Mahabaleshwar na Pravase - a family tour - 11 books and stories free download online pdf in Gujarati

મહાબળેશ્વર ના પ્રવાસે - અ ફેમિલી ટુર (ભાગ-11)

મહાબળેશ્વર પહોંચ્યા પછી હોટેલ બુક કરવાની હતી પણ ભાવીનભાઈ એ કહ્યું, "હોટેલ બુક થઈ ગઈ છે, થોડું ચાલવું પડશે અહીં નજીક માં જ છે"
"આ હોટેલ બુક ક્યારે કરી?" મેં પૂછ્યું
ભાવિન ભાઈ એ કહ્યું, "અમે 10-15 દિવસ પહેલા જ અહીં ફ્રેન્ડ્સ સાથે આવ્યા હતા અને જે હોટેલ મા અત્યારે જવાનું છે તે હોટેલ મા જ રોકાયા હતા સાથે હોટેલ પણ સારી હતી અને આપણું પ્લાનિંગ પણ ફિક્સ હતું એટલે ત્યારે જ હોટેલ બુક કરી દીધી કેમ કે અત્યારે દિવાળી અને આ સમયે હોટેલ મળવી મુશ્કેલ"
ભાવિનભાઈ આગળ ચાલે ને અમે બધા પાછળ - પાછળ ને લગભગ અડધો કિલમીટર ચાલ્યા ને હોટેલ આવી. બેગ નીચે મૂક્યા ને ઉપર મોઢું કરી ને જોયું ત્યાં બોર્ડ લગાવ્યું હતું "હોટેલ પુષ્કરાજ" બહારથી જોતા તો હોટેલ સારી હતી પણ પછી થયું હોટેલ બહારથી તો સારી જ હોય હવે અંદર જઈએ પછી ખબર, અને એમ પણ ભાવિનભાઇ ને એ અહીં પહેલા રોકાયા હતા એટલે કંઇ પ્રોબ્લેમ ન હતો
હોટેલ ના ડેસ્ક પર ગયા ને ત્યાં બેઠેલા મેનેજર ને કહ્યું "3 રૂમ બુક હૈ, 7 સે લેકર 9 તારીખ તક" એટલે ડેસ્ક પર બેઠેલ મેનેજરે તેનો ચોપડો ચેક કર્યો ને ત્યાં થોડી વાર બેસવા કહ્યું
મે ભાવિન ભાઈ ને પૂછ્યું, "16 વ્યક્તિ મા 3 રૂમ થશે?"
"ફેમિલી રૂમ છે એટલે 1 રૂમ માં લગભગ 4-5 વ્યક્તિ આરામથી રહી શકે, અમે જ્યારે આવ્યા ત્યારે મે રૂમ જોયો હતો. તું અંદર જઈ ને જોઈએ એટલે અંદાજ આવી જશે" ભાવિંભાઈ એ હસતા કહ્યું.
ત્યાં ઉપરથી કોઈ ભાઈ આવ્યા ને 3 ચાવી આપતા કહ્યું, "સેકંડ ફ્લોર પર આપકા પહલા 3 રૂમ હૈ, યે રહા ચાબિ, ટાવેલ - પાની સબ રખા હૈ, ઓર કુછ જરૂરત હો તો હોટેલ ડેસ્ક પર બતાનાં"
ફરી બધાએ બેગ ઉચક્યા ને ઉપર જવા ચાલતા થયા. રૂમ ખોલી ને જોયું તો પહેલી વાર તો એમજ થયું કે, ઓહ.. 2 માળ (2 ફ્લોર) વાળો રૂમ ! આમાં તો 6-7 વ્યક્તિ આરામથી રહી શકે.
હવે રૂમ નું વર્ણન કરું તો, રૂમ મા એન્ટર થતાં જ નાનો હોલ આવે જ્યાં એક બેડ, ટીવી, કબાટ, ટેબલ અને બાથરૂમ સાથે હોલ ખુબજ ઊંચો હોવાથી તેમણે રૂમ ની વચ્ચે ઉપર ના ભાગમાં એક સિલીંગ (પાર્ટેશન) લાગવી ને હોલ ની અંદર જ ઉપર ના ભાગમાં બીજો રૂમ બનાવ્યો હતો જેમાં એક બેડ અને ટેબલ. સાથે આ ઉપર ના રૂમ માં જવા માટે સીડી પણ હોલ ની અંદર જ, આમ ટુંક મા 1BHK ફ્લેટ હોય તેવું લાગતું હતું અને આવી 3 રૂમ અમે બુક કરી હતી એટલે 16 વ્યક્તિ આરામથી રહી શકે તેમ હતું.
પહેલા તો કોણ કયા રૂમ માં રહેશે એ નક્કી કર્યું અને હું રૂમ મા ગયો ને ત્યાં મારો નાનો ભાઈ જીગ્નેશ અને મામા નો છોકરો કેવિન એ બંને ઉપર કંઇક જોતા હતા એટલે મે પૂછ્યું, "શું ઉપર - નીચે જોવો છો?"
"અલા આ AC કયા લગાવ્યું છે એ જોઈએ છીએ, રૂમ આટલો ઠંડો કેમ છે?" જીગ્નેશે કહ્યું અને મને પણ લાગ્યું એટલે મે પણ તેમની સાથે જોવાનું શરૂ કર્યું પણ ક્યાંય AC હતું નહિ છતાં પણ રૂમ ની દીવાલ પર હાથ લગાવીએ એટલે જાણે બરફ હોય એવું લાગે અને તેનું કારણ ત્યાંનું વાતાવરણ અને સાંજે થોડી વધુ ઠંડી હોય.
