Facebook Prem Shu shaky chhe ?? - 6 books and stories free download online pdf in Gujarati

ફેસબુક પ્રેમ...શું શક્ય છે ?? - ૬

( આપણે આગળ ના ભાગ માં જોયું કે કાવ્યા તેના મિત્રો સાથે તેનો બર્થડે ઉજવે છે. તેનું result આવે છે અને તે પ્રથમ સાથે વીડિયો કોલ પર વાત કરે છે, પ્રથમ ને થોડું અજીબ લાગે છે કે કાવ્યા એ તેને વીડિયો કોલ કર્યો હતો. હવે આગળ જોઈએ)

કાવ્યા નું કૉલેજ નું ૩rd year નું result આવી ગયું હતું અને નવુ વર્ષ શરૂ થવાનું હતું. બસ તે જ ખુશી માં કાવ્યા અને તેના મિત્રો એ bunk માર્યો હતો કૉલેજ માં અને કૉલેજ ની બહાર ચા ની લારી પાસે બેઠા હતા.
રાજ : દેખો નયા સાલ શુરૂ હોને વાલે હે ઔર હમ સબકો અબ પ્રોજેકટ બનાના હોગા ગ્રૂપ મૈં. ઔર ગ્રૂપિંગ રોલ નંબર કે હિસાબ સે હોગા તો હમ સબ સાથ નહિ રહેગે.
કાવ્યા : હમ સબ યા સિર્ફ મૈં?
( કાવ્યા તેના મિત્રો કરતા અલગ ડિવિઝન માં હતી એટલે તે બધા સાથે રહી શકતી ના હતી)
રાજ: દેખો તુમ્હે અબ ખુદ સે સબ કરના પડેગા, વૈસે તો હમ સબ સાથ હે હી.
કાવ્યા: ઠીક હે..
જૈનમ: બધા ની ચા આવી ગઈ??
કાવ્યા ને અચાનક યાદ આવ્યું કે આજે તો પ્રથમ નો કોઈ મેસજ જ નઈ આવ્યો.
કાવ્યા: હું જરા આવું, મમ્મી નો ફોન આવ્યા કરે છે ક્યારનો.
(તે જૂઠું બોલી, તેને પ્રથમ સાથે વાત કરવી હતી)

કાવ્યા બહાર નીકળી ને પ્રથમ ને ફોન કરે છે.
કાવ્યા: હેલ્લો Mr.khadus...
પ્રથમ : હા બોલ કાવ્યા...
કાવ્યા(મનમાં) : પ્રથમ એ મારા નામ થી બોલાવી.
I like it😉
કાવ્યા : શું હાલ છે તમારા, નઈ કોઈ જવાબ આપ્યો મેસેજનો , ના તે પોતે કર્યો. બધું બરાબર છે ને?
પ્રથમ: હા બધું બરાબર છે, મારી એક્ઝામ છે એકચ્યુલી એટલે વાત નઈ થઈ.
કાવ્યા : ઓહ સોરી હા, મને નઈ ખબર હતી. ક્યારે છે તારી એક્ઝામ?
પ્રથમ : આવતીકાલ થી શરૂ થવાની છે.
કાવ્યા: અચ્છા, એટલે અત્યારે આખી રાત નું જાગરણ એમ ને...
પ્રથમ : હા એ તો કરવું જ પડે ને.. છૂટકો થોડી છે.
કાવ્યા : તું કેમ આટલો નીરસ માણસ છે યાર?
પ્રથમ: તું કેમ આટલી ઉત્સાહી છે?
કાવ્યા: હું પહેલી થી જ એવી છું.
પ્રથમ : હું પણ...
કાવ્યા : યાર તને સમજવો ખૂબ જ અઘરું છે.
પ્રથમ : may be..
કાવ્યા: સારું સારું, તું એક્ઝામ ની તૈયારી કર. આપણે પછી વાત કરીશું.
પ્રથમ : સારું.
કાવ્યા : bye..
(કાવ્યા હવે પ્રથમ ના વિચિત્ર વર્તન થી ટેવાઈ ગઈ હતી)

કાવ્યા પાછી આવી ગઈ તેના મિત્રો પાસે.
રાધી: કેટલી વાત કરે કાવી, હવે નવા લેક્ચર માં જવાનો સમય થઈ ગયો.
કાવ્યા : સોરી યાર, બોલ શું નક્કી થયું?
રાધી: ગ્રૂપ પ્રમાણે લીસ્ટ આવશે પછી આપણે પ્રોજેકટ ક્લાસ માટે નક્કી કરીશું.
કાવ્યા: ઓકે..As you say!!
( થોડા દિવસ માં લીસ્ટ આવે છે અને કાવ્યા તેના મિત્રો સાથે સુરત જ પ્રોજેકટ ના ક્લાસ માટે જવાનું નક્કી કરે છે .તે વિચારે છે ચાલ પ્રથમ ને આ ગુડ ન્યૂઝ કહું)

આ બાજુ કાવ્યા પ્રથમ ને તેના ક્લાસ માટે કહેવાની હતી અને ત્યાં પ્રથમ નું પણ કઈક એવું જ હતું.

