગલ - ભાગ ૧૭

બે પાગલ ભાગ ૧૭
જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી.
આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત.
રુહાનને લઈ જીજ્ઞા અને રવી રુહાનના ઘરે પહોચે છે. ઘરે પહેલેથી જ રુહાનના પિતા એટલે કે મોહમ્મદ ભાઈ હાજર હતા. વોચમેન બહારના ગેટનો દરવાજો ખોલે છે. જીજ્ઞા એક્ટિવા અંદર ઘર તરફ જવાદે છે. એક્ટિવાનો અવાજ સાંભળતા જ અંદર ઘરમાં બેઠેલા મોહમ્મદ ભાઈ બહાર આવે છે. મોહમ્મદ ભાઈ અત્યારે ડ્યુટી પર આવ્યા હોવાના કારણે તેમણે વર્દી પહેરેલી હતી. જીજ્ઞા એક્ટિવા ઘરના દરવાજા સામે જ્યા મહોમ્મદભાઈ ઉભા છે ત્યા ઉભુ રાખે છે. મહોમ્મદભાઈ જુએ છે કે રુહાન ખુબ જ નશામાં છે. રુહાન એક્ટિવા પરથી નીચે ઉતરીને નશામાં પોતાના પિતાને વર્દીમાં જોઈને સલામ ઠોકે છે.
સલામ સર...મે...દારૂ નથી પીધો તમારે ચેક કરવુ હોય તો કરી લો. અને ગાડી તો હુ ચલાવતો નહોતો એટલે લાઈસન્સનો તો કોઈ સવાલ જ નથી...નશામાં પોતાના પિતા સામે નખરા કરતા રુહાન બોલ્યો.
રવી આને અંદર લઇ જા અને એને ઉલ્ટી કરાવીને સુવડાવી દે પ્લીસ...મહોમ્મદભાઈએ રુહાનને કહ્યું .
જી અંકલ...બોલ્યા બાદ નખરા કરતા રુહાનને અંદર લઈ જાય છે.
તમે અંદર આવી જાવ રવી તમને હમણા ડ્રોપ કરી દેશે અને હા માફ કરજો રુહાને તમને જે તકલીફ આપી એના માટે...મહોમ્મદભાઈએ થોડિવાર જીજ્ઞા સામે જોયા બાદ કહ્યું.
મહોમ્મદભાઈ અને જીજ્ઞા બંને ઘરના હોલમાં સોફા પર બેઠા હતા અને બંને વચ્ચે એક નાનકડા સંવાદની શરૂઆત થાય છે.
મને નહોતી ખબર કે આ મારી ગેરહાજરીમાં આટલો બધો દારૂએ ચડી જશે...મહોમ્મદભાઈએ જીજ્ઞાને કહ્યું.
અંકલ ખોટુના લાગે તો એક વાત જણાવી શકુ... જીજ્ઞાએ મહોમ્મદભાઈને કહ્યું.
બોલને દિકરા તુ પણ મારી દિકરી જેવી જ છે... મહોમ્મદભાઈએ કહ્યું.
જ્યારી આન્ટી રુહાનને અને તમને છોડીને જતા રહ્યાં છે ત્યારથી જ રુહાને માતાનો પ્રેમ તો નથી મળી રહ્યો પરંતું તમે જ વિચારજો કાકા કે શુ એને તમે પિતાનો પ્રેમ હયાત હોવા છતાં પણ પુરો પાડી શક્યા છો કે નહીં. મે જ્યારે પહેલી વાર રુહાનને દારૂ પીતા જોયો ત્યારે પુછ્યું કે તુ દારૂ શુ કામ પીવે છે ત્યારે એને મને કહ્યું હતું કે ઓલમોસ્ટ મે માતાના પ્રેમની સાથે સાથે પિતાનો પ્રેમ પણ ગુમાવી દીધો છે એટલે મારા એકલપણાનો આ એકમાત્ર જ સાથી છે...જીજ્ઞાએ મહોમ્મદભાઈને સચ્ચાઈ દેખાડતા કહ્યું.
વાત તો તારી સાચી છે દિકરા એના દારૂ સુધી પહોચવાનુ 100 % કારણ હુ જ છું...મહોમ્મદભાઈએ પોતાની ભુલ સ્વીકારતા કહ્યું.
એના દારૂ સુધી પહોચવાનુ તો કારણ મને નથી ખબર પરંતુ એના આટલો બધો હદ બહારનુ દારૂ પીવાનુ એક કારણ હુ પણ છું. પહેલા આન્ટી ગયા અને પછી તમે એનાથી દુર થયા અને પછીના એના જીવનમાં હુ આવી અને એને લાગ્યુ કે એ જે પ્રેમને શોધતો હતો તે કદાચ હુ તેને આપી શકીશ પરંતુ સંજોગો અને હાલાત એવા ઉભા થયા કે હુ પણ તેના પાસેથી છીનવાઈ ગઈ અને હવે તો મારી સગાઈ પણ થઈ ચુકી છે...જીજ્ઞાએ થોડા ઢીલા અવાજે કહ્યું.
