Be Pagal - 21 books and stories free download online pdf in Gujarati

બે પાગલ - ભાગ ૨૧

બે પાગલ ભાગ ૨૧
જો તમે આ વાર્તાની સીરીઝના આગળના ભાગ ન વાચ્યા હોય તો પહેલા એ વાચવા માટે તમને તહે દિલથી વિનંતી.
આગળ જ્યાથી આપણી આ સફર અટકી હતી ફરી ત્યાથી જ શરૂઆત.
ત્રીજા નાટકની શરૂઆત થઈ ચુકી હતી. આ તરફ જેમ જેમ નાટક આગળ વધી રહ્યું હતું તેમ તેમ રુહાન અને જીજ્ઞાના મનમાં ચિંતાનો પણ વધારો થઈ રહ્યો હતો. સંજયસિહ વારંવાર રુહાન અને જીજ્ઞા સામે જોઈને વારંવાર તેની આસુરી હસી દેખાડતો અને રુહાનને ઈસારો કરીને પોતાની ઘડીયાર જોવાનુ કહેતો.
યાર રુહાન કંઈ કર બાકી હવે આ વખતે હુ નથી ઈચ્છતી કે જીજ્ઞા નારાજ થાય...પુર્વીએ રુહાનને કાનમાં જીજ્ઞાની ગેરહાજરીમાં કહ્યું.
યાર ઈચ્છા મારી પણ એવી છે કેમ કે હુ પણ હવે વધુ એકવાર જીજ્ઞાની આખમાં આસુ નથી જોવા માંગતો... રુહાને પણ પુર્વીને કહ્યું .
હે ભગવાન આટલી બધી પણ પરીક્ષા ના લે મારી બહેનની... પુર્વીએ ઉપર જોઇને ભગવાનને પ્રાર્થના કરતા કહ્યુ.
હવે તો મારા પર્સનલ ભગવાનની ઉપર જ છે આ નાટકની ઈજ્જત અને આપણી હાર જીત...રુહાને કહ્યું.
મતલબ...પુર્વીએ સામે સવાલ કરતા કહ્યું.
હમણાં જ ખબર પડી જશે કે મારા પર્સનલ ભગવાન શુ કમાલ કરી શકે છે કે નહીં...રુહાને કહ્યું.
જીજ્ઞા હાલ પ્રેક્ટિસ રૂમમા એકદમ શાંત થઈને બેઠી હતી.
ધીરે ધીરે સમય વીતી રહ્યો હતો. જેટલી ઝડપથી સમય વીતી રહ્યો હતો તેટલીજ ઝડપથી જીજ્ઞા અને રુહાન સેમીફાઈનલ જીતવાની આશા પણ ખોઈ રહ્યા હતા.
ત્રીજુ નાટક પુર્ણ થાય છે. જીજ્ઞા રુહાન અને પુર્વી પાસે આવે છે.
ચાલ રુહાન બહાર જઈને ક્યાક કોફી પીએ હવે અહીં રહેવાનો કોઈ ફાયદો નથી ...જીજ્ઞા સંપુર્ણ રીતે નિરાશ થતા બોલી.
જીજ્ઞા આ તુ શુ બોલી રહી છે ...પુર્વીએ કહ્યું.
ઠિક તો છે હવે તો આ ભગવાનનો વધુ એક ઇશારો છે કે હુ પણ તારી સાથે નથી ...જીજ્ઞા નિરાશામાં કઈ પણ બોલી રહી હતી.
જો જીજ્ઞા તુ શાંત થા અને આપણે લોકો ઓડિયન્સમાં બેસીએ એ લોકો આવતા જ હશે અને એ બધુ પુર્વી જોઈ લેશે ચાલ...આટલુ બોલી રુહાન જીજ્ઞાનો હાથ પકડીને જીજ્ઞાને ઓડિયન્સમાં પહેલી હરોળમાં બેસાડે છે જે હરોળમાં સંજયસિહ પણ બેઠો છે. હવે રુહાને બધુ જ એના પર્સનલ ભગવાન પર છોડી દિધુ હતુ.
