Prem Kone Kahevaay - 1 books and stories free download online pdf in Gujarati

પ્રેમ કોને કેહવાય ? - 1

મારા એક પરમ મિત્રયે મને અચાનકજ આ સવાલ કર્યો .
"પ્રેમ કોને કરાય? ".
થોડીવાર તો મેં એમને સામું જોયા કર્યું આ કેવો સવાલ મને પૂછે છે !! પછી એમણે મને કહ્યું ના મને ખોટો ન સમજશો , પણ મેં આજે થોડા સમય પહેલાં જ આવી એક વાત સાંભળી હતી કે પ્રેમ કોને કહેવાય ? અને ત્યારથી મારા મનમાં એ જ પ્રશ્ન ઉભરાતો હતો કે પ્રેમ કોને કહેવાય ? આવું મારા મિત્રયે મને પૂછ્યું , થોડીવાર મને એમ થયું કે શું જવાબ આપુ ? અને પછી એકદમ વગર વિચાર્યા સીધુ જ મેં પણ કહી દીધું કે , પ્રેમ એને કહેવાય કે જે આપણને પ્રેમ કરતા હોય જેને જોઈને તે આનંદિત થઈ જાય .
હા ઘણા લોકો કહે છે કે ઈશ્વરને પ્રેમ કરાય જોકે , હાલની ચોટીલા ની કથામા પૂજ્ય મોરારિ બાપુએ પણ કંઈક પ્રેમ વિશે આવું કહ્યું હતું એવો વિડિયો પણ એમણે મને દેખાડ્યો કે પુજ્ય બાપુ બોલ્યા હતા કે , ભગવાન એ શુ કાંઇ પ્રેમ કરવાની વસ્તુ છે ? એ તો ભગવાન છે ભગવાનની ઇબાદત કરાય .
પ્રેમ તો જીવ ને કરાય પરમાત્મા પ્રત્યે તો ખરેખર સાચી ભક્તિ હોવી જોઈ શ્રધ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. પરમાત્મા ઉપર ભગવાનમાં તમારો શ્રદ્ધા અને વિશ્વાસ હશે તો તમારો ઉદ્ધાર થશે . એને પ્રેમ ત્યારે કરો જ્યારે સજીવ થઈને તમારી સામે આવે . પ્રેમ ના અલગ પ્રકારો મારી દ્રષ્ટિએ છે . એ પ્રકારો ની આપણે આગળ ઉપર ચર્ચા કરીશું. અત્યારે વાત કે ભગવાનને પ્રેમ કરાય કે માણસને ?
ત્યારે મેં મારા મીત્રની એટલું જ કહ્યું કે, પ્રેમ એ કોઈ કરવાની વસ્તુ નથી . એ તો સહજ આપોઆપ થઈ જાય છે . ધારો એમને કરવો એવું જ મળતું હોત તો એમને તો પસંદગી કહેવાય !! અને પ્રેમ મા ઓપ્શન હોતો જ નથી . એ તો બસ તમારો આત્મા આપોઆપ તેમના તરફ ખેંચાય છે , અને , એ વ્યક્તિ , એમના ગુણ , લક્ષણ , તેમની અમુક ક્રિયાઓ, દરેક વસ્તુ જ્યારે ગમવા માંડે છે ! હ્રદય ને એ વ્યક્તિ જ્યારે ગમવા માંડે છે. એના તરફ આપણી લાગણીઓ વધવા માંડે છે , અને પછી ભલે એ વ્યક્તિ આ વાતને સ્વીકારે કે ન સ્વીકારે , પણ ,
હું એમ કહું છું કે જ્યાં સુધી આપણુ હ્રદય માને એવું જ કરે . અને એક દ્રષ્ટિએ જોઈએ તો પ્રેમ કરવાની વસ્તુ નથી . પ્રેમ ની અંદર જીવવાની વસ્તુ છે . !!!
કોઈને કરવો એવું ધારીને વિચાર કરી અને તમે કોઈને પ્રેમ કરો છો ? તે પ્રેમ કરી શકતા નથી પણ એક માત્ર ને માત્ર આપણે ફોર્માલિટી નિભાવીએ છીએ . ! બાકી પ્રેમ તો ઘણા પ્રકારના હોઈ શકે છે , જેમકે એક ઘરની અંદર રહેતા સભ્યો ની અંદર એક કડી જોડાયેલી હોય છે જે પ્રેમ ની હોય છે . આજકાલના લોકો પ્રેમ એટલે એ શબ્દને , માત્રને માત્ર એ એવી તુચ્છ નજરથી જુએ છે કે , પ્રેમ શબ્દ બોલતા પણ ક્યારેક વિચાર કરવો પડે છે , કે આ શબ્દનો અર્થ લોકો કેવો કરશે ?
પણ પ્રેમએટલે માત્ર અને માત્ર એક છોકરા -છોકરી , સ્ત્રી અનેક પુરુષો વચ્ચે થતું આકર્ષણ ? નહી . એ તો માત્ર ને માત્ર એક આકર્ષણ હોય છે અને એ આકર્ષણ થોડા સમય માટે જ હોય છે . હંમેશા હોતુ નથી . તો પ્રેમ કોને કહેવાય ? કોને નહીં ? એ બધુ જાણવા પહેલા તો પ્રેમ શું કહેવાય ! ! . !એ વાત ઉપર વિચારવું એ જાણવું ખૂબ જરૂરી છે . તો જે મેં પહેલા પણ કહ્યુ એરીતે , એક ઘરની અંદર અનેક વ્યક્તિઓ રહેતા હોય પણ દરેકની વચ્ચે એક સાંકળ બાંધેલી હોય છે . પ્રેમની કડી છે . જેને કારણે આખું કુટુંબ જોડાયેલુ રહેતુ હોય છે . અને એ કડી છે પ્રેમની ! . મા - બાપ, દીકરો - દીકરી , ભાઈ - બેન , સાસુ-સસરા , નણંદ-ભાભી , દીકરી - જમાઈ , દીકરો -વહુ આ દરેક સંબંધો જે છે એ દરેક સંબંધો ક્યારે જળવાઈ રહે છે ? જયારે એ લોકો એકબીજાની સાથે જોડાયેલા રહે છે . તો એને જોડી અને રાખનાર એક કડી છે એ શું છે ? પ્રેમ .
પ્રેમ માત્ર ને માત્ર એક છોકરા અને છોકરી વચ્ચે એટલે કે વિજાતીય વ્યક્તિઓ વચ્ચે જ હોય એવુ નથી . પ્રેમ એ સજીવ ની અંદર નુ એક પ્રકાર નુ લાગણી નુ લક્ષણ છે .
તો એમ કે અત્યારના સમયમાં કહેવાતું આકર્ષણનું કેન્દ્ર એ માત્ર નથી . દીકરો પોતાની માતા પ્રત્યે જે અનુભવે છે એને પણ પ્રેમ જ કહેવામાં આવે છે ! . અને એક માતા જ્યારે નવજાત શિશુ , નવું બાળક જન્મ્યું હોય છે અને એમને પહેલી વાર પોતાના હાથમાં લે છે અને ત્યારે જે અનુભવ કરે છે એને પ્રેમ નહીં તો બીજું શું કહેવાય છે ? ક્રમશઃ
( પુરણ - સાધુ)