Premno Kinaro - 5 books and stories free download online pdf in Gujarati

પ્રેમનો કિનારો - ભાગ-૫

એક દિવસે મુક્તિ કાર લઈને આવે છે. મુક્તિએ અનુરાગ અને વિરેનને કારમાંથી ઉતરતા જોયા

મુક્તિને અનુરાગ સાથેનો ઝઘડો યાદ આવી ગયો. મુક્તિએ થોડી ગુસ્સામાં કાર આગળ લીધી. અનુરાગની કાર સાથે સહેજ જોરથી ભટકાવી.

અનુરાગ:- "hey you....આટલી મોટી અને શાનદાર કાર ને ટક્કર મારવાની હિમંત જ કેમ કરી?"

મુક્તિ અને કૃતિકા કારમાંથી ઉતરે છે.

અનુરાગ:- "ઑહ તો તું છે. મતલબ કે આ જાણી જોઈને કર્યું છે. Sorry બોલી દે."

મુક્તિ:- "મુક્તિએ આજ સુધી કોઈને સૉરી નથી કહ્યું. ને હું તને બોલવાની...? In your dreams Mr.Anuraag....

અનુરાગ:- "How dare you? તારી હિમંત જ કેમ થઈ મારી કાર સાથે આવું કરવાની?"

મુક્તિ:- "ઑકે કેટલું નુકસાન થયું છે? બોલ કેટલા રૂપિયા જોઈએ છીએ?"

"આ રૂપિયાની તમરી બીજા કોઈને જઈને બતાવજે, મને નહિ... સમજી? " એમ કહી અનુરાગ કારમાં બેઠો અને મુક્તિની કાર સાથે ભટકાવી.

મુક્તિ:- "How dare you? અનુરાગ હું તને છોડીશ નહિ."

અનુરાગ:- "બધી યુવતીઓ મને આમ જ કહે છે."

અનુરાગ ક્લાસ તરફ જતો હતો. મુક્તિ પણ ક્લાસ તરફ જતી હતી. કૃતિકા અને વિરેન પણ ક્લાસ તરફ ચાલવા લાગ્યા.

વિરેન:- "Hi."

કૃતિકા:- "Hey."

વિરેન:- "આ લોકોનો તો ઝઘડો ચાલતો જ રહેશે. એ લોકો ભલે ઝઘડતા. પણ આપણે...શું આપણે ફ્રેન્ડસ બની શકીએ?"

કૃતિકા:- "ઑકે..."

વિરેન:- "હું વિરેન..."

કૃતિકા:- "મારું નામ કૃતિકા."

વિરેન:- "એક્ચ્યુઅલી હું તમારી સાથે ઘણા દિવસથી ફ્રેન્ડશીપ કરવાનું વિચારતો હતો."

કૃતિકા:- "હું પણ તમને ઘણા સમયથી નોટીસ કરતી હતી કે તમે મને કંઈક કહેવા માંગો છો."

વિરેન:- "રિયલી? તો આજે સાંજે હું તમને ડિનર પર લઈ જઈ શકુ?"

કૃતિકા:- "ઑકે..."

વિરેન તો ખુશ થઈ ગયો.

વિરેન:- "Thank you..."

કૃતિકાની સામે વિરેન પોતાની લાગણીઓને છુપાવી ન શક્યો અને કૃતિકા ડિનર પર આવવા તૈયાર થઈ એ વાતે એ ખૂબ ખુશ થઈ ગયો. પોતાના ચહેરા પરના ખુશીના ભાવ કૃતિકાથી છુપાવવા માંગતો હતો. પણ વિરેનના ચહેરા પર ખુશીના ભાવ આવી જ ગયા. આ વાતની કૃતિકાએ નોંધ લીધી.

કૃતિકા:- "Ok... bye..."

અનુરાગ અને એના ફ્રેન્ડસ કેન્ટીનમાં બેઠા હતા.
મુક્તિ પણ એના ફ્રેન્ડસ સાથે કેન્ટીનમાં બેઠી હતી. મુક્તિ અને અનુરાગની નજર મળે છે.

અનુરાગ સ્વગત જ બોલ્યો "અમીર બાપની બગડેલી છોકરી. કેટલી અભિમાની છે."

મુક્તિ ઉઠીને અનુરાગ પાસે આવે છે.

મુક્તિ:- "શું બોલ્યો? જરા ફરી બોલીને બતાવ."

અનુરાગ:- "શાનું ઘમંડ છે તને? અને આ એટિટ્યુડ બીજા કોઈને બતાવજે. મને નહિ સમજી? તારા જેવી યુવતીઓ કેટલીય આવી ને જતી રહી."

મુક્તિ:- "હા પણ તું મુક્તિને કદી ભૂલી નહિ શકે. હું કંઈક એવું કરીશ કે તું મને જીંદગીભર નહિ ભૂલી શકે. Just wait and watch."

