Kalyugna ochhaya - 8 books and stories free download online pdf in Gujarati

કળયુગના ઓછાયા - 8

રૂહી અને સ્વરા મેશમા જમવા જાય છે... આટલા બધા ટેન્શનમાં હોવા છતાં આજે પાણીપુરી બનાવી હતી એટલે બંનેને જમવાની મજા આવી ગઈ...અત્યારે મેશમા પબ્લિક હવે અત્યારે તો ફ્રી હોય એટલે બધા શાતિથી મસ્તી કરતાં કરતાં ખાઈ રહ્યા છે... રૂહી અને સ્વરા પણ બધા સાથે મજાક મસ્તી કરી રહ્યા છે...ઈવાદીદી ના રૂમ સિવાય બધા સાથે તેમના હજુ પર્સનલ કોન્ટેક્ટ્સ નથી થયા બધા સાથે આવતા જતા એકબીજાને મળતા હોય અને સ્માઈલ આપે એવા સંબંધો ચોક્કસ બની ગયા છે...

લગભગ એ લોકો ઉભા થવાની તૈયારીમા જ છે ત્યાં મેડમ પણ મેશમા જમવા આવે છે...કેટલાક જુના તો કેટલાક બટરપોલિશીગવાળા લોકો મેડમને કહે છે, મેડમ આજે મસ્ત જમવાનું બનાવડાવ્યું છે તમે...અહીં બેસી જાઓ અમારા ટેબલ પર જ અને જગ્યા કરી આપે છે...

એક સિનિયર કહે છે, મેડમ બધાના ઈન્ટરોડક્શન અને વેલ્કમ નો પ્રોગ્રામ ક્યારે રાખવાનો છે ?? તો બધા એકબીજાને ઓળખતા પણ થાય.. અત્યારે તો સામે મળીએ તો પણ કોઈ એકબીજાને ઓળખતુ નથી...

મેડમ : બસ આ શનિવારે રાખી દઈશું. લગભગ બધા ત્યાં સુધીમા આવી પણ જશે...કાલે લગભગ સાતેક જણા નવા એડમિશન વાળા આવવાના છે...

રૂહીને આ બધુ તેના રૂમમેટ્સ ક્યારે આવવાના છે એવું કદાચ કંઈ જાણવા મળશે એ જાણવા માટે તેણે સ્વરાને ઈશારાથી ત્યાં થોડી વાર બેસવાનું કહ્યું...

કાલે કોમર્સવાળાની કોલેજ શરૂ થાય છે કદાચ એટલે...

રૂહીને યાદ આવ્યું કે તેની બે રૂમમેટ્સ માથી કોમર્સ વાળી અને ફાર્મસી વાળી છે એટલે એને થયું કે કદાચ એક રૂમમેટ્સ તો કાલે આવશે જ....

પછી બધા મેડમ સાથે એમ જ રૂટીન વાતો કરવા લાગ્યા એટલે રૂહીએ સ્વરાને ઈશારો કરતાં તેઓ બંને ત્યાથી ઉભા થઈને રૂમમાં જવા ઉભા થયા. રસ્તામા બંને નજર એક બારી પાસે જાય છે... બહાર વરસાદ અંધારેલો હોય અને કાળાડિબાગ વાદળો છવાયા હોય એવું લાગી રહ્યું છે...આમ પણ વરસાદની જ સિઝન છે. બંને એકબીજા સામે જોઈ રહ્યા છે કારણ કે બંનેને ડર તો લાગી રહ્યો છે રૂમમાં અને વળી આવુ  વાતાવરણ !!

બંને જલ્દીથી ઉપર પહોચે ત્યાં તો એકદમ વીજળીના કડાકા થવા લાગે છે...એવું લાગી રહ્યું છે કે હમણાં જ ગાજવીજ સાથે વરસાદ તુટી પડશે...રૂહી તેના રૂમમાં જઈ રહી છે ત્યાં જ સ્વરા તેનો હાથ પકડીને કહે છે રૂહી તારા રૂમમાં ન જા...તારો જીવ જોખમમાં મુકાઈ જશે..મને બીક લાગે છે.

મારા રૂમમાં સુઈ જા...

રૂહી : તારા પણ રૂમમેટ્સ આવશે તો મારે તો મારા રૂમમાં જ રહેવું પડશે ને ?? આમ ગભરાઈશ તો શું થશે ??

સ્વરા : આજે તો સુઈ જા.પછી આપણે નક્કી કરીએ કે શું કરવુ જોઈએ આગળ...

મનમાં તો એક ઉડે ઉડે ગભરાહટ હતો જ એટલે રૂહી સ્વરાની વાત માની લે છે...અને બંને સ્વરાના રૂમમાં જાય છે...

સ્વરાના રૂમમાં આવીને બંને બેસે છે. રૂહી તારા રૂમમાં એવું કંઈ નથી અનુભવાતુ..મારા તો રૂમમાં પ્રવેશતા જ જાણે એક ભારેખમ વાતાવરણ અનુભવાય છે...જાણે કોઈ આપણને રૂમમાં રહેવા દેવા જ ઈચ્છતુ હોય !!

સ્વરા : તુ મારા રૂમમા શિફ્ટ થઈ જાય તો ??

રૂહી : પણ એમ મેડમ હા થોડી પાડે ??

સ્વરા : પુછી તો જોઈએ એક વાર ??

રૂહી : સારું કાલે પુછી જોઈશું.

સ્વરા : આજે જ પુછીએ તો...હજુ તો પોણા નવ થયા છે. મેડમ જાગતા જ હશે...કાલે કદાચ નવા આવનારામા આપણા રૂમમેટ્સ આવી જાય પછી કંઈ ન કહી શકાય આપણાથી કોઈને રૂમ ચેન્જ કરવા માટે...