વધુ થોડો સમય વીતે છે. ત્રીજા નાટકનો પણ અંત થાય છે અને એ લોકો અસ્તુ કંઈને પોતાનુ નાટક પુર્ણ કરે છે. જીજ્ઞા સંપુર્ણ પણે આશા ખોઈ બેઠી હતી પરંતુ રુહાનને હજુ પણ આશા હતી કે એને જેને કોલ કર્યો છે તે જરૂર તેના દોસ્તોને લઈને આવશે. ત્રીજુ નાટક પુર્ણ થઈ ગયુ હતું અને થોડી જ વારમાં રુહાન અને જીજ્ઞાની ટીમના નાટકની એનાઉન્સમેન્ટ થવાની હતી અને હજુ પણ તેના મિત્રોનો કોઈ જ પત્તો નહોતો. સંજયસિહ પોતાના અહંકાર એટલો ડુબી ગયો હતો કે એને કદાચ આજે રુહાન અને જીજ્ઞાની હારમાં ખુબ જ ખુશી મળી રહી હતી.
માહોલ ખુબ જ તનાવ ભર્યો બની રહ્યો હતો જીજ્ઞા, રુહાન અને તેમની ટીમ માટે. એન્કર ત્રીજા નાટકના પુર્ણ થયા બાદ થોડાક બ્રેક બાદ પોતાની જગ્યાએ પાછો આવે છે અને ચોથા નાટક એટલે કે જીજ્ઞા અને રુહાનના નાટકની એનાઉન્સમેન્ટ તરફ આગળ વધે છે.
મિત્રો આપણે આપણો અવાજ થોડો ઓછો કરીને હવે આ સ્પર્ધાના છેલ્લા નાટક તરફ આગળ વધીશુ...એન્કરે કહ્યું.
એન્કરના આટલા શબ્દો સાંભળતા જ જીજ્ઞા અને રુહાનની ટીમને એમની હાર હવે ખુબ જ નજીકથી દેખાઈ રહી હતી અને સંજયસીહને પોતાની અહંકાર રૂપી જીત.
તો હવે આ સ્પર્ધાની સૌથી મજબુત ટીમ જે હવે તમારી સામે પોતાનુ નાટક રજુ કરવા જઈ રહી છે. તો પ્લીસ વેલકમ બરોડા કોલેજથી જીજ્ઞા અને રુહાનની ટીમ જે નાટકનુ લખાણ જીજ્ઞા દ્વારા કરવામાં આવ્યું છે અને તેના નિર્દેશક છે રુહાન...એન્કરે ચોથા નાટકની એનાઉન્સમેન્ટ કરતા કહ્યુ.
આ તરફ રુહાન અને જીજ્ઞાના નાટકની એનાઉન્સમેન્ટ થઈ ચુકી હતી અને રુહાન અને જીજ્ઞાને કંઈ જ નહોતુ સુજી રહ્યુ કે હવે શુ થશે કેમકે હજુ એ લોકોને ખબર જ નથી કે મહાવીર અને રવી ક્યા છે. સંજયસિહ સતત રુહાન અને જીજ્ઞા તરફ જોઈને હસ્તા હસ્તા પોતાના હાથ વડે ઈશારા કરી રહ્યો હતો કે હવે તમારા બંનેનુ બધુ ફિનિશ. રુહાન અને જીજ્ઞાના મનમાં કંઈક અલગ જ ગભરાહટ હતી. ધીરે ધીરે સ્ટેજ પર નાટકના કલાકારોની આવવાની શરૂઆત થાય છે. પહેલા પુર્વી સ્ટેજ પ્રવેશ કરે છે અને આ તરફ સંજયસિહનુ હસ્વાનુ તો હજુ ચાલુ હતુ. જીજ્ઞા અને રુહાનનુ ઘ્યાન એ સંજયસિહના થોબડા પર જ હતુ. પરંતુ કેમ અચાનક જ સંજયસિહના મોઢાની હસી ગાયબ થઇ જાય છે અને એ જોઈને તરત જ રુહાન અને જીજ્ઞા સ્ટેજ પર જુએ છે તો મહાવીર અને રવી આવી ચુક્યા હતા અને બંનેએ નાટકમાં પોતાની જગ્યા લઈ લીધી હતી.
રુહાન આ બંને લોકો છેલ્લી ઘડીએ કઈ રીતે...જીજ્ઞાએ ખુબ જ ખુશીની સાથે રુહાનને સવાલ કરતા કહ્યું.
આ બધુ મારા પર્સનલ ભગવાનનો કમાલ છે...સ્ટેજના એક ખુણા તરફ ઈશારો કરતા રુહાને કહ્યું.
