Superstar - 13 books and stories free download online pdf in Gujarati

સુપરસ્ટાર - 13

Part 13


આશુતોષ !!!

આ નામ સાંભળીને થોડીવાર માટે અચકાઈ ગયેલા શોભિત અને કબીર કાંઈપણ બોલવા સમર્થ નહોતા.આશુતોષ ના નામથી જ તેમના રુંવાટા ઉભા થઇ ગયા હતા.કોઈ માણસ જેના પર આપણને ખુદ ના કરતા પણ વધારે ભરોસો હોય એનું જ નામ આપણા બેલ્કલિસ્ટમાં આવી જાય એટલે આઘાત લાગે.આશુતોષ કરતા પણ વધારે જયારે તમને તેના વ્યક્તિવ પર શંકા જાય ત્યારે વધારે આઘાત લાગે.આશુતોષને પોતાના ભાઈ કરતા પણ વધારે સાચવનાર કબીર આજે આશુતોષનું નામ સાંભળીને એક જગ્યાએ બસ ફસડાઇને બેસી ગયો હતો.શોભિતને પણ આ કેસમાં આશુતોષ જ સૌથી વધારે નાદાન અને ઈમાનદાર લાગતો હતો પણ આજે તેનું નામ સાંભળીને તેના પણ ભવા ચડી ગયા હતા.અચાનક બદલાઈ ગયેલા વાતાવરણમાં બેસીને અકળાઈ ગયેલા ચહેરા હવે બધું જાણવા માટે આતુર હતા.આટલા મહિનાથી ચાલતા આ કેસમાં જયારે આજે સાચો ગુનેગાર સામે આવી ગયો હતો ત્યારે કોઈ પણ તેનું નામ સાંભળવા પોતાના કાન આગળ નહોતું ધરી રહ્યું કેમકે તે નામ પોતાના જ ઈમાનદાર માણસનું હોય તો વધારે આઘાત લાગે...


"મને ખબર છે તમારા માટે આ નામ સાંભળવું કેટલું ટફ છે.મારા માટે પણ આ નામ સાંભળવું મુશ્કેલ હતું.મને ખુદને પણ શોક લાગ્યો હતો."અનુજાએ બને એટલા સારી રીતે કબીર અને શોભીતને આઘાતમાંથી બહાર લાવવામાં માટે કહી રહી હતી.
"મને નથી લાગતું કે આ આશુતોષે કર્યું હોય મને તેના તરફથી એવું કઈ નથી લાગ્યું કદીપણ....હોઈ જ ના શકે યાર ઈંપોસ્સીબલ...હી ઇજ વન ઓફ માય હોનેસ્ટ એન્ડ જેનુયન પરસન..."કબીરે બને એટલા અકળાઈને જવાબ આપ્યો.
"અને જો એણે કર્યું હોય તો એ અત્યારે શું કરે છે હોસ્પિટલમાં ???"શોભીતે પણ પોતાના શર્ટના કોલર ખુલ્લા કરતા કહ્યું.
"તમારા બધા સવાલોના જવાબો મારી પાસે છે,મને ટાઈમ આપો બસ થોડી જ વારમાં આશુતોષની બધી અસલિયત તમારા સામે આવી જશે....."અનુજાએ પોતાના પાસે પડેલી ફાઈલને પોતાના હાથમાં લેતા કહ્યું.
અનુજાએ પોતાના બાજુમાં પડેલા પોતાના ટેપરેકોડરને સ્ટાર્ટ કરીને તેના મૅનેજર યશપાલને પોતાના બધા પુરાવા આપવામાં માટે કહ્યું.આજે આ ખરાખરીનો જંગ હતો.હવે યા તો આ પાર જવાનું હતું યા તો પેલે પાર!!!માર્ટિનાને ઇન્સાફ મળે એ જ હવે બધા માટે જરૂરી હતું.કેસ માર્ટિનાથી વધારે કબીર પર ફોકસ થઇ ગયો હોવાથી દુનિયાને સાચા ગુનેગારની ઓળખાણ થાય એ જરૂરી હતું.
"કબીર હું જે પણ કહું એના બધા જવાબો મને આપજે મારા માટે આશુતોષને ગુનેગાર ઠારવો અઘરો નથી પણ ગુનેગાર આશુતોષ જ છે.તું અને આશુતોષ એકબીજાને કેટલા વર્ષોથી ઓળખો છો ??"અનુજાએ કબીરના સામે પોતાનો પહેલો સવાલ કર્યો.
"હું અને આશુતોષ એકબીજાને ત્યારથી ઓળખીયે છીએ જ્યારથી મારી પહેલી ફિલ્મ હિટ થઇ...મારે મારી પહેલી ફિલ્મ હિટ થયા પછી સારા મેનેજરની જરૂર હતી અને મને આશુતોષ તેના માટે યોગ્ય લાગ્યો હતો અને ત્યારથી અમે બને સાથે છીએ....."કબીરે પોતાની વાત જણાવતા કહ્યું.
"આશુતોષ તારા કોઈ કોમન દોસ્તનો દોસ્ત હતો કે તે એમ જ તેને મેનેજર રાખ્યો હતો??"અનુજાએ કહ્યું.
"ના ના અમારા કોઈ કોમન દોસ્તો નથી મેં તેને ઇન્ટરવ્યૂ કરીને જ રાખ્યો હતો."કબીરે જવાબ આપ્યો.
"આનાથી આશુતોષ સાથે શું લેવા-દેવા યાર...મેન વાત સાંભળવી છે મારે..અનુજા"કબીરે વધારે અકળાતા કહ્યું.કબીર માટે હંમેશા સવાલો વધારે ગૂંચવાતા હોય એવું લાગતું.
"કબીર મેન વાત પર આવીશ પણ એના માટે બેઝ બનવો જરૂરી છે.મારી પાસે પૂરતા કારણો છે કે જે નક્કી કરે કે આશુતોષ જ ગુનેગાર છે પણ એના માટે મારે તને જે સવાલો પૂછવા પડે એના તું સારી રીતે અકળાયા વગર જવાબો આપીશ એની મને આશા છે...."અનુજાએ પોતાની પાસે પડેલી ચેરમાં બેસતા કહ્યું.

