kathputli - 20 books and stories free download online pdf in Gujarati

કઠપૂતલી - 20

સવારના 5 નો સમય હતો.
હંસા માસીને જરૂરી સૂચનાઓ આપી
પોતની સ્કૂટી પર એ નીકળી.
શહેરમાં આછી ચહલ પહલ શરૂ થઈ ગઈ હતી.
તહેવાર હોઈ લોકો વહેલાં ઉઠી દિનચર્યામાં જોતરાઈ ગયેલાં.
સ્વાભાવિક હતુ શહેરમાં આ સમયે કોઈને બહાર નિકળવુ અજૂગતુ ન લાગે.
મીરાંએ ઠંડીનો ચમકારો અનુભવ્યો.
હમણાં હવામાન પલટાતુ રહેતુ હતું.
દિવસે ગરમીનો ઉકળાટ અને છેલ્લા પ્રહરમાં ઠંડીનુ મોઝું..!
મીરાંના બદનમાં ધીમી કંપારી વ્યાપી વળેલી. એ કંપારી ઠંડીની નહોતી.
એના મનમાં ઉઠેલા ધમસાણની હતી.
શરુઆતથી જ ધરનુ સ્વતંત્ર વાતવરણ અને મમ્મી પપ્પા વચ્ચેના મતભેદોને લીધે એને જોઈતો પ્રેમ અને હૂંફ મળેલાં નહી.
કોલેજમાં કેટલીક વલ્ગર ફ્રેન્ડ્સના એ સંપર્કમાં આવી.
આધૂનિકતાની આડમાં પશ્ચિમ દેશોની સંસ્કૃતિને અપનાવી રહેલુ યુવાધન માનસ પટલ પર વિકારોને સંગ્રહી રહ્યુ હતુ. બુરી સંગતના સંસર્ગમાં મીરાંને શરાબ સિગારેટ અને શૈયાનો ચસ્કો લાગ્યો.
જોકે એને ખબર નહોતી પતન તરફ દોરી જનારી રંગીન જિંદગી ક્યારેક આવી મુશ્કેલીમાં પણ મૂકી દેશે.
સમિર એને પ્રેમ કરતો હતો.
અને પોતે સ્વિકારતી હતી કે એ તેના પ્રેમને લાયક નહોતી. કે ના એની જિંદગીને છેતરવા માગતી હતી. જાણી જોઈને જ એ તેની જિંદગીથી દૂર થઈ ગયેલી જેથી સમિર પોતાને ભુલી એક ખુશહાલ જિંદગી પામી શકે..
જો કે આપણે જેટલુ ધારીએ બધુ એમજ થતુ હોતુ નથી.
જે રિશ્તો એના માટે સહજ હતો એ સમિર માટે જીવનમરણનો પ્રશ્ન બની ગયેલો.
લગ્ન કરી લીધા છતાં એનુ મન એક જગ્યા પર સ્થિર નહોતુ.
ધીમે ધીમે વૃતિઓ એ બળવો પોકાર્યો.
અને મીરાં સ્વછંદી બની ગયેલી.
માણસ પોતાની બરબાદી પોતાની જાતેજ નોતરતો હોય છે.
મીરાંની જિંદગી રંગીન અને અૈયાશી ભરી હતી.
કેટલા પુરુષો એના જીવનમાં આવ્યા હશે એનેય યાદ નહોતુ.
જે વ્યક્તિ ભૂતકાળને વારંવાર નજર સમક્ષ છતો કરે એ ક્યારેય તમને સારુ ભવિષ્ય આપી શકતો નથી.
તરુણની મુલાકાત એક ફેમિલી ફક્શનમાં થયેલી.
મીરાંએ તરૂણ તરફ આકર્ષાઈને જિંદગીની સૌથી મોટી ભુલ કરેલી.
તરૂણનો ખડતલ માંસલ દેહ એની આગને ભડકાવી ગયેલો.
તરૂણ સાથે ધરોંબો કેળવતાં એને જાજો ટાઈમ ન લાગ્યો.
પુરૂષોની બીમારી પારખવામાં એ પારંગત થઈ ગયેલી.
તરૂણ સાથે માણેલી એકાંતની પળો કેમેરામાં કેદ થઈ જશે એવુ તો એણે સપનામાં પણ નહોતુ વિચાર્યુ.
તરૂણ માટે પોતે સોનાની મૂર્ગી સાબીત થઈ હતી.
શરૂઆતમાં પેરન્ટસ્ ની બિમારીનાં બહાના આગળ ધરી તરુણ પૈસા માગતો.
બે ત્રણવાર મદદ કર્યા પછી એના બહાનાં વધતા ગયા.
