EK LEKH FATAVAO PAR... books and stories free download online pdf in Gujarati

એક લેખ ફતવાઓ પર...

એક લેખ ફતવાઓ પર
ત્રણ શોર્ટ નવલિકાઓ લખી પછી ઓનલાઈન સ્ટોરી મીરર પર"દર્દનાક હનીમૂન અને પૂર્ણ અપૂર્ણ"નામની વાર્તાઓનું વાંચન કર્યું.ગ્રીક તત્વચિંતન પણ માયલિશિયન સંપ્રદાય સુધી વાંચન કર્યું."મીશન.એક્ઝામ" તરફથી સ્પર્ધાત્મક પરીક્ષા માટે મંગાવેલી બુક પણ થોડીક વાંચી.આજનું અખબાર પણ વાંચ્યું જેમાં નિપાહ વાયરસ માં કેરળની મોતને ભેટનાર નર્સ લિનાની ચિઠ્ઠી સિવાય કંઈ ગમ્યું નહીં.મનોમૂંઝવણ ને અસહ્ય ગરમીથી રાહત મેળવવા શું કરવું તેજ ખ્યાલ ન્હોતો આવતો.છેવટે વ્હોટ્સેપ ચાલુ કર્યું.થયું લાવ થોડીક ચેટીંગ કરું યા તો કંઈક નવીન વાંચુ.ના વાંચ્યા વિનાના,ગમતા-ના ગમતા બધા થઈને હજાર ઉપર મેસેજ પડ્યાતા.સાહિત્યમાં કંઈક નવું સર્જન આવ્યું હશે તેમ માનીને સાહિત્યના બાર-તેર ગ્રુપ છે તે ઉલેચવા લાગ્યો.તો વાંચીને દુઃખ થયું કે જાણીતા હાસ્ય લેખક અને બચપન માં જે મારી પ્રિય- કટાર લેખની કોલમ હતી તે "મગનું નામ મરી"ના જનક- સજૅક શ્રી વિનોદભાઈ ભટ્ટ" એ આપણી વચ્ચેથી વિદાય લીધી.આવડા મોટા સાહિત્ય સર્જક ના ઘેલા માટે ગુજરાતી સમાચારની ચેનલોએ તેમના જીવનની ઝલકો પાથરી દીધી હશે તે વિચારીને ટીવી ચાલુ કરીને ન્યૂઝ ચેનલો શરૂ કરી.હિન્દી ન્યૂઝની ચેનલથી શરૂ કરતા.તેમાં ચાલતી ડિબેટમાંજ રસ પડતા-તેજ માણવા લાગી ગયો.ડિબેટનો મુદ્દો હતો " મદરેસાઓમાં ફરજિયાત NCERT"ના પાઠ્યક્રમોનો અભ્યાસ કરાવવો.ડીબેટ આક્રમક બની હતી.નીચે પેટ્રોલ-ડીઝલના અંકુશ વગરના મોંઘવારીમાં વધેલા ભાવ,કર્ણાટક માં જે.ડી.એસ.સરકારની રચના થતાં કોંગ્રેસના ગઠબંધનવાળી સરકારના મુખ્યમંત્રી કુમાર સ્વામી અને ઉપ મુખ્યમંત્રી પરમેશ્વરનાં શપથ વિધિમાં પધારેલ વિપક્ષના મોટા-મોટા નેતાઓનું કેન્દ્ર સરકાર સામેનું વિપક્ષ મહા-ગઠબંધનની હેડલાઈન નીચે જતી હતી.બાળકીઓ પર સતત વધી રહેલા દુષ્કર્મો, ગરમીનો ઊંચો જતો પારો,ખેડૂતોને યોગ્ય ના મળતા ભાવો,જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોમાં આપણી સરકાર ળનો નેક નિર્ણય,રમઝાનમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કરતું નાપાક પાક સૈન્ય................ આજે મોટી આ બધી સમસ્યાઓથી હર વ્યક્તિ પરેશાન હતો.તે બધી મુખ્ય-બાબતોને ગૌણ ગણીને ગૌણ એવી મદરેસાઓમાં અન્ય વિષયોનો અભ્યાસ,રાષ્ટ્રગાન ગાવું,વંદેમાતરમ બોલવું,તિરંગો લહેરાવો જેવી બાબતો મૌલાનાઓ અને આ દેશમાં કોમવાદ ને ધર્મવાદ નેજ રોજી રોટલો માનતા લોકો વિરોધ કરીને ચગાવી રહ્યા હતા.
