Anokhi jeet - 2 books and stories free download online pdf in Gujarati

અનોખી જીત - 2

આગળ ના ભાગ માં આપણે જોયું કે આશા અને સ્વપ્નીલ ના લગ્ન થયા પછી આશા ઘણા અરમાન સાથે સાસરે આવી પરંતુ શીલા બહેન સાસુ પદ નો રોફ જતાવવાની એક તક જતી કરતા નહોતા જયારે આશા ને વિશ્વાસ હતો કે શીલા બહેન તેને જરૂર અપનાવી લેશે હવે વાંચો આગળ...
એક દિવસ શીલા બહેેન મંદિરે દર્શન કરવા ગયા હતા અને અચાનક એક ગાડી ની હડફેટે આવી ગયા. ગાડી સાથે તેમનો એક્સીડન્ટ થયો હતો અને એમાં એમના બન્ને પગ માં ફેક્ચર થયુું હતું ત્યાંંથી તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેમનું ઓપરેશન કરીને બંને પગમાં સળિયા ફીટ કરવા પડ્યા અને પંદર દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું. આશા આખો દિવસ ખડે પગે તેમની સેવા કરતી. શીલા બહેેેેેન ને તો પથારીમાં જ રહેેવું પડતું. પોતાનુું કંઈ કામ તેઓ જાતે કરી શકતા નહોતા. બધા કામ માટે તેેમને બીજી વ્યકિત ની મદદ ની જરૂર પડતી ત્યારે તેમણે કહ્યું કે એક નર્સ રાખી લીએ, તેમને રજા મળી અને ઘેર આવ્યા પછી તેના સસરા વિનોદરાયે કહ્યું કે એક નર્સ કકકકસ રાખી લીએ જેથી આશા ને ઓછી તકલીફ પડે પરંતુ આશા એ તરત જ જવાબ આપ્યો હતો કે જ્યારે દીકરી હાજર છેે તો પછી નર્સ ની શી જરૂર છે? હું મમ્મી સેવા કરીશ. અને આશા જરા પણ સૂગ રાખ્યા વિના કે મોં બગાડ્યા વિના તેમની ગંદકી સાફ કરતી, તેમને નવડાવતી, દિલ લૂછાવતી, કપડાં બદલાવતી , વાળ ઓળી આપતીી અને શીલા બહેેન આશાનીી આ બધી હરકતો જોઈ રહેતા. એ કાંઈ બોલી શકતા નહીં આખો દિવસ બસ વિચારમગ્ન રહેતા.
એક દિવસ આશા ને તેમણે કહ્યું, દીકરી મને માફ કરી દે તેમનીી આંખમાં આંસુ આવી ગયા હતા. આશા ની મહાનતા સામે તેઓ હારી ગયા હતા. તેમની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. તેમણે પોતાના બંને હાથ જોડ્યા અને બોલ્યા, ' મેં તને સમજવામાં ભૂલ કરી મને માફ કરી દે, મને ખૂબ જ પસ્તાવો થાય છે. મેં તને ખૂબજ હેરાન કરી છે તેમ છતાં આજે તું ' માઁ ' થી અધિક મારી ચાકરી કરી રહી છે કદાચ મારી પોતાની દીકરી હોત તો એણે પણ મારી આટલી સેવા હોત - - અને આશાએ તેમન હાથ પકડી લીધા અને કહ્યું મમ્મી વડીલો ના હાથ સંતાાનો ના માથેે આશીર્વાદ આપવા માટે ઊપડે માફી માંગવા માટે નહીં. અરે હું તો ખૂબ જ ખુશ છું. આજે મેંં ' માઁ ' મેળવી છે જોયુંનેે મેં નહોતું કહ્યું કે આખરે જીત તો મારી જ થશે. હું જીતી ગઈ છું મમ્મી તમારે મનેે અપનાવવી પડી છે અને શીલાબહેન તેને ભેટી પડ્યાા. બંને આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. શીલાબહેન ની આંખમાં પશ્ચાતાપ ના આંસુ હતા જેમાં એક સાસુનો વહુુ માટેનો દ્વેષ વહી ગયો હતો અને છલકતો હતો નિખાલસ - નિર્દોષ માતૃપ્રેમ.
અને આશાની આંંખમાં આંસુ હતા વરસો પછી માતાને પાછી મેળવ્યાની ખુશીના., અને બારણામાં સ્વપ્નીલ અને વિનોદરાય મા - દીકરી ના આ મિલનને માણી રહ્યા હતા. સ્વપ્નીલે અંદર આવી મજાક કરતાં કહ્યું જો આશા મારી મમ્મી ની સેવામાં જરા પણ કસર રહી ને તો પિયર મૂકી આવીશ અને આ સાંભળી શીલાબહેને સ્વપ્નીલ ને ધમકાવતા કહ્યું , " ખબરદાર જો મારી દીકરીને કાંઈ કહ્યું છે તો ..."


સાસુ - વહુ નો સંબંધ દુનિયા માં સદીઓ થી વગોવાતો આવ્યો છે. એમાં પણ મીઠાશ ઉમેરાઈ શકે છે જો એક - બીજા ને જોવાનો - સમજવાનો નજરિયો બદલાય તો ...........