મીરાં સમજી ગઈ હતી કે તરુણનુ મક્સદ ફક્ત એને શારિરીક રીતે લૂંટવાનુ નહોતુ.
એના આર્થિક વૈભવ પર પણ એની બદનિયત હતી.
મીરાંએ એની નિયત જાણ્યા પછી એની માગણીઓ અવગણી.
ત્યારે જ એનો અસલી ચહેરો સામે આવ્યો.
જ્યારે એણે કહ્યુ કે
"મને ખબર જ હતી જાન.. સાચી હકીકત જાણી તુ છંછેડાઈ જઈશ..!
રંગીન પળોને એલીડી સ્ક્રીન પર પેનડ્રાઈવ વડે સેટ કરતાં એણે કહ્યુ.
મારા નવા પ્રસ્તાવને તુ ઠુકરાવીશ..!
એટલે જ મસાલો તૈયાર રાખ્યો છે.
તને કાબુમાં રાખવા આટલુ પૂરતુ છે..!"
સ્ક્રીન પરનાં દ્રશ્યો જોઈ મીરાંને એનુ ખૂન કરી નાખવાની ઈચ્છા થઈ ગયેલી.
"ઠીક છે.. હમણાં આ બધુ મૂક..! એક સાથે કીંમત બોલી જા..! એક હાથમાં ક્લિપ આપી દેજે તારા બીજા હાથમાં પૈસા આવી જશે..!"
ડન..! દસ લાખ રેડી રાખજે...!
"દસ લાખ..?" મીરાનુ મોં ખુલ્લુ રહી ગયુ. તરુણનુ નફ્ફટ સ્મિત છૂંદી નાખવાનુ મન એને થઈ આવેલુ.
માગણી એટલી મોટી હતી જેને સંતોષવી મીરાં માટે કપરૂ કાર્ય હતુ.
જો તરુણ આટલી મોટી રકમ એક સાથે હું ન આપી શકુ.!!"
"વાંધો નહી ડીયર આ ઈસ્ટોલમેન્ટ સિસ્ટમ આવી પરિસ્થિતિઓ માંથી નીકળવાનો સરળ રસ્તો છે...!"
"એટલે..?"
"બે-બે લાખના ફાઈવ હપ્તા તારે ચૂકવવાના..
ભરોસો રાખ ધંધામાં બેઈમાની હું નથી કરતો. છેલ્લા હપ્તા સાથે તને ક્લિપ મળી જશે..!"
"ધંધો..?"
મીરાંનો સવાલ સાંભળી એક લૂચ્ચુ સ્મિત તરૂણના ચહેરે ફરકી ગયુ.
બસ ત્યાર પછી ત્રણેક હપ્તા એ વસૂલી ચૂક્યો હતો.
જ્યારે એનો મૂડ હોય મીરાંને ભોગવવાનુ ચૂકતો નહી.
મૌતનો ડર નજર સમક્ષ જોઈ મીરાંને મૂક્ત કરવા માગતો હતો.
મીરાંની કામણગારી કાયાનો નશો સમિરના સર પર ચડી બોલતો હતો.
એની આંખો પર ફરી એ જ ખુમારી છવાઈ ગઈ હતી.
સૃષ્ટીવિલા નામના પરિચિત આલિશાન બંગલે એ થોભી.
સ્કૂટી સડકની સામે પાર એક દિવારની ઓથે પાર્ક કર્યુ.
ડબલ માળના વિશાળ ધરમાં તરૂણ એકલો રહેતો હતો.
એના વૈભવનુ રાજ છતુ થઇ ગયુ હતુ.
સુટબુટમાં અપટુડેટ રહેતો તરૂણ છળપુરૂષ હતો.
ધ્વાર પર પહોંચી ડોરબેલની સ્વીચ પુશ કરી.
ડોરબેલની ટ્યૂન સાંભળતાં જ તરૂણે ડોર ખોલી દીધુ.
સામે જ મૃગનયની મધુરતા ધરી એક મખમલી ગોરૂ મુખારવિંદ નજરે પડ્યુ.
એની આંખોમાં મૃગલી જેવો ડર તરવરતો હતો.
આંખો ફાડી ફાડીને એ મીરાંને જોતો રહ્યો.
"રસ્તેથી હટી જા મને સાવ નિચોવી નાખી છે હવે શુ જુએ છે આંખો ફાડીફાડી..?"
"તારૂ ઓજસ એવુ ને એવુ જ છે મન થાય છે તને બસ પીધા કરૂ પીધા કરૂ..!"
શર્ત યાદ છે ને.. રકમ ખતમ.. સિતમ ખતમ..!"
"આજે તને કેમ બોલાવી છે ખબર છે..?"
ખબર નથી તારી મૂઠ્ઠીમાં મારી ઈજ્જત છે ત્યાં લગી હું આવવા મજબૂર છું..!
આગળનુ વાક્ય એ ગપચાવી ગઈ..!"
"જાણુ જ છું.. મૂક્ત થતાં જ પહેલુ કામ તુ મારુ મર્ડર કરવાનુ કરીશ..!"
"ના રે.. હવે મારે એમ કરવાની જરૂર નહી પડે.. કોઈ શુભચિંતક આ કામ કરી જ રહ્યો છે...!
"મને ડરાવવાનુ રહેવા દે..!
બસ છેલ્લી વાર આ અધરોની મધુરપ માણવા માગુ છું.
આ મખમમલી સુંવાળપના સ્પર્શનો આહલાદક નશો કરવા દે મને.!"
"બસ કર યાર.. તુ મને બક્ષી દે..!"
તરૂણની આંખમાં સરવળતાં સાપોલિયાં જોઈ મીરાંને સુગ ચડી.
ફરી વિચાર કરી લે..!
તારે કશુ નવુ કરવાનુ નથી.. જે ચરિત્રને સાચવવુ જોઈએ એના લીરેલીરા તો તુ પહેલાં જ ઉડાડી ચૂકી છે.. હવે તુ છોછ રાખે.. એ યોગ્ય નથી.
સ્વમાન અને ચરિત્ર બચાવવાની વાત કરે ત્યારે તારી વાતો હાસ્યાસ્પદ લાગે છે..
સાંભળ..
ફક્ત એક વારનુ સહચર્ય તારી મુક્તિને ઈજન આપે છે.
હું તને મારી ચંગુલમાંથી આજાદ કરી દઈશ...!"
મીરાંના પુષ્ટ શરીરના મરોળદાર ઢોળાવો પર તરસી મીટ માંડી એ બોલેલો.
મીરાં બે પળ માટે મૌન થઈ ગયેલી.
જે પણ નિર્ણય લેવાનો હતો ત્વરિત લેવાનો હતો..
પુરૂષો આટલી હદ સુધી પણ જઈ શકે એને અનુભવ નહોતો.
આ જ પર્યત તો એ સ્વેચ્છાએ રંગીન જિંદગી જીવેલી.
પોતાની મરજીથી પર પૂરૂષની સંગત માણેલી.
તરૂણ એવો યુવક નિકળ્યો જેને પોતાની ઈચ્છાઓ સ્વાભિમાનને ધ્વસ્ત કરી નાખ્યુ.
હવે જિંદગીમાં ધણુ ગુમાવ્યુ હતું. એણે એકાંતમાં પોતાના સ્ત્રીત્વને રગદોળ્યુ હતુ.
હવે ફરી એક વાર એકાંતને આધિન થતાં બ્લેકમેલિંગમાંથી છૂટકારો થતો હોય તો
તરૂણને સાથ આપવામાં એને શાણપણ સમજ્યુ.
"ઓકે ડીયર..!
પણ પછી ફરી ન જતો.. તારા પર નજરબંધી છે..
પેલો જાસૂસ પણ વોચ રાખી રહ્યો છે એટલે મારે જલદી ભાગવુ પડશે..
"ઓહ સ્યોર..!"
તરૂણનો ચહેરો ગુલાબની જેમ મધમધી ઉઠ્યો.
*** **** *****
સમિર છલાંગ લગાવી સૃષ્ટી વિલામાં દાખલ થયો.
તો એની આંખો વિસ્મયથી પહોળી થઈ ગઈ.
સામે અલમારી ખુલ્લી પડી હતી.
દિવાર પર લોહીથી કઠપૂતળી લખાયુ હતુ.
આવાક બની મીરાં દરવાજાની ઓથ લઈ ને કોઈ જોઈ ના જાય એમ ઉભી હતી. અને ઉપર ગયેલી તરૂણની સિસ્ટરની ચીસ સાંભળી એ ધ્રુજી ઉઠેલી.
એના માથાના વાળ અસ્તવ્યસ્ત હતા.
એ ધણી ડરી ગઈ હતી.
સમિર સમજી ગયો ચીસ ઉપરથી આવી હતી.
એ તીવ્રતાથી દાદરો ચડી ગયો.
મીરાં અંત્યત ધભરાહટ સાથે બહાર નીકળી ગઈ.
પોલિસનો કાફલો આવતો જોઈ એણે એક પીલરની ઓથ લીધી.
જેવા પોલિસ અંદર પ્રવેશી કે મીરાં જીવ બચાવી ભાગી.
સારુ હતુ સ્કૂટી એણે સામે છેડે એક દિવારની પાછળ મૂકેલુ.