Shikaar - 21 books and stories free download online pdf in Gujarati

શિકાર - પ્રકરણ ૨૧

શિકાર
પ્રકરણ ૨૧
રોહિતભાઇની હયાતીનાં એંધાણ મળ્યા પછી ગૌરી પાછળ રાજકોટ જવાનું ટાળ્યું તો ખરાં પણ રહેવાયું નહી જ એનાં હૈયે જ બંડ પોકાર્યુ ન રહી શકાયું એ સવારે નીકળી ગયો રાજકોટ તરફ કાર લઈને..
લગભગ રાજકોટ ના પાદરે જ એ બેય ક્રોસ થયાં હશે પણ બંને એક બીજા ની હાજરી થી અજ્ઞાત સામ સામે પસાર થઈ ગયાં. આકાશ તો એની ધૂનમાં મગન રાજકોટ ભણી ભાગતો રહ્યો. જો કે, એવું પરિબળ કામ કરી ગયું કે એણે SD હાઉસ એની ઓફિસ ભણી ગાડી વાળી બાકી એને સીધાં ગૌરી ને મળવા ઘરે જવું હતું...
ઓફીસ ના ગેટ પાસે જ શ્વેતલભાઇ નો ભેટો થઇ ગયો હતો આકાશ નો....
"અરે આકાશ આવ આવ ... ઘણાં દિવસો પછી દેખાણો ભાઈ.. "
હવે પહેલાં જેવો ડંખ નહોતો એની માટે..
"અરે !અમદાવાદ થોડું સેટ અપ ગોઠવવાનું હતું એટલે ત્યાં હતો પહેલાં પેલો રૂટીન વાળો પ્રોજેક્ટ હતો પણ એમાં ખાસો સમય નીકળી જાય એમ હતું એટલે અમદાવાદ ચોખા બજારમાં ઓફિસ કરી .."
આકાશ નું પ્લાનિંગ જ વ્યવસ્થિત રહેતું એને જુઠ્ઠું બોલવાની જરૂર નહોતી રહેતી ...
"સરસ! તો તો સિંગતેલ માં પણ ગોઠવવું હોય તો કહેજે SD બધું ગોઠવી દેશે.. "
"હા! કહીશ પાક્કુ પણ મારે ક્લાયન્ટ ઝોન ઇન્ડસ્ટ્રીઝ વધારે છે કન્ઝ્યુમર કરતાં... "
"અત્યારે અહીં ક્યાંથી? SD તો બહાર છે આખો દિવસ..."
"ઓહ...! આમ તો તમે સાથે જ હોવ એમની ..."
"હા પણ આજે એ ખાલી વહેવારીક કામે ગયાં છે એટલે ..."
ખચકાતાં પુછી જ લીધું... " ગૌરી ..."
શ્વેતલભાઇ એ કહી દીધું ," હા ગૌરી એમની સાથે જ છે કેમ?... "
"શ્વેતલભાઇ આપણે વાત થઇ હતી પેલી જમીન ની .... મારે હવે એમાં નીકળી જવું છે..... એ માટે મળવું હતું SD ને ..."
"હા એ તો થઈ જશે તારૂં કાંઈક હાફ પેમેન્ટ જ થયું હતું ને..? "
"હા ,પણ ખાલી પેમેન્ટ લઇ થોડું નીકળાય વળતર પણ... "
"સારૂં કાલે આવ SD હશે જ કાલે.... "
આકાશે બીજી આડીઅવળી વાત કરી વિદાય લીધી ... ગૌરી લગભગ સાંજે જ પાછી આવી જશે એ નક્કી થઇ ગયું હતું...
ગૌરી વગર રાજકોટમાં કરવું શું.... ?
એને જેતપુર યાદ આવ્યું એને પેલા ચેક યાદ આવ્યા... હજુ ભરવાની વાર હતી પણ એ ખાતાની સંસ્થા બધી જેતપુર જુનાગઢ આસપાસ ના સરનામાં વાળી જ હતી....
જો કે, એ તો શ્વેતલ અને SD પણ તપાસ કરાવી જ ચુક્યા હોય .... ત્યાં કોઇ જ ન મળે પણ એ બે ને કોઈ સુરાગ ન મળે પણ એને તો મળે જ , એને એ પણ ખાત્રી હતી કે શ્વેતલભાઇ એ ત્યાં કોઇ ને તહેનાત કર્યાં જ હશે પણ ખાલી માહિતી માટે જ એ કોઇ એક્શન તો નહીં જ લે...
એ જેતપુર જવા નીકળી ગયો
******************* ******************
સંદિપભાઈ અને વીણા બેન ને સહેજ પણ ઓછું ન આવે કે અતડુ ન લાગે એ જવાબદારી ગૌરી એ બખુબી ઉપાડી લીધી હતી બંને ને આગ્રહ પુર્વક જમાડ્યા તો હતાં જ... ને વાતચીત વહેવાર માં પણ ગૌરીએ મમ્મી ની ખોટ ન સાલવા દીધી.એ બંને ઘરે ગૌરીના રૂમમાં બેઠા જ્યારે સંદિપભાઈ અને SD ઓફિસ એટલે કે SD હાઉસ ભણી ઉપડ્યા....
SD આજે હું ખૂબ જ ખાનગી અને અત્યંત મહત્વની વાત કહેવા માટે આવ્યો છું બીજા બધાં વહેવાર તો સમજો એક બહાનું છે પણ આ કહેવું જરૂરી હતું.... એટલે .. પણ... "
"પણ શું...??? "
"આપણાં બે સિવાય ત્રીજુ કોઈ પણ ત્યાં.... "
"આપણાં બે સિવાય ત્રીજો તો કદાચ શ્વેતલ આવી શકે બાકી મારી રજા વગર કોઈ એટલે કોઇ ન આવી શકે આપણે ચાર દિવસ ઓફિસમાં બેસીએ... "
"શ્વેતલભાઇ ..."