પેહલા તો અમે બેગ મૂકી ને બધો નાસ્તો કાઢ્યો અને બધા ત્યાં નાસ્તાની આજુ-બાજુ ગોળ રાઉન્ડ કરી ને બેસી ગયા. ત્યાં બાજુના રૂમ માંથી ભાભી એક નાસ્તા નો ડબ્બો લઇ ને આવ્યા ને કહ્યું "આ મીઠાઈ ઘરે બનાવી છે લો બધા" આમ બધા ત્યાં એક જ રૂમ મા ભેગા થયા ને નાસ્તો કરતા-કરતા ભાઈ એ ડીટેલ માં કહ્યું કે ક્યાં - ક્યાં પોઇન્ટ પર ક્યારે - ક્યારે જવાનું છે, કેમકે ભાવિન ભાઈ ત્યાં પહેલા આવ્યા હતા એટલે તેમને વધુ ખ્યાલ હતો.
આમ નાસ્તા મા જ અમારું બપોરનું લંચ (બપોરનું ભોજન) થઈ ગયું ને હાથ ધોવા માટે જ્યાં નળ ખોલી પાણી ને હાથ લગાવ્યો કે શરીર ની રુવાંટી પણ ઊંચી થઈ ગઈ અને તેનું કારણ ઠંડુ પાણી કેમકે પાણી એટલું ઠંડુ હતું કે જાણે ઠંડુ કરવા માટે નું ચિલર મશીન લગાવ્યું હોય
ભાવિન ભાઈ એ કહ્યું "બપોર ના 2:00 વાગ્યા છે થોડી વાર બધા આરામ કરી લો આપણે 4:00 વાગ્યે ફરવા નીકળીએ" આ સાંભળતા જીગ્નેશ અને જયદીપ તો બહાર માર્કેટ મા ફરવા નીકળી ગયા, બાકીના બધા સૂઈ ગયા ને હું મોબાઈલ લઈ ને બેસી ગયો. ત્યાં બાજુમાં ભાવિન ભાઈ અને કેવિન સૂતા હતા. થોડીવાર થયું ત્યાં કેવિન પણ મોબાઈલ લઈ ને બેસી ગયો અને થોડીવાર માં ભાવિન ભાઈ પણ ઊભા થયા. કેમકે ફરવા ગયા હોય ત્યાં ઊંઘ ન આવે. "ચાલો આપણે 3 પણ બહાર માર્કેટ મા જઈએ" ભાવિન ભાઈ એ કહ્યું.
આમ હું, કેવિન અને ભાવિન ભાઈ પણ બહાર ગયા. આગળ ચાલતા ચાલતા એક ચોક (ચાર રસ્તા) સુધી ગયા ને ત્યાં જ નજીક મા એક જ્યુસ ના દુકાન પર પેલા બંને બેસી ને જ્યુસ પીતા હતા. અમે પણ ત્યાં બેઠા ને કેવિને પણ તેના માટે પેલા બંને ની સાથે જ્યુસ મંગાવ્યુ.
થોડી વાર ત્યાંજ માર્કેટ મા ફર્યા અને લગભગ 30 મિનિટ પછી ફરી હોટેલ આવ્યા, હોટેલ પર આવ્યા તો ત્યાં પણ 1-2 વ્યક્તિ ને છોડી ને બીજા બધા જાગતા જ હતા એટલે બધા ને તૈયાર થવા કહ્યું સાથે બધી બેગ ત્યાં જ રાખવાની હોવાથી જરૂરી સામાન જેમ કે પાણી ની બોટલ, નાસ્તો, પર્સ, પાવર બેન્ક, ઇયેફોન, વગેરે એક નાના બેગ મા નાખ્યું અને લગભગ બપોરે 3:30 વાગ્યા આસ-પાસ બે નાના બેગ અને એક મોટી પાણી ની બોટલ સાથે બધા ફરી નીચે ઉતાર્યા ને પાર્કિંગ બાજુ ચાલતા થયા જ્યાં અમારી ગાડી પાર્ક હતી. ફરી બધા ગાડી મા ગોઠવાઈ ગયા અને ભાવિન ભાઈ એ ગૂગલ મેપ શરૂ કર્યો ને અમારા પેહલા પોઇન્ટ પર જવા રવાના થયા.....
ગાડી વાંક ચુકા રસ્તા પર ચાલતી હતી સાથે બહાર થોડી ધૂપ હતી એટલે બધું બરાબર ચોખ્ખું દેખાઈ રહ્યું હતું અને વાતાવરણ પણ એવું હતું કે ધૂપ હોવા છતાં ગરમી ન લાગે કે ન ઠંડી. આમ મારા અનુભવ પ્રમાણે દિવાળી નો સમય આ જગ્યા પર ફરવા માટે સારો છે કેમ કે હજુ ચોમાસુ ગયું જ હોય એટલે બધું લીલુંછમ સાથે ધુમ્મસ ન હોવાથી બધું ચોખ્ખું દેખાય અને વાતાવરણ પણ મધ્યમ, વધુ ગરમી પણ નહિ અને વધુ ઠંડી પણ નહિ, ચોમાસા ની જેમ વરસાદ ની પણ તકલીફ નહિ સાથે દિવાળી ના સમય પર લોકો પણ વધુ એટલે ટ્રાફિક નો થોડો પ્રોબ્લેમ રહે પણ વધુ લોકો અને વધુ કલોઉડ એ જ તો ફરવાની મજા છે....
આમ લગભગ ૩ KM પછી પોઇન્ટ આવ્યો જ્યાં અમારે જવાનું હતું.....
ક્રમશ: (આગળ વાંચો ભાગ-12 )