આજે તો કાવ્યા ને મળવા માટે કહેવું છે, એક વર્ષ થી વધારે થઈ ગયું અમારી friendship ને. (પ્રથમ વિચારે છે)
ત્યાં જ કાવ્યા નો મેસેજ આવે છે.
કાવ્યા : hey Mr. Weirdo!!.
પ્રથમ: અહા, બોવ મૂડ માં લાગે છે ને આજે તો.
કાવ્યા : હું તો હંમેશા જ મૂડ માં હોવ , તારા જેવી નઈ ખડુસ.
પ્રથમ : હમમ ઓકે
કાવ્યા : એક ગુડ ન્યૂઝ છે.
પ્રથમ : કોઈ મિલ ગયા?? 😉
કાવ્યા : હા હા, કંઇ પણ .
પ્રથમ: તો બોલ ને હવે શું તે ..
કાવ્યા : આ લાસ્ટ યેર માં હું પ્રોજેકટ ના ક્લાસ માટે સુરત જ આવીશ.
પ્રથમ : અચ્છા સરસ. પણ એમાં ગુડ ન્યૂઝ શું ? પ્રોજેકટ માટે આટલી excitement.
કાવ્યા (મનમાં) : આ એકચ્યુલી માં ડોબો છે કે ખાલી નાટક કરે છે.
કાવ્યા: હા મને બધી જ વાત માં excitement હોય છે.
પ્રથમ : સારું છે તે..
કાવ્યા: લાસ્ટ તે ક્યારે ઉત્સાહ માં આવીને વાત કરી હતી યાદ છે?
પ્રથમ : હા, જ્યારે મારા મમ્મી મારા માટે નાનું puppy લાવ્યા હતા.
કાવ્યા: અચ્છા બરાબર, તો તને dogs પસંદ છે એમ ને..
પ્રથમ : હા, બોવ જ ગમે મને.
કાવ્યા: ઓકે..એક વાત પૂછું?
પ્રથમ: ના..
કાવ્યા: તે ફક્ત formality માટે પૂછ્યું હતું.😝
પ્રથમ: સારું તો બોલ હવે.
કાવ્યા : તારી કોઈ ગર્લ ફ્રેન્ડ હતી ?
પ્રથમ: હા હતી.
કાવ્યા : કેમ break up થઈ ગયેલું?
પ્રથમ: ખબર નઈ...તું છોડ તે વાત.
કાવ્યા : સારું.
પ્રથમ : મારે તને મળવું છે.
કાવ્યા : કેમ? (કાવ્યા હજુ તૈયાર નઈ હતી તેને મળવા માટે)
પ્રથમ : બસ એમજ, મળવું છે.
કાવ્યા : કંઇ કારણ તો હોય ને મળવા માટે.
પ્રથમ : જોવું છે તું ફોટા માં છે એવી જ છે કે પછી...
કાવ્યા: પછી એટલે...તું શું કહેવા માંગે છે?
પ્રથમ : અરે બસ મસ્તી કરું છું. બોલ તો ક્યારે મળશે મને?
કાવ્યા : જ્યારે સમય આવશે ત્યારે..
પ્રથમ : સારું ત્યારે...(પ્રથમ ને નહિ ગમ્યું)
કાવ્યા : તને કેવી છોકરી ગમે?
પ્રથમ: જે મને સમજી શકે, અને પોતે પણ સમજું હોય. થોડી સારી દેખાતી હોય ..
કાવ્યા : બસ ?
પ્રથમ : આટલું હોય તો બોવ છે..વધારે આશા નઈ રાખવાની
કાવ્યા : હા હા , સાચી વાત.
પ્રથમ : સારું.
કાવ્યા : ચાલ પછી વાત કરું.
કાવ્યા હજુ પ્રથમ ને સમજવા માંગતી હતી. પ્રથમ ફક્ત મિત્ર ના હતો કાવ્યા માટે. તેના માટે કાવ્યા ને અલગ લાગણી હતી, હવે તે આકર્ષણ હતો કે પ્રેમ તે નક્કી કરવું ખૂબ અઘરું હતું.
( પ્રથમ ને ખબર હતી કે પોતે સુરત રહે છે ત્યાં જ કાવ્યા પ્રોજેકટ માટે આવશે તે ગુડ ન્યૂઝ જ કહેવાય,પણ પ્રથમ કાવ્યા પાસેથી આ વાત સાંભળવા માંગતો હતો. પણ પ્રથમ નો સ્વભાવ અલગ જ હતો, તે કોઈની સામે જલ્દી ખુલી ને વાત નઈ કરી શકતો હતો અને ખૂબ વિચારતો કંઇ પણ કરવા પહેલા એટલે કદાચ ખુલી ને વાત નહિ કરી શકતો હતો કાવ્યા સાથે. )
------------------------------------

૨ દિવસ પછી પ્રથમ કાવ્યા ને મેસેજ કરે છે.
પ્રથમ : hi
કાવ્યા: હેલ્લો...કેમ છે?
પ્રથમ : સારો છું. શું કરે તું? પ્રોજેકટ કેવો ચાલે છે?
કાવ્યા: હું એકદમ ફાઇન. પ્રોજેકટ તો હજુ વાર છે ચાલુ થવામાં. હજુ તો ક્લાસ ફાઇનલ નથી થયા, ગ્રૂપ ફાઇનલ નથી થયું.
પ્રથમ : અચ્છા. મારે પણ હવે ઘરે જવું છે, ઘણા સમય થી નથી આવ્યો. આ એક્ઝામ પૂરી થાય એટલે તરત જતો રહેવાનો છું.
કાવ્યા: હા સાચી વાત છે. ઘર થી દુર રેહવું અઘરું છે. મને તો એવો ચાન્સ જ નથી મળ્યો હોસ્ટેલ માં રહેવાનો.
પ્રથમ : હા હા. આ તો તને લાગે એવું જે રેહે એને જ ખબર પડે. મજા તો આવે પણ સાથે સ્ટ્રગ્ગલ પણ રહે જ.
કાવ્યા: હા પણ હવે કાઈની. આ કૉલેજ પૂરી થાય એટલે જોબ.
પ્રથમ : બોવ જલ્દી છે જોબ કરવાની .
કાવ્યા: હા, મારું સપનું છે તે. મારી મમ્મી ની ખૂબ ઈચ્છા છે કે હું એક સરસ કેબિન માં બેસી જોબ કરતી હોવ. તે વધારે નહિ ભણી શકી એટલે તેને અફસોસ રહ્યો આખો લાઈફ.
પ્રથમ : ઓહ..સારી વાત છે. જોબ તો કરવી જ જોઈએ.પોતાનું એક અલગ અસ્તિત્વ હોવું જોઈએ.
કાવ્યા : હા. તારું શું સપનું છે?
પ્રથમ : મારા માટે મારા મમ્મી પપ્પા ને ખુશી આપવી ખૂબ જ મહત્વનું છે. મારે એટલા સક્ષમ થવુ છે કે હું એમને એક કાર આપુ શકું અને મારા પર ગર્વ થાય એમને એવા રહેવું છે. એમણે મારા માટે ખૂબ કર્યું છે, તો મારે એમના માટે એટલું તો કરવું જ છે.
કાવ્યા: ખૂબ સરસ વિચાર છે તારા. તું સ્વાર્થી નથી, તારા પોતાના કરતા પેહલા તારા પરેન્ટ્સ નું વિચારે છે.
પ્રથમ : હમમ..બસ આટલું જ સપનું છે. મને વધારે લોભ નથી, બસ હું અને મારો પરિવાર ખુશ રહે. પૈસા વધારે કમાવાની ઈચ્છા નથી, શાંતિ અને સુખ ની જિંદગી જીવવી છે.
(કાવ્યા વિચારે છે, જેમ સિક્કા ની બે બાજુ હોય છે તેમ પ્રથમ પણ કઈક અલગ જ છે. પહેલા મને તે અકડું લાગ્યો, પણ હવે તેની સાદગી ગમે છે.)
પ્રથમ : હેલ્લો.... શું થયું? સૂઇ તો નથી ગઈ ને મારી વાત સાંભળીને.
કાવ્યા : ના ના, I'm impressed Mr. khadus😉
પ્રથમ : આહ..બસ આટલા માં જ ઇમ્પ્રેસ થઈ ગઈ..
કાવ્યા: બસ હા હવે તું ચણા ના ઝાડ પર નઈ ચઢ. એક્ઝામ ની તૈયારી કર. bye
પ્રથમ : bye..

શું કાવ્યા પ્રથમ ને મળવા તૈયાર થશે?
શું પ્રથમ અને કાવ્યા એક બીજા ને સમજી શકશે?

આ ભાગ કેવો લાગ્યો તે જરૂર થી જણાવજો.

- કુંજલ