રુહાનના ઈશારા તરફ જીજ્ઞા જુએ છે તો ત્યા રુહાનના પિતા ઉભા હતા અને જીજ્ઞાને ઈશારા દ્વારા કહે છે કે હુ હંમેશાં તમારી સાથે છુ.
વાવ થેન્ક યુ અંકલ. થેન્ક યુ રુહાન...જીજ્ઞાએ કહ્યું.
જ્યારે એ બંનેના ફોન લાગ્યા એટલે મને થયુ કે હવે કદાચ અબ્બા જ આપણી મદદ કરી શકે છે કેમ કે મને શંકા થઈ ચુકી હતી કે આ સંજયસિહના મિત્રોએ જ આપણા મિત્રોનુ કિડનેપીંગ કર્યુ છે કેમ કે આજે સંજયસિહ સાથે તેના મિત્રો નહોતા દેખાઈ રહ્યા. એટલે મને એના પર શંકા થઈ...રુહાને જીજ્ઞાને સમજાવતા કહ્યું.
રુહાનના હાથ પર હાથ અને આખોમાં આખો પરોવીને જીજ્ઞા દિલથી રુહાનને થેન્ક યુ કહે છે.
બંને એકસાથે સંજયસિહ સામે જુએ છે અને હસવા લાગે છે અને સંજયસિહનુ મો અને અહંકાર બંને હવે ઠંડા પડી ગયા હતા.
નાટકની શરૂઆત થાય છે. આ વખતેનુ નાટક એ દિકરીને પોતાના કેરિયર શોખ વગેરેથી ખુબ જ દુર લઈ જતા જુના રીત રીવાજ પર હોય છે. દિકરીને પોતાનો હક નથી મળી રહ્યો, બાળવિવાહ વગેરે જેવી વસ્તુઓ જીજ્ઞાએ પોતાના લખાણમાં સમાવી લીધી હતી. એવુ કહી શકાય કે આ નાટક દ્વારા જીજ્ઞાએ પોતાની બધી વેદનાઓ વ્યક્ત કરી દીધી હતી ફર્ક ખાલી એટલો જ હતો કે આ વાત રુહાન અને તેના મિત્રો જ જાણતા હતા બાકીના શ્રોતાઓ તો ફક્ત નાટક જ નિહાળી રહ્યા હતા. નાટક પુર્ણ થાય છે. લોકો જીજ્ઞા, રુહાન અને તેમના મિત્રોની મહેનતથી ખુબ જ ખુશ થઈ જાય છે અને આખા થિયેટરમાં તાળીઓનો ગળગળાટ થઈ ઉઠે છે.
આ બાજુ સંજયસિહ પોતાની જગ્યાએથી ઉભો થઈને થિયેટરમાથી બહાર જવાના રસ્તા તરફ ભાગે છે. અને જેવો જ દરવાજે પહોંચે છે ત્યા જ દરવાજે રુહાનના પિતા સાથે આવેલો હવાલદાર સંજયસિહની સામે આવે છે અને તેને પકડીને પોલીસવેનમાં જ્યા તેના દોસ્તોને પહેલેથી જ પકડીને બેસાડેલા હતા ત્યા બેસાડે છે અને દરેકને કિડનેપીંગ કરવાના કેસમાં રુહાનના અબ્બા અરેસ્ટ કરી લે છે.
આ બાજુ નાટક પુર્ણ થયા બાદ હવે ત્રણેય જજ એકસાથે સહમતીથી નિર્ણય લઈને જે બે ટીમો આગળ જવાની હતી તેનુ નામ એનાઉન્સ કરવા માટે સ્ટેજ પર આવે છે અને એમાનો એક જજ પરીણામ જાહેર કરે છે.
જે બે ટીમો આગળ જવાની છે તેના નામ અનુક્રમે છે. શ્રી કોલેજ અહમદાબાદ અને બીજી કોલેજ છે. ન્યુ વડોદરા કોલેજ રુહાન અને જીજ્ઞાની ટીમ... પરીણામ જાહેર કરતા જજે કહ્યું.
જીજ્ઞા અને રુહાન ફાઈનલમાં પોતાનુ નામ સાંભળીને ખુબ જ ખુશ થઈ જાય છે અને પોતાની જગ્યા પરથી ઉભા થઈને એક બીજાને ભેટી પડે છે. અને બીજી તરફ એ દ્રશ્ય રુહાનના અબ્બા જોઈ રહ્યા હોય છે.