પણ કેમ હુ તમારી કોઈ મદદ કરી શકુ... મહોમ્મદભાઈએ કહ્યું.
આઈ એમ સોરી સર પરંતુ જે થયુ તેને હુ બદલવા નથી માંગતી કેમ કે હુ મારા પિતાની વિરોધમાં જઈને કોઈ કાર્ય કરવા નથી માંગતી. મારી બસ તમને એટલી જ પ્રાથના છે કે તમે રુહાનને સમય આપો. સમય મળે તો એની સાથે લન્ચ ડિનર લો. એ એની અંદર ઘણુ બધુ દબાવીને બેઠો છે અંકલ જો એ બહાર નહીં કાઢે તો એના માટે જીવવુ ખુબ જ મુશ્કેલ બની જશે...જીજ્ઞાએ કહ્યું.
વાત તો તારી સાચી છે દિકરા હુ મારાથી થતી દરેક કોશિષ કરીશ...મહોમ્મદભાઈએ કહ્યું.
રવી ઉપર રુહાનના રૂમમાંથી નિચે આવે છે.
અંકલ રુહાનને મે સુવળાવી દિધો છે...રવીએ કહ્યું.
રવી દિકરા બને તો રુહાનને સમજાવ અને એને દારૂ પિતા રોકવાની કોશિષ કર...મહોમ્મદભાઈએ કહ્યું.
અંકલ થતી બધી કોશીષ કરી લીધી હવે એને સમજાવો એ તમારા અને જીજ્ઞાના જ હાથમાં છે. કેમકે એના દારૂ પીવાની કારણ તમારો અને જીજ્ઞાનો ન મળતો સાથ જ છે... રુહાને કહ્યું.
ઓકે થેન્ક યુ દિકરા હુ એને સવારે ઉઠતા જ સમજાવવાની કોશિશ કરીશ...મહોમ્મદભાઈએ કહ્યું.
જીજ્ઞા અને રવી ઘરની બહાર જવાના દરવાજા તરફ આગળ વધે છે. રવી દરવાજાની બહાર નિકળે છે અને જેવી જ જીજ્ઞા બહાર નિકળવા જાય છે ત્માજ પાછળથી જીજ્ઞાને મહોમ્મદભાઈનો અવાજ સંભળાય છે અને જીજ્ઞા જતા જતા પાછળ ફરીને જુએ છે.
જી અંકલ...જીજ્ઞાએ કહ્યું.
બેટા તુ રુહાનને પ્રેમ કરે છે કે ફક્ત રુહાન જ તને પ્રેમ કરે છે અને તુ ખાલી તારી મિત્રતા નિભાવી રહી છે... મહોમ્મદભાઈએ જીજ્ઞાને પુછ્યું.
આઈમ સોરી અંકલ પણ મને નથી લાગતું કે મારી સાથે જે સંજોગ સર્જાયા છે ત્યાર બાદ હવે મારા કોઈ પણ જવાબનો કઈ પણ મતલબ રહ્યો હોય ? ...જીજ્ઞાએ ભાવુકતા સાથે મહોમ્મદભાઈને કહ્યું.
જીજ્ઞા અને રવી ત્યાથી ચાલ્યા જાય છે.
મતલબ તો છે દિકરી પરંતુ તુ જ્યા સુધી તારા આ હાલાત અને સંજોગોનો વિરોધ નહીં કરે ત્યા સુધી હુ કે રુહાન કોઈ પણ તારી મદદ નહીં કરી શકીએ... મહોમ્મદભાઈએ પોતાના મનમાં જ પોતાની જાતને કહ્યું.
હોસ્ટેલ જતી જીજ્ઞાની આખમા પણ આસુ આવી જાય છે. ભગવાન કરે કોઈની પણ લવસ્ટોરી આ મકામ પર ન આવે...લેખક વરૂણ એસ. પટેલ.
બીજા દિવસની મધુર સવાર ખીલે છે.
રુહાન પોતાના રૂમમાંથી ફ્રેસ થઈને નિચે આવે છે. નિચે ઉતરીને બહાર જવાના દરવાજા તરફ આગળ વધે છે.
આવ દિકરા આજે તારા અબ્બાના હોથે બનેલા નાસ્તો ચાખતો જા...પાછળથી ડાઇનિંગ ટેબલ પર બેઠેલા મહોમ્મદભાઈ હાથમાં ચાની કીટલી લઈને કપમાં ચા કાઢતા કાઢતા બોલ્યા.