શ્વેતલ એટલે મારૂં એક અંગ જ સમજો એને કાન હશે પણ મરજી મારી હશે એથી વિશેષ શું કહું...? પણ પહેલાં મારી વાત સાંભળી લેશો? મારે માણેકભુવન ને રીકન્સટ્રક્ટ કરાવવું.... "
"મારી વાત માણેકભુવન ને લઇ ને જ છે.... " સંદિપભાઈ વચ્ચે જ બોલી ઉઠ્યા .
SD ચોંક્યો પણ પછી ઇન્ટરકોમ ડાયલ કર્યો...
"શ્વેતલ! હું બહાર ન આવું ત્યાં સુધી ઓફિસની આસપાસ પણ કોઈ ન આવવું જોઈએ , જામર ચાલું કરી દે ચા પાણી માટે ય કોઈ ન આવે એ તારે જ કરવું પડશે આ ઇન્ટરકોમ સિવાય બધાં કનેકશન બંધ કરી દે ઘરેથી ફોન આવે તો જ દેજે તું ય બધાં કામ પડતાં મૂકી રિસેપ્શન માં બેસજે.. "
શ્વેતલ સમજી ગયો ... એનાં મગજમાં બ્લેકમેઇલર જ ઉપસી આવ્યો ...બહું જલદી આ વાત નો નીવેડો આવી જશે એ વિચાર થી એનાં હાથ સખત થયા.. એ બહાર નીકળી ગયો માથુ હકારમાં હલાવી... તરત જ ઠંડા લેમન જ્યુસ નો જગ ને ગ્લાસ ટેબલ પર આવી ગયાં SD ગ્લાસ ભરીને સંદિપભાઈ ને આપવા હાથ લંબાવ્યો તો સામે સંદિપભાઈ એ પણ હાથ લંબાવ્યો જ હતો તેમના હાથમાં કવર હતું.....
અંદર થી કાગળ કાઢ્યા બધાં .... એક સ્પીડ પોસ્ટ હતી ડીપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલૉજિ થી કોઈ જન્મેજય ઝા નામના અધીકારી એ મોકલી હતી , જે મારફતે એણે માણેકભુવન ની માહિતી માંગી હતી , પત્રમાં લખ્યા પ્રમાણે સેટેલાઇટ મેપિંગ દરમ્યાન માહિતી મળી છે કે... નવલખી થી અગીયાર માઇલ દૂર નિર્જન નાનકડા ટાપુ પર એક પ્રાચીન સુરંગ કે ટનલ જેવું છે જે નવલખી તરફ ખૂલતું હોય એવું જણાય છે આમ તો નવલખી ના ખાડી જેવા એ વિસ્તારમાં કોઈ વસ્તી નથી અને લગભગ છેલ્લી એક જ ખાનગીપ્લોટ છે જે વિશાળ જગ્યામાં એક ખંડેર જેવી વિશાક હવેલી નામે માણેકભુવન છે અને એ પછી પણ લગભગ અડધો કિલોમીટર કશુંય નથી હા વચ્ચે એક ખાડી એટલે કે દરિયાઈ ભરતીનો આરો છે...
ઉપરોક્ત ટનલ લગભગ પાકી માહિતી નથી પણ 1944 આસપાસ બનેલી છે તો તે અંગે તપાસ કરવી અને ઘટતી તપાસ કરવી જેથી કરીને સર્વે ઓફ આર્કિયોલૉજી ની ટીમ આવી આગળની તપાસ કરી શકે પત્રનો ઉત્તર એકવિસ દિવસમાં આપવો ....
SD પ્રશ્ન સૂચક નજરે સંદિપભાઈ ને જોઇ રહ્યો, તમે ફોન કર્યો હતો ત્યારે જ આ પત્ર મારાં હાથમાં હતો એટલે મારૂં તમને મળવું જરૂરી બન્યું.... હવે હું તમને ફોન પર આ કહી શકું તેમ ન હતો એટલે રૂબરૂ જ મળવા વિચાર્યું ...
" તો શું થઈ શકે હવે... "
" ડીપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલૉજી તમારી પરવાનગી માંગશે એ માટે માલીક ના નામ સરનામાં અમારે જ આપવા પડશે, તમે ચાહો તો ના પાડી શકો પણ જો મેટર પુરાતત્વિય રીતે અગત્યની હશે તો એ લોકો કાયદા ની રૂએ પણ પ્રવેશ કરી શકે છે કે પછી પાર્શીયલ એટલે કે જે ભાગ સુરંગ વાળો હશે એટલો જ ભાગ તમને યોગ્ય વળતર આપી પરાણે હસ્તગત કરી શકે છે ,જો કે, તમે પણ બહું જુના માલીક કબજેદાર છો તો અને તમારી પૈતૃક સંપત્તિ હોવાથી કોર્ટમાંથી સ્ટે લાવી શકો છો... "
SD એ શ્વેતલ ને બોલાવ્યા અંદર... ને પત્ર બતાવ્યો.... પછી સંદિપભાઈ એ કહ્યું એ બધું કહ્યું...
"ટુંકમાં ,પહેલાં આપણે જોવું પડશે કે ભોંયરું છે ક્યાં?? "
સંદિપભાઈ ને શ્વેતલ માટે માન થયું.
" અને ભોયરું કે સુરંગમાં અંદર ..."
"એ હું તમને ન જવાં દઉં ... હા આઠ દસ લોકો સાથે હોય તો જ વિચારૂં... "
શ્વેતલ મક્કમતાથી બોલ્યો...
(ક્રમશઃ...)