શોભિત પણ હવે અકળાયો હતો.કબીર અને શોભિત બંને પોતાની વાતોને સાઈડમાં મૂકીને બસ આશુતોષ કઈ રીતે ગુનેગાર છે એ જાણવા આતુર હતા.અનુજા માટે પણ આ સ્ટેજ વધારે ટફ હતો કે તેણે શાંતિથી કબીર અને શોભીતને હૅન્ડલ કરીને બધી વાત કરવાની હતી.
"કબીર જ્યારથી તું ફેમસ થયો ત્યારથી આશુતોષ તારી સાથે છે.તારા સાથે રહીને તારા બધા નીતિ-નિયમો,તારા ગમા-અણગમા,તું નેક્સટ પરિસ્થતિમાં કેવું બિહેવ કરીશ એની બધી ખબર એને હશે....તારા હિસાબોથી લઈને તારા બધા પેમેન્ટનું ધ્યાન રાખનાર આશુતોષ તારા પાસેથી કઈ કહેતા કઈ નહિ શીખ્યો હોય એની મને નવાઇ લાગે છે.કબીર તું વિચાર કર તારા પાસેથી આશુતોષ એવી કઈ વસ્તુ છે જે શીખ્યો હોઈ શકે....???"અનુજાએ હવે પોતાની બધી વાત ધીરે-ધીરે આગળ વધારતા કહ્યું.કબીર અનુજાની આ વાત સાંભળીને થોડીવાર માટે અનુજા સામે જોઈ રહયો.કબીર માટે આ બધા જવાબો આપવા કઠીન હતા.
"મને લાગે છે ત્યાં સુધી આશુતોષ મારા સાથે રહીને બધું જ શીખ્યો છે.મને લાગે છે ત્યાં સુધી અમે એકબીજાની સાથે બધી જ વાતો અને એકબાજુનું નોલેજ સેર કરતા રહીયે છીએ."કબીરે અનુજા સામે જોઈને જવાબ આપ્યો.
"કબીર ચલ હું તને એક વાત કરું......તને ખબર છે થોડા દિવસ પહેલા જયારે હું અને આશુતોષ અને મારો આસ્સીટન્ટ યશપાલ તારા ઘરે હતા ત્યારે મારી સિસ્ટમમાં એક વાઇરસ આવી ગયો હતો જેના લીધે મારી સિસ્ટમ પુરી હેક થઇ ગઈ હતી ત્યારે મારા ડેટા બધા સિસ્ટમમાં હોવાથી મેં મારાથી બને એટલી બધી મેહનત કરી હતી પણ ડેટા નહોતા આવી રહ્યા અને મેં તેન કોલ કર્યો હતો ત્યારે તે આશુતોષને કહીને કંઈક કર્યું હતું અને મારા સિસ્ટમમાં ડેટા પાછા આવી ગયા હતા......"અનુજાએ કબીર સામે પોતાની વાત મુકતા કહ્યું.
"હા...હા...મેં આશુતોષને જે સ્ટેપ્સ કહયા હતા તે રીતે કરતા તારી સિસ્ટમના બધા ડેટા પાછા આવી ગયા હતા તો ??"કબીરે વાતમાં હામી ભરતા કહ્યું.
"તો આશુતોષ કઈ રીતે આટલું અઘરું કામ આટલી સરળતાથી કરી શકે? તારા ફોનમાં બોલ્યા પહેલા જ આશુતોષની બધી ગતિ મેં જોઈ હતી.તારા બોલ્યા પહેલા જ તે તારા સ્ટેપ્સ કરવા લાગ્યો હતો અને એ પણ અચકાયા વગર એને તને બીજીવાર પૂછવાની પણ જરૂર નહોતી પડતી અને ત્યારથી મારુ મન અને હું બંને પોતે આશુતોષ પાર નજર રાખતા થઇ ગયા હતા...."અનુજાએ પોતાની વાત ફરીવાર કબીરના સામે જોતા કહી.કબીર અને શોભિત બસ અનુજાની કહેલી વાત પર સત્બ્ધ વિચારી રહ્યા હતા.તેમના માટે આ વાત નવાઈ લગાડે તેવી હતી.શોભીતે પણ કદી આ વાત નોટિસ નહોતી કરી અને જયારે આજે આ વાત તેમના સામે આવી હતી ત્યારે બંને જણા સ્તબ્ધ થઈને બસ અનુજા સામે જોઈ રહ્યા હતા.
"કબીર તે કદીપણ આશુતોષને હેકિંગ વિશે કઇંપણ શીખવાડ્યું છે.....???"અનુજાએ કબીરને પુછતા કહયું.કબીર પોતાના વિચારીમાં સ્તબ્ધ હતો.તેને કઈ ખબર નહોતી પડી રહી કેશું જવાબ આપવો ??
"હા ઘણીવાર રાતે હું અને આશુતોષ એકલા બેઠા હોઈએ ત્યારે હું મારા લેપટોપમાં કૈંક નવું કરતો હોવું એ જોઈને આશુતોષ પણ ઘણીવાર મારા સાથે બેસતો અને હું એને હેકિંગ વિશે જણાવતો.તેને પણ હેકિંગમાં રસ હતો એની મને ખબર હતી અને એ પણ મારા જેમ સારું કામ કરી લેતો હતો પણ.....મને નહોતી ખબર કે મારા સાથે જ એ આવું કરશે અને આશુતોષ કેમ કરી શકે મારા સાથે આવું પણ.....???"કબીરે પોતાના બંને હાથને પોતાના માથાની વચ્ચે મૂકી દીધા.
"કબીર આશુતોષના સાથે જે થયું તેના પછી અમે આશુતોષના લેપટોપમાં જે જોયું એ જોઈને અમે શોક હતા...અમને આશુતોષના લેપટોપમાંથી એક સર્ટિફિકેટ મળ્યું જે તેણે ઓનલાઇન હેકિંગનો કોર્ષ કરીને મૅળવ્યું હતું એટલે આશુતોષ પહેલેથી પોતાની બાજી રમી રહ્યો હતો."અનુજાએ પોતાના આસિસ્ટન્ટ યશપાલને એ સર્ટિફિકેટ શોભિત અને કબીરને આપવા માટે કહ્યું.શોભિત અને કબીર બંને એ જોઈને શોક હતા અને હવે આશુતોષ ધીરે-ધીરે જાળમાં ફસાઈ રહ્યો હતો અને તેના સત્યો બહાર આવી રહ્યા હતા.
કબીરે આજ સુધી કદીપણ આશુતોષ સાથે પોતાના કે તેના લેપટોપને લઈને વાત નહોતી કરી કેમકે તેને આશુતોષ પર પુરેપુરો ભરોસો હતો.જ્યારથી કબીર અને આશુતોષ સાથે કામ કરવા લાગ્યા હતા ત્યારથી આશુતોષ પર કબીરને ભરોસો હતો.આશુતોષ બધાને ભોળો અને ઈમાનદાર લાગતો હતો.આજ સુધી કદીપણ કબીરના કોઈપણ કામમાં આશુતોષે ગફલત કરી નહોતી.આશુતોષ પોતાના કામથી કામ રાખતો હોવાથી કબીર માટે આશુતોષ એકદમ ઇમાનદારીના ચોકઠામાં ફિટ બેસતો હતો.