અનુરાગ:- "ઑહ હું તો ડરી ગયો. તને શું લાગ્યું તારી ધમકીથી હું ડરી જઈશ. જા જે કરવું હોય તે કરી લે."

"શું સમજે છે પોતાની જાતને? હું આનો બદલો લઈને જ રહીશ અનુરાગ." મુક્તિએ મનોમન નક્કી કર્યું.

કૉલેજમાં અનુરાગ અને મુક્તિની નજર મળતી. પણ બંને નજર ફેરવી લેતા. બંનેએ એકબીજા સાથે ઝઘડો કરવાનું બંધ કરી દીધું. થોડા દિવસ માટે મુક્તિ શાંત થઈ ગઈ હતી. અનુરાગ સાથે કેવી રીતના બદલો લેવો એ વિશે મુક્તિ વિચારતી હતી.

એક રાતે બાઈક રેસ ચાલતી હતી. અનુરાગ અને એનું ગ્રુપ અનુરાગને બેસ્ટ ઑફ લક કહી રહ્યા હતા. અનુરાગે હેલ્મેટ પહેર્યું. બધા રેડી હતા. ઈશારો થતા જ બધાએ બાઈક હંકારી મૂકી. આજ સુધી અનુરાગ જ રેસ જીતતો હતો. ખબર નહિ ક્યાંથી એક બાઈક આવે છે અને અનુરાગને ઑવર ટેક મારવાની કોશિશ કરે છે. અનુરાગને પણ નવાઈ લાગે છે આ કોણ છે? આખરે બધા યુ ટર્ન લઈ બાઈક વાળે છે. પેલી અજાણી બાઈક ફરી અનુરાગને ઓવરટેક કરે છે. અનુરાગ અને પેલી અજાણી બાઈક લગભગ એકસાથે જ મૂળ જગ્યાએ પહોંચે છે.

આજ સુધી કોઈ અનુરાગને ઓવરટેક કરી શક્યું નહોતું પણ આજે આ અજાણી બાઈકે અનુરાગની જગ્યા લઈ લીધી. બધાને પણ ખૂબ નવાઈ લાગી કે આખરે આ છે કોણ?

અનુરાગે હેલ્મેટ ઉતારી પેલા અજાણ્યા બાઈકવાળા સાથે હાથ મિલાવી કહ્યું "Superb... આજ સુધી મને કોઈ હરાવી નહોતું શક્યું. પણ bro તું એ પહેલો માણસ છે જેણે આ રેસમાં મને ટક્કર આપવાની કોશિશ કરી. પહેલી વખત આ રેસમાં બે જણ જીત્યા છે."

પેલા અજાણ્યા વ્યક્તિએ પણ હાથ મિલાવ્યો. અનુરાગના ગ્રુપે પણ એને Well done કહ્યું.
એ વ્યક્તિએ પોતાની બાઈક તરફ જઈ હેલ્મેટ ઉતાર્યું. અનુરાગ અને એના ગ્રુપે એ વ્યક્તિને પાછળથી જોયું. જેવું હેલ્મેટ ઉતાર્યું કે એ વ્યક્તિએ બાંધેલા લાંબા વાળ ખુલ્લાં થઈ ગયા.

ઝંખના:- "અનુરાગ એ બાઈકવાળો નથી. પણ બાઈકવાળી છે. એક યુવતીએ તારી સાથે હરિફાઈ કરી."

અનુરાગે પણ જોયું. એ છોકરીએ વાળ બાંધી લીધા અને બાઈક વાળી અનુરાગ તરફ આવી.

કરન:- "અરે આ તો મુક્તિ છે."

મુક્તિ:- "Hey અનુરાગ તારી સાથે રેસ કરવામાં મઝા આવી. Next time રેસ કરવામાં આનાથી પણ વધારે મઝા આવશે.

અનુરાગ:- "મને ઈંતઝાર રહેશે Next time ની રેસનો."

મુક્તિ:- "Ok bye guys..."

અનુરાગ ઘરે પહોંચ્યો. અનુરાગ મુક્તિ વિશે જ વિચારતો હતો. શું છોકરી છે યાર. બીજી બધી યુવતીઓ કરતા તદન અલગ.

અનુરાગે ઘણી યુવતીઓ જોઈ હતી જે અનુરાગ પર ફિદા હતી. એ યુવતીઓને તો બસ હરવાફરવાનું ગિફ્ટ આપી દઈએ એટલે ઈમ્પ્રેસ થઈ જતી. પણ અનુરાગ કોઈ યુવતીથી ઈમ્પ્રેસ નહોતો થયો. પણ મુક્તિ જેવી ડેરિંગ યુવતીને જોઈ અનુરાગના દિલના તાર ઝણઝણી ઉઠ્યા હતા.

ક્રમશઃ