Premno kinaro - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમનો કિનારો - ભાગ ૨

રાતે જમીને મુક્તિ લેપટોપ લઈને બાલ્કનીમાં બેઠી હતી. મુક્તિની આદત હતી દિવસ દરમ્યાન પોતે શું અનુભવ્યું તે લખવાની. પછી ભલે એ અનુભવ સુખદ હોય કે દુઃખદ. પોતાના અનુભવને શબ્દોની વાચા આપીને મુક્તિનું મન થોડું હળવું થઈ જતું. આજે નદીને જોઈને તેને કેટલાંય વિચારો આવી ગયા. એણે લખવાનું શરૂ કર્યું.

"જીવન પણ નદીની માફક છે. સફર કેટલી પણ લાંબી હોય પણ નદી ક્યારેય થાકતી નથી. આગળ વધવું એ જ જીવન છે એ સબક નદી શીખવાડતી. અંતમાં એ પોતાની મંઝિલ સાગરને મળતી. જેમ નદી વહીને સાગરને મળે છે એમ જીવનમાં પણ વહેતા રહો કોઈ રાહી અવશ્ય મળશે. નદી સાગરમાં સમાવી પોતાનું અસ્તિત્વ ઓગાળે છે જ્યારે એક સ્ત્રી પુરુષમાં સમાઈને...આ નદી અને સ્ત્રી બંને એકબીજાના પૂરક છે.

ખળખળ વહેતી ભળી ગઈ નદી દરિયામાં...દરિયાને મળતા જ શાંત થઈ ગઈ...દરિયાને હાથ ફેલાવીને ઉભેલો જોઈ નદી પોતાની જાતને રોકી ન શકી...નદી ઘેલી બની દરિયામાં સમાવવા...દરિયાના સ્પર્શે નદીને તૃપ્ત કરી...નદીએ પોતાનું અસ્તિત્વ ઓગાળી દીધું...દરિયાના આલિંગનથી નવી ચેતના આવી નદીમાં...દરિયાના અધરના સ્પર્શથી નદીમાં નવો આત્મા પૂરાયો...ખરેખર નદી વગર સાગર અને સાગર વગર નદીનું જીવન અધૂરું છે. નદી અને સાગર એકબીજાને પ્રેમ કરે છે અને પ્રેમ વગર બધું અધૂરું છે...પ્રેમ વગર જીંદગી અધૂરી છે...પ્રેમ વગર દરેક અહેસાસમાં ખાલીપણું લાગે છે...પ્રેમ વગર જીંદગીની કિતાબનું પાનું અધૂરું લાગે છે...મારી જીંદગીની વાર્તા પણ અધૂરી છે...બસ એક રાહની ચાહ છે...પછી એ પૂર્ણ થઈ જશે તારા મળવાથી...મળવું પડશે તારે મને જીવનની અધૂરી વાર્તા પૂરી કરવા...."

આટલું લખ્યા પછી એ કોપી કરીને મુક્તિએ સોશિયલ મીડીયા પર "ચાહત" નામનું ફેક ID બનાવ્યું હતું. એમાં પોસ્ટ કર્યું. ઓરીજનલ ID માં મુક્તિએ ક્યારેય પોસ્ટ નહોતી કરતી.


ઓરીજનલ ID માં તો સેલ્ફી,પાર્ટી કે પ્રવાસના ફોટા મૂક્યા હોય. એનું કારણ હતું કે દુનિયા સામે ક્યારેય પોતાના દુઃખને શેર કરવું નહિ. એ દુઃખો નો ફાયદો ઉઠાવે છે આ સ્વાર્થી દુનિયા. મુક્તિ High society ની હોવાથી દુનિયાને ખુશ હોવાનો દેખાવ કરવાનું પણ આવડી ગયું હતું. દુનિયાની નજરમાં મુક્તિ ખુશ હતી. પણ ભીતરથી તો ઉદાસ જ રહેતી.