"મને લાગતું હતું કે આશુતોષ મારા સાથે ઈમાનદાર છે..."કબીરે સેરિફિકેટે બાજુમાં મૂકતા કહ્યું.કબીરના હાવભાવ પર નિરાશા સ્પષ્ટ દેખાઈ રહી હતી.
"કબીર હજુ તો આશુતોષની ઇમાનદારીના ઘણા પુરાવા મારી પાસે છે એ સાંભળીને તને વધારે આઘાત લાગી શકે છે."અનુજાએ કબીરના સામે જોઈને વાતને ટોન્ટમા બોલતા કહ્યું.
"આ એક પુરાવાથી એ સાબિત નથી થતું કે આશુતોષ જ ગુનેગાર છે....."શાંત બેસી રહેલા શોભીતે તરત અનુજા સામે જોઈને કહ્યું.અનુજા સામે જોઈ રહેલા શોભીતના મનમાં પણ વિચારોનું પૂર ચાલતું હતું કે સાચે જ આશુતોષ જ ગુનેગાર છે ??
"મારા પાસે આના કરતા પણ સ્ટ્રોંગ પુરાવા છે ઈંસપેક્ટર શોભિત..."અનુજાએ પણ તીણી નજરે શોભિતને જવાબ આપતા કહ્યું.
"તો મારે ફટાફટ એ પુરાવા જોઈએ છે...."શોભીતે પણ બને એટલા તીણા સ્વરે અનુજા સામે જોઈને કહ્યું.