ઓહ તો તમે આજે ઘરે છો એમને આઈમ સોરી પણ મારે નાસ્તો નથી કરવો સોરી...રુહાન પાછળ ફરી આટલુ બોલી ફરીથી દરવાજા તરફ આગળ વધવા લાગ્યો.
જો દિકરા હુ જાણુ છુ કે આજ કાલ તારૂ મુડ અને તારા દિવસો બંને ખરાબ ચાલે છે પરંતુ તારે આમ હિમ્મત ન હારવી જોઈએ...રુહાને કહ્યું.
સોરી પપ્પા પણ તમે તો જાણો જ છો કે કોઈ પોતાના દુર થાય એટલે હિમ્મત કેવી રીતે રહે છે અને તમે પણ કદાચ મમ્મીના ગયા પછી મારી જેમ જ હિમ્મત હારી ગયા હતા. તમે તો જીવનના મહત્વપૂર્ણ એક જ પર્સનને ખોયુ હતુ મેતો ઓલમોસ્ટ ત્રણ તો મારામાં હિમ્મત ક્યાથી રહે...રુહાને ધીમા અવાજે તેના પિતાને કહ્યું.
આઈ એમ સોરી દિકરા પણ જે થયુ તેને ભુલી જા અને ચાલ બંને સાથે હિમ્મત કરીએ અને આ જીવનના દરેક ખરાબ પળોને માત આપીએ. અને હા તે તારા જીવનનુ એક જ પર્સન તે ખોયુ છે અને એ પણ ફિઝીકલી બાકી તારી અમ્મી તારી સાથે જ છે. અને હા હુ તો તને પાછો મળી ગયો છું હવે બસ તારે તારી જીજ્ઞાને પાછી લાવવાની છે અને એના માટે તારા આ અબ્બા તારી સાથે છે. જરૂર પડશે તો આપણે તેને મંડપ પરથી પણ ઉપાડી લઈશુ...રુહાનને હિમ્મત દેતા તેના પિતાએ કહ્યું.
એમ નહીં પપ્પા જો એની મરજી હશે તો જ આપણે બધુ કરીશુ બાકી કહી નહીં...રુહાને કહ્યું.
ચાલ એ જવાદે પરંતુ તુ એની એની મરજી ખિલાફ એનુ સ્વપ્ન તો પુરૂ કરી શકે છે ને ? અને હા યાર કેટલા દિવસથી છોકરાને વહાલ નથી કર્યો તો એક ઝપ્પી તો દે યાર... મહોમ્મદભાઈએ રુહાનને કહ્યું.
રુહાન દોડીને પોતાના અબ્બાને ગળે લાગે છે અને કહે છે...સોરી અબ્બા મે તમારાથી સંતાઈને દારૂ પીવાનુ ચાલુ કરી દીધું અને હા કાલે રાત્રે મે જો નશામાં તમને કંઈ પણ આડુ અવળુ કહી દીધું હોય તો સોરી. અને હા તમને જીજ્ઞા અને મારી વાત કઈ રીતે ખબર પડી...રુહાને પોતાના અબ્બાને કહ્યું.
તે મને તો કંઈ નથી કહ્યું પરંતુ હા કાલ રાતે તે જીજ્ઞાને ઘણુ બધુ સંભળાવી દીધું છે. એ અને રવી જ કાલે તને અહી મુકવા આવ્યા હતા. તને આટલામા જ તારા બીજા સવાલનો જવાબ મળી જ ગયો હશે...મહોમ્મદભાઈએ કહ્યુ.
વોટ જીજ્ઞા અહી બરોડામાં છે અને મે એની સાથે ખરાબ વર્તન કર્યું. ઓહ શીટ્ટ આઈ એમ સોરી અબ્બા પણ મારે તમારો નાસ્તો કર્યા વગર જ જવુ... આટલુ બોલીને રુહાન થોડી ઝડપથી બહાર ભાગે છે.
ઓહ ભાઈ ગાડી લઈને જાજે... મહોમ્મદભાઈએ કહ્યુ.
તો આમ હવે આ લડાઈમાં રુહાનના અબ્બા પણ સામેલ થઈ ગયા હતા અને આગળ જોવુ રહ્યુ કે આ કહાની હવે કયા મોડ પર જીજ્ઞા અને રુહાનને લાવીને અટકાવે છે તેના માટે વાચતા રહો બે પાગલના આવનારા દરેક ભાગો
આગળની કહાની ભાગ ૧૮ માં આવતા અઠવાડિયે તમને જરૂર જાણવા મળશે.
વાચતા રહો અને આમજ તમારો પ્રેમ આપતા રહો. ખુબ ખુબ ધન્યવાદ.

।જય શ્રી કૃષ્ણ । । શ્રી કષ્ટભંજન દાદા સત્ય છે ।
STORY BY:- VARUN S. PATEL
NEXT PART NEXT WEEK