મુક્તિ સૂવાની તૈયારી કરતી હતી. લેપટોપ બંધ કરીને મૂકવા જતી હતી કે મુક્તિએ હમણાં જ પોસ્ટ કર્યું હતું તેના પર એક કમેન્ટ આવી.

મુક્તિએ કોમેન્ટ વાંચી.

"જેમ કાગળ અધુરો છે કલમ વગર ને કલમ અધૂરી છે સ્યાહી વગર તેમ જીવનની વાર્તા અધૂરી છે પ્રેમ વગર...લાગે છે કે કોઈ તમને પણ પ્રેમમાં ફસાવીને અધૂરી વાર્તાએ અધૂરા રસ્તાએ એકલા મૂકી ગયા."

મુક્તિએ એ વ્યક્તિનું નામ જોયું તો "લવ" નામની વ્યક્તિ હતી.

મુક્તિએ પણ કોમેન્ટ કરી "Who are you?"

સામેથી મુક્તિએ પૂછેલા સવાલનો જવાબ કોમેન્ટમાં આવ્યો.

"હું એક તરસી નદીનો સાગર...હું એ નથી કે કોઈના જીવનની અધૂરી વાર્તા બની જાઉં...હું એ નથી કે કોઈની આંખના આંસુ બની જાઉં...હું તો એક વ્હાલનો સાગર છું...જેના જીવનમાં જાઉં તેની જીંદગી બની જાઉં...હું એની જીંદગીની વાર્તાનો અધૂરો છેડો બની જાઉં..."

મુક્તિના ચહેરા પર સ્માઈલ આવી ગઈ. મુક્તિએ કોમેન્ટ કરી "Ok Mr.love good night..."

સવારે મુક્તિ ઉઠી. નાહી ધોઈને તૈયાર થઈ ગઈ.
મોબાઈલ હાથમાં લીધો. મુક્તિના ફેક Id પર લવનો મેસેજ હતો.

પોતાને જ પાંજરામાં કેમ પૂરી છે?
તારા દિલને શાનો ડર બેચેન કરે છે?
હ્દયની લાગણી અને ઈચ્છાઓને પાંજરામાં બાંધવાનો પ્રયત્ન ન કર...એને સ્વતંત્રતાના ખુલ્લા આકાશમાં ઉડવા દે...

મુક્તિએ મેસેજ વાંચી લીધો અને મુંબઈ જવાની તૈયારી કરવા લાગી. ચાહતના પપ્પા ધનરાજભાઈએ મુંબઈ જઈને બધી વ્યવસ્થા પહેલેથી જ કરી રાખી હતી.

ધનરાજભાઈ અને એમના નાના ભાઈ પ્રફુલ્લભાઈની પ્રાઇવેટ ઇક્વિટી કંપની છે, જે સૉફ્ટવેર, ઇન્ટરનેટ અને તકનીકી-સક્ષમ સેવાઓ કંપનીઓના નિર્માણમાં કાર્યરત છે. મુંબઈમાં પણ એ કંપનીની શરૂઆત કરી દીધી હતી. બધા મુંબઈ પહોંચ્યા. લાંબી મુસાફરીને લીધે બધા થાકી ગયા હતા એટલે રાતે જમીને સૂઈ ગયા.

બીજા દિવસે મુક્તિ અને કૃતિકાએ કૉલેજમાં એડમિશન લઈ લીધું. ત્રણ-ચાર દિવસ પછી કૉલેજ શરૂ થવાની હતી. આ ત્રણ ચાર દિવસમાં મુક્તિ અને કૃતિકાએ બરાબર ફરી લીધું.

મુક્તિએ ફેક Id પર પોસ્ટ કરેલા લખાણ પર ઘણાં Likes and comment આવતા. મુક્તિને રિપ્લાય આપવા જેવું લાગે તેને રિપ્લાય આપતી. આજે પણ લવનો શાયરાના ટાઈપ મેસેજ હતો. પણ મુક્તિએ રિપ્લાય નહોતો આપ્યો.

કૉલેજમાં ઈશિતા, ઝંખના, સનાયા, અનુરાગ, વિરેન, વિરાજ, કરન,અભિષેક એન્ટર થયા.

કોલેજના કેમ્પસ પર બહુ ભીડ હતી.

કરન:- "પણ અહીં આટલી ભીડ કેમ છે?"

અનુરાગે બે ત્રણ યુવકો ઉભા રહ્યા હતા તેમને પૂછ્યું. યુવકોએ કહ્યું "કોઈ નવી સિંગર છે. તું જો તો ખરો કેટલી હોટ છે."

અનુરાગ અને એનું ગ્રુપ એ સિંગરને જોવા ગયા.

અનુરાગ અને એના ગ્રુપને એ છોકરીનો પાછળનો ભાગ દેખાયો.

અનુરાગે એ છોકરીને ઉપરથી નીચે જોઈ.
કમર પર જમણી સાઈડ સ્ટાઈલિશ બર્ડ ડિઝાઈન ટેટુ હતું. લાંબા સિલ્કી વાળ. એક સાઈડ પરની એક લટ પર આછો ગુલાબી કલર કરાવ્યો હતો. જીન્સનું મિની સ્કર્ટ અને off shoulder crop top short sleeve shirt પહેર્યું હતું. તેથી જમણા ખભા પર હાર્ટ શેપનું ટેટુ નજરે પડતું હતું. હાઈ હીલના ઘુંટણ સુધીના બ્લેક કલરના લૉંગ બુટ પહેર્યા હતા. શરીર પર ગિટાર ભેરવી દીધું હતું. ખરેખર એ છોકરી Hot લાગી રહી હતી. અનુરાગને એ છોકરીનો ચહેરો જોવો હતો પણ એ ફરતી જ નહોતી. એ છોકરીએ માઈક લીધું અને ગાવા લાગી.

ओ मलंग हुआ दिल ये मेरा
हे मस्त मलंग हुआ दिल ये मेरा
इश्क फिकर दा छड्डे बल्ला
मौज करदा हो के झल्ला, जी वे
इश्क मैं दिलड़ा होया फकीरी
मांगे सबकी खैर सुखल्ला, जी वे
गिरा दीवारें, लगा ललकारें
इश्क दी मस्ती दे विच सोवे ते जागे
धुणकी धुणकी धुणकी लागे
धुनकी धुनकी धुनकी लागे

लाडला दिल को हर बशर
इश्क दा चंगा है असर
कर ले खुद से ही प्यार बन्देया
है जहां की तुझको खबर
खुद से है पर तू बेखबर
लै ले अपनी वी सार बन्देया
गिरा दीवारें लगा ललकारें
इश्क दी मस्ती दे विच सोवे ते जागे
धुणकी धुणकी धुणकी लागे
धुनकी धुनकी धुनकी लागे

એ છોકરી song ગાતા ગાતા ફરી પણ એ છોકરીના વાળ વારંવાર ચહેરા પર આવી જવાને લીધે અનુરાગ અને એનું ગ્રુપ એ છોકરીનો ચહેરો સરખો જોઈ શક્યા નહિ.
છેલ્લે છેલ્લે song પૂરું થવા આવ્યું ત્યારે એ છોકરી ફરી.

ઈશિતા:- "Who is she?"

ઝંખના:- "New girl છે."

કરન:- "શું છોકરી છે યાર?"

વિરાજ:- "હા યાર મે આજ સુધી આવી છોકરી જોઈ નથી. Beautiful and hot...તું શું કહે છે અનુરાગ?"

ઈશિતા:- "અનુરાગ આ છોકરી વિશે શું કહેવું છે?"

અનુરાગ:- "Guys ક્લાસમાં જઈએ."

મુક્તિએ song ગાઈને પોતાની કોલેજના યુવક અને યુવતીઓને ઈમ્પ્રેસ કરી દીધા હતા.
મુક્તિ તો કોલેજમાં આવતા જ છવાઈ ગઈ.

ક્રમશઃ