હે અલ્લાહ મને નથી ખબર કે તારી ઈચ્છા શુ છે પરંતુ તારો જીવ કઈ રીતે ચાલે છે આટલી મસ્ત જોડીને અલગ કરવા માટે ...રુહાનના પિતા જીજ્ઞા અને રુહાન માટે અલ્લાહ ને પ્રાથના કરતા બોલ્યા.
મહાવીર, રવી, પુર્વી અને બાકીના દરેક મિત્રો પોતાની સેમીફાઈનલની જીતની ખુશી વ્યક્ત કરવા સ્ટેજ પર આવીને નાચવા લાગે છે અને પુર્વી નિચે આવીને જીજ્ઞાને પણ પોતાની સાથે સેલીબ્રેટ કરવા માટે લઈ જાય છે. રુહાન દોડીને સૌથી પહેલા પોતાના પિતા પાસે જાય છે અને એમને ભેટી પડે છે.
મને ગર્વ છે તારા ઉપર દિકરા...મહોમ્મદભાઈએ કહ્યું.
મને પણ ગર્વ છે તમારા પર અબ્બા આઈ લવ યુ... રુહાને તેના પિતાને કહ્યું.
બંને એકબીજાને ગળે મળ્યા પછી સ્ટેજ પર ખુબ જ ખુશ થઈને નાચતી જીજ્ઞા તરફ જુએ છે.
તમે જ કહો અબ્બા આ ગબ્બર સાથે ઈશ્ક કરતા કોણ પોતાની જાતને રોકી શકે ...રુહાને કહ્યું.
સાચી વાત છે. મારી વાત માન તો મારે આપણા ઘરે આ જ વહુ જોઈએ છે કેમ કે મને આમા મારી દિકરી દેખાય છે. મને પણ તારી સાથે સાથે દિકરીનો પ્રેમ મળી જશે... મહોમ્મદભાઈએ પોતાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યુ.
અબ્બા યાર હુ આની આખમાં આસુ ક્યારે જોવા નથી માંગતો પરંતુ જીજ્ઞા ક્યારેય એના પિતા વિરૂદ્ધ નહીં જાય બાકી એના માટે હુ લડવા તૈયાર છું...રુહાને કહ્યું.
આમ બંને પિતા દીકરો જીજ્ઞાને કોઈ પણ જાતની મદદ કરવા માટે તૈયાર હતાં અને કદાચ આ બંને જ જીજ્ઞાની જીંદગીને દલદલમા જવાથી બચાવી શકે તેમ હતા પરંતુ જીજ્ઞા જ્યા સુધી પોતાના પિતા વિરૂદ્ધ ન જાય ત્યા સુધી તે શક્ય નથી. અને મમ્મી ના ગયા પછી જીજ્ઞા પોતાના પિતા વિરુદ્ધ જાય એવુ બનવુ પણ ખુબ જ મુશ્કેલ છે. હવે જોવુ રહ્યુ કે શુ જીજ્ઞાની ડુબતી નૈયા મહોમ્ભદભાઈ અને રુહાન બચાવી શકે છે ? શુ સંજયભાઈ ડાયરેક્ટર જીજ્ઞાના જીવનમાં કોઈ રીતે મદદરૂપ થશે ? વગેરે જેવા ઘણા બધા પ્રશ્નોનોના ઉત્તર માટે વાચતા રહો બે પાગલના ક્લાઈમેક્સના આગલા ભાગો.
આવતા દરેક ભાગો આપણી કહાનીના અંતના ભાગો છે તો ખાસ વાચવુ ભુલતા નહીં. મને પુરો વિશ્વાસ છે કે આ વાર્તા જરૂર તામારા હ્દય સાથે કનેક્ટ થઈ ગઈ હશે.
। જય શ્રી કૃષ્ણ । । શ્રી કષ્ટભંજન દાદા સત્ય છે ।
BY:- VARUN S. PATEL

આગળ હુ મારી બીજી ગુજરાતી વાર્તા બને તેટલી વહેલી તકે શરૂ કરવા જઈ રહ્યો છું તો વાચવુ ભુલતા નહીં તેવી મારી આપ સૌને નમ્ર વિનંતી. ( -> new and next story after બે પાગલ -> કબ તક રોકોગે )