આ દેશમાં રહીને આ દેશના બંધારણમાં આવતા એક પણ નિયમ કે નિર્ણયનો અમલ નથી કરવો અને પોતાનો રોટલો ને પ્રસિદ્ધિ રળી ખાવા બીજાને લડાઇ મારતા દેશદ્રોહીઓને ચેનલો પર ચર્ચાજ કરવી ગમે છે.હુંતો કહું છું કે આવો વિરોધ કરનારાઓને તો મીડિયાએ એક લીટીમાં કે ફોટામાં પણ સ્થાન ના આપવું જોઈએ.તેમને પ્રસિદ્ધ કરનાર મીડિયા છે તો તેને અનદેખા કરવાની ભૂમિકા પણ મીડીયાએ રાષ્ટ્રહિતને ધ્યાનમાં લઈને ભજવવી જોઈએ.
બરાબરની ડીબેટ જામીતી.કોઈ-કોઈની વાત સાંભળવા તૈયાર ન્હોતા,બસ પોતાનો એક્કો ગાવામાંજ લાગ્યાતા.શોરબકોર સાંભળીને પપ્પાનું પણ ધ્યાન ગયું તો,તેમણ કહ્યું " મુવા હારા આવાઓને વિરોધનો મોકો આપવો એના કરતાં તો તે જે કરે તે કરવા દેવું.તેમની નિહાળોમાં.,નકામું નકામું દેશમાં તોફાનો નઈ જેવી વાતોમાં કરીને દેશમાં શાંતિ માં દખલ કરે.
તેમના સમયમાં સારું ભણેલા અને બધી રીતે થોડુંક સારું એવું નોલેજ ધરાવતા પપ્પાની આ વાતને તેમની જ્ઞાનની રીતે સમજાવતા મેં કહ્યું...
ના પપ્પા એવું નથી.આપણા દેશમાં રહીને આપણા નિયમોનું પાલન તેમને નથી કરવું.આપણી સંસ્કૃતિ બધા ધર્મોને માન-સન્માન આપે છે તો તેમને સ્વીકાર્ય નથી.તેમને તો બસ પોતાના ધર્મોમાં લખેલું હોય તેવું પણ નહીં કે તેમના ભગવાને કહ્યું હોય તેવું પણ નથી જીવવું.તેમણે તો બસ પોતેજ ભગવાન ને, પોતેજ ધર્મના સ્થાપક ! અને પોતે કહે તેમજ લોકો જીવે અને લોકોને જીવવા દે.
હુંજ છું ને તમારા જોડે રહેતો હોય,તમારું ખાતો હોય અને તમે મારું સારું કરતા હોવ છતાં તમારું કહેવું ના માનું ! તમે જ મારું પાલન-પોષણ કરતા હોવને હું પાડોશીઓનાં ગુણગાન ગાઉ.તો તમને ગમે ? તમે મને આવડતું હોય તેનાથી વધું આવડે તેવું શીખવવા માંગતા હોય અને શીખવા માટે વ્યવસ્થા કરી આપો અથવા તો શીખવો અને હું વિરોધ કરું કે, ના માનું કે તમને ધરાર ના કહું કે ના મારે હવે કંઈ નથી શીખવું.તો એ ક્યાંનો નિર્ણય મારો કહેવાય.
હું તમારા ત્યાં તમારા ઘર,કુળ અને સમાજમાં જન્મ લીધો છે એટલે મારા તમારા ઘર, કુળ, સમાજના નિયમો પાળવા જોઈએ અને તેને લગતા દેવ- દેવીને પૂજવા- જોઈએ કે તેને લગતા સારા રસ્તાઓ પર નેક બનવા ચાલવું જોઈએ પણ,જો હુંજ તેનો વિરોધ કરું અને બીજાને પણ ઉશ્કેરુ તો આ તો"સાપને દૂધ પાઈને ઉછેર્યો" બરાબર કહેવાય.