"કબીર માર્ટિનાના ઘરની ચાવી માર્ટિના સિવાય કોના પાસે રહેતી હતી ???"અનુજાએ કબીરને સવાલ કરતા કહ્યું.
"એક ચાવી માર્ટિન પાસે અને એક ચાવી મારા પાસે...કેમ ??"કબીરે જવાબ આપતા કહ્યું.
"તારા પાસે કે આશુતોષ પાસે ?? એ દિવસે જયારે તું માર્ટિના ઘરે આવ્યો ત્યારે તે આશુતોષ પાસે ચાવી માંગીને ઘર ઓપન કર્યું હતું સાચું ને ???"અનુજાએ કબીરના મનમાં વધારે અડચણો ઉભી કરતા કહ્યું.
"હા પણ આશુતોષ મારો મેનેજર છે અને એટલે જ મારી કિંમતી વસ્તુઓથી લઈને બધું જ એના પાસે રહે છે."કબીરે અનુજાને જવાબ આપતા કહ્યું.
"હા તો કબીર તું શું માને છે એનો ગેરફાયદો અશુતોષએ નહિ ઉઠાવ્યો હોય.....???"અનુજાએ ફરીથી કબીરના મનમાં અડચણો ઉભી કરતા કહ્યું.
"પણ આશુતોષ આ બધું શું કરવા કરે ?? એના પાસે બધું જ હતું અને એને આવું કઈ કરવાની મને જરૂર નહોતી લાગતી....."કબીરે અનુજાને કહ્યું.
"કબીર એનો પણ મારી પાસે જવાબ છે કે કેમ અશુતોષએ આ બધું કર્યું અને કઈ રીતે કર્યું...."અનુજાએ કબીર અને શોભિત સામે જોતા કહ્યું.
"મને કઈ ખબર નથી પડી રહી....."કબીરે પોતાના બંને હાથ પાંચ માથા પાર મુકતા કહ્યું.શોભિત અને અનુજા કબીર સામે જોઈ રહ્યા હતા.આશુતોષ જ ગુનેગાર નીકળશે એની કોઈને પણ ખબર નહોતી.
"કબીર આ તો તને ફક્ત બે પુરાવા આપ્યા છે મેં.હવે પછી જે પુરાવો આપીશ એ સાંભળીને તને સાચે જ યકીન થઇ જ જશે કે કહું આશુતોષે જ ખૂન કર્યું છે...."અનુજાએ કબીરના સામે જોતા કહ્યું.કબીર અને શોભિત બંને અનુજા સામે જોઈ રહ્યાં હતા.કબીરના મનમાં ગફલતો ચાલતી હતી કે હવે પછીનો એવો કયો પુરાવો હશે જે સાબિત કરશે કે આશુતોષ જ ગુનેગાર છે........
અને અનુજાએ જે કીધું એ સાંભળીને કબીર અને શોભીતના પગ તળેથી જમીન ખસી ગઈ હોય એવું લાગ્યું.....શું વાત હતી એ કે આશુતોષને સાચે ગુનેગાર ઠેરવતી હતી....


(ક્મશ:)