Unaware of the fact - 1 books and stories free download online pdf in Gujarati

હકીકત થી અજાણ - 1

કેમ છો મિત્રો,હું મારી નવી નોવેલ ના પન્ના ખોલવા જઈ રહી છું,આશા છે કે તમને બધાને વાંચવી ગમશે..

कोई तो राह वो होगी, जो मेरे घर को आती है
करो पीछा सदाओं का, सुनो, क्या कहना चाहती है?
तुम आओगे मुझे मिलने, ख़बर ये भी तुम ही लाना
बहुत आई-गई यादें, मगर इस बार तुम ही आना

અરે યાર,નીહા બહુ વાર કરી મેડમ તમે જલ્દી ચાલો નહિ તો પ્રોગ્રામ પણ પતિ જશે.હા વિહાન બસ ૫ મિનટ માં આવી એવાજ સૂરમાં નીહા એ ઉત્તર આપ્યો.અને ૫ મિનીટ પછી એ ત્રણેય રસ્તામાં હસી મજાક કરતા પ્રોગ્રામ માં જઈ રહ્યા હતા,નીહા એટલે પૂરું નામ નિહારિકા શર્મા અને વિહાન શર્મા,અને ૨ ને જોડતી એક કડી એટલે નેત્રા,ખુબજ સુંદર ૪ વર્ષ ની પરી જેવી દેખાતી છોકરી.લગન ને ૬ વર્ષ પછી પણ આજે એજ મસ્ત જિંદગી હતી એમની ક્યારેય કોઈ કંકાસ નહિ બસ ખુશ રહેવું અને બધાને ખુશ રાખવા.ત્રણેય હસી મજાક કરતા જઈ રહ્યા હતા.
માણસ હમેશા ભવિષ્ય માં શું કરવું એ નક્કી કરતા રહેતા હોય છે,પણ ભવિષ્યમાં શું થવાનું છે એ એમને પણ ખબર નથી હોતી.એવુજ નિહારિકા અને વિહાન ના પરિવાર સાથે થયું.એક અકસ્માતે એમની આખી જિંદગી બગાડી નાખી,અને નિહારિકા પણ તે અકસ્માતનો ભોગ બની.રસ્તમાં જતા અચાનક હાઈવે પર રોંગ સાઈડ થી આવેલા એક ટ્રકે તેમની કાર ને જોરદાર ટક્કર મારી,એ ટક્કર એટલી જોરદાર હતી કે,એમની કાર નો કુરચો વળી ગયો.અકસ્માતે માં નિહારિકા ને માથામાં ગંભીર ઈજા થઈને એ મૃત્યુ પામી,અને વિહાન નસીબ જોગે બચી ગયો.જ્યારે નેત્રા ને પણ ગંભીર ઈજા થઇ હતી.ત્રણેય ને તાત્કાલિક હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યા.
આજે એ અકસ્માત ને ૬ મહિના થયા હતા નેત્રા ને વિહાન જીવિત હતા પણ ઘણું ખોઈ ચુક્યા હતા.નિહારિકા રહી નહતી,જયારે નેત્રા ને ઈજાઓ હવે ધીરે ધીરે સરખી થવા લાગી હતી,વિહાન નેત્રા ને સાચવતો એક ની એક વહાલી દીકરી ને હેરાન થતી જોઈ રડતો,એકલો એકલો ખૂણામાંભરાઈ ને રડતો.ઘણીવાર નેત્રા પણ એમને જોઇને રડવા લગતી.આમ કરતા કરતા સમય પસાર થવા લાગ્યો.નેત્રા અને વિહાન હવે ઘણા સ્વસ્થ થઇ ગયા હતા.વિહાને પણ હવે નોકરી પાછી જોઈન કરી લીધી હતી નેત્રા પણ શાળા એ જવા લાગી હતી.પિતા ને છોકરી એકબીજાને સાથ આપતા હિંમત આપતા.આમ નેત્રા પણ પિતાનું હંમેશા ધ્યાન રાખતી,એમની વસ્તુ નો ખ્યાલ ઘણીવાર વિહાન પણ એને નીહા કહી દેતો અને નેત્રા ખુશ થઇ જતી,તે પોતાના પિતાને ખુબજ ચાહતી..
આજે,એ અકસ્માત ને વર્ષો વીતી ગયા છે, નેત્રા MBA ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે,જયારે વિહાન હવે પહેલાની જેમ સ્ફૂર્તિ થી કાર્ય કરી શકતો નથી,પણ પુત્રી ને જોઇને હમેશા તેને નિહારિકા ની યાદ આવી જતી,એજ ચહેરો નાક નકશો,લાંબા વાળ અને એજ સાદગી,તે ઘણીવાર તેને કહી દેતો તારી માં જેવી ચિબાવલી છે તું,અને અચાનક રડવા લાગતો,આજે પણ નિહારિકા ની યાદો તેને રડાવી જતી.નેત્રા ને ખબર હતી પણ તે રોકવાની કોશિશ કરતી નહી,બસ પોતાના તરફથી તમામ કોશિશ કરતી.આમ પિતા ને દીકરી નું જીવન ચાલતું હતું ધીરે ધીરે હસી ખુશી માં બસ નિહારિકા ની યાદો પરેશાન કરતી હતી.

થોડા સમય પછી એક સવારે ઉઠીને નેત્રા એ ઘરનું બારણું ખોલી ને જોયું તો,ઉમરામાં એક લેટર પડેલો જોયો.અને ઉઠાવી ને વાંચવા લાગી જેમ જેમ વાંચતી ગઈ તેમ તેમ એના મુખ પર ની રેખાઓ બદલાતી ગઈ.સુંદર અક્ષરોમાં ઓછા શબ્દોમાં ઘણું લખ્યું હતું "કોઈએ" કોણ હશે એ??????
"ચલી જાના તુમ જહાં જાના ચાહો,એક દિન તુમ હી હા તુમ હી,"
" વાપસ આઓગી મેરે લિયે સિર્ફ મેરે લિયે...."
સિર્ફ ઔર સિર્ફ ......


બસ આટલાજ શબ્દો સુંદર રીતે લખાયેલા હતા,કોઈ નામ પહેચાન નહિ... કોણ હશે કે મને એમ કહ્યું ,અને વિચારતી પાછી ઓફીસ જવાની તૈયારી કરવા લાગી.તે એક કંપની માં ઘણા સારા પગાર થી જોબ કરતી હતી,અને પિતાજી નું સર્વ કામ કરતી.વિહાન હવે વધારે નેત્રા ને કઈ કહેતો નહિ એને હંમેશા બસ નેત્રા પર વિશ્વાસ હતો,નેત્રા પણ એના દાયરામાં રહેતી,કોઈ એવું કાર્ય ના કરતીકે વિહાન અને પોતાને કોઈ મુશ્કેલી થાય.પણ આજે આવેલા એ પત્ર એ એને અંદરથી કઈ વિચારવા મજબુર કરી નાખી હતી.ઓફીસ માં પણ એ ખોવાયેલીજ રહી,એને લાગ્યું કે કોઈ ઓફીસ ની વ્યક્તિ છે એ બધાના ચહેરા ને ધારી ધારી ને જોતી રહી.પણ કઈ શશંકા કરવા જેવું લાગ્યું નહિ..થોડા દિવસો એમજ રૂટીન ચાલ્યું.


થોડા દિવસ પછી એક વાર નેત્રા પોતાની અગાશી પર કપડા સુકવવા ગઈ ત્યારે તેને લાગ્યું કોઈ તેને જોઈ રહ્યું છે,અને અચાનક લાગ્યું કે કોઈ તેની બરાબર પાછળ ઉભું છે તેને તરત પાછળ વળી ને જોયું તો કોઈ હતું નહિ,એ અચનાક ડરી ગઈ,અને નીચે જતી રહ્યી,અને એના બીજા દિવસે એવોજ લેટર તેને મળ્યો.
"ખુબજ નજીક થી તને મહેસુસ કરી છે મેં ,
તારી આસપાસ રહીને.."
અરે યાર,કોણ છે જે મને રોજ આમજ પરેશાન કરે છે હિમત હોય તો સામે આવે એક વાર,અને એજ દિવસે લાગ્યું કે ઓફીસ થી જ કોઈ તેનો પીછો કરી રહ્યું હતું....