બસ આમાં પણ એવુંજ છે.આ કહેવાતા મુલ્લા- મૌલવીઓને મદરેસાના નામે કોમવાદથી.પ્રસિદ્ધિ અને પૈસો બેએ ચરી ખાવું છે.જીવનની ફિલસૂફી પોતે નથી સમજવી ને દુનિયા આખીને સમજાવવી છે.
પછી તો તેઓ પણ સમજી ગયા.હવે આગળ આ લખવાનું મન થયું અને દેશદાઝનો કીડો ફૂંફાડા મારી મારીને કોમવાદીઓ માટે કાતીલ શબ્દો ઓકાવા લાગ્યો.રહેવું દેશમાં ને ગાવું પરદેશમાં,ખાવું સૌનુંને ખોદવું પણ સૌનુ ! હર એક નિયમ ફતવો બનીને ચગાવવો તે મુલ્લાઓ જે કહેવાતા છે તેમનું કામ.ભલે શિક્ષણ તમે મદરેસાઓમાં લો પણ માદરે વતનની ઈબાદત કરવી પડે તે ના ભૂલવું જોઈએ.હિન્દુસ્તાન કેહવાના નામે હિન્દુસ્તાન થતો જાય છે.ગુલામીની બેદીઓ હજુએ હિન્દુઓથી કે અન્ય દેશવાસીઓથી છૂટતી નથી.શબ્દના નામે ધિગાણા કરીને લડી મરવું છે પણ,એ જ શબ્દને પચાવીને સલાહ-એ-પાક જિંદગી જીવવી નથી ગમતી.અરે ભાઈ તને આ દેશએ સંપત્તિ, સલામતીને સૌથી મોટી શાંતિ આપી છે.તેનું કંઈક તો ઋણ ચૂકવ.ઋણ બસ એજ કે આ ભૂમિની ઈજ્જત, આબરૂ, શાન અને ગૌરવ લેવા જેવા જે કાયદાઓ ઘડાય તેનો દિલથી સત્કાર કરે.નિભાવે ના તો કંઈ નહીં તિરસ્કાર કે બહિષ્કાર તો કમ સે કમ ના કર.બટવારા વખતે તમને આ ભોમ પ્યારી લાગી હતી. એટલેજ અહીં રહી ગયા અને દોજખથી છુટકારો પામ્યા.તમને સ્વીકારીને માન, મર્યાદા ને મોભો પણ આ વતનની ભોમકાએ આપ્યો.અરે,પોતાના ધર્મના ફતવા તો તું જો પહેલા.એકેય ફતવો કોમની ભલાઈનો દેખાય છે.હિન્દુ ધર્મમાં પણ જે કુરિવાજો હતા તે સમય સંજોગોએ બંધ થતા ગયા.અને જાગૃતિ કેળવાતા લોકો તેમાં ગોઠવાતા પણ ગયા.હિન્દુએ ક્યારે ય સાચી વાતનો વિરોધ નથી કર્યો અને ખોટી વાતને પકડી નથી રાખી.હજુએ જે છે બદીઓ તે પણ ઉજાગર થતા ઘ્વંસ્ત થતી જાય છે.લાખો હિંદુ - મુસ્લિમ ભાઈઓ રોજા અને ઉપવાસના પારણા સાથે કરે છે.મસ્જીદમાં જતો કે અજમેર શરીફની દરગાહે નમતો હર શખ્સ 'મુસલમાન નથી હોતો.અને મંદિરોમાં જતો હર ઇન્સાન પણ હિન્દુ નથી હોતો.સુરખિયોમાં રહેવું જાણે આજ - કાલ ચલણ થઈ ગયું હોય તેવું લાગે છે.દેશના ગદ્દારો તો એવા છે કે પોતાની માનું ધાવણ લાજવે છે.અરે જે માએ તેમને અવતરવા પોતાની અમૂલ્ય જગ્યા આપી તે માની જય બોલવામાં પણ શરમ અનુભવે છે.આ દેશને સાંપ્રદાયિક અને કોમવાદ ના બીજ રોપીને ઉછેરવાનું કામ કરતા એ નમાલાઓને સીધા કરવાનો સમય પાકી ગયો છે.બહું મુદતો આપી તેમને સુધરવાનું,અરે જલસા પાણી આપ્યા છે આપણે તેમને.ફક્ત કહેવાતા ધાર્મિક પ્રેમભાવના અને ખોખલા,બેબુનિયાદ નિવેદનોનું સમર્થન કરીને.અરે સમર્થન કરનાર કરતાં પણ સૌથી વધુ ગુનેગારનો આવા નિવેદનો સામે ચૂપકીદિ સાધનાર છે.
હવે તો વાદીઓનો જમાવડો થતો જાય છે.ત્રાસવાદી,આતંકવાદી,નક્સલવાદી,કોમવાદી, દેશદ્રોહવાદી, માઓવાદીઓનો જમાવડો રોજ વધતો જાય છે ને દેશવાદી, સંસ્કારવાદી, ધર્મવાદિ અલ્પસંખ્યક થતા જાય છે.અત્યારે નહીં જાગીએ કે આપણા બાળકોને વારસામાં આ કુવાદીઓના કુકર્મો તથા તેની બદઅસરોની જાણ કરી તેમને એ રસ્તાથી જતાં નહિ અટકાવીએ કે વારસા માં તે - બધાનો વિરોધ કરવાનું ક્યાં જ્ઞાન અને પીઠબળ નહીં આપીએ તો તે વર્ષો,મહિના કે દિવસો નહીં પણ,ઘડીઓ દૂર નથી કે આ દેશ ભારતવર્ષ,ભારત કે હિન્દુસ્તાનની સ્થાને આતંકીસ્થાન કે કુવાદીસ્થાન તરીકે ઓળખાય.
આ લખીને મને સંતોષ થઇ ગયો કે બળાપો ઠાલવી દીધો અને સૌને રાહ ચીંધી દીધી તેવું નથી બસ,તમે જાણો અને દેશના આ કુવાદીઓને હરાવી ફતેહ પ્રાપ્ત કરો અને આવનાર સમયમાં એક પરિપૂર્ણ અખંડ મહાભારત આવનારી પેઢીઓને આપો.એક માળામાં રહેતા પંખીડાઓનો ક્લરવ આપો,પ્રેમની ડાળ પર કિલકિલાટ કરતા ભૂલકાંઓઓ આપો.શાંતિનો સંદેશો આપતાં પારેવડાં ઉછેરો,કોમી એખલાસનો ઓડકારો ખાતા વૃદ્ધો આપો.લાજ, માન,મર્યાદા ને સ્વતંત્રતાથી ફરી શકતી નારીશક્તિ આપો.સુલેહ કરી આપતો હર ઇન્સાન ને લેટ ગો કરતો સારો નાગરિક આપો,મહેનત મજૂરી કરી પરિવાર પાલતો વડો આપો.! ના કે વાદ-વિવાદો કે બવાલો જગાવે તેવો નિવેદનો આપતો ક્રૂર વિકસાવો.બસ તમને કંઈક અસર થઈ હોય ને ઝંખતા હોય અખંડ,શાંતિપ્રિય,રળિયામણું, હરીયાળુ,પ્રેમાળુ ભારત વર્ષ તો તમારા પ્રતિભાવો પણ મને મારા ઇ - મેઈલ"ashokbraval768@gmail.com"પર મોકલી શકો છો.હું હર હંમેશા તમને વિચારોની તાજગી આપતો રહીશ અને તમે ખંતીલા બનીને આજથી કામે વળગી પડો તેવી અભ્યર્થના રાખતો આપનો નવયુવાન નવોદિત લેખક ... આશુમન સાંઈ યોગી રાવળદેવના ના કોટિ- કોટિ વંદન.જય હિન્દ,જય ભારત,....સાથે મારા હૃદયની ભાવના આલેખતી છેલ્લી બે પંક્તિ ઓ સાથે રજા માગું છું. . . .
અખંડ ભારતનું સપનું છે આજ અમારી આંખોમાં
સમર્થ ભારત સર્જીશું પુરુષાર્થ કરી આ જીવનમાં.

આશુમન સાંઈ યોગી રાવળદેવ ( 23/05/2018 : 7:09 PM)
ashokbraval768@gmail.com
Whatsapp=8469910389
Fecebook:-ASHUMAN SAI YOGI
Twitter=@Ayogiraval
=AshumansaiYogiRaval