રૂહી : સારૂ તો અત્યારે જ મળી આવીએ....

બંને જણા મેડમની રૂમ તરફ જઈને રૂમનો દરવાજો ખખડાવે છે....

                *.        *.         *.        *.        *.

મેડમ દરવાજો ખોલીને કહે છે, રૂહી અને સ્વરા ?? તમે અત્યારે અહીં ?? શું થયું ??

રૂહી : અમારે તમારી સાથે થોડી વાત કરવી છે અત્યારે જો તમને વાધો ન હોય તો...

મેડમ : હા અંદર આવો...બોલ શું થયું ??

સ્વરા : રૂહી તેનો રૂમ બદલીને મારા રૂમમાં મારી સાથે રહેવા આવી શકે ??

મેડમ : કેમ ?? શું થયું ??

રૂહી : મને સ્વરા સાથે ફાવી ગયું છે...અને હજુ અમારા કોઈ રૂમમા બીજું કોઈ આવ્યું પણ નથી એટલે.

મેડમ : અમારે એક સિસ્ટમ છે અહીંયા... અમુક ફિલ્ડ વાળાને સાથે રાખવાના જેથી એ લોકો સાથે ભણી શકે અને પોતાના એ રીતના સ્ટડીને કારણે બીજાને ડિસ્ટર્બ ન થાય.

સ્વરાના ઇન્ટિરિયર ડિઝાઈન્ગિગમા છે અને આ વખતે બીજી પણ બે છોકરીઓ ઈન્ટીરીયર વાળી હોવાથી ત્રણેય એક જ રૂમમાં રાખેલા છે.એટલે એ લોકોને મોડા સુધી શીટ્સ એન્ડ ડ્રોઈંગ નુ બધુ કામ કરવાનુ હોય એટલે એમાં સ્ટડીવાળાને ખલેલ પડે.

રૂહીના રૂમમાં તેને એમ.બી.બી.એસ. હોવાથી ભણવાનું વધારે હોય અને એક ફાર્મસી વાળી છોકરી છે એટલે એને પણ એવું જ હોય... અને કોમર્સ વાળી છોકરીને પણ સાથે સીએ કરવાનુ હોવાથી તેને ત્યાં રાખી છે.

સ્વરા : તો કંઈ ચેન્જ નહી થાય એમને ??

મેડમ : તમે ભલે અલગ રૂમમાં હોય સાથે રહેજો ને..અને રૂમ પણ બાજુમાં જ છે એટલે વાધો નહી...

હવે મેડમની વાત પરથી કંઈ થાય એવું ન લાગતા રૂહી અને સ્વરા થોડા નિરાશ થઈને મેડમ ને થેન્કયુ કહીને બહાર નીકળી જાય છે...

સ્વરા : ચલ આજે તો અહીં સુઈ જા આપણે કાલે જોઈએ...

બંનેને આખી રાત સ્વરાના રૂમમાં સરસ ઉઘ આવી જાય છે... અને સવાર પડતા બંને એકદમ ફ્રેશ ફીલ કરી રહ્યા છે. પણ આખી રાત કંઈક વિચાર્યા બાદ રૂહી એક નિર્ણય કરી દે છે...હવે આ બધામાંથી મારે નીકળવું છે...નહી તો ભણીશ કેમ આગળ ??

બંને સાથે જઈને રૂહીના રૂમમાથી ભગવાનનુ નામ લેતા લેતા અમુક રૂહીને જરૂરની બધી વસ્તુઓ લઈને આવે છે...કારણ કે રૂહી રાત્રે બીકને કારણે કપડા પણ ચેન્જ કર્યા વિના જ સ્વરાના રૂમમાં સુઈ ગઈ હતી.... પછી થોડીવારમાં તૈયાર થઈને સ્વરા અને રૂહી બંને તેમના કોલેજના ટાઈમ મુજબ કોલેજ જવા નીકળી જાય છે......

                 *         *         *         *        *

આજે તો રૂહીનો દિવસ સારો છે કે રાત્રે પણ સારી ઉઘ આવી ગઈ સાથે જ તે કોલેજમાં પ્રવેશી કે ત્યાં ગ્રાઉન્ડમા છોકરાઓ એપ્રન પહેરીને પ્રેક્ટિકલમા જવા માટે છોકરાઓ ઉભા હતા ત્યાં જ તેની નજર અક્ષત પર પડે છે....

રૂહીના ચહેરા પર એક નાદાન સ્માઈલ છલકાઈ જાય છે... પણ પેલા દિવસ ના વર્તનને યાદ કરતા ત્યાં વધારે છોકરાઓ ઉભા હોવાથી ત્યાં જતી નથી...અક્ષત નુ તેની તરફ ધ્યાન પણ નહોતું...

એટલે એ સાજે મળીશ એમ વિચારી ને ડાયરેક્ટ તેના ક્લાસ તરફ જવા સીડી પાસે પહોંચી જાય છે... તે સીડી પાસે ધીમે ધીમે જવા જાય છે ત્યાં જ કોઈ પાછળથી આવીને તેના ખભા પર હાથ મુકે છે.....

કોણ હશે એ રૂહી પાસે આવનાર વ્યક્તિ ?? આજે તો રૂહી તેના મનની વાત અક્ષતને કરી શકશે ને ?? આજે રૂહીના રૂમમાં કોઈ આવશે તો એને કોઈ આવો અનુભવ થશે ?? રૂહીએ આખી રાતના મનોમંથન બાદ શું નિર્ણય કર્યો હશે ?? હોસ્ટેલ છોડી દેવાનો કે બીજો કોઈ નિર્ણય ??

જાણવા માટે વાચતા રહો, કળયુગના ઓછાયા - 9

next part.